Home Blog Page 882

ચેન્નાઈ એરપોર્ટના રન-વે પાણીમાં ડૂબી ગયા, જાણો કેટલાં ફ્લાઈટો રદ

0

મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે. તમિલનાડુમાં કેટલાક વિસ્તારોમાં તો એવો ભારે વરસાદ પડ્યો કે રન-વે, હાઇવે, રહેણાંક સોસાયટીમાં પાણી જ પાણી થઈ ગયું છે. રન-વે પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટો રદ કરવાની નોબત આવી હતી.

આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તટીય વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો છે. અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ છેલ્લા ત્રણથી ચાર દિવસથી હાહાકાર જેવી સ્થિતિ સર્જી રહ્યો છે. એવું મનાય છે કે આજે અને આવતીકાલ ખૂબ જ ભારે વીતશે. એટલા માટે સરકારે લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરી દીધું છે.

વાવાઝોડાની અસરને પગલે ચેન્નઈના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું છે. જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આઈએમડીએ પહેલાથી જ વાવાઝોડા અંગે ચેતવણી જાહેર કરી દીધી હતી.

આ પણ વાંચો :-

અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માતમાં બે લોકોના મોત

0

અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભીમસરા પાટીયા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ઘટના સ્થળે જ બે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ભીમસરા પાટીયા પાસે વહેલી સવારે એક કાર રોડ પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં અને બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. નાના ચિલોડા કરાઈ કટ પાસે શનિવારે રાતે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ચાલકે અન્ય એક કાર અને એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય કારચાલકને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત કરનાર કારચાલક પોલીસકર્મી હતો તથા દારૂ પીધેલી હાલતમાં હતો.

આ દુર્ઘટનામાં બે લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, તો બે લોકોને ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ દ્વારા બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે આ ઘટના સર્જાઈ હતી. કારમાં સવાર લોકો અમદાવાદથી જામખંભાળીયા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો :-

તેલંગાણામાં વાયુસેનાનું તાલીમાર્થી વિમાન ક્રેશમાં ૨ પાયલોટ જવાનના મોત

0

તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે અને એક કેડેટ છે.

સોમવારે સવારે તેલંગાણાના મેડક જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં બે અધિકારીઓ હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના તુપરન મંડલમાં થયો હતો. તેમણે કહ્યું કે દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા. મેડક જિલ્લામાં એરફોર્સનું તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ તાલીમાર્થી વિમાન હૈદરાબાદ-ડિંડીગુલ એરફોર્સનું હતું. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું.

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ કહ્યું કે એએફએ હૈદરાબાદથી નિયમિત ટ્રેનિંગ ઉડાન દરમિયાન આજે સવારે જ પિલાટ્સ પીસી ૭ એમકે II વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. વિમાનમાં સવાર બંને પાઈલટને ગંભીર ઈજા થઈ હતી. જોકે કોઈપણ નાગરિકોની જાનહાનિ કે માલહાનિના અહેવાલ આવ્યા નથી. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે.

આ પણ વાંચો :-

ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી ૧૧ પર્વતખેડુના મોત

0

ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં ૧૧ પર્વતખેડુના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ ૧૧ પર્વતખેડુના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, જ્વાળામુખી નજીકથી ત્રણ પર્વતખેડુના જીવીત મળી આવ્યા છે અને કેટલાય પર્વતારોહકો હજુ પણ લાપતા છે. આ લાપતા પર્વતારોહકોની તલાશ કરવામાં આવી રહી છે.

શનિવારે ઘટનાના દિવસે કુલ ૭૫ પર્વતારોહકો માઉન્ટ મેરાપી પર હતા. જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ ગઈ છે. જેના કારણે પર્વતખેડુતો ગાયબ થઈ ગયા છે અને આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે. પર્વત પર ચઢવાના બે રસ્તા જ્વાળામુખી વિસ્ફોટ વાળા સ્થાનથી નજીક છે જેને હવે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ જ્વાળામુખીના મુખથી ૩ કિલોમીટર દૂર ઢોળાવ પર આવેલા ગામોને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા નીકળવાની આશંકા છે.

જ્વાળામુખી ફાટ્યા બાદ જ્વાળામુખીની રાખ ૩૦૦૦ મીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે. વહીવટીતંત્રએ લોકોને સાવચેતીના ભાગરૂપે ગોગલ્સ પહેરવાની સલાહ આપી છે જેથી તેમની આંખો જ્વાળામુખીની રાખથી સુરક્ષિત રહી શકે. માઉન્ટ મેરાપી જ્વાળામુખી જાન્યુઆરીથી સક્રિય છે.

આ પણ વાંચો :-

હવે વાવાઝોડું ‘મિચોંગ’ મચાવશે તબાહી! જાણો આ રાજ્યો ભારે વરસાદની આગાહી

0

ભારતીય હવામાન વિભાગએ ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને સોમવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ ચેતવણી તિરુવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ્ટાઈ, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ, તંજાવુર, અરિયાલુર, પેરામ્બલુર, કલ્લાકુરિચી, વેલ્લોર, તિરુપત્તુર, ધર્મપુરી, કૃષ્ણાગીરી અને તમિલના પુચ્છેડુ જિલ્લા માટે જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે પાણી ભરાવવા, લપસણો રસ્તાઓ, ટ્રાફિકની ચેતવણી આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ જણાવ્યું હતું કે તેની ટીમોએ સોમવારે રાત્રે ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે ગંભીર પાણી ભરાવાને કારણે પેરુંગાલથુર નજીક પીરકંકરણાઈ અને તાંબરમ વિસ્તારમાંથી લગભગ ૧૫ લોકોને બચાવ્યા છે. ચક્રવાત મિચોંગને કારણે આગામી દિવસોમાં સમગ્ર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમિલનાડુની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

ચક્રવાત મિચોંગ ૪ ડિસેમ્બરની બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ત્રાટકી શકે છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, તે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની ખૂબ જ સંભાવના છે. ત્યારપછી તે ઉત્તર તરફ લગભગ સમાંતર આગળ વધશે અને ૫ ડિસેમ્બરની બપોર દરમિયાન દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા અને નેલ્લોર અને નેલ્લોરની નજીક જશે. દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે માછલીપટ્ટનમની વચ્ચે એક ગંભીર ચક્રવાતી પસાર થશે, જેની મહત્તમ ઝડપ ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપેથી ૧૧૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે.

આ પણ વાંચો :-

ફિલિપાઈન્સમાં ૬.૮ તીવ્રતા ભયાનક ભૂકંપનો આંચકો, સુનામીની ચેતવણી

0

ફિલિપાઈન્સમાં મોડી રાતે ફરી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૮ મપાઈ હતી. જોકે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અમેરિકાની ભૂકંપ નિરીક્ષણ એજન્સીએ કહ્યું કે આ ભૂકંપ એક આફ્ટરશોક હોઈ શકે છે. અગાઉ બે દિવસમાં ફિલિપાઈન્સમાં અનેક ભૂકંપ આવ્યા હતા.

આ ભૂકંપ સવારે ૪ વાગ્યાથી ઠીક પહેલા મિંડાનાઓ ટાપુના હિનાટુઆન નગરપાલિકાથી લગભગ ૭૨ કિ.મી. ઉત્તર પૂર્વમાં 30 કિ.મી. ઊંડેથી આવ્યું હતું. આ ઉપરાંત રવિવારે ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને શનિવારે એ જ વિસ્તારમાં ૭.૬ની તીવ્રતાનો ભારે ભરખમ ભૂકંપ આવ્યો હતો. તેના પછી સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી.

રિંગ ઓફ ફાયર એક એવો વિસ્તાર છે જેમાં અનેક દેશો આવેલા છે. આ વિસ્તારમાં ભૂકંપ આવતા રહે છે. રિંગ ઓફ ફાયરમાં અનેક દેશોની ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા પર ચઢી જાય છે. આ જ કારણે ભૂકંપ આવતા રહે છે. ફિલિપાઈન્સ પણ રિંગ ઓફ ફાયરમાં આવે છે.

આ પણ વાંચો :-

૦૪ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીયક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જ‍ળવાય.કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

‌મિથુનઃ

આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ

માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

‌સિંહઃ

મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે. આથી સાવધાની જરૂરી.

કન્યાઃ

આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ

વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આગળ વધારે રહે. કુટુંબમાં શાંતિ ભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃ‌શ્ચિકઃ

નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ

ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ

નાણાંકીય ક્ષેત્રે નુકશાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવ ભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી કફની સમસ્યા રહે.

કુંભઃ

દામ્પત્ય ક્ષેત્રે આનંદ ભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મી‌નઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. દ્રઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.

૦૩ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ, સંતાનની પ્રગતિના સાક્ષી બની શકા, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય, પરિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતુ જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યાર બાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

‌મિથુનઃ

સરળ અને સિધ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

કર્કઃ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

‌સિંહઃ

આવક ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલાઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શકયતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂ રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃ‌શ્ચિકઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ ‌

માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકરઃ

આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃધ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સીંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ

માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઇ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીનઃ

પોતે સાચા અને બીજા ખોટા એવી વૃ‌ત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ દાખલ કરી ચાર્જશીટ

0

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ ૬૦ પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતા સંજય સિંહની ઓક્ટોબર ૨૦૨૩માં EDએ કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ત્યારથી સંજય સિંહ તિહાર જેલમાં બંધ છે. તેમણે જામીન માટે રાઉઝ એવેન્યુ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અરજી દાખલ કરી પરંતુ હજુ સુધી તેમને સફળતા નથી મળી.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ૨૪ નવેમ્બર ૨૦૨૩ના રોજ રાઉઝ એવેન્યુ કોર્ટે નિરાશ કરતા તેમની ન્યાયિક કસ્ટડી ૪ ડિસેમ્બર સુધી વધારી દીધી હતી. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં AAP નેતા સંજય સિંહની મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી હતી. ૨૪ નવેમ્બરે EDએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલે ટૂંક સમયમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

EDના વકીલની માંગ પર દિલ્હી કોર્ટે સંજય સિંહની કસ્ટડી ૪ ડિસેમ્બર સુધી વધારી દીધી. કોર્ટે EDને પૂછ્યું હતું કે ચાર્જશીટ ક્યારે દાખલ કરવામાં આવશે. EDના વકીલે કહ્યું હતું કે ૧ અથવા ૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી તે પ્રમાણે આગળ વધારી શકાય છે. કોર્ટે EDને કહ્યું હતું કે ૬૦ દિવસ પૂરા થવાના છે.

આ પણ વાંચો :-

ગરુડ ટકરાયું, ને F-૩૫A સ્ટીલ્થ ફાઈટર જેટ થઈ ગયુ ભંગાર

0

દુનિયામાં સૌથી મોંઘુ અને આધુનિક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું F-૩૫A સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ છે. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા છે. દક્ષિણ કોરિયાઈ વાયુ સેનાને એક પક્ષીના ટકરાવાના કારણે ઘણુ નુકસાન થયુ છે જે બાદ F-૩૫A સ્ટીલ્થ વિમાનને સેવામાંથી રિટાયર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૨માં એક ટ્રેનિંગ દરમ્યાન પક્ષીની ચક્કર લાગ્યા બાદ દક્ષિણ કોરિયાઈ F-૩૫ પાયલોટને ‘બેલી લેન્ડિંગ’ કરવા મજબુર થવુ પડ્યું હતુ. જેના કારણે F-૩૫ની ફ્લાઈટ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી.

દક્ષિણ કોરિયા વાયુસેનાએ ખુલાશો કર્યો હતો કે F-૩૫ વિમાનને એક ૧૦ કિલોના ગરુડે ટક્કર મારી હતી. આ દુર્ઘટના કારણે હાઈડ્રોલિક ડક્ટ અને વીજળી વિભાગમાં ભારે નુકસાન થયુ હતું. જેના કારણે લેન્ડિંગ ગિયર ચલાવવામાં ઘણી તકલીફ પડી રહી હતી. તેથી તાત્કાલિક રીતે વિમાનને બેલી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પરંતુ પાયલોટ સુરક્ષિત રહયો હતો.

ફાઈટર પ્લેનને રિપેર કરાવવા માટેનો ખર્ચ જાણી દક્ષિણ કોરિયાની એરફોર્સના હોશ ઉડી ગયા હતા. કંપનીએ તેના રિપેરિંગ માટેનો ખર્ચ ૧૪૦ અરબ વોન (૧૦.૭૬ કરોડ એટલે કે ૯૦૦ કરોડ રુપિયા) બતાવ્યો હતો. જ્યારે તેની ખરીદીની કિંમત ૭૫૦ કરોડ રુપિયા કરતા પણ ઘણી વધારે હતી. તેથી તેને જોતા વાયુસેનાએ F-૩૫ને રિટાયર કરી દેવામાં ભલાઈ સમજી હતી.

આ પણ વાંચો :-