Home Blog Page 897

ગુજરાત સરકારે બોર્ડ નિગમના કર્મચારીઓના પેન્શનમાં વધારો કર્યો

0

 દિવાળીના તહેવારો વાદ હવે બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરાશે. નવેસરથી પેન્શન નક્કી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જોકે કર્મચારીઓએ પેન્શન વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે.

રાજ્યના બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે ૨૧-૦૩-૨૦૨૦નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન ૧૦૦ ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે.

આ પણ વાંચો :-

વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે હવે દિલ્હી અને મુંબઈથી અમદાવાદ પણ દોડશે સ્પેશિયલ ટ્રેન

0

ક્રિકેટનો મહાકુંભ કહેવતા વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ૧૯ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં રેલ્વેએ પણ ક્રિકેટ પ્રેમીઓમાં એક વિશેષ ટ્રેન ચલાવીને ખુશ ખબર આપી છે. ગઈકાલે અમદાવાદ-મુંબઈ વચ્ચે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય પણ રેલવેએ દિલ્હીથી અમદાવાદ માટે પણ વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે.

શનિવારે એટલે કે આજે સાંજે દિલ્હીથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન રવાના થશે. મેચ પૂર્ણ થયા પછી પરત અમદાવાદથી દિલ્હી જવા માટે ટ્રેન મોડી રાતે ૨.૩૦ વાગે રવાના થશે. એ જ રીતે રેલવે દ્વારા મુંબઈથી અમદાવાદ માટે ત્રણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ (૦૧૧૫૩) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી ૧૮મી નવેમ્બર (શનિવાર) ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે અમદાવાદ, ગુજરાત માટે ઉપડશે અને રવિવારે સવારે ૬.૪૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરવા માટે, અમદાવાદ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ (૦૧૧૫૪) ૧૯-૨૦ નવેમ્બર (સોમવારે) રાત્રે ૦૧.૪૪ કલાકે મુંબઈ માટે રવાના થશે, જે સવારે ૧૦.૩૫ કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

સેન્ટ્રલ રેલવેએ બીજી એક ટ્રેનની પણ જાહેરાત કરી છે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વિશેષ ટ્રેન (૦૯૦૧૧) બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને ૧૮મી નવેમ્બરના રોજ અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાત્રે ૧૧.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે સવારે ૦૭.૨૦ કલાકે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો :-

ગાઝાની અલ-શિફા હોસ્પિટલના ICUમાં દાખલ તમામ દર્દીઓનાં મૃત્યુ

0

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ છે. ઇઝરાઇલના હુમલામાં ICUમાં દાખલ તમામ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે ઇઝરાઇલના હુમલામાં એક જ રાતમાં ૨૨ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. સલમિયાએ કહ્યું કે ત્રણ દિવસમાં અલ શિફા હોસ્પિટલમાં ૫૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૭૦૦૦થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ફસાયેલા છે. આમાં દર્દીઓ, તબીબી સ્ટાફ કર્મચારીઓ અને આશ્રય ગૃહોમાં રહેતા લોકો સામેલ છે.

ઇઝરાઇલની સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો અને હમાસની એક પિક-અપ ટ્રક મળી આવી છે. IDFએ દાવો કર્યો છે કે હમાસે અલ શિફા હોસ્પિટલમાં એકે-૪૭, આરપીજી, ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો. જો કે ઈઝરાઇલ આર્મીના આ દાવા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

બીજી તરફ ઇઝરાઇલની સેના સતત હોસ્પિટલને ટાર્ગેટ કરી રહી છે.ઇઝરાઇલે ગઈકાલે જ દાવો ક્રયો હતો કે, હોસ્પિટલ નીચેથી સુરંગ મળી આવી છે.હોસ્પિટલનો ઉપયોગ હમાસના આતંકીઓ હેડક્વાર્ટર તરીકે કરી રહ્યા છે અને આ હમાસનુ કમાન્ડ સેન્ટર છે.

આ પણ વાંચો :-

સુરત કારખાનામાં આગ લાગતા ૬ કામદાર ફસાયા

0

સુરતમાં કારખાનામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી ત્યારે કારખાનામાં કામ કરતાં છ માણસો ફસાઈ ગયા હતાં. ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ કોલ મળતાંની સાથે જ વહેલી સવારે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ આગમાં ફસાયેલા છ કામદારનું રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા.

આગ લાગતા 6 કામદારો ઉપર ફસાઈ ગયા હતા. તેઓને ફાયરના જવાનો સુરક્ષા કવચ પહેરી સહી સલામત રેસ્ક્યૂં કરવામાં આવ્યું હતું. 3 કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. આગ લાગવાનું કારણ એકબંધ રહેવા પામ્યું છે.

સુરતમાં આજ સવારે ૪.૧૫ વાગ્યે લસકાણા સ્થિત આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર ૧૭૬થી૧૮૦માં લુમ્સના કારખાનામાં ચોથા માળે આગ લાગી હતી. ચોથા માળે કામ કરી રહેલા છ કામદાર ફસાઈ ગયા હતા. ફાયર વિભાગે ચોથા માળેથી છ કામદારોને રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની નવ ગાડીઓ દ્વારા પાંચ કલાક જેટલો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં લુમ્સના કારખાનામાં રહેલા ૧૨ ડીએફઓ મશીન, ૩ વાઈંગ મશીન અને ૨૫૦ ટન યાર્નનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

ફિલિપાઈન્સમાં ૬.૭ની તીવ્રતાના ભૂકંપમાં છના મોત

0

ફિલિપાઈન્સના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પાવર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને મોટાભાગના રસ્તાઓ પસાર થઈ શકે છે, મોટાભાગના ઘરો અને ઇમારતોને નજીવું નુકસાન થયું હોવાના અહેવાલ છે. દક્ષિણ કોટાબેટો પ્રાંતમાં જનરલ સેન્ટોસ સિટીના ડિઝાસ્ટર ઑફિસના વડા એગ્રિપિનો ડેસેરાએ રોઇટર્સને કહ્યું કે ત્યાં ત્રણ લોકોના મોત થયા છે. ફિલિપાઇન્સમાં જ્વાળામુખીની પ્રવૃત્તિ અને ધરતીકંપ સામાન્ય છે.

દક્ષિણ ફિલિપાઈન્સમાં આવેલા ૬.૭ની તીવ્રતાના ભૂકંપથી મૃત્યુઆંક વધીને છ થઈ ગયો છે કારણ કે અધિકારીઓ બે ગુમ થયેલા લોકોની શોધ કરી રહ્યા છે. સ્થાનિક ડિઝાસ્ટર અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના જણાવ્યા અનુસાર, મિંડાનાઓ ટાપુથી ૬૦ કિમી (૩૭ માઇલ) ની ઊંડાઈએ શુક્રવારે બપોરે ભૂકંપ આવ્યો હતો.

દક્ષિણ કોટાબેટો પ્રાંતમાં જનરલ સેન્ટોસ સિટીના ડિઝાસ્ટર ઑફિસના વડા એગ્રિપિનો ડેસેરાએ રોઇટર્સને જણાવ્યું હતું કે ત્યાં ત્રણ લોકોના મોત થયા છે. ડેસેરાએ જણાવ્યું હતું કે કોંક્રિટની દિવાલ ધરાશાયી થતાં એક પુરુષ અને તેની પત્નીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક મહિલાનું શોપિંગ મોલમાં મૃત્યુ થયું હતું.

સારંગાણી પ્રાંતમાં ભૂકંપના કેન્દ્રની નજીક ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા, જ્યારે બચાવ કાર્યકરો ભૂસ્ખલન પછી ગુમ થયેલા અન્ય બેને શોધી રહ્યા હતા, ગ્લેનના દરિયાકાંઠાના આપત્તિ પ્રતિભાવ અધિકારી એન્જલ દુગાડુગાએ રોઇટર્સને જણાવ્યું હતું. દાવોઓ ઓક્સિડેન્ટલ પ્રાંતમાં ખડકથી કચડાઈ જવાથી ૭૮ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો અને મોટાભાગના રસ્તાઓ પસાર થઈ શકે તેવા હતા, મોટાભાગના ઘરો અને ઇમારતોને નજીવું નુકસાન થયું હોવાના અહેવાલો સાથે. ફિલિપાઇન્સ પેસિફિક મહાસાગરના “રિંગ ઓફ ફાયર” ની અંદર સ્થિત છે, જ્યાં જ્વાળામુખીની પ્રવૃત્તિ અને ધરતીકંપ સામાન્ય છે.

આ પણ વાંચો :-

આદિત્ય ઠાકરે સહિત ત્રણ નેતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, જુઓ કારણ

0

મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ FIR મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે.

મુંબઈ પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના ત્રણ નેતાઓ આદિત્ય ઠાકરે, સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ત્રણેય નેતાઓ વિરુદ્ધ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ ૧૪૩, ૧૪૯, ૩૨૬ અને ૪૪૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસ દિલાઈ રોડ બ્રિજ લેનના ઉદ્ઘાટનના સંબંધમાં નોંધવામાં આવ્યો છે. BMCએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આદિત્ય ઠાકરેએ પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઘટના ૧૬ નવેમ્બરે બની હતી.

પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર પાર્ટીના નેતાઓ સાથે બ્રિજના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. એક દિવસ બાદં ૧૭ નવેમ્બરે, માહિતી મળ્યા પછી BMCએ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BMCની ફરિયાદ પર FIR નોંધી છે. BMCના અધિકારીઓ ૧૧ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ફાઇનલ મેચમાં ૪ હજાર જેટલાં પોલીસકર્મીઓ તૈનાત

0

અમદાવાદમાં વર્લ્ડકપ ૨૦૨૩ની ફાઇનલ મેચને લઇ ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. લાખો પ્રેક્ષકોની સુરક્ષાને લઇ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે અમદાવાદમાં લોખંડી બંદોબસ્તની વાત કરવામાં આવે તો સ્ટેડિયમમાં ૪ હજાર જેટલા પોલીસકર્મીઓની તૈનાત કરવામાં આવી છે. જ્યારે શહેરના રસ્તાઓ પર ૫ હજાર પોલીસકર્મીઓની તૈનાતી જોવા મળી રહી છે.

મેચની ઉજવણીને લઇ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં ૧ IG, ૨૦ ACP, ૧૪૫ PSI સહિત ૧૩ DCP સુરક્ષામાં તૈનાત કરાયા છે. સ્ટેડિયમમાં કુલ ૨૮૦૦ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો બીજી તરફ શહેરની વાત કરવામાં આવે તો ૪ IGP, ૨૭ ACP, ૨૩૦ PSI તૈનાત રહેશે. શહેરમાં ટ્રાફિક પોલીસમાં ૧ IGP, ૧૧ ACP, ૩૬ PSI સુરક્ષામાં તૈનાત રહેશે.

જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

આ પણ વાંચો :-

આવતીકાલે અમદાવાદમાં ફાઈનલ મેચમાં કેટલાં રસ્તાઓ બંઘ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

0

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ વિવિધ રસ્તાઓ બંઘ રહેશે તેમજ કેટલાક રસ્તાઓ માટે ડાયવર્ઝન અપાયું છે. આવતીકાલે અમદાવાદના આંગણે ફાઈનલ મેચ છે ત્યારે સવારે ૧૧ વાગ્યાથી લઈ ૧૨ વાગ્યાના સમય સુધી કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયું છે. જે અંગે અમદાવાદ પોલીસે વિગતવાર માહિતી આપી છે.

જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં ૧ લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે ૧૧ વાગ્યાથી લઈ ૧૨ વાગ્યા સુધી બધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ફાઈનલ મેચને લઈ સવારે ૬.૨૦થી લઈ રાત્રે ૧ વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર ૧૨ મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ અપાશે.

રવિવારે ફાઈનલ મેચ છે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ સવારે ૬ વાગ્યાથી લઈ રાત્રે ૧ વાગ્યાથી દોડશે. જેમાં BRTS  ૯૧ બસો તથા AMTS દ્વારા ૧૧૯ બસો વિવિધ રૂટ પર દોડશે.

આ પણ વાંચો :-

૧૮, નવેમ્બર ૨૦૨૩/ બઢતીમાં ઉત્તમ તક, નોકરીમાં યશના અવસરો, આ રાશિનાં જાતકોએ આજે વાણી-વર્તનમાં રાખવી કાળજી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષ
અાત્મવિશ્વાસમાં વઘારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.
વૃષભ
ભાગ્યનો  સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.
મિથુન
દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના-ભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.
કર્ક
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.
સિંહ
દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.
કન્યા
પુત્ર-પૌત્રીદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું  પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.
તુલા
આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તકફથી સારા સમાચાર મળે.સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃધ્ધિ થાય.
વૃશ્ચિક
મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની  તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.
ધન
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.
મકર
ગુરૂ, ચંદ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.
કુંભ
મન અશાંત રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.
મીન
મિત્રો થતી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

દિલ્હી સરકારના દ્વારા ૧૯ નવેમ્બરને ડ્રાય ડે તરીકે જાહેર, દારૂની દુકાનો રહેશે બંધ

0

દિલ્હી સરકારે છઠ પૂજાના દિવસને ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. દિલ્હીના આબકારી વિભાગના કમિશનરે આ અંગે આદેશ જારી કર્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે લાયસન્સવાળી દારૂની દુકાનો ૧૯ નવેમ્બર, રવિવારે બંધ રહેશે. આ જ દિવસે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ યોજાશે. તમને જણાવી દઈએ કે પૂર્વાંચલની મોટી વસ્તી દિલ્હીમાં રહે છે.

મહિને કોંગ્રેસના નેતાઓ ઉપરાજ્યપાલને મળ્યા હતા અને છઠ પૂજાને ડ્રાય ડે તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. છઠ પૂજાને લઈને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)એ આ વર્ષે છઠ પૂજા માટે ૧૦-પોઈન્ટ પ્લાન તૈયાર કર્યો છે. છઠના સંદર્ભમાં ઘાટના નિર્માણ અને ઘાટ પર લાઇટિંગ અને શૌચાલયની સુવિધા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

AAP MCD પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યું છે કે છઠ તહેવારની તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૧૦ મુદ્દાની યોજના જાહેર કરી છે. આ અંતર્ગત ઉત્તમ ઘાટનું નિર્માણ કરવામાં આવશે. ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. સવારે અને રાત્રે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક ઘાટ પર શૌચાલયની સુવિધા હશે.

આ સાથે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે, જેથી કોઈપણ તબીબી ઈમરજન્સીમાં કોઈ મુશ્કેલી ન પડે. ડોકટરો પણ ત્યાં હાજર રહેશે. લોકોની માંગ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોના ઘર પાસે ઘાટ બનાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલે તેમના તમામ ધારાસભ્યો, કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો, સંગઠન સચિવો અને સ્વયંસેવકોને લોકોની સેવા માટે ૨૪ કલાક ઘાટ પર હાજર રહેવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે છઠ પૂજા ૧૭ નવેમ્બરથી શરૂ થશે અને ૨૦ નવેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો :-