Home Blog Page 905

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કાર્ટરની પત્નીનું નિધન

0

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના પત્ની રોઝલિન કાર્ટરનું નિધન થયું છે. રોઝલિન કાર્ટરનું રવિવારે તેમના ઘરે 96 વર્ષની વયે અવસાન થયું હતું. કાર્ટર માનસિક સ્વાસ્થ્ય સુધારક અને લોકસેવા માટે સમર્પિત હતા. અમેરિકી સરકારે એક નિવેદન જારી કરીને તેમના મૃત્યુ અંગે માહિતી આપી હતી.

પોતાની પત્નીના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપતા પૂર્વ રાષ્ટ્રપતિ અને રોઝલિનના પતિ જિમી કાર્ટરે જણાવ્યું હતું કે તેમણે આજ સુધી જે પણ હાંસલ કર્યું છે, તે બધું રોઝલિનને કારણે જ થઇ શક્યું છે. જ્યારે પણ તેઓ નિરાશ થતા ત્યારે રોઝલિન તેમને પ્રેરણા આપતી. ‘તે મારી શ્રેષ્ઠ સલાહકાર હતી. જ્યાં સુધી રોઝેલીન આ દુનિયામાં હતી ત્યાં સુધી મને હંમેશા લાગ્યું કે હા કોઈ એવી વ્યક્તિ છે જે મને પ્રેમ કરે છે અને હંમેશા કરશે. રોઝલિન હંમેશા મને સપોર્ટ કરતી હતી,’ એમ જિમી કાર્ટરે જણાવ્યું હતું.

ગયા વર્ષે મે મહિનામાં ખબર પડી હતી કે રોઝલિન ડિમેન્શિયા નામની બીમારીથી પીડિત છે. ત્યાર બાદ તેમના ઘરમાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જિમીના કાર્યકાળ દરમિયાન ઈઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા, જે તે સમયે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતું હતું. આ સફળતા માટે વૈશ્વિક મંચ પર તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. રોઝલીન હંમેશા તેમના પતિની પડખે ઊભા રહેતા હતા.

કાર્ટર દંપતીએ વિશ્વ શાંતિ અને માનવ અધિકારો માટે કામ કરવા માટે કાર્ટર સેન્ટર નામની સંસ્થાની સ્થાપના કરી હતી. રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમણે ક્યુબા, સુદાન અને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી.જીમી કાર્ટરને ૨૦૦૨માં શાંતિ માટે નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ૧૯૯૯માં, તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કાર્ટર દંપતીને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કર્યા હતા.

ભારતનો GDP પહેલીવાર ૪ ટ્રિલિયન ડોલરને પાર

0

ભારતીય અર્થવ્યવસ્થાએ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતે રવિવારે પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરથી વધુની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) હાંસલ કરીને નોંધપાત્ર આર્થિક સીમાચિહ્નને વટાવી દીધું છે. આ સીમાચિહ્નરૂપ વર્ષોની સતત વૃદ્ધિ અને વિકાસના પરિણામે ભારતની વધતી જતી આર્થિક તાકાત, સ્થિરતા અને વૈશ્વિક પ્રભાવનો પુરાવો છે. ભારત સત્તાવાર રીતે રૂપિયા ૩૩૩ લાખ કરોડનું અર્થતંત્ર બન્યું છે.

ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરે નાણાકીય સમાવેશ બાબતોને સરળ બનાવવા અને સામાજિક સ્થાળાંતરણ અને સેવાઓની ઍક્સેસ માટે કરોડરજ્જુ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સરકારી સેવાઓ પહોંચાડવા અને કટોકટીઓનો પ્રતિસાદ આપવા માટે દેશની ડિજિટલ સિસ્ટમ્સ અને પ્લેટફોર્મને સક્રિય રીતે અપનાવવાથી સામાજિક સુધારણા માટે ટેક્નોલોજીનો લાભ લેવોએ દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં, મહિલા સશક્તિકરણ અને સમાનતા તરફના સરકારના અસરકારક પગલાં ભારતની વૃદ્ધિ વૃત્તિમાં બીજું સ્તર ઉમેરે છે.

ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટર, ૨૦૪૭ સુધીમાં ૫.૮ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે, જે દેશના જીડીપી વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં, ભારતમાં રહેણાંક મિલકત બજારએ ઘરનું વેચાણમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે જવાનું અને વાર્ષિક ધોરણે ૪૮%ના મજબૂત વધારાનું સાક્ષી બન્યું છે. વાણિજ્યક રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણ ઠાલવવાની સાથે, ઉદ્યોગો આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે, જે ભારતની આર્થિક શક્તિને વધુ પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો :-

મણિપુરના આકાશમાં દેખાયું ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO)

0

મણિપુરના ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક અજાણ્યું ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO) દેખાવાને કારણે સામાન્ય ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને અન્ય ત્રણ મોડી પડી હતી.

ભારતીય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈમ્ફાલના BTI એરપોર્ટ પર બપોરે ૨:૩૦ વાગ્યાથી ત્રણ કલાક અને વીસ મિનિટ માટે ફ્લાઈટ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. રવિવારે બપોરે યુએફઓ અંગે ઝીણવટભરી તપાસ કર્યા બાદ સાંજે ફ્લાઇટ ઓપરેશન રાબેતા મુજબ ફરી શરૂ થયું હતું.

એરસ્પેસમાં યુએફઓ જોયા બાદ દિલ્હી અને ગુવાહાટીની બે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને અગરતલા, ગુવાહાટી અને કોલકાતાની ત્રણ ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે અને સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મળ્યા બાદ ફ્લાઈટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં ત્રણ યુવકોના હાર્ટએટેક બેના મોત

0

શહેરમાં વરાછામાં એક અને પાંડેસરામાં બે યુવકોના એકાએક ઢળી પડી મોત નિપજ્યાં હતાં. ત્રણેય યુવકને હાર્ટએટેક આવ્યાની શક્યતા છે. મૂળ તળાજાના વતની અને વરાછા વર્ષા સોસાયટી ખાતે રહેતા નરેશ બાબુભાઈ વાળા (૪૧) હીરાના કારખાનામાં કામ કરતા હતા. શનિવારે સાંજે પરિવાર સાથે વાતચીત કરતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. જેમને સ્મીમેરમાં ખસેડાતાં મૃત જાહેર કર્યા હતા.

પાંડેસરા હીરાનગર ખાતે રહેતા રમેશ જમનાભાઈ ભારતી (૪૭) ડાઈંગ મિલમાં કામ કરતા હતા. શનિવારે પુત્ર અને જમાઈ સાથે બાઈક પર સચિન તરફ છઠ પૂજાનો પ્રસાદ લેવા જતા હતા ત્યારે અચાનક ઊલટી થઈ તેઓ બેભાન થઈ ગયા હતા, જેથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

પાંડેસરા રાધેશ્યામ નગર ખાતે રહેતા હરેરામ તોલઈ મંહતો (૪૦) કાપડ માર્કેટમાં નોકરી કરતા હતા. રવિવારે સવારે તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રણેનાં મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

વિશાખાપટ્ટનમ બંદરે આગ લાગતાં ૪૦ બોટ ખાખ

0

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માછીમારીના બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં આ આગ પહેલા એક બોટથી શરૂ થઈ અને આખરે ૪૦ બોટમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે. ઘટનાને પગલે પોલીસે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માછીમારીના ચોંકાવનારી ઘટનામાં અંદાજિત ૩૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માછીમારોને આશંકા છે કે, કેટલાક ગુનેગારોએ બોટને આગ લગાડી છે. બોટમાં કોઈ પાર્ટી દ્વારા આગ લગાડવામાં આવી હોવાની પણ શંકા છે. કેટલીક બોટોમાં આગ ઇંધણના ટેન્ક સુધી પહોંચી જતાં બ્લાસ્ટ થયો હતો. જેથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આગ પર કાબૂ મેળવવા માટે ચારથી વધુ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી જાનહાનિના નુકસાનના કોઈ સમાચાર નથી. માછીમારોએ જણાવ્યું કે આગને કારણે ૪૦ જેટલી ફિશિંગ બોટને નુકસાન થયું છે. દરેક બોટની કિંમત ઓછામાં ઓછી ૪૦ લાખ રૂપિયા હતી. પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ તેઓ આગનું ચોક્કસ કારણ શોધી કાઢશે.

આ પણ વાંચો :-

બિહારમાં છઠ પુજામાં શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ફાયરિંગ, ૨નાં મોત, ૪ઘાયલ

0

લખીસરાય શહેરના કબૈયા પોલીસ સ્ટેશન હેઠળના પંજાબી મહોલ્લામાં છઠ ઘાટથી ઘરે આવી રહેલા ભક્તોની ભીડ વચ્ચે એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં છ લોકોને ગોળી વાગી છે. જેમાંથી બેના મોત થયા હોવાની માહિતી છે. ડીએમ અમરેન્દ્ર કુમાર એસપી પંકજ કુમાર, એએસપી રોશન કુમાર સહિત પોલીસ ફોર્સ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં એક જ પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે. શશિ ભૂષણ ઝાના બે પુત્રો ચંદન ઝા અને રાજેન્દ્ર ઝાનું ગોળી વાગવાથી મોત થયું હતું. જ્યારે શશિભૂષણ ઝા પોતે તેમનો બીજો પુત્ર દુર્ગા ઝા, પુત્રવધૂ લવલી દેવી પત્ની રાજનંદન ઝા અને પ્રીતિ દેવી પત્ની કુંદન ઝા ગોળીઓથી ઘાયલ થયા છે.

એસપી પંકજ કુમારે જણાવ્યું કે આશિષ ચૌધરીનું ઘર શશિભૂષણ ઝાના ઘરની સામે છે. આશિષ ચૌધરી ઘણા વર્ષોથી શશિભૂષણ ઝાની પુત્રી દુર્ગાના પ્રેમમાં હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. યુવતીના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. આશિષ ચૌધરી બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. જેનો યુવતી અને તેના પરિવારજનોએ વિરોધ કર્યો હતો. જેના કારણે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. સોમવારે શશિભૂષણ ઝા પરિવાર સાથે છઠ ઘાટથી ઘરે આવી રહ્યા હતા ત્યારે તરંગી પ્રેમીએ તેના ઘરની ગલીમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારના કુલ છ સભ્યોને ગોળી વાગી હતી જેમાંથી બેના મોત થયા છે.

આ પણ વાંચો :-

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ૫૫ મીટરની ટનલ મળ્યાંનો દાવો

0

ઈઝરાઇલ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં દાવો કરાયો છે કે ગાઝામાં આવેલી અલ શિફા હોસ્પિટલની નીચે ૫૫ મીટર લાંબી ટનલ આવેલી છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ગાઝામાં ટનલ, બંકરનું એક મોટું નેટવર્ક છે. જોકે હમાસે આ વાતને ફગાવી દીધી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિર્દેશક મુનીર એલ બાર્શે ટનલ પર ઈઝરાઇલી સૈન્યના એક નિવેદનને જુઠ્ઠો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે હું આઠ દિવસથી હોસ્પિટલમાં જ છું અને ત્યાં આવું કંઈ જ નથી.

હમાસ અને ઈઝરાઇલ વચ્ચે યુદ્ધ યથાવત્ છે. ઈઝરાઇલ સતત ગાઝામાં આવેલા હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા એક સાથે ૫૦૦૦ રોકેટ ઝિંકાયા બાદથી આ ભયંકર યુદ્ધની શરૂઆત થઈ હતી. ઈઝરાઇલે ગાઝામાં આવેલા સૌથી મોટા હોસ્પિટલમાં પણ હમાસના કૃત્યોની આકરી ટીકા કરી. ઈઝરાઇલે આરોપ મૂક્યો કે હમાસે એક કેદી સૈનિકની હત્યા કરી દીધી. સાથે જ ઈઝરાઇલી સૈન્યએ અલ શિફા હોસ્પિટલમાં ગત દિવસોમાં હથિયારોનો ભંડાર પકડી લીધાનો દાવો કર્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો શેર થયા હતા. આ દરમિયાન ઈઝરાઇલી સૈન્યએ વધુ એક વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો :-

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય અને તારીખ જાહેર, જાણો વિગત

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦ કલાકે રામ લલ્લાનાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા ક્રાયક્રમને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સંઘ પરિવારે રવિવારે બેઠક યોજી હતી. જેમાં સમારોહને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરને લઈને બનાવવામાં આવેલો પ્રથમ અભિયાન રવિવારથી શરૂ થયો હતો. આ અભિયાન ૨૦મી ડિસેમ્બર સુધી ચાલશે. અયોધ્યામાં રામ મંદિરના કાર્ય માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના અમલીકરણ માટે ઘણી સંચાલન કમિટીની રચના કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા અને બ્લોક સ્તરે ૧૦-૧૦ લોકોની ટીમ બનાવવામાં આવશે.

જિલ્લા અને બ્લોક સ્તરે બનાવવામાં આવી રહેલી ટીમોમાં રામ મંદિર આંદોલનના કારસેવકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. આ ૨૫૦ સ્થળોએ બેઠકો યોજશે અને રામ મંદિરની ઉજવણીમાં શક્ય તેટલા લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરશે. ૧ જાન્યુઆરીથી બીજો તબક્કો શરૂ થશે. જેમાં ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવશે. આ તબક્કામાં ૧૦ કરોડ પરિવારોને રામ લલ્લાની મૂર્તિની અખંડ તસવીરો અને પત્રિકાઓ આપવામાં આવશે. આ ચરણમાં લોકોને વિધિના દિવસે દીપોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવશે.

જેમાં દેશભરમાં ઉજવણી થશે અને એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે, દરેક ઘરમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. ચોથા ચરણ સમગ્ર દેશના રામ ભક્તોને રામલલાના દર્શન કરાવવાની યોજના છે. જે ૨૬ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨૨ ફેબ્રુઆરી સુધી ચાલશે. જે પ્રાંતીય સ્તરે ચાલશે. ૩૧મી જાન્યુઆરી અને ૦૧મી ફેબ્રુઆરીએ અવધ પ્રાંતના કાર્યકર્તાઓને દર્શન કરાવવાનો પ્લાન છે. રામનગરીની ૧૪ કોસી પરિક્રમા આજે રાત્રે લગભગ ૨ વાગ્યાથી શરૂ થશે. આ પરિક્રમામાં લગભગ ૪૨ કિલોમીટરનું અંતર નક્કી કરવામાં આવ્યું છે. આ માટે વહીવટીતંત્રે રસ્તાઓ અને ચોકોનું સમારકામ કરાવ્યું છે. ભક્તોની પરિક્રમા દરમિયાન ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવશે. યુપી રોડવેઝની બસોનો રૂટ પણ વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં ભયંકર ભૂકંપના આંચકા, ૩.૫ની તીવ્રતા નોંધાઈ

0

મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૫ નોંધાઈ હતી.

જોકે વહેલી સવારે ૫ વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં ૫ કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. અગાઉ રવિવારે જ આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહના આંદમાન સાગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ મપાઈ હતી. તે પહેલા ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રૂજી હતી.

મહારાષ્ટ્રના હિંગોલી પહેલા તારીખ ૧૯ નવેમ્બરની સાંજે આરબ સાગરમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અરબી સમુદ્રમાં રવિવારે સાંજે ૬.૩૬ કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. રવિવારે નેપાળ અને જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં રવિવારે બપોરે ૩.૪૫ વાગ્યે ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે જમ્મુ-કાશ્મીરના ડોડામાં ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ પણ વાંચો :-

હવે ISROએ ચંદ્રયાન ૪ મિશન શરૂ, માટી પણ લાવવાની તૈયારી, જાણો વિગત

0

ચંદ્રયાન-૩ ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના આગામી મિશન ચંદ્રયાન-૪ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. જેનાથી ભારત અવકાશ સંશોધનમાં આગળ પડતા દેશોમાં સામેલ થશે. સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ પૂણેમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજીના ૬૨મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે ચંદ્રયાન-૪ મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી માટીના નમૂનાને પાછો લાવવાનો હશે. તેમણે કહ્યું કે આ મિશનનું લેન્ડિંગ ચંદ્રયાન-૩ જેવું જ હશે.

ચંદ્રયાન-૪નું કેન્દ્રીય મોડ્યુલ ચંદ્રની પરિક્રમા કરતા મોડ્યુલની સાથે લેન્ડિંગ બાદ પરત ફરશે. જે બાદમાં પૃથ્વીના વાતાવરણની નજીક અલગ થઈ જશે. રી-એન્ટ્રી મોડ્યુલ મૂન રોક અને માટીના નમૂનાઓ સાથે પરત આવશે. આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી મિશન હશે. આશા છે કે આગામી પાંચથી સાત વર્ષમાં અમે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ લાવવાના આ પડકારને પૂર્ણ કરી લઈશું. આ મિશન ચંદ્રયાન-૩ કરતાં વધુ જટિલ હોવાની અપેક્ષા છે.

ચંદ્રયાન-૩માં ૩૦ કિલોનું રોવર હતું, જ્યારે ચંદ્રયાન-૪માં ૩૫૦ કિલો વજનનું ભારે રોવર લોન્ચ કરવાની યોજના છે. જેનાથી ઈસરો માટે પડકાર ઘણા વધી ગયા છે. ચંદ્રયાન-૪ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર ચોક્કસ લેન્ડિંગ કરવાનો છે. જે વિસ્તાર હજુ સુધી શોધાયો નથી. રોવરનો શોધ વિસ્તાર ૧ કિ.મી. x ૧ કિમી છે. જે ચંદ્રયાન-3ના ૫૦૦ મીટર x ૫૦૦ મીટર કરતા ઘણું મોટું હશે. ચંદ્રયાન-૪ની સફળતા ચંદ્રની માટીના નમૂનાઓ પૃથ્વી પર પરત કરવાની તેની ક્ષમતા પર આધારિત છે. આ ઓપરેશનમાં બે લોન્ચ રોકેટ સામેલ હશે. જે મિશનના સ્કેલ અને જટિલતા દર્શાવે છે. ISRO જાપાની સ્પેસ એજન્સી JAXA સાથે અન્ય ચંદ્ર મિશન, LuPEX પર પણ સહયોગ કરી રહ્યું છે. તે ચંદ્રની કાળી બાજુનું અન્વેષણ કરશે. આ મિશનમાં ૩૫૦ કિલો વજન ધરાવતું રોવર ચંદ્રની સપાટી પર ૯૦ ડિગ્રી સુધીના વિસ્તારોની શોધ કરશે.

આ પણ વાંચો :-