આવતીકાલે અમદાવાદમાં ફાઈનલ મેચમાં કેટલાં રસ્તાઓ બંઘ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

Share this story

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ વિવિધ રસ્તાઓ બંઘ રહેશે તેમજ કેટલાક રસ્તાઓ માટે ડાયવર્ઝન અપાયું છે. આવતીકાલે અમદાવાદના આંગણે ફાઈનલ મેચ છે ત્યારે સવારે ૧૧ વાગ્યાથી લઈ ૧૨ વાગ્યાના સમય સુધી કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયું છે. જે અંગે અમદાવાદ પોલીસે વિગતવાર માહિતી આપી છે.

જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં ૧ લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે ૧૧ વાગ્યાથી લઈ ૧૨ વાગ્યા સુધી બધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ફાઈનલ મેચને લઈ સવારે ૬.૨૦થી લઈ રાત્રે ૧ વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર ૧૨ મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ અપાશે.

રવિવારે ફાઈનલ મેચ છે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ સવારે ૬ વાગ્યાથી લઈ રાત્રે ૧ વાગ્યાથી દોડશે. જેમાં BRTS  ૯૧ બસો તથા AMTS દ્વારા ૧૧૯ બસો વિવિધ રૂટ પર દોડશે.

આ પણ વાંચો :-