Home Blog Page 893

ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન

0

ગુજરાત ટાઇટન્સ ટીમે IPL ૨૦૨૪ માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. શુભમન ગિલ વર્ષ ૨૦૨૪ IPLમાં ગુજરાતની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. શુભમન ગિલ પહેલા ગુજરાત ટાઇટન્સની કપ્તાની હાર્દિક પંડ્યાના હાથમાં હતી. હાર્દિક પંડયાએ પોતાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સને એકવાર ચેમ્પિયન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ટાઈટન્સ ટીમે સુમન ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.શુબમન ગિલ તેની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સને ટાઈટલ અપાવવાનો પ્રયાસ કરશે.હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલીમાં છે. ચર્ચાઓનું વાતાવરણ ગરમાયું હતું પરંતુ સોમવારે ૨૭ નવેમ્બરે ગુજરાત ટાઈટલ્સની ટીમે પુષ્ટિ કરી હતી કે હાર્દિક પંડ્યા તેમની ટીમનો ભાગ નથી.

ગુજરાત ટાઇટન્સ ટીમ ચોક્કસપણે તેના મેચ વિજેતા ખેલાડીની ખોટ કરશે. હાર્દિક પંડ્યા બોલ અને બેટ બંનેથી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ એક વખત ટાઇટલ જીતવામાં સફળ રહી હતી અને બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. ગુજરાત ટાઇટન્સ ટીમ હવે હાર્દિક પંડ્યાના સ્થાને નવા ઓલરાઉન્ડરની શોધ કરશે.

આ પણ વાંચો :-

• માવઠામાં મૃતકોના વારસદારોને સહાયની જાહેરાત

• ટાટા કંપનીને અમેરિકન જ્યુરી દ્વારા ૧૭૫૦ કરોડનો દંડ! આ કેશમાં TSC કોર્ટમાં જશે

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહની રાજકારણમાં એન્ટ્રી, જાણો કઈ પાર્ટીમાં જોડાવ્યા

0

ભોજપુરી ફિલ્મોની દુનિયામાં પોતાની સુંદરતા-અવાજ અને એકટિંગના બળે મજબૂત સ્થાન જમાવનાર અભિનેત્રી અક્ષરા સિંહ હવે રાજકારણમાં પગ મુકવા જઇ રહી છે. અભિનેત્રી પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીમાં જોડાઇને રાજકીય કારકિર્દીનો શુભારંભ કર્યો છે. અક્ષરા સિંહે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત રવિ કિશન સાથેની ફિલ્મ સત્યમેવ જયતેથી કરી હતી. તે વર્ષ ૨૦૧૦થી ભોજપુરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. તેની ગણના ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં થાય છે.

રાજકારણના માસ્ટરમાઇન્ડ ગણાતા પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીનું સભ્યપદ મેળવતા પહેલા અક્ષરાએ પ્રશાંત કિશોર સાથે મુલાકાત પણ કરી હતી. એવું પણ શક્ય છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ તે પોતાનું ભાગ્ય અજમાવશે. બિહારની રાજધાની પટનાના પાટલિપુત્ર સ્થિત જનસુરાજ પાર્ટીના કાર્યાલયમાં પ્રશાંત કિશોરની હાજરીમાં તેઓ વિધિવત રીતે પક્ષમાં જોડાયા છે.

દક્ષિણ ભારતની જેમ યુપી બિહારના રાજકારણમાં પણ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા અભિનેતાઓ અભિનય છોડીને રાજકારણમાં પ્રવેશતા હોય છે. આ અભિનેતાઓ એક પક્ષના સભ્યથી લઇને સાંસદ તથા મંત્રી પદ પણ ભોગવતા હોવાના અનેક દાખલાઓ ભૂતકાળમાં બન્યા છે. ફિલ્મ કલાકારોની લોકપ્રિયતાનો ફાયદો સીધી રીતે પક્ષને મળતો હોવાથી પરસ્પર રાજનૈતિક સંબંધો સચવાતા હોય છે.

આ પણ વાંચો :-

ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાતના ગીર સોમનાથમાં NIAના દરોડા

0

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાત સહિત અન્ય 4 રાજ્યોમાં દરોડા પાડયા છે. NIAએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં, મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં, ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં અને કેરળના કોઝિકોડ જિલ્લામાં શંકાસ્પદ સ્થળોએ સર્ચ ઓપરેશન આદર્યું છે. NIAએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં તથા અન્ય ૪ રાજ્યોમાં ઈસ્લામિક આતંકી મોડ્યુલ ગઝવા-એ-હિંદ સાથેના કનેક્શન મામલે કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન કેટલીક શંકાસ્પદ બાબતો પણ સામે આવી છે. આ સિવાય પણ તપાસ એજન્સીએ ઘણા શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા છે.

NIAએ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ સાથે આતંકી કનેક્શન મામલે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરીને ઘણી જગ્યાએ દરોડા પાડયા હતા. સમગ્ર મિશનને ગુપ્ત રીતે કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. જે અંતર્ગત ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ૩ રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કેરળમાં પણ NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. NIAને ઘણા શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે. જેને ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

NIAની ટીમો દ્વારા ચાલી રહેલા દરોડામાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ સામે આવ્યા છે. જેનાથી પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. NIAની રિપોર્ટ મુજબ શંકાસ્પદો સંચાલકોના સંપર્કમાં હતા અને પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ જેવા ઈસ્લામિક આતંકી મોડ્યુલની ભારત વિરુદ્ધની પ્રવૃતિઓનો પ્રચાર પણ કરતાં હતા. હાલ તો દરોડા દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજો અને મોબાઈલ ફોન, સીમ કાર્ડ જેવા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. NIAની ટીમ તથા અન્ય સરકારી એજન્સીઓ આ ગઝવા-એ-હિંદ મોડ્યુલ વિશે વધુ તપાસ હાથ ધરશે.

આ પણ વાંચો :-

ટાટા કંપનીને અમેરિકન જ્યુરી દ્વારા ૧૭૫૦ કરોડનો દંડ! આ કેશમાં TCS કોર્ટમાં જશે

0

ભારત દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ એવા ટાટા ગ્રૂપની IT ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને અમેરિકામાં મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, એક અમેરિકન જ્યુરીએ કંપનીને $૨૧૦ મિલિયનથી વધુ અથવા લગભગ ૧૭૫૦ કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ બાબત સાબિત થઈ નથી. જેથી ટીસીએસ મેનેજમેન્ટે જ્યુરીના આ નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. આ કેસનો હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે.

TCS પર આરોપ છે કે, “તેણે અમેરિકન IT કંપની ડિજિટલ ક્રોસ કનેકટ-DXCના સોર્સ કોડનો દુરુપયોગ કરીને તેનું TCS Banks નામનું સોફ્ટવેર પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ અંગે અમેરિકન જ્યુરીએ આ નિર્ણય લીધો છે. દેશની સૌથી મોટી IT કંપની TCS પર આરોપ લાગ્યો છે કે તેણે TCS Bancs નામના તેના સોફ્ટવેર પ્લેટફોર્મને વિકસાવવા માટે અમેરિકન IT કંપની DXC (અગાઉ CSC)ના સોર્સ કોડનો દુરુપયોગ કર્યો છે. આ કિસ્સામાં, એક અમેરિકન જ્યુરીએ ટિપ્પણી કરી છે કે, ટાટા ગ્રૂપની કંપની TCSએ અમેરિકન ફર્મના માલિકીના પ્લેટફોર્મને તોડીને વેપારના રહસ્યો સુધી પહોંચી ગયું હતું. પરંતુ આવી કોઈ બાબત હજુ સુધી સાબિત થઈ નથી કે કોઈ માહિતી કે પુરાવા જાણવા મળ્યા નથી.

અમેરિકન જ્યુરી દ્વારા ૨૧૦ મિલિયન ડોલરની ચૂકવણી અંગેના આ કેસને લઈ તાજેતરના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, TCS જ્યુરીના આ નિર્ણય સાથે સહમત નથી. આ મામલે હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે, જેમાં તમામ પક્ષકારો પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. TCS કંપની આ મામલે તેની કાનૂની લડત ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, TCS ટાટા ગ્રૂપની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને તેનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. બજાર મૂલ્ય મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી તે દેશની બીજી સૌથી મોટી કંપની છે. જેનું માર્કેટ કેપિટલાઇઝેશન  રૂ. ૧૨.૬૫ લાખ કરોડનું રહેલું છે. ગયા શુક્રવારે TCS કંપનીના શેર ૧.૫૫ ટકાના ઘટાડા સાથે રૂ.૩૪૫૪ના સ્તરે બંધ થયા હતા.

આ પણ વાંચો :-

માવઠામાં મૃતકોના વારસદારોને સહાયની જાહેરાત

0

રાજ્યમાં કોમસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારોને ૪ લાખ સહાયની જોગવાઇ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જાપાનની મુલાકાતે છે પરંતુ કમોસમી વરસાદ અંગે તાંગ મેળવી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે. એક દિવસમાં કમોસમી વરસાદથી ૨૪નાં મોત થયા છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ૨૪ લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં ૨૪ લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

આ પણ વાંચો :-

અમેરિકામાં ૩પેલેસ્ટિનીયન વિદ્યાર્થીઓને ગોળી મારી, પરિજનોએ હેટક્રાઈમની ઘટના ગણાવી

0

અમેરિકાની કોલેજમાં ભણતાં ત્રણ પેલેસ્ટિની વિદ્યાર્થીઓને ગોળી મારી દેવાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. હવે તેમના પરિજનોએ અમેરિકી અધિકારીઓ સમક્ષ આ ઘટનાની હેટ ક્રાઈમ તરીકે તપાસ કરવા માગ કરી છે.

રોડ આઈલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થી હિશામ અવતાની, પેન્સિલવેનિયાની હેવરફોર્ડ કોલેજના વિદ્યાર્થી કિન્નન અબ્દેલ હામિદ અને કનેક્ટિકટમાં ટ્રિનિટી કોલેજમાં ભણતાં તહસીન અહેમદને ગોળી મારી દેવામાં આવી હતી. આ બધાને શનિવારે રાતે વર્મોન્ટ યુનિવર્સિટીની નજીક ગોળી મારવામાં આવી હતી અને પોલીસે કહ્યું કે તેમની સારવાર હજુ ચાલે છે.

બર્લિંગ્ટન પોલીસે હજુ સુધી શૂટરની ઓળખ પણ કરી શકી નથી અને તેને પકડી પણ શકી નથી તથા આ હુમલો કેમ કરાયો તેના વિશે પણ હજુ કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી. એક પેલેસ્ટાઇન સમર્થક સંગઠન મિડલ ઈસ્ટ અંડરસ્ટેન્ડિંગે કહ્યું કે વિદ્યાર્થીઓના પરિજનોએ રવિવારે સંસ્થાન દ્વારા પસાર એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે તપાસકાર એજન્સીઓને આ મામલે ગાઢ તપાસ કરવાનું આહ્વાન કરીએ છીએ જેમાં અમે તેને હેટ ક્રાઈમની ઘટના માનીએ છીએ. જ્યાં સુધી શૂટરને નહીં પકડવામાં આવે અમે સહજ નહીં થઈએ.

હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હતા

0

ગુજરાત ટાઈટન્સને ટાઈટલ જીતાડનાર કેપ્ટન હાર્દિક પંડ્યા હવે આગામી સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ દ્વારા હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.  કેમરૂન ગ્રીન હવે RCB તરફથી રમતા જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન માટે કેશ-ઈન ઓલ ટ્રેડ કર્યો છે અને હાર્દિકને પણ તેમની સાથે કેશ-ઈન-ઓલ ટ્રેડમાં સામેલ કર્યો છે.

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આખરે રવિવારે તેની જૂની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. ૭૨ કલાકના ડ્રામા પછી કેશ ટ્રેડ ડીલથી  તે ગુજરાતમાંથી મુંબઈની ટીમમાં ગયો છે. IPL રિટેન વિન્ડોની સમયમર્યાદા રવિવારે સાંજે ૫ વાગ્યે સમાપ્ત થઈ હતી અને ત્યાં સુધીમાં ગુજરાતે હાર્દિકનું નામ તેની રિટેઈન લિસ્ટમાં રાખ્યું હતું.

સાંજે ૫ વાગ્યા પછી હાર્દિકનું ટ્રેડ ઓફ પૂર્ણ થઈ ગયું હતું. ડીલ હવે ઔપચારિક છે અને તે હવે મુંબઈનો ખેલાડી છે. આ તમામ એ કેશ ટ્રેડ ડીલ છે. મુંબઈએ તેના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટ્રેડ કર્યો છે. હાર્દિકને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ પાસે ગુજરાત સાથે તમામ રોકડ કરાર કરવા માટે પૂરતા પૈસા હતા. છેલ્લી હરાજી દરમિયાન મુંબઈ દ્વારા ગ્રીનને ૧૭.૫ કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે આઈપીએલની આગામી સિીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. ગુજરાત ટાઇટન્સે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો હતો.

ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે,’ ગીલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. મેદાન પરના તેના યોગદાનથી ગુજરાત ટાઇટન્સ એક મજબૂત બળ તરીકે ઉભરી આવ્યું છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.

આ પણ વાંચો :-

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે હવે મેન્યુઅલ ખોદકામ હાથ ધરશે

0

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે, છંતા કામદારો સુધી પહોંચવામાં કોઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ રહી છે, જેના કારણે કામદારો સુધી પહોંચવામાં આજે ૧૬ દિવસ થઈ ગયા છે. હવે પરિવારના સભ્યોના ચહેરા પર પણ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવે સિલ્ક્યારા ટનલમાં ૧૬ દિવસથી ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સોમવાર ૨૭, નવેમ્બરથી મેન્યુઅલ ખોદકામ શરૂ થઈ શકે છે. આ ખોદકામ તે બાજુથી કરવામાં આવશે જ્યાં ૪૮ મીટરની પાઇપ ટનલ બનાવ્યા બાદ ઓગર મશીન તુટી ગયુ થયું હતું.

ટનલમાં આજે ૬ લોકોની એક ટીમને પાવડા, કોદાળી સાથે અંદર મુકવામાં આવશે, જેઓ ટનલમાં કામદારો સુધી પહોંચવામાં બાકી રહેલું લગભગ ૧૦ મીટર જેટલું મેન્યુઅલ ખોદકામ હાથ ધરશે. જો બધું યોજના મુજબ ચાલેશે, તો બચાવ ટીમ મંગળવારે કામદારો સુધી પહોંચી શકે છે. નિષ્ણાતો કહે છે કે લગભગ ૧૦ મીટર મેન્યુઅલ ખોદવામાં ૨૫ થી ૩૦ કલાકનો સમય લાગી શકે છે.

બચાવ કામગીરી માટે નિયુક્ત નોડલ ઓફિસર ડૉ. નીરજ ખૈરવાલે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે પાઈપમાં ફસાયેલા ઓગર મશીનના બ્લેડ અને શાફ્ટને કાપવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે પાઇપમાંથી ૮.૧૫ મીટર ઓગર મશીનના બ્લેડ અને શાફ્ટનો ભાગ કાઢવાનો બાકી છે. ઓગર મશીન જે ઝડપે કટીંગ કરી રહ્યું છે તે મુજબ આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. ખૈરવાલે જણાવ્યું હતું કે પાઇપમાં ફસાયેલા ઓગર મશીનને દૂર કર્યા પછી જાતે ખોદકામ ચાલુ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના, ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં પૂજા પણ કરી હતી, વડાપ્રધાન મોદી દક્ષિણ ભારતના પરંપરાગત પોશાક વેષ્ટી અને અંગ વસ્ત્રમ પહેરીને તિરુપતિ બાલાજી મંદિર ગયા હતા. જેની તસવીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ‘૧૪૦ કરોડ ભારતીયોની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી.

૩૦ નવેમ્બરે તેલંગાણાની ૧૧૯વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે. તેલંગાણાથી પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. આ ચારેય રાજ્યોની ચૂંટણીનું પરિણામ ૩ ડિસેમ્બરે આવશે. તેલંગાણામાં આજે પીએમ મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહના પણ ઘણા ચૂંટણી પ્રવાસ છે.

પીએમ મોદીએ મંદિર પરિસરમાં લગભગ ૪૫ મિનિટ વિતાવી હતી. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમના અધ્યક્ષ કરુણાકર રેડ્ડી અને કાર્યકારી અધિકારી ધર્મા રેડ્ડી પણ તેમની સાથે હાજર હતા. પીએમ મોદીના દર્શનને કારણે લગભગ ૨ કલાક સામાન્ય લોકોના દર્શન બંધ થઈ ગયા હતા. તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ સરેરાશ ૬૦ થી ૭૦ હજાર ભક્તો આવે છે.

આ પણ વાંચો :-

હમાસે વધુ ૧૭ બંધકોની ત્રીજી બેચને મુક્ત કર્યા, ૩ વિદેશી નાગરિક અને ૧૪ ઈઝરાઇલી સામેલ

0

ઈઝરાઇલી રક્ષા દળોએ રવિવારે કહ્યુ કે હમાસે ૧૪ ઈઝરાઇલી બંધકો અને ત્રણ વિદેશી નાગરિક બંધકોની ત્રીજી બેચને મુક્ત કરી દીધી અને રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને સોંપી દીધા. ઈઝરાઇલી જેલોમાંથી પેલેસ્ટાઈન કેદીઓ અને હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલી બીજી બેચની મુક્તિ બાદ રવિવારે ઈઝરાઇલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામ પાટા પર પાછુ ફરતુ નજર આવ્યુ.

ગાઝા શાસક હમાસ દ્વારા રવિવારે ૯ બાળકો, ૪ મહિલાઓ અને એક રશિયન-ઈઝરાયલી બંધકને મુક્ત કરી દેવાયા. તેમના સંબંધીઓ, ઈઝરાઇલી મીડિયા અને બંધક ફેમિલી ફોરમ દ્વારા એએફપીને આપવામાં આવેલા એકાઉન્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. મુક્તિ બાદ લગભગ ૨૪૦થી મુક્ત બંધકોની કુલ સંખ્યા ૬૩ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૭ ઓક્ટોબરે ઈઝરાઇલ પર અચાનક હમાલના હુમલા બાદ સેંકડો લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવાયા હતા.

શુક્રવારે ૧૩ ઈઝરાઇલી બંધકોને અને શનિવારે પણ આટલી જ સંખ્યામાં બંધકોને મુક્ત કરવામાં આવ્યા. જેના બદલામાં ઈઝરાઇલે શુક્રવારે ૩૯ પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરી દીધા. હમાસે કહ્યુ કે રવિવારે મુક્ત કરવામાં આવેલા રશિયન-ઈઝરાઇલ યુદ્ધ વિરામ કરારનો ભાગ નહોતા. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રયાસોના જવાબમાં તેમને મુક્ત કરી દીધા. પેલેસ્ટાઈન હમાસ જૂથે પણ રવિવારે ૩ થાઈલેન્ડ નાગરિકોને મુક્ત કર્યા. આ કરારની બહાર હમાસ દ્વારા ૧૪ થાઈલેન્ડ અને એક ફિલિપિનોને પહેલા જ મુક્ત કરી દીધા હતા.

આ પણ વાંચો :-