Home Blog Page 903

અમદાવાદમાં એક જ દિવસમાં સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળ્યા

0

અમદાવાદમાં એક જ દિવસમાં ચાર લોકોના મૃતદેહ મળવાથી ખળભળાટ મચી ગયો છે. રિવરફ્રન્ટમાં આત્મહત્યાના અનેક કિસ્સાઓ સંભાળવા મળતા હોય છે. એવામાં ફરી એક વખત સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળ્યા છે. જેમાં ૩ પુરૂષ અને એક મહિલાનો મૃતદેહ છે.

અમદાવાદમાં એક જ દિવસમાં ચાર-ચાર લોકોની લાશ નદીમાંથી મળવાથી પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. અમદાવાદમાં એલિસબ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. હજુ સુધી આ મામલે કોઈ કારણ મળ્યું નથી. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પોલીસે મૃતદેહની ઓળખની તજવીજ હાથ ધરી છે.

સાબરમતી નદીમાંથી મળેલા આ મૃતદેહમાં એક મૃતદેહ આંબેડકર બ્રિજ પાસેથી મળ્યો તે ૩૨ વર્ષના કિશન પરમારનો છે. જમાલપુર નજીકથી પણ ૨૫ વર્ષના સંજય પરમારનો મૃતદેહ મળ્યો છે. જ્યારે અન્ય બે મૃતદેહમાં એક પુરૂષ અને એક મહિલાની ઓળખ થઇ નથી. આ ચાર લોકોએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન મોદીએ ઇઝરાઇલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મોતની નિંદા કરી

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિની ​​નિંદા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલા પડકારોની પૃષ્ઠભૂમિમાં ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે એકતા અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

બીજી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસા અને આતંકવાદ વિરુદ્ધ ભારતના સ્પષ્ટ વલણ પર ભાર મૂક્યો હતો. તેમણે ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાઇલ પર કરાયેલો હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે સંયમ રાખવા અને વાતચીતને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં થઈ રહેલી ઘટનાઓને કારણે નવા પડકારો સામે આવી રહ્યા રહ્યા છે.ભારત ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરે છે. અમે પણ સંયમ જાળવી રાખ્યો છે, અમે સંવાદ અને ચર્ચા પર ભાર મૂક્યો છે. અમે ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં નાગરિકોના મૃત્યુની પણ સખત નિંદા કરીએ છીએ.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કર્યા પછી, અમે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય પણ મોકલી છે. આ એવો સમય છે જ્યારે ગ્લોબલ સાઉથના દેશોએ વૈશ્વિક હિતો માટે એક થવું જોઈએ.

ગ્લોબલ સાઉથએ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડોમાં મુખ્યત્વે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત દેશોનું જૂથ છે. આ દેશોની વિશેષતાઓ એકસરખી ન હોવા છતાં, ગરીબી, અસમાનતા અને સંસાધનોની મર્યાદિત પહોંચ જેવા પડકારો આ દેશોમાં સમાન છે.

વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા આવશે PM મોદી !

0

ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. આ રોમાંચક મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ આવશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળવા માટે આવી શકે છે. જો કે, હજુ સુધી આ બાબતે સ્પષ્ટ પૃષ્ઠી થઈ નથી. અત્રે જણાવીએ કે, ઓસ્ટ્રેલિયા ૮મી વખત ફાઈનલ રમશે જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થઈ રહ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન ૧૯મી નવેમ્બરે બપોર બાદ અમદાવાદ પહોંચશે. મેચ નિહાળ્યા બાદ પીએમ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. બીજા જ દિવસે ૨૦મી નવેમ્બરે સવારે વડાપ્રધાન રાજસ્થાનના ચૂંટણી પ્રવાસ માટે રવાના થશે.

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવીને રેકોર્ડ આઠમી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે રવિવારે અમદાવાદના મેદાનમાં યજમાન અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારત સામે ટકરાશે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ૪૯.૪ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૨૧૨ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪૭.૨ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આફ્રિકાની ટીમ હાર બાદ પાંચમી વખત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

કાશ્મીરી સેનાને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકી ઠાર

0

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. એન્કાઉન્ટર સ્થળ પર ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ વિસ્તારમાં હજુ પણ ૨ આતંકીઓ છુપાયેલા છે.

કુલગામ જિલ્લાના સમનુ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પોલીસ, આર્મીની ૩૪ આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમે ચોક્કસ માહિતીના આધારે કુલગામના સમનુ ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘેરાબંધી કડક થતી જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું છે. મોડી રાત્રે ગોળીબાર બંધ થઈ ગયો હતો. બીજા દિવસે શુક્રવારે સવારે ફરી ગોળીબાર શરૂ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

આતંકવાદીઓના ગોળીબાર વચ્ચે સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણાની આસપાસ સ્થિત મકાનોમાં રહેતા લગભગ ૩૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આ દરમિયાન આતંકીઓને આત્મસમર્પણ કરવાની તક પણ આપવામાં આવી હતી, પરંતુ તેઓએ રાઈફલ અને ગ્રેનેડ ફાયર કર્યા હતા.

આ પણ વાંચો :-

નૂહમાં ફરી હિંસાનું ષડયંત્ર! મસ્જિદમાંથી મહિલાઓ પર પથ્થરમારો, ૩ ઘાયલ

0

હરિયાણાના નૂહમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. ગુરુવારે રાત્રે નૂહમાં ‘કુવા પૂજન’ માટે જઈ રહેલી કેટલીક મહિલાઓ પર એક મસ્જિદમાંથી કેટલાક અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારાને કારણે ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે. આ ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ અંગે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નુહના પોલીસ અધિક્ષક (SP) નરેન્દ્ર બિજાર્નિયા ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને શાંત પાડ્યા. આ અંગે માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અંગે હજુ સુધી તેમને કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે લગભગ ૮:૨૦ વાગ્યે એક મસ્જિદ પાસે બની હતી, જ્યારે મહિલાઓનું એક જૂથ ‘કુવા પૂજન’ માટે જઈ રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે જ્યારે મહિલાઓ મસ્જિદ પાસે પહોંચી ત્યારે કથિત રીતે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ત્રણ મહિલાઓ ઘાયલ થઈ હતી.

નૂહના પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહ બિજાર્નિયાએ કહ્યું કે કેટલીક મહિલાઓ ‘કૂવા પૂજન’ કરવા જઈ રહી હતી અને ફરિયાદ મળી હતી કે મદરેસાના કેટલાક બાળકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ બંને સમાજના લોકો અહીં એકઠા થઈ ગયા હતા. FIR નોંધવામાં આવી રહી છે. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. દોષિતો સામે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં કોઈ મહિલાને કોઈ મોટી ઈજા થઈ નથી.

આ પણ વાંચો :-

બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર હુમલો, હથિયારોની લૂંટ

0

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હથિયારધારી લોકોએ એક ચેકપોસ્ટ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અહીં તુરબતમાં પોલીસ ચોકી પર ભારે હથિયારોથી સજ્જ હુમલાખોરોએ ત્રાટકી ત્રણ પોલીસ કોન્સ્ટેબલને બંધક બનાવ્યા છે. હુમલાખોરોએ ત્રણ કોન્સ્ટેબલને બંધક બનાવવા ઉપરાંત સબમશીન બંદુકો અને દારુગોળો પણ લૂંટી લીધા છે. અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ ૬થી ૮ હથિયારાધારી લોકોએ ચેકપોસ્ટ પર હુમલો કર્યો છે. જોકે કયા સંગઠન દ્વારા આ કરતુત કરાઈ છે, તે હજુ સામે આવ્યું નથી.

એક શંકાસ્પદ વ્યક્તિ રાજધાની ક્વેટામાં એન્ટ્રી પોઈન્ટ ઉપર ઓળખ આપ્યા વગર અને વાહન થોભાવ્યા વિના કેન્ટોનમેન્ટમાં ઘૂસી ગયો હતો, જેની સુરક્ષા દળોએ ધરપકડ કરી લીધી છે. આ શખસનું નામ એસ્સા ખાન હોવાનું કહેવાય છે અને તે સુરક્ષા પોઈન્ટમાં સુઝુકી વાન સાથે ઘૂસી ગયા હતો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો :-

ગાંધીનગર હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત પાંચ લોકોના મોત, એક ઘાયલ

0

ગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઈવ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. કારમાં કુલ ૬ લોકો સવાર હતા. જેમાં ૫ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હતા. પેથાપુર પોલીસે ગુનાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા આ અક્સ્માત થયો હતો. કાબુ ગુમાવતા જ કાર ઝાડ સાથે અથડાઈ જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. આ ૬ વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. ૫ મૃતક વ્યક્તિમાં મોહંમદ અલ્ફાઝ, સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, મોહંમદ બેલીમ, અસ્ફાક ચૌહાણની ઓળખ થઇ છે અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિની શાહનવાબ ચૌહાણ તરીકે ઓળખ થઇ છે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન દમનીમાં ફાયરિંગ અને BJP કાર્યાલયમાં તોડફોડ

0

મધ્યપ્રદેશની ૨૩૦ બેઠકો અને છત્તીસગઢની ૭૦ બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરિંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે.

છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ૭મી નવેમ્બરે મતદાન થયું હતું, મધ્યપ્રદેશમાં ૨ હજાર ૫૩૩ અને છત્તીસગઢમાં ૯૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે. ૬૪ હજાર ૬૨૬ પોલિંગ બૂથ પર તમામ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોનાં ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે આવશે.

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. મુરૈનાની દિમની બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર મેદાનમાં છે. અહીં મીરઘાન ગામમાં ફાયરિંગ કરાયા બાદ ભારે અફરાતફરી સર્જાઈ છે. ઘટનામાં ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે બુથ પર મતદાન ચાલી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં મતદાન શરૂ થયાના થોડા કલાકો પહેલા જ જુદા જુદા વિસ્તારોમાં હંગામાની ઘટનાઓ સામે આવી છે. ચંબલના ભિંડ વિસ્તારમની અટેરા વિધાનસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ચંદ્ર પ્રકાશ કરૈયા લોકોને નાણાં વેચતો ઝડપાયો છે. આ દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો છે. કરૈયા ઝુંપડપટ્ટીમાં જઈને લોકોને નાણાં વેચતો હોવાનો આરોપ લાગ્યો છે. આ દરમિયાન લોકોએ કરૈયાને પકડી પાડ્યો છે અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સોંપી દીધો છે. આ દરમિયાન કરૈયાની સાથે આવેલા કેટલાક લોકો સાથે મારપીટ થઈ છે. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર હેમંત કટારે પણ પહોંચી ગયા હતા.

નર્મદાપુરમના માખનનગરમાં BJP કાર્યાલયમાં તોડફોડ થઈ હોવાની ઘટના સામે આવી છે. ભાજપે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. તોડફોડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કોંગ્રેસ ઉમેદવાર પુષ્પરાજ સિંહ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. જો કે, નક્સલ પ્રભાવિત બૈહર વિધાનસભા, લાંજી, પરસવારા, બિછિયાના ૪૭ કેન્દ્રો, મંડલા વિધાનસભાના ૮ કેન્દ્રો, ડિંડોરીના ૪૦ કેન્દ્રો પર બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે.

છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૨૨ જિલ્લાની કુલ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે ૯૫૮ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૮૨૭ પુરુષ અને ૧૩૦ મહિલા ઉમેદવારો અને થર્ડ જેન્ડરમાં એક ઉમેદવાર મેદાનમાં છે. મતદાનનો સમય બેઠકો પ્રમાણે બદલાશે. બિન્દ્રાવગઢ વિધાનસભા ક્ષેત્રના ૯ મતદાન મથકો પર સવારે સાતથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. ઉપરાંત તમામ વિધાનસભા મતવિસ્તારોના મતદાન કેન્દ્રો પર મતદાનનો સમય સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે.

મધ્યપ્રદેશમાં કુલ ૨૩૦ બેઠકો પર મતદાન મથકોની સંખ્યા ૬૪,૬૨૬ છે, તેમાંથી ૧૭૦૩૨ ક્રિટિકલ મતદાન કેન્દ્રો છે. સંવેદનશીલ મતદાન મથકો ૧૩૧૬ છે. ૫૧૬૦ કેન્દ્રો પર મહિલા સ્ટાફ તૈનાત છે. કેન્દ્રોમાં ૧૮૩ વિકલાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણી માટે ૮૪૭ ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ, ૯૯૭ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ૧ એર એમ્બ્યુલન્સ, ૨ હેલિકોપ્ટર પણ તૈનાત છે.

આ પણ વાંચો :-

૧૭, નવેમ્બર ૨૦૨૩/ આજે વૃષભ-સિંહ-કન્યા માટે શુભ બની રહેશે, જાણો અન્ય રાશિનો આજનો દિવસ કેવો રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

‌દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દુર થાય. ‌આર્થિક લાભ મળતો જણાય. પ‌‌રિવારમાં મનમેળ સુખ-શાં‌તિ રહે. સ્વાસ્થ્ય સારૂં રહે, ધંધામાં પ્રગ‌તિ થતી જણાય,માન- સન્માન વધે. સ્નાયુ માં દુઃખાવા થી સાચવવું.

વૃષભઃ

બપોર પછી આનંદ ઉલ્લાસમાં વધારો થતો જણાય, ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃ‌‌‌ધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધા‌ર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

‌મિથુંનઃ

બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેની નો અનુભવ થાય. પ‌‌રિવારમાં શાં‌તિ રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુંભવ થાય. અગત્યના ‌‌‌‌‌‌નિર્ણયો મુલતવી રાખવા, બ્લડપ્રેશરના દર્દીઓ એ ‌વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ

આજે નાણાકીય બાબતોમાં સફળતા મ‍ળતી જણાય. નોકરી ધંધામાં પ્રગ‌તિ, ઉપરી ‌અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃ‌ધ્ધિ થતી જણાય, દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂ રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

‌‌સિંહઃ

સાંજ સુધી ‌દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પ‌‌‌રિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રા‌પ્તિ સજ્જ બને. સ્થાવર- જંગમ ‌‌મિલકતથી લાભ. સંતાનની પ્રગ‌‌તિ નીહા‍ળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

આનં‌દિત ‌દિવસ પસાર થાય. આવક વધતી જણાય.સ્ત્રીવર્ગ થી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ ‌મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સર‍ળ બને. માથાનો દુઃખાવો, માઇગ્રઇનની સમસ્યા સતાવે.

તુલાઃ

કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પ‌‌રિવારમાં આનંદ ઉત્સવ ભર્યુ વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમા સફળતા મળતી જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃ‌‌શ્ચિકઃ

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલ્લા જણાય. નાના ભાઇ બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાથી આવર વધતી જણાય. કસ્વાસ્થ સારૂં રહેશે.

ધનઃ

માન‌સિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવા‌હિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃ‌ધ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનો સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકરઃ

આવક ઘટતી જણાય છતાં શાંતિ જળવાય. ખોટા ખર્ચન થાય એનું ધ્યાન રાખવું. પ‌‌રિવારના સભ્યોની ‌ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પ‌‌રિ‌સ્થિ‌તિ સુધરતી જણાય. ‌મિત્રો તરફથી સારા સમાચાર મળે.

ક‌‌ુંભઃ

આત્મબળમાં વૃ‌‌‌ધ્ધિ થાય. પ‌‌રિવારમાં વાદ- ‌વિવાદની ‌સ્થિ‌તિ પેદા થાય. શેરબજાર, તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થા. ‌મિત્રવર્તુળમાં વધારો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા ‌‌આર્થિક  રોકાણો ટાળવા. સંતાનની પ્રગ‌તિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી ધંધા માટે ‌દિવસ શુભ છે. નોકરીમા પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. ‌મિત્રો તરફથી લાભ.

આ પણ વાંચો :-

૧૬,નવેમ્બર ૨૦૨૩/ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, આરોગ્યની ખાસ કાળજી લેવી, આ રાશિનાં જાતકોએ આજે વાણી-વ્યવહારમાં રાખવી નમ્રતા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષ ઃ

મનોબળ મજબૂત બનતુ જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબુત બનતું જણાય. નાના ભાઈ- બહેનની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી- ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન- મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃ‌ધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પ્રવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનત‌ું જણાય. પોતાનુંજ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું

આ પણ વાંચો :-