દિલ્હી સરકારના દ્વારા ૧૯ નવેમ્બરને ડ્રાય ડે તરીકે જાહેર, દારૂની દુકાનો રહેશે બંધ

Share this story

દિલ્હી સરકારે છઠ પૂજાના દિવસને ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. દિલ્હીના આબકારી વિભાગના કમિશનરે આ અંગે આદેશ જારી કર્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે લાયસન્સવાળી દારૂની દુકાનો ૧૯ નવેમ્બર, રવિવારે બંધ રહેશે. આ જ દિવસે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ યોજાશે. તમને જણાવી દઈએ કે પૂર્વાંચલની મોટી વસ્તી દિલ્હીમાં રહે છે.

મહિને કોંગ્રેસના નેતાઓ ઉપરાજ્યપાલને મળ્યા હતા અને છઠ પૂજાને ડ્રાય ડે તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. છઠ પૂજાને લઈને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)એ આ વર્ષે છઠ પૂજા માટે ૧૦-પોઈન્ટ પ્લાન તૈયાર કર્યો છે. છઠના સંદર્ભમાં ઘાટના નિર્માણ અને ઘાટ પર લાઇટિંગ અને શૌચાલયની સુવિધા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

AAP MCD પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યું છે કે છઠ તહેવારની તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૧૦ મુદ્દાની યોજના જાહેર કરી છે. આ અંતર્ગત ઉત્તમ ઘાટનું નિર્માણ કરવામાં આવશે. ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. સવારે અને રાત્રે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક ઘાટ પર શૌચાલયની સુવિધા હશે.

આ સાથે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવશે, જેથી કોઈપણ તબીબી ઈમરજન્સીમાં કોઈ મુશ્કેલી ન પડે. ડોકટરો પણ ત્યાં હાજર રહેશે. લોકોની માંગ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોના ઘર પાસે ઘાટ બનાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલે તેમના તમામ ધારાસભ્યો, કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો, સંગઠન સચિવો અને સ્વયંસેવકોને લોકોની સેવા માટે ૨૪ કલાક ઘાટ પર હાજર રહેવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે છઠ પૂજા ૧૭ નવેમ્બરથી શરૂ થશે અને ૨૦ નવેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો :-