HomeInternationalગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ૫૫ મીટરની ટનલ મળ્યાંનો દાવો

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ૫૫ મીટરની ટનલ મળ્યાંનો દાવો

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

ઈઝરાઇલ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં દાવો કરાયો છે કે ગાઝામાં આવેલી અલ શિફા હોસ્પિટલની નીચે ૫૫ મીટર લાંબી ટનલ આવેલી છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ગાઝામાં ટનલ, બંકરનું એક મોટું નેટવર્ક છે. જોકે હમાસે આ વાતને ફગાવી દીધી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિર્દેશક મુનીર એલ બાર્શે ટનલ પર ઈઝરાઇલી સૈન્યના એક નિવેદનને જુઠ્ઠો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે હું આઠ દિવસથી હોસ્પિટલમાં જ છું અને ત્યાં આવું કંઈ જ નથી.

હમાસ અને ઈઝરાઇલ વચ્ચે યુદ્ધ યથાવત્ છે. ઈઝરાઇલ સતત ગાઝામાં આવેલા હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા એક સાથે ૫૦૦૦ રોકેટ ઝિંકાયા બાદથી આ ભયંકર યુદ્ધની શરૂઆત થઈ હતી. ઈઝરાઇલે ગાઝામાં આવેલા સૌથી મોટા હોસ્પિટલમાં પણ હમાસના કૃત્યોની આકરી ટીકા કરી. ઈઝરાઇલે આરોપ મૂક્યો કે હમાસે એક કેદી સૈનિકની હત્યા કરી દીધી. સાથે જ ઈઝરાઇલી સૈન્યએ અલ શિફા હોસ્પિટલમાં ગત દિવસોમાં હથિયારોનો ભંડાર પકડી લીધાનો દાવો કર્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો શેર થયા હતા. આ દરમિયાન ઈઝરાઇલી સૈન્યએ વધુ એક વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories