ગાઝાની અલ-શિફા હોસ્પિટલના ICUમાં દાખલ તમામ દર્દીઓનાં મૃત્યુ

Share this story

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ છે. ઇઝરાઇલના હુમલામાં ICUમાં દાખલ તમામ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે ઇઝરાઇલના હુમલામાં એક જ રાતમાં ૨૨ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. સલમિયાએ કહ્યું કે ત્રણ દિવસમાં અલ શિફા હોસ્પિટલમાં ૫૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૭૦૦૦થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ફસાયેલા છે. આમાં દર્દીઓ, તબીબી સ્ટાફ કર્મચારીઓ અને આશ્રય ગૃહોમાં રહેતા લોકો સામેલ છે.

ઇઝરાઇલની સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો અને હમાસની એક પિક-અપ ટ્રક મળી આવી છે. IDFએ દાવો કર્યો છે કે હમાસે અલ શિફા હોસ્પિટલમાં એકે-૪૭, આરપીજી, ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો. જો કે ઈઝરાઇલ આર્મીના આ દાવા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

બીજી તરફ ઇઝરાઇલની સેના સતત હોસ્પિટલને ટાર્ગેટ કરી રહી છે.ઇઝરાઇલે ગઈકાલે જ દાવો ક્રયો હતો કે, હોસ્પિટલ નીચેથી સુરંગ મળી આવી છે.હોસ્પિટલનો ઉપયોગ હમાસના આતંકીઓ હેડક્વાર્ટર તરીકે કરી રહ્યા છે અને આ હમાસનુ કમાન્ડ સેન્ટર છે.

આ પણ વાંચો :-