Home Blog Page 899

ગાંધીનગર હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત પાંચ લોકોના મોત, એક ઘાયલ

0

ગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઈવ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. કારમાં કુલ ૬ લોકો સવાર હતા. જેમાં ૫ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હતા. પેથાપુર પોલીસે ગુનાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા આ અક્સ્માત થયો હતો. કાબુ ગુમાવતા જ કાર ઝાડ સાથે અથડાઈ જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. આ ૬ વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. ૫ મૃતક વ્યક્તિમાં મોહંમદ અલ્ફાઝ, સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, મોહંમદ બેલીમ, અસ્ફાક ચૌહાણની ઓળખ થઇ છે અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિની શાહનવાબ ચૌહાણ તરીકે ઓળખ થઇ છે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન દમનીમાં ફાયરિંગ અને BJP કાર્યાલયમાં તોડફોડ

0

મધ્યપ્રદેશની ૨૩૦ બેઠકો અને છત્તીસગઢની ૭૦ બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરિંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે.

છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ૭મી નવેમ્બરે મતદાન થયું હતું, મધ્યપ્રદેશમાં ૨ હજાર ૫૩૩ અને છત્તીસગઢમાં ૯૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે. ૬૪ હજાર ૬૨૬ પોલિંગ બૂથ પર તમામ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોનાં ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે આવશે.

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. મુરૈનાની દિમની બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર મેદાનમાં છે. અહીં મીરઘાન ગામમાં ફાયરિંગ કરાયા બાદ ભારે અફરાતફરી સર્જાઈ છે. ઘટનામાં ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે બુથ પર મતદાન ચાલી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં મતદાન શરૂ થયાના થોડા કલાકો પહેલા જ જુદા જુદા વિસ્તારોમાં હંગામાની ઘટનાઓ સામે આવી છે. ચંબલના ભિંડ વિસ્તારમની અટેરા વિધાનસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ચંદ્ર પ્રકાશ કરૈયા લોકોને નાણાં વેચતો ઝડપાયો છે. આ દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો છે. કરૈયા ઝુંપડપટ્ટીમાં જઈને લોકોને નાણાં વેચતો હોવાનો આરોપ લાગ્યો છે. આ દરમિયાન લોકોએ કરૈયાને પકડી પાડ્યો છે અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સોંપી દીધો છે. આ દરમિયાન કરૈયાની સાથે આવેલા કેટલાક લોકો સાથે મારપીટ થઈ છે. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર હેમંત કટારે પણ પહોંચી ગયા હતા.

નર્મદાપુરમના માખનનગરમાં BJP કાર્યાલયમાં તોડફોડ થઈ હોવાની ઘટના સામે આવી છે. ભાજપે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. તોડફોડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કોંગ્રેસ ઉમેદવાર પુષ્પરાજ સિંહ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. જો કે, નક્સલ પ્રભાવિત બૈહર વિધાનસભા, લાંજી, પરસવારા, બિછિયાના ૪૭ કેન્દ્રો, મંડલા વિધાનસભાના ૮ કેન્દ્રો, ડિંડોરીના ૪૦ કેન્દ્રો પર બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે.

છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૨૨ જિલ્લાની કુલ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે ૯૫૮ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૮૨૭ પુરુષ અને ૧૩૦ મહિલા ઉમેદવારો અને થર્ડ જેન્ડરમાં એક ઉમેદવાર મેદાનમાં છે. મતદાનનો સમય બેઠકો પ્રમાણે બદલાશે. બિન્દ્રાવગઢ વિધાનસભા ક્ષેત્રના ૯ મતદાન મથકો પર સવારે સાતથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. ઉપરાંત તમામ વિધાનસભા મતવિસ્તારોના મતદાન કેન્દ્રો પર મતદાનનો સમય સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે.

મધ્યપ્રદેશમાં કુલ ૨૩૦ બેઠકો પર મતદાન મથકોની સંખ્યા ૬૪,૬૨૬ છે, તેમાંથી ૧૭૦૩૨ ક્રિટિકલ મતદાન કેન્દ્રો છે. સંવેદનશીલ મતદાન મથકો ૧૩૧૬ છે. ૫૧૬૦ કેન્દ્રો પર મહિલા સ્ટાફ તૈનાત છે. કેન્દ્રોમાં ૧૮૩ વિકલાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણી માટે ૮૪૭ ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ, ૯૯૭ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ૧ એર એમ્બ્યુલન્સ, ૨ હેલિકોપ્ટર પણ તૈનાત છે.

આ પણ વાંચો :-

૧૭, નવેમ્બર ૨૦૨૩/ આજે વૃષભ-સિંહ-કન્યા માટે શુભ બની રહેશે, જાણો અન્ય રાશિનો આજનો દિવસ કેવો રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

‌દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દુર થાય. ‌આર્થિક લાભ મળતો જણાય. પ‌‌રિવારમાં મનમેળ સુખ-શાં‌તિ રહે. સ્વાસ્થ્ય સારૂં રહે, ધંધામાં પ્રગ‌તિ થતી જણાય,માન- સન્માન વધે. સ્નાયુ માં દુઃખાવા થી સાચવવું.

વૃષભઃ

બપોર પછી આનંદ ઉલ્લાસમાં વધારો થતો જણાય, ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃ‌‌‌ધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધા‌ર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

‌મિથુંનઃ

બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેની નો અનુભવ થાય. પ‌‌રિવારમાં શાં‌તિ રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુંભવ થાય. અગત્યના ‌‌‌‌‌‌નિર્ણયો મુલતવી રાખવા, બ્લડપ્રેશરના દર્દીઓ એ ‌વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ

આજે નાણાકીય બાબતોમાં સફળતા મ‍ળતી જણાય. નોકરી ધંધામાં પ્રગ‌તિ, ઉપરી ‌અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃ‌ધ્ધિ થતી જણાય, દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂ રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

‌‌સિંહઃ

સાંજ સુધી ‌દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પ‌‌‌રિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રા‌પ્તિ સજ્જ બને. સ્થાવર- જંગમ ‌‌મિલકતથી લાભ. સંતાનની પ્રગ‌‌તિ નીહા‍ળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

આનં‌દિત ‌દિવસ પસાર થાય. આવક વધતી જણાય.સ્ત્રીવર્ગ થી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ ‌મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સર‍ળ બને. માથાનો દુઃખાવો, માઇગ્રઇનની સમસ્યા સતાવે.

તુલાઃ

કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પ‌‌રિવારમાં આનંદ ઉત્સવ ભર્યુ વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમા સફળતા મળતી જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃ‌‌શ્ચિકઃ

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલ્લા જણાય. નાના ભાઇ બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાથી આવર વધતી જણાય. કસ્વાસ્થ સારૂં રહેશે.

ધનઃ

માન‌સિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવા‌હિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃ‌ધ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનો સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકરઃ

આવક ઘટતી જણાય છતાં શાંતિ જળવાય. ખોટા ખર્ચન થાય એનું ધ્યાન રાખવું. પ‌‌રિવારના સભ્યોની ‌ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પ‌‌રિ‌સ્થિ‌તિ સુધરતી જણાય. ‌મિત્રો તરફથી સારા સમાચાર મળે.

ક‌‌ુંભઃ

આત્મબળમાં વૃ‌‌‌ધ્ધિ થાય. પ‌‌રિવારમાં વાદ- ‌વિવાદની ‌સ્થિ‌તિ પેદા થાય. શેરબજાર, તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થા. ‌મિત્રવર્તુળમાં વધારો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા ‌‌આર્થિક  રોકાણો ટાળવા. સંતાનની પ્રગ‌તિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી ધંધા માટે ‌દિવસ શુભ છે. નોકરીમા પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. ‌મિત્રો તરફથી લાભ.

આ પણ વાંચો :-

૧૬,નવેમ્બર ૨૦૨૩/ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, આરોગ્યની ખાસ કાળજી લેવી, આ રાશિનાં જાતકોએ આજે વાણી-વ્યવહારમાં રાખવી નમ્રતા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષ ઃ

મનોબળ મજબૂત બનતુ જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબુત બનતું જણાય. નાના ભાઈ- બહેનની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી- ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન- મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃ‌ધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પ્રવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનત‌ું જણાય. પોતાનુંજ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું

આ પણ વાંચો :-

૧૨ વર્ષ પછી, ભારતે વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી, ટીમ ઈંડિયા ૭૦ રન થી જીત્યું, ન્યૂઝીલેન્ડની હાર

0

મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટનો પહેલો સેમીફાઈનલ મુકાબલો રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ વખતે વર્લ્ડ કપમાં સતત ૯ મેચ જીતી છે. ત્યારે ટીમ ઈન્ડિયા આ સેમીફાઈનલથી મેનચેસ્ટરમાં ૨૦૧૯ વર્લ્ડકપમાં કીવી ટીમથી મળેલી હારનો બદલો પણ લેવાનો પ્રયાસ કરશે. ત્યારે આજની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય શ્રેષ્ઠ સાબિત થયો છે. ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત બેટિંગ કરીને ૫૦ ઓવરમાં ૪ વિકેટના નુકસાન પર ૩૯૭ રન બનાવ્યા છે. તો ન્યૂઝીલેન્ડને ૩૯૮ રનનો ટાર્ગેટ મળ્યો છે. તો ભારતે બનાવ્યો સેમીફાઈનલમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે.

ન્યૂઝીલેન્ડની ટીમે ૩૦૬ના સ્કોર પર ૭મી વિકેટ ગુમાવી દીધી છે. મોહમ્મદ શમીએ ડેરેલ મિચેલને પોતાનો શિકાર બનાવ્યો. મેચમાં શમીની આ સાત વિકેટ રહી. આ અગાઉ ટોમ લથમ આઉટ, કેન વિલિયમસન, રચીન રવીન્દ્ર અને ડેવોન કોન્વેને શમીએ આઉટ કર્યા હતા.

૩૯૮ રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે ટીમની શરુઆત સારી રહી હતી. ન્યૂઝીલેન્ડ વતી ડેરેલ મિચેલ રમી ગયો હતો, તેણે વિસ્ફોટક સદી બનાવી હતી અને વિકેટ જાળવી રાખી હતી. કેપ્ટન વિલિયમસને ૬૯ રન બનાવ્યાં હતા બાકીના ખેલાડીઓ ભારતની ઘાતક બોલિંગ સામે ટકી શક્યા નહોતા. ભારત ૧૯મી નવેમ્બરે અમદાવાદમાં બીજી સેમી ફાઈનલ જીતનારી ટીમ સામે ફાઈનલ મુકાબલો રમશે.

આ પણ વાંચો :-

• ભારતના બધુ એક દુશ્મન મૌલાના રહીમુલ્લાહને ગોળી મારી હત્યા
• વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

જમ્મુ-કાશ્મીરના ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી, ૩૬નાં મોત,૧૯ લોકો ઘાયલ

0

જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના અસ્સારમાં મોટો અકસ્માત સર્જાયાની માહિતી મળી રહી છે. ડોડા જિલ્લામાં એક બસ ૨૫૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં લોકોના મોત થયાની આશંકા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર 33 જેટલાં મૃતદેહો મળી આવ્યા છે. જોકે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. આ દરમિયાન બસે સંતુલન ગુમાવ્યું જેના કારણે તે નીચે ખાબકી હતી. હાલ જિલ્લા પોલીસ તંત્ર અને બચાવ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૬ જેટલાં લોકોના મોતની આશંકા છે. જો કે હજુ આ ઘટનામાં અત્યાર સુધીમાં ૩૩ લોકોના મોત અંગેની જ પુષ્ટિ થઇ છે. જોકે ૨૨ લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. એટલે મૃતકાંક વધવાની શક્યતા છે.

હાલ જિલ્લા પોલીસ તંત્ર અને બચાવ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૬ જેટલાં લોકોના મોતની આશંકા છે. જો કે હજુ આ ઘટનામાં અત્યાર સુધીમાં ૩૩ લોકોના મોત અંગેની જ પુષ્ટિ થઇ છે. જોકે ૧૯ લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. એટલે મૃતકાંક વધવાની શક્યતા છે. બસમાં ૫૫ મુસાફરો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઘાયલ ૧૯ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. યુદ્ધસ્તરે પોલીસ અને બચાવ ટુકડી દ્વારા લોકોને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

જ્યારે આ દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં સર્જાયેલી બસ દુર્ઘટના દુખ:દ છે. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલદીથી જલદી સ્વસ્થ થાય. પીએમ મોદીએ મૃતકના પરિજનોને ૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :-

• ભારતના બધુ એક દુશ્મન મૌલાના રહીમુલ્લાહને ગોળી મારી હત્યા
• વિદેશ મંત્રી જયશંકરે UKમાં ઉજવી દિવાળી, ઋષિ સુનકને આપ્યું વિરાટ કોહલીનું બેટ

૧૫, નવેમ્બર ૨૦૨૩/ મનપસંદ વસ્તુની પ્રાપ્તિ, પ્રોપર્ટીમાં કરેલ રોકાણથી બહોળો લાભ, આ રાશિના જાતકોનું જીવન ખુશીઓથી છલકાશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ- બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રાતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો.આરોગ્ય જળવાય. ધંધામાં વિ‌વાદ ટાળવો.

તુલાઃ

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઈસક્રીમ, ઠંડાપીણાના ટયાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે, પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતીય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષણ, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃતિને કારણે યશ, પ્રતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા- પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી, ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ– ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ- ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

સહારા ગ્રુપના પ્રખ્યાત ઉદ્યોગપતિ સુબ્રત રોયનું નિધન

0

સહારા ગ્રુપના વડા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ સુબ્રત રોયનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રાયે મંગળવારે ૧૪ નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. રાયનું મૃત્યુ કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટને કારણે થયું હતું. તેઓ ૭૫ વર્ષના હતા.

સુબ્રત રોયના પાર્થિવ દેહને લખનઉના સહારા શહેરમાં લાવવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે તેમની અંતિમ શ્રદ્ધાંજલિ અહીં આપવામાં આવશે. સુબ્રત રોય સહારાનો જન્મ ૧૦ જૂન ૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ હતા અને સહારા ઈન્ડિયા પરિવારના સ્થાપક હતા. તેઓ દેશભરમાં ‘સહારશ્રી‘ તરીકે જાણીતા હતા. સુબ્રત રોયના સમાજવાદી પાર્ટી સાથે ગાઢ સંબંધો હતા. એસપીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પાર્ટીએ તેના અધિકારી પાસેથી લખ્યું.

સુબ્રત રોય તેમના જીવનના છેલ્લા વર્ષોમાં વિવાદોમાં રહ્યા હતા. તેને જેલમાં જવું પડ્યું. વાસ્તવમાં સહારા ઇન્ડિયામાં રોકાણકારોના નાણાં વર્ષોથી અટવાયેલા છે. ૨૦૨૦ માં, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સહારા ઇન્ડિયાએ લાખો રોકાણકારો પાસેથી ૧૯૪૦૦.૮૭ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. તે જ સમયે, સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SHICL) ના ૭૫.૧૪ લાખ રોકાણકારો પાસેથી રૂ. ૬૩૮૦.૫૦ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. તેમાંથી અત્યાર સુધીમાં રોકાણકારોને માત્ર ૧૫૮.૦૭ કરોડ રૂપિયા જ પરત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

૧૪, નવેમ્બર ૨૦૨૪/ નવા વર્ષથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, દેવી લક્ષ્‍‍મીની થશે અપાર કૃપા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. ‌‌દિવસ દરમ્યાન આળસ રહે. આ‌‌ર્થિક પાસુ મજબૂત થાય. પ‌રિવારમાં વાદ ‌વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની ત‌બિયતની ‌ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ ‌

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. ‌પ્રિયપાત્રનું ‌મિલકત શક્ય બને. દામપ્ત્ય સુખમાં આનંદ.

‌મિથુનઃ

સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા ‌વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ ‌વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ ‌

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. ‌વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ અનુભવાય. બપોરબાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

‌સિંહઃ

‌દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપ્રશ્ન તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે.

કન્યાઃ

પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પ‌રિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની ત‌બિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ

દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પ‌રિવારના સભ્યોની ત‌બિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર- જંગમ ‌મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ

મન ચંચળ રહે. ખોટા ‌વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભુ‌તિ થાય. ‌પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ

‌દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. ‌વિચારવાયુ વધારે રહે. ખોટા ‌વિચાર આવે. આ‌‌ર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પ‌રિ‌સ્થિ‌‌તિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ

આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પ‌રિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. ‌મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

કુંભઃ

માન‌સિક ‌ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ‌ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અ‌ધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃધ્ધ હોયતો ત‌બિયત સાચવવી. ‌દિવસ શાંતિથી પસાર કરી દેવા.

મીનઃ

આવકનું પ્રમાણ વધવાથી ‌દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઈ બહેન સાથે વાદ‌વિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. ‌મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

આર્થિક બેહાલી ક્યાં સુધી? ગરીબોના ચહેરા ઉપર હાસ્ય ક્યારે રેલાશે

0
  • ગરીબ, મહેનતકશ પરિવારો સરકાર શું કરે છે તેની ક્યારેય પરવા કરતા નથી, પરંતુ આર્થિક સંકટ ભલભલાને મરણિયા બનાવે છે
  • દેશના લોકોને શાસન, સરકાર બદલવામાં કોઈ જ રસ નથી, બસ વેપાર, ઉદ્યોગ ધમધમતા રહે અને આવકના સાધનો સાથે ખુશહાલી બરકરાર રહે
  • નોટબંધીની એ કાળરાત્રીથી શરૂ થયેલા આર્થિક સંકટે ભલભલાને બરબાદ કરી નાંખ્યા, સમાજ અમીર અને ગરીબો વચ્ચે વહેચાઈ ગયો, સેંકડો લોકો મોતની ગોદમાં સમાઈ ગયા, આઠ આઠ વર્ષો પછી પણ આર્થિક સંકટ દૂર થયું નથી
  • દેશના વિકાસ સાથે સમાંતર પ્રજાની સુખાકારીમાં પણ વધારો થવો જોઈએ દેશનાં લોકો ખુશહાલ હોય એજ તો સુશાસનની નિશાની છે

નોટબંધીના આજકાલ કરતાં આઠ વર્ષ પસાર થઈ ગયા. ૨૦૧૬ના વર્ષનાં નવેમ્બર માસની ૮મી તારીખની મોડીરાત્રે નોટબંધીની કરાયેલી જાહેરાતનાં પડઘા હજુ પણ સેંકડો લોકોનાં કાનમાં અને જીવનમાં પડઘાયા કરતાં હશે. ૫૦૦ અને ૧૦૦૦ નોટ ‘અબ લીગલ ટેન્ડર નહીં રહેગી’… કમનસીબ પળે બોલાયેલા આ શબ્દો સાથે જ દેશમાં આર્થિક કટોકટીનાં મંડાણ થયા હતા એ રાત્રે ઘણાં લોકોને ઊંઘ નહીં આવી હોય, પરંતુ દેશના ખૂબ મોટા વર્ગને વિશ્વાસ હતો અને એવી ભ્રમણામાં હતો કે, નોટબંધી કરવાથી કાળુ નાણું માર્કેટમાં આવી જવાથી લોકોનાં ખિસ્સા રૂપિયાથી તરબતર રહેશે. જ્યાં હાથ નાંખો ત્યાં રૂપિયા રૂપિયા જ હશે. કાળા નાણાંના કારોબારીઓનાં દરવાજા બંધ થઈ જશે, પરંતુ સરવાળે આમાનું કંઈ જ થયું નહીં. બલ્કે લોકોનાં ખિસ્સા ખાલી થઈ ગયા. મધ્યમ, ગરીબ પરિવારની મહિલાઓએ ખૂંણે ખાંચરે મુકી રાખેલી મૂડી સાફ થઈ. નાના નાના ભુલકાઓનાં બચતનાં ડબ્બા ખાલી થઈ ગયા. બસ ૮મી નવેમ્બર ૨૦૧૬ની મધરાતથી શરૂ થયેલી કઠણાઈ હજુ સુધી અટકી નથી.

નોટબંધી બાદ જીએસટી અને ત્યારબાદ કુદરતનાં કોપરૂપે ત્રાટકેલી કોરોનાની મહામારીમાં સેંકડો લોકો મોતનો કોળિયો બની ગયા અને બેમોત કાળપથારીમાં પોઢી ગયા. ઘણાં તો આખાને આખા પરિવારો સાફ થઈ ગયા, પરંતુ કોરોનાં માટે કુદરત સિવાય કોઈને દોષ આપી શકાય તેમ નહોતુ, પરંતુ હકીકત એ પણ છે કે, કોરોના પહેલા બે વર્ષમાં નોટબંધી અને જીએસટીએ જ લોકોને મરણ પથારીમાં ધકેલી દીધા હતા અને બાકી હતું તો કોરોનાએ પુરું કરી નાંખ્યું.

ખેર, ઘણી વખત નસીબ સાથ આપતુ હોય ત્યારે ઊંધુ નાંખો તો પણ છતુ પડે. કેન્દ્ર સરકારે નોટબંધી અને જીએસટીની કરેલી ભુલો કોરોનાની મહામારીમાં ભુલાઈ ગઈ હતી. મતલબ પીડા ચોક્કસ હતી, પરંતુ વ્યક્ત કરી શકાય તેવી સ્થિતિ નહોતી.

લોકોને વિશ્વાસ હતો કે, આજે નહીં તો કાલે સારા દિવસો આવશે. સરકાર પણ યોગ્ય દિશામાં વિચાર કરશે અને દેશની કથળી ગયેલી અર્થવ્યવસ્થા સુધારવા માટે ઉદારદીલે પગલાં ભરશે. વેપાર, ઉદ્યોગને મોકળુ મેદાન આપીને લોકોની આર્થિકપીડા દૂર કરવાની દિશામાં પગલાં ભરશે, પરંતુ આઘાતવશ આમાનું કંઈ જ થયું નહીં. બલ્કે, વેપારી, કારખાનેદારો, ઉદ્યોગપતિઓને ચોર સમજીને આકરા કાયદા લાવીને ગાળિયો વધુ કસવામાં આવ્યો. વેપાર, ઉદ્યોગને મોકળાશ આપવાને બદલે સરકારનાં સુબાઓ એટલે કે અધિકારીઓને છુટોદોર આપવામાં આવતાં ભ્રષ્ટ અધિકારીઓને જોઈતુ હતું ને મોકળુ મેદાન મળી ગયું!

આ તરફ વેપારી, કારખાનેદાર કે ઉદ્યોગપતિની વાસ્તવિક પીડા પણ સાંભળવા કોઈ તૈયાર નહોતું. ખુદ શાસક પક્ષનાં લોકો પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ખોટી રીતની કનડગત રોકી શકવાની સ્થિતિમાં નહોતા. મતલબ સરકાર ઉપર અધિકારીઓએ પૂર્ણ કબજો જમાવી દીધો હતો. પરિણામે ત્યાર પછી દેશની હાલત કેવી થવા પામી એનું ચિત્ર રજુ કરવાની જરૂર નથી. છેવાડાનાં નાગરિકથી શરૂ કરીને ટોચનાં ઉદ્યોગકારો પરિસ્થિતિનો ભોગ બની ચૂક્યા છે.

આજે પણ કોઈ નહીં માને, પરંતુ હકીકત એ છે કે, સરકારમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિ કરતાં અધિકારીઓની પકડ વધુ મજબૂત છે. બલ્કે લોકપ્રતિનિધિ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. અરે, પક્ષનાં પદાધિકારીઓને પણ અધિકારીને મળવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. ઘણી વખત તો ‘સાહેબ’ મુલાકાત આપતા નથી. ચૂંટાયેલા લોકસેવકોની આવી દયનીય સ્થિતિને કારણે ક્રમશઃ શરૂ થયેલી નારાજગી વર્ષો જતાં વિસ્ફોટક બનવા તરફ જઈ રહી છે. સત્તા સામે કોઈ બોલવા રાજી નથી કે મોરચો માંડી શકે એવી હાલત નથી, પરંતુ શાસક પક્ષમાંથી ઉઠતો જતો નારાજગીનો સૂર જ્યારે મરણિયો બનીને મેદાનમાં આવશે ત્યારે પતન સિવાય કંઈ જ હાથમાં નહીં આવે અને ઈતિહાસ સાક્ષી છે કે, ખુશામતખોરોએ ભલભલી સલતનતોને ભોંય ભેગી કરી દીધી હતી.

મજા કરવા માટે કે બેઘડીક આનંદ લેવા માટે મુરખાઓના ટોળામાં બેસી શકાય, પરંતુ શાસન ચલાવવામાં મુરખાઓની સલાહ માનવામાં આવે તો ઊંધા પડવા સિવાય કંઈ જ હાથમાં બચે નહીં.

બધાં જ બાદશાહ પાસે બિરબલ જેવા સલાહકાર હોતા નથી, પરંતુ ખુશામતખોરો હંમેશા પોતાની જાતને બિરબલ જ માનતા હોય છે.

વિતેલા વર્ષોનું સરવૈયું મુકવામાં આવે તો ગરીબ વધુ ગરીબ બનતો ગયો છે અને ગરીબીનું પગથિયું ચઢીને મધ્યમવર્ગી બનેલા પરિવારોની હાલત ઊંચેથી પટકાવા જેવી થવા પામી છે. આવકમાં થોડો વધારો થવાથી જીવનધોરણમાં આંશિક બદલાવ આવવાથી સંતાનોને સારી શાળા, કોલેજોમાં ભણાવવાના સપના જોઈ રહેલા આવા મધ્યમવર્ગી પરિવારો હવે ક્યાંયના રહ્યાં નથી. સંતાનોને ઉચ્ચશિક્ષણ અપાવવાનું તો ઠીક બલ્કે માથે આર્થિક દેવું કરીને આવા પરિવારો આવક કરતાં વધુ વ્યાજ ભરતા હશે!

ક્રમશઃ સમાજ ગરીબ અને સધ્ધર બે વર્ગમાં વહેંચાઈ રહ્યો છે. મધ્યમવર્ગ સાવ ભુલાઈ ગયો છે. સામાજિક માળખાની સ્થિતિનું સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રીઓ દ્વારા વિશલેષણ કરવામાં આવે તો ખુબ જ બિહામણું દૃશ્ય બહાર આવશે. એક એવો વર્ગ છે કે, જેને સરકાર કોઈની પણ આવે તેને ચિંતા નથી. કારણ આ વર્ગનાં લોકોની આર્થિક સ્થિતિ પહેલા હતી એના કરતાં વધુ સધ્ધર બની છે. જ્યારે બીજો વર્ગ એવો છે કે જેણે રોજ સવાર પડેને કંઈક મળવાની આશા સાથે ધંધા, રોજગારની ચિંતામાં ભટકતા રહેવું પડે છે. કરોડો લોકો રોજગારી માટે ભટકી રહ્યાં છે. દેશમાં બેરોજગારીનો દર રોજ સવાર પડેને ભયાનક રીતે ઊંચે જઈ રહ્યો છે. એક સમય એવો હતો કે, ઓફિસો, કારખાના માટે માણસો મળતા નહોતા. આજે જે છે તેને લોકો છુટા કરીને સંખ્યા ઘટાડીને આર્થિક ભારણ ઘટાડવાની મથામણ કરી રહ્યાં છે. સેંકડો કારખાના, ઓફિસોમાં કામ કરતાં કર્મચારીઓનાં પગાર અડધા થઈ ગયા હશે, પરંતુ મજબૂરી વશ નોકરી કર્યા વગર છુટકો નથી.

આ સ્થિતિનાં દુષ્પરિણામરૂપે આપઘાતનાં બનાવોની સંખ્યામાં ભયાનક રીતે વધારો થઈ રહ્યો છે. ભૂતકાળમાં ઘરકંકાસ, બિમારી અથવા તો અન્ય કારણોને લઈને લોકો આપઘાત કરતાં હતાં પરંતુ હાલનાં સંજોગો જોતા મોટાભાગનાં આપઘાતનાં બનાવો પાછળ ‘આર્થિક સંકડામણ’ બહાર આવે છે. પરિસ્થિતિ એવી આકાર લઈ રહી છે. સમાજનો મોટાભાગનો વર્ગ લાગણી શૂન્ય બની રહ્યો છે. કારણ પોતે ઈચ્છે તો પણ કંઈપણ કરી શકે એવી સ્થિતિમાં નથી. મતલબ કે જાણવા છતાં મૂકપ્રેક્ષક બનીને બેસી રહેવા સિવાય છુટકો નથી. બીજી તરફ આર્થિક સંકડામણને પગલે સમાજમાં ચારેતરફ આર્થિક ગુનાખોરીનાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને ‘સાયબર’ ફે‌િસલીટીએ આર્થિક ગુનાખોરીનાં માર્ગને વધુ સરળ બનાવી દીધો છે.

બીજી તરફ સરકારમાં બેસેલા લોકો નહીં માને પરંતુ ‘ભ્રષ્ટાચાર’નો અજગર ચારેતરફથી ભરડો લઈ ચૂક્યો છે. એકલદોકલ સિવાય મોટાભાગનાં ભ્રષ્ટાચારીઓને સરકાર પાંજરામાં પુરવામાં નિષ્ફળ રહી છે. એક હકીકત એવી પણ છે કે ઉપલા સ્થાનો ઉપર બેઠેલા ભ્રષ્ટાચારીઓને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને પણ ભય નથી.

સરેરાશ જોવા જઈએ તો જમીની માળખામાં સુધારા થયા હશે. મોંઘવારીના ઊંચા જતાં ગ્રાફને કારણે સરકારની ટેક્સની આવકમાં વધારો થયો હશે. મુઠ્ઠીભર લોકોએ મોંઘી ગાડીઓ ખરીદી હશે, પરંતુ ગરીબ, મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગ વિતેલા વર્ષોમાં વધુને વધુ ઘસાતો ગયો છે. થોડી ઘણી સાચવી રાખેલી મૂડી પણ સાફ થઈ ગઈ હશે. લગભગ દરેક વ્યક્તિ, પરિવાર સતત મુરજાયેલો રહે છે. ચહેરા ઉપરનું હાસ્ય તો ક્યારનુંય વિસરાઈ ગયું છે. ઘણાં લોકોને ભરયુવાનીમાં બુઢાપાનો અહેસાસ થતો હશે.

દેશની આઝાદીનો ‘અમૃતકાળ’ પસાર થઈ રહ્યો છે, પરંતુ લોકોને અમૃતકાળનો અહેસાસ થતો નથી. કારણ ખૂબ મોટો વર્ગ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પ્રત્યેક પરિવાર ઘરનાં એક સભ્યને વિદેશ મોકલવા માંગે છે. કારણ હવે અહિંયા જોખમ દેખાઈ રહ્યું છે. સેંકડો યુવાનો વિદેશની વાટ પકડી ચૂક્યા છે અને હજુ પણ પ્રવાહ વહી રહ્યો છે. આગામી વર્ષોમાં સ્થિતિ નહીં સુધરે તો એક સમયે ‘સોનાની ચિડીયા’નો ગણાતો દેશ ફરી ગરીબીમાં ધકેલાઈ ગયો હશે. કુદરતે ભારતની ધરતીમાં ઠાંસી ઠાંસીને સમૃદ્ધિ ભરી છે. અહિંયા ખનીજ છે, પાણી છે, ફળદ્રુપ ખેતીવાડી પણ છે અને કામ કરવા બાવડામાં તાકાત પણ છે, પરંતુ સરકારે ‘કોચલા’માંથી બહાર આવીને લોકોની વાસ્તવિક જી‍ંદગી ઉપર નજર દોડાવવાની જરૂર છે. સ્વાર્થી, લુચ્ચા સલાહકારોને બાજુમાં હડસેલીને વેપાર, ઉદ્યોગને વિકસાવા માટે મોકળુ આકાશ આપવાની જરૂર છે અને વેપાર, ઉદ્યોગ ધમધમતા હશે તો ભલે ભારતની વસ્તી દોઢસો કરોડની હોય પરંતુ એકપણ પરિવાર બેકાર નહીં રહે, આર્થિક સંકટના વાદળો આપો આપ વિખેરાઈ જશે. પરંતુ સરકારે ‘‘બધા જ લોકો ચોર છે’’ એ સમજવાની માનસિકતામાંથી બહાર આવવું પડશે.

સત્તા ટકાવી રાખવા માટે રાજકીય દાવપેચ રમવા સામે કોઈને પણ વાંધો હોઈ શકે જ નહીં. સત્તા માટે થઈને માત્ર ભારતમાં જ નહીં વિશ્વનાં દેશોમાં પણ ષડયંત્ર રચાતા રહે છે. પરંતુ દેશની પ્રજાનું પેટ ભરેલુ હશે, આર્થિક સંકડામણ નહીં હોય અને પ્રત્યેક પરિવારમાં ખુશાલી લહેરાતી હશે ત્યાં સુધી લોકોને શાસકોનાં હરીફોને મહાત કરવા કોઈપણ રાજકીય ષડયંત્ર સામે વાંધો કે વિરોધ નહીં હોય. બલ્કે પડખે ઉભા હશે.

ભારતના પરાક્રમી રાજાનું વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ દેશનાં લોકો માટે સુખદાયી નિવડે અને શાસકો પણ પ્રજાવત્સલ બને એવી ‘સુદૃષ્ટિ’ આપનારું નિવડે એવી અભ્યર્થના.

આ પણ વાંચો :-