Home Blog Page 894

વડોદરાની કોર્ટમાં હાર્ટ એટેકથી વકીલ મંડળના સીનીયરનું મોત

0

વડોદરાની કોર્ટમાં આજે સવારે વકીલ પોતાના કેસની દલીલ કરી રહ્યા હતા એ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા તેઓને તુરંત જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

વડોદરા વકીલ મંડળના સીનીયર વકીલ જગદીશભાઈ ભિખાજીરાવ જાધવનુ (ઉમર ૫૩ વર્ષ) આજે કોર્ટ રૂમમાં આવ્યા હતા અને પોતાના કેસની દલીલો શરૂ કરી હતી. આ દરમિયાનમાં તેઓ બેચેની અનુભવવા લાગ્યા હતા અને ચાલુ કોર્ટમાં જ તેઓ ઢળી પડ્યા હતા તેઓને તુરંત એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ડોક્ટરના પ્રાથમિક અનુમાન અનુસાર સિવિયર હાર્ટ એટેક આવવાના કારણે તેઓનું મૃત્યુ થયેલ છે. ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ સિનિયર વકીલ હતા અને તેઓ છેલ્લા ૨૫ વર્ષથી વકીલાત કરતા હતા. આ ઘટનાને પગલે વકીલ આલમમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

અમેરિકાના કેન્ટકી શહેરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવલેણ કેમિકલ થયું લીકેજ

0

અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી પડી હતી.

ટ્રેનના ૧૬ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના બે કોચમાં લીક્વીડ સલ્ફર સ્ટોર કરેલું હતું, જેના કારણે ત્યાં ભયંકર આગ લાગી હતી. લીક્વીડ સલ્ફરમાં આગ લાગવાને કારણે સલ્ફર ડાયોક્સાઈડ નીકળે છે. જે એકદમ ઝેરી વાયુ છે જેના કારણે માણસનો જીવ પણ જોખમમાં મુકાય છે. જેના કારણે અધિકારીઓએ સ્થાનિક લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની અપીલ કરી હતી.

સંચાલન કરતી કંપનીએ કહ્યું કે, આ સ્થિતિને સામાન્ય બનાવવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ તેમજ નાગરિકોની સુરક્ષા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. જરૂરિયાતની વસ્તુઓ પહોંચે તે માટેની તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્ટકીના ગવર્નરે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે, અમે રાજ્યના તમામ સંસાધનોનો ઉપયોગ કરીને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું નિધન

0

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું ગુરુવારે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. જસ્ટિસ ફાતિમા બીવીનું કોલ્લમની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને રાજયના સ્વાસ્થ્ય મંત્રી વીણા જયોર્જે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ફાતિમા બીવીનો જન્મ ૧૯૨૭માં કેરળના પઠાણમિથામાં થયો હતો. મહિલા કોલેજ, તિરુવનંતપુરમમાંથી રસાયણશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યા બાદ તેણે સરકારી લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો. લો ગોલ્ડ મેડાલિસ્ટ ફાતિમા બીબીએ ૧૯૫૦માં કોલ્લમમાં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી. તેઓ ૧૯૮૩માં કેરળ હાઈકોર્ટ અને 1989માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા.

કેરળમાંથી કાયદામાં સ્નાતક થનારી તે પ્રથમ મહિલા બની હતી. એર્નાકુલમની લો કોલેજમાંથી કાયદો પાસ કર્યા પછી, ફાતિમા બીવીએ ૫૦ના દાયકામાં ન્યાયતંત્રમાં તેની કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું પરંતુ બાદમાં તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના પદ પર બઢતી આપવામાં આવી હતી. કેરળમાં મેજિસ્ટ્રેટનું પદ સંભાળનાર તે પ્રથમ મુસ્લિમ મહિલા હતી.

૧૯૮૩માં તેમની કેરળ હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૮૯માં ફાતિમાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ એશિયામાંથી પણ સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા છે. ફાતિમા ૧૯૯૩માં ન્યાયાધીશના પદ પરથી નિવૃત્ત થયા હતા. તેમણે નિવૃત્તિ પછી વહીવટી પદ પણ સંભાળ્યું હતું. લાંબા સમય સુધી તમિલનાડુના રાજ્યપાલ તરીકે સેવા આપી. તેણે લઘુમતી મહિલાઓ સાથે પણ કામ કર્યું. તેમના મૃત્યુથી કાનૂની સમુદાયમાં શોકની છાયા છવાઈ ગઈ હતી. ૧૯૯૩માં ન્યાયતંત્રમાંથી નિવૃત્ત થયા બાદ તેમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯૯૭ થી ૨૦૦૧ સુધી પડોશી રાજ્ય કેરળના રાજ્યપાલ હતા. ફાતિમાએ રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપ્યું અને રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા રદ કરવાની અરજી ફગાવી દેતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યાના દિવસે કેરળ પરત ફર્યા.

આ પણ વાંચો :-

વાપીમાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા આધેડને GRP જવાને જીવ બચાવ્યો

0

વાપી રેલવે સ્ટેશન પર ગઈકાલે સાંજે ફિલ્મી સ્ટંટ જેવી ઘટના બની હતી. સ્ટેશન પર એક આધેડ ચાલતાં ચાલતાં ટ્રેક ક્રોસ કરતાં હતાં અને અચાનક નીચે પટકાયા હતાં. ત્યાં ટ્રેન આવી જતાં લોકોએ તેમને બચાવવા માટે બૂમાબૂમ કરી નાંખી હતી. એટલામાં પેટ્રોલિંગમાં રહેલી રેલવે પોલીસના એક કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મુકીને આધેડને સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા હતાં. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.

વાપી રેલવે સ્ટેશન ઉપર GRPની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ગઈકાલે સાંજે પ્લેટફોર્મ નંબર 2નો રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા એક આધેડ ટ્રેક ઉપર પટકાયા હતા. આ દરમિયાન સુરત -બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન પણ પહોંચી હતી અને સહેજ દૂર હતી. એક બાજુ આધેડ પ્લેટફોર્મ પર નીચે પડેલા હતા અને બીજી બાજુ સામેથી સુરત-બાંદ્રા ટર્મિનસ ઈન્ટરસિટી ટ્રેન આવી રહી હતી. અન્ય યાત્રીઓએ આ આધેડને બચાવવા માટે બુમાબુમ કરી મુકી હતી.

આ દરમિયાન GRP જવાન હીરાભાઈ મેરૂભાઈનું ધ્યાન જતાં જ તેઓ દોડીને આધેડની મદદ માટે પહોંચ્યા હતાં. તેમણે પોતાના જીવને જોખમમાં મૂકીને આધેડને રેલવે ટ્રેક ઉપરથી ખેંચીને સુરક્ષીત સ્થળે ખસેડ્યા હતાં. GRP જવાનની બહાદુરી વાપી રેલવે સ્ટેશને લાગેલા CCTVમાં કેદ થઈ હતી. આધેડનો જીવ બચાવતા વાપી રેલવે સ્ટેશને ઉભેલા રેલવે યાત્રીઓએ GRP જવાન હીરાભાઈ મેરુભાઈને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

આ પણ વાંચો :-

રાજૌરી એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકી ઠાર, ૨૬ કલાકથી ઓપરેશન ચાલુ

0

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ૨૬ કલાકથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ કારી નામના એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. ડિફેન્સ PRO અનુસાર કારી પાકિસ્તાની નાગરિક છે, તેને પાક અને અફઘાન મોરચા પર ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો.

કારી લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો અને છેલ્લા એક વર્ષથી પોતાના ગ્રુપ સાથે રાજૌરી-પૂંછમાં એક્ટિવ હતો, તેને ડાંગરી અને કંડી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ માનવામાં આવતો હતો. કારીને જમ્મુમાં આતંકવાદને ફરી ફેલાવવા માટે મોકલવામાં આવ્યો હતો. તે IEDમાં સ્પેશ્યાલિસ્ટ હતો અને ગુફાઓ સામે છુપાઇને કામ કરનાર ટ્રેન્ડ સ્નાઇપર પણ રહ્યો હતો. ૨૨ નવેમ્બરે અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. જીવ ગુમાવનારાઓમાં કેપ્ટન શુભમ, કેપ્ટન એમવી પ્રાંજિલ અને હવાલદાર માજિદ હતા. કેપ્ટન એમવી પ્રાંજિલના શબને બેંગલુરૂ મોકલવામાં આવશે.

ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના પર સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે બુધવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જંગલમાં સંતાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. અહીં બે આતંકીઓ હોવાના સમાચાર હતા. ૧૯ નવેમ્બરે કાલાકોટ વિસ્તારમાં ગુલાબગઢ જંગલમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. તે પછી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાંં આવી રહ્યું છે. બુધવારે થયેલી અથડામણમાં આતંકી પણ ઘાયલ થયા હતા અને તેમને ઘેરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

ટેકનિકલ કારણોસર IRCTCના સર્વર ડાઉન, જાણો કેટલાં લોકોના પેમેન્ટ અટવાયા

0

હાલમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ માટેનું ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનનું સર્વર ડાઉન થવાને કારણે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનની ઓનલાઇન રિઝર્વેશનની ટિકિટ બુક કરવાને લઈ પ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રેનોની રિઝર્વેશનની ટિકિટ બુક કરવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડવાને કારણે લોકોએ સોશ્યલ મીડિયા પર રેલવે પ્રશાસનની બેદરકારી મુદ્દે આકરી ટીકા કરી હતી.

હાલમાં IRCTC પર ઈ-ટિકિટનું બુકિંગ બંધ થઈ ગયું છે. ટેકનિકલ કારણોસર IRCTC સર્વર ડાઉન છે, તેથી IRCTC સાઇટ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકતા નથી. જોકે, ટેકનિકલ ખામીઓને દૂર કરવાના પ્રયાસો ચાલુ છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

પ્રવાસીઓએ IRCTCની પણ ઝાટકણી કાઢી હતી. ઘણા યુઝર્સે લોગ ઈન નહિ કરી શકતા હોવાની ફરિયાદ કરી છે. આ સમસ્યા IRCTC સાઈટ અને એપ્લિકેશન એમ બંનેમાં થઈ રહી છે. ઘણા યુઝર્સે એપ સાથે ‘ગેટવે એરર’ વિશે પણ ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, અમુક યુઝર્સને ડાઉનટાઇમનો મેસેજ મળી રહ્યો છે, જ્યારે IRCTCનો ટાઉન ટાઈમ અગિયાર વાગ્યાનો છે. ઘણા લોકોના પેમેન્ટ પણ અટવાયા છે. પરંતુ બુકિંગ હિસ્ટ્રી ગાયબ થયાની પણ ફરિયાદ કરી હતી. આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે રેલવે બોર્ડના અધિકારી, ક્રિસ અને IRCTCના અધિકારી મળીને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવ્યું હતું. દરમિયાન બપોરે ૧.૫૫ વાગ્યે સર્વર ફરી અપડેટ કરવામાં આવ્યો હતું, જેથી ઓનલાઇન ટિકિટ બુક કરવાનું શરૂ કરાયુ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

દિલ્હીમાં આરોપીઓએ માત્ર ૩૫૦ રૂપિયા માટે યુવકને નિર્દયતાથી કરી હત્યા

0

દિલ્હીમાં એક સગીરે માત્ર ૩૫૦ રૂપિયા માટે એક વ્યક્તિની નિર્મમ રીતે હત્યા કરી હતી. આ ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આરોપી એક યુવક પર સતત ચાકુથી હુમલો કરતો જોવા મળે છે અને બાદમાં તેની ગરદન પર ચાકુ રાખીને તેને કાપી નાખે છે. આરોપી વ્યક્તિ યુવકને મોતને ઘાટ ઉતારે છે અને પછી તેના મૃતદેહ સામે ઉભા રહીને ડાન્સ કરે છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના દિલ્હીના વેલકમ વિસ્તારના જનતા મજદૂર કોલોની વિસ્તારની છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવામાં મળ્યું હતું કે આ હત્યાના પાછળનું કારણ ચોરી હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પહેલા પીડિતાનું ગળું દબાવ્યું અને બાદમાં તેની ક્રૂરતાથી હત્યા કરી દીધી. ઘટનાસ્થળે લાગેલા CCTV કેમેરામાં આ હુમલાની ઘટના કેદ થઇ ગઈ હતી. જેની મદદથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે આરોપી પહેલા મૃતદેહને તેના વાળથી ખેંચીને બહાર ગલીમાં લાવે છે અને બાદમાં એક પછી એક ચાકુ વડે તેના પર હુમલો કરે છે. તેના પર ઘણી વખત હુમલો કર્યા પછી પણ જ્યારે તેને વિશ્વાસ નથી થતો કે તે મરી ગયો છે, ત્યારે તે તેનું ગળું કાપવા લાગે છે. તેનું ગળું કાપ્યા પછી તે તેના મૃતદેહની સામે ડાન્સ પણ કરે છે અને બાદમાં મૃતદેહને તેના વાળથી પકડીને ગલીની અંદર લઈ જાય છે.

દિલ્હી પોલીસે આ ઘટના સામે આવ્યા બાદ આરોપી સગીરને કસ્ટડીમાં લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર ૩૫૦ રૂપિયા માટે હત્યા કરી હતી. પોલીસ હાલમાં પીડિતાની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. વિસ્તારના CCTV ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે અને તપાસમાં મદદ કરવા માટે ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના ૪૧ નવા કેસ નોંધાયા, બે દર્દીના મોત

0

શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લૂના ૪૧ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ માસમાં ૧૭૦ કેસ નોંધાયા છે, તો ૨ દર્દીના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના કેસમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જઇ રહ્યો છે. જો કે વધતી જતી ઠંડી વચ્ચે હવે રોગચાળો પણ વકરી રહ્યો છે. ગુજરાતમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના રોગચાળાએ માથુ ઉચક્યુ છે.

શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લૂના ૪૧ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ માસમાં ૧૭૦ કેસ નોંધાયા છે, તો ૨ દર્દીના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના કેસમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે. એક તરફ માવઠાંની આગાહી અને બીજી તરફ ઠંડીનું જોર વધી રહ્યુ છે. ૫ શહેરોમાં ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે અને હજુ પણ 3 દિવસ બાદ પારો વધુ ગગડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં ૪ ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે રોગચાળો વકરવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આતંકવાદી સંગઠન ISISની ષડયંત્રનો ખુલાસો, બોમ્બ બ્લાસ્ટ કરવાનું યોજના

0

આતંકવાદી સંગઠન ISIS (ISIS, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા)ના મોટા ટેરર પ્લાનનો ખુલાસો થયો છે. ISISના ધરપકડ કરાયેલ એક આતંકવાદીના કબૂલનામાથી ખુલાસો થયો છે કે, તેમનું ષડયંત્ર દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી હુમલો કરવાનું હતું. ISISના નિશાન પર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર હતા. તેમનું ષડયંત્ર અહીં બે મોટા બોમ્બ બ્લાસ્ટ કરવાનું હતું. આ ઉપરાંત મુંબઈના નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર પણ ISISનું મોટા આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર હતું. એટલું જ નહીં, ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા.

ISISના એક ધરપકડ કરાયેલા આતંકવાદીએ જણાવ્યું કે, ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓની નિયમિતપણે રેકી કરવામાં આવી હતી અને ત્યાંની તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવતી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે અને તેઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.

ISISનો ધરપકડ કરાયેલ આતંકવાદીનું નામ શાહનવાઝ આલમ છે. તે ISISનો ઓપરેટિવ છે. શ્હનવાઝે જણાવ્યું કે, તેની પત્ની એક હિન્દુ હતી. જેને તેણે ઈસ્લામ ધર્મ કબૂલ કરાવીને મુસ્લિમ બનાવી હતી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થઈ ગઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, તેણે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે હઝારીબાગમાં લગભગ ૭-૮ ગુનાહિત ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો.

આ પણ વાંચો :-

ચીનમાં બાળકોને ભરડો લેતી નવી રહસ્યમય બીમારી માથું ઉચક્યું!

0

કોરોના જેવો રોગ આખી દુનિયામાં ફેલાવનાર ચીન ફરી એકવાર રહસ્યમય રોગની લપેટમાં છે. આ રોગથી મોટાભાગના બાળકો પીડિત થઈ રહ્યા છે. ચીનનું કહેવું છે કે તેને ત્યાં ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી ફેલાઈ રહી છે. આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ એક્ટિવ થઈ ગયું છે.

બાળકો આ રોગથી પીડાઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ચીનના અધિકારીઓએ ૧૨ નવેમ્બરે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને ચીનમાં શ્વાસ સંબંધિત આ રોગ વિશે માહિતી આપી હતી. આ રહસ્યમય રોગથી બીમાર બાળકોમાં કોઈ ચોક્કસ લક્ષણ તો નથી પરંતુ બાળકોના શરીરનું તાપમાન વધી જાય છે અને ફેફસાંમાં ગાંઠ બની જાય છે. હોસ્પિટલમાં ફરી બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દર્દીઓએ સારવાર માટે ૨-૨ કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.

આ મામલે ડબ્લ્યૂએચઓએ કહ્યું કે કોરોના પ્રતિબંધોમાં રાહત આપવાને કારણે જ આ બીમારી ફેલાઈ છે. આ સાથે ડબ્લ્યૂએચઓએ બીમારી થયેલા બાળકોમાં ઈન્ફ્લૂએન્ઝા, સાર્સ કોવ-૨, માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયા અંગે વધારાની માહિતી માગવામાં આવી છે. ચીનમાં બાળકોના બીમાર થવાની તાજેતરની ઘટનાઓ કોરોના જેવા લક્ષણોનું પુનરાવર્તન કરતી દેખાઈ રહી છે.

આ પણ વાંચો :-