વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે હવે દિલ્હી અને મુંબઈથી અમદાવાદ પણ દોડશે સ્પેશિયલ ટ્રેન

Share this story

ક્રિકેટનો મહાકુંભ કહેવતા વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ૧૯ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં રેલ્વેએ પણ ક્રિકેટ પ્રેમીઓમાં એક વિશેષ ટ્રેન ચલાવીને ખુશ ખબર આપી છે. ગઈકાલે અમદાવાદ-મુંબઈ વચ્ચે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય પણ રેલવેએ દિલ્હીથી અમદાવાદ માટે પણ વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે.

શનિવારે એટલે કે આજે સાંજે દિલ્હીથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન રવાના થશે. મેચ પૂર્ણ થયા પછી પરત અમદાવાદથી દિલ્હી જવા માટે ટ્રેન મોડી રાતે ૨.૩૦ વાગે રવાના થશે. એ જ રીતે રેલવે દ્વારા મુંબઈથી અમદાવાદ માટે ત્રણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ (૦૧૧૫૩) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી ૧૮મી નવેમ્બર (શનિવાર) ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે અમદાવાદ, ગુજરાત માટે ઉપડશે અને રવિવારે સવારે ૬.૪૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરવા માટે, અમદાવાદ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ (૦૧૧૫૪) ૧૯-૨૦ નવેમ્બર (સોમવારે) રાત્રે ૦૧.૪૪ કલાકે મુંબઈ માટે રવાના થશે, જે સવારે ૧૦.૩૫ કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

સેન્ટ્રલ રેલવેએ બીજી એક ટ્રેનની પણ જાહેરાત કરી છે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વિશેષ ટ્રેન (૦૯૦૧૧) બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને ૧૮મી નવેમ્બરના રોજ અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાત્રે ૧૧.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે સવારે ૦૭.૨૦ કલાકે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો :-