Home Blog Page 882

૦૩ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ, સંતાનની પ્રગતિના સાક્ષી બની શકા, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય, પરિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતુ જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યાર બાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

‌મિથુનઃ

સરળ અને સિધ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

કર્કઃ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

‌સિંહઃ

આવક ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલાઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શકયતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂ રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃ‌શ્ચિકઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ ‌

માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકરઃ

આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃધ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સીંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ

માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઇ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીનઃ

પોતે સાચા અને બીજા ખોટા એવી વૃ‌ત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ દાખલ કરી ચાર્જશીટ

0

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ ૬૦ પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતા સંજય સિંહની ઓક્ટોબર ૨૦૨૩માં EDએ કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ત્યારથી સંજય સિંહ તિહાર જેલમાં બંધ છે. તેમણે જામીન માટે રાઉઝ એવેન્યુ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અરજી દાખલ કરી પરંતુ હજુ સુધી તેમને સફળતા નથી મળી.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ૨૪ નવેમ્બર ૨૦૨૩ના રોજ રાઉઝ એવેન્યુ કોર્ટે નિરાશ કરતા તેમની ન્યાયિક કસ્ટડી ૪ ડિસેમ્બર સુધી વધારી દીધી હતી. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં AAP નેતા સંજય સિંહની મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી હતી. ૨૪ નવેમ્બરે EDએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલે ટૂંક સમયમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

EDના વકીલની માંગ પર દિલ્હી કોર્ટે સંજય સિંહની કસ્ટડી ૪ ડિસેમ્બર સુધી વધારી દીધી. કોર્ટે EDને પૂછ્યું હતું કે ચાર્જશીટ ક્યારે દાખલ કરવામાં આવશે. EDના વકીલે કહ્યું હતું કે ૧ અથવા ૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી તે પ્રમાણે આગળ વધારી શકાય છે. કોર્ટે EDને કહ્યું હતું કે ૬૦ દિવસ પૂરા થવાના છે.

આ પણ વાંચો :-

ગરુડ ટકરાયું, ને F-૩૫A સ્ટીલ્થ ફાઈટર જેટ થઈ ગયુ ભંગાર

0

દુનિયામાં સૌથી મોંઘુ અને આધુનિક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું F-૩૫A સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ છે. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા છે. દક્ષિણ કોરિયાઈ વાયુ સેનાને એક પક્ષીના ટકરાવાના કારણે ઘણુ નુકસાન થયુ છે જે બાદ F-૩૫A સ્ટીલ્થ વિમાનને સેવામાંથી રિટાયર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૨માં એક ટ્રેનિંગ દરમ્યાન પક્ષીની ચક્કર લાગ્યા બાદ દક્ષિણ કોરિયાઈ F-૩૫ પાયલોટને ‘બેલી લેન્ડિંગ’ કરવા મજબુર થવુ પડ્યું હતુ. જેના કારણે F-૩૫ની ફ્લાઈટ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી.

દક્ષિણ કોરિયા વાયુસેનાએ ખુલાશો કર્યો હતો કે F-૩૫ વિમાનને એક ૧૦ કિલોના ગરુડે ટક્કર મારી હતી. આ દુર્ઘટના કારણે હાઈડ્રોલિક ડક્ટ અને વીજળી વિભાગમાં ભારે નુકસાન થયુ હતું. જેના કારણે લેન્ડિંગ ગિયર ચલાવવામાં ઘણી તકલીફ પડી રહી હતી. તેથી તાત્કાલિક રીતે વિમાનને બેલી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પરંતુ પાયલોટ સુરક્ષિત રહયો હતો.

ફાઈટર પ્લેનને રિપેર કરાવવા માટેનો ખર્ચ જાણી દક્ષિણ કોરિયાની એરફોર્સના હોશ ઉડી ગયા હતા. કંપનીએ તેના રિપેરિંગ માટેનો ખર્ચ ૧૪૦ અરબ વોન (૧૦.૭૬ કરોડ એટલે કે ૯૦૦ કરોડ રુપિયા) બતાવ્યો હતો. જ્યારે તેની ખરીદીની કિંમત ૭૫૦ કરોડ રુપિયા કરતા પણ ઘણી વધારે હતી. તેથી તેને જોતા વાયુસેનાએ F-૩૫ને રિટાયર કરી દેવામાં ભલાઈ સમજી હતી.

આ પણ વાંચો :-

દિલ્હીની તિહાડ જેલના કર્મીઓ સસ્પેન્ડ કારણ જાણશો તો ચોંકી જશો

0

દિલ્હીની તિહાડ જેલમાં ૫૦ કર્મચારીઓની છેતરપિંડીથી ભરતી કરવામાં આવી હતી. હવે આ તમામ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. છેતરપિંડીથી ભરતી કરાયેલા તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૦માં DSSB દ્વારા તિહાર જેલમાં વિવિધ પોસ્ટ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીઓ બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવી હતી. જો કે, જ્યારે DSSBએ પાછળથી વેરિફિકેશન કર્યું ત્યારે ૫૦ કર્મચારીઓના બાયોમેટ્રિક્સ અને ફોટા મેળ ખાતા ન હતા. આ પછી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

દિલ્હી સબઓર્ડિનેટ આર્મી સિલેક્શન બોર્ડે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં જેલ વિભાગમાં બાયોમેટ્રિક વેરિફિકેશન અભિયાન હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન જેલમાં રહેલા ઘણા કર્મચારીઓ સાથે અધિકારીઓનું બાયોમેટ્રિક વેરિફિકેશન મેચ થતું ન હતું. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. હવે આ મામલે ગેરરીતિ સામે આવ્યા બાદ ૫૦ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૧૯ પછી તિહાર જેલ સહિત દિલ્હી જેલ વિભાગમાં વોર્ડર અને આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટના રેન્ક પર DSSSB દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓ દ્વારા ભરતી કરવામાં આવી હતી. જ્યારે તેમના બાયોમેટ્રિક્સને ભરતી સમયે સાચવવામાં આવેલા ડેટા સાથે મેચ કરવામાં આવ્યા હતા, ત્યારે ૪૭ મિસમેચ મળી આવ્યા હતા. આ પછી, તિહાર જેલ સત્તાવાળાઓએ વચગાળાના પગલા તરીકે તમામ કર્મચારીઓ અને અધિકારીઓના પગાર અટકાવી દીધા હતા. આ બાદ, વિભાગીય સ્તરે દરેકને કારણદર્શક  નોટિસ આપવામાં આવી હતી. તે સમયે તિહાર જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે આ બેદરકારીની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો :-

મિઝોરમની મતગણતરી રવિવારે નહીં થાય

0

મિઝોરમમાં થયેલ વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ માટે મતગણતરીની તારીખને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના ચૂંટણી પંચે શુક્રવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખ બદલીને ૪ ડિસેમ્બર કરી છે. અગાઉ મતગણતરી રવિવાર ૩ ડિસેમ્બરે થવાની હતી. ચૂંટણી પંચે કહ્યું કે તારીખ બદલવાની માંગને ધ્યાનમાં રાખીને હવે મતગણતરી ૪ ડિસેમ્બરે થશે.

વાસ્તવમાં મિઝોરમમાં ૮૭ ટકાથી વધુ વસ્તી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે. ખ્રિસ્તી ધર્મના લોકો માટે રવિવારને ધાર્મિક દિવસ માનવામાં આવે છે. આ દિવસે, મિઝોરમના ગામડાઓ અને શહેરોમાં ચર્ચ સેવાઓ હાથ ધરવામાં આવે છે. સાદી ભાષામાં, આ દિવસે ખ્રિસ્તી લોકો તેમનો દિવસ ભગવાનને સમર્પિત કરે છે.

ભાજપ, કોંગ્રેસ અને શાસક એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો આ માંગ સાથે સંમત થયા હતા. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્રો પણ લખ્યા હતા. પત્રમાં લખવામાં આવ્યું છે કે મિઝોરમમાં રવિવારે કોઈ સત્તાવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમાં રાજકીય પક્ષો ઉપરાંત એનજીઓના પ્રમુખોની પણ સહી હતી. તમને જણાવી દઈએ કે મિઝોરમ વિધાનસભામાં ૪૦ સીટો છે. અહીં ૭ નવેમ્બરે મતદાન થયું હતું. આ વખતે રાજ્યમાં કુલ ૭૮.૪૦ ટકા મતદાન થયું હતું.

આ પણ વાંચો :-

બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી

0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈ મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાશે અને અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણમાં વધારો થશે. આ સાથે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને તે કારણે ૨૦ ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. મહત્વનું છે કે, રાજ્યના હવામાન વિભાગે પણ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ કહે છે કે, બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રાવાત ફૂંકાવાની સાથે અરબી સમુદ્રમાં ભેજનુ પ્રમાણમાં વધારો થશે. આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે અને ૨૦ ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે. જેથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે ૧૪, ૧૫, ૧૬ તારીખ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતારણ જોવા મળશે.

રાજ્યમાં માવઠા બાદ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી ૩ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે આજથી રાજ્યમાં ૩ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી તો અનેક છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં મતગણતરી પહેલા જ નક્સલી હુમલામાં CRPFના ૨ જવાન ઈજાગ્રસ્ત

0

છત્તીસગઢમાં મતગણતરી પહેલા જ નક્સલી હુમલાના સમાચાર સામે આવ્યા છે. આજે સવારે નક્સલવાદીઓએ દંતેવાડાના બરસૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મ અંજામ આપ્યો છે. IED બ્લાસ્ટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. IED બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યાં ૧૯૫મી બટાલિયનના જવાન એક પુલની પાસે બેનર પોસ્ટરો હટાવવામાં લાગેલા હતા. ઈજાગ્રસ્ત બંને જવાનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન પણ ધમતરીમાં CRPFની ટીમ પર નક્સલી હુમલો થયો હતો. પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર નક્સલવાદીઓએ એક પછી એક IED બ્લાસ્ટ કર્યા. આ દરમિયાન બાઈક પર સવાર બે સીઆરપીએફ જવાનોનો માંડ-માંડ બચ્યા. સ્થળ પર બે IEDની પુષ્ટિ થઈ હતી. સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે નક્સલવાદીઓએ આ બ્લાસ્ટ કર્યો હતો.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે એટલે કે 3જી ડિસેમ્બરે યોજાવાની છે. આવી સ્થિતિમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નક્સલી ઘટના બાદ આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં ૫.૬ અને લદ્દાખમાં ૩.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકા

0

સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમાં આજે સવારે ૯ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળ સુધી અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૬ આંકવામાં આવી હતી.

બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજી તરફ આજે સવારે ૮:૨૫ વાગ્યે લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૪ આંકવામાં આવી હતી. રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના નુકશાનની સૂચના નથી મળી. બાંગ્લાદેશમાં આવેલા ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા. પશ્ચિમ બંગાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં કોઈ નુકસાનના સમાચાર નથી.

આ પણ વાંચો :-

સુરતમાં મેટ્રો કામગીરી લઇ ને સોમવારે ૬ લાખ ઘરોમાં પાણી પુરવઠો બંધ રહેશે

0

સુરતમાં આવતીકાલે એટલે કે સોમવારે સુરતના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી નહીં મળે. મહત્વનું છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી કરાશે. જેને લઈ સોમવારે ૬ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. વિગતો મુજબ સુરતના વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે.

રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો શરૂ થવાની છે. જેને લઈ હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઇન શિફ્ટ કરવામાં આવશે. જેથી લાઇન શિફ્ટીંગની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ રહેશે. સુરતના વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં  પાણી પુરવઠો ખોરવાશે જેથી સોમવારે ૬ લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. મહત્વનું છે કે, લંબેહનુમાન રોડ લાભેશ્વર ભવન ખાતે સોમવારે પાણી કાપ રહેશે. સવારે ૪ કલાકથી રાત્રે ૧૧ કલાક સુધી કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

તમિલનાડુમાં EDના અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0

તમિલનાડુમાં EDના અધિકારી અંકિત તિવારી શુક્રવારે એક ડૉક્ટર પાસેથી ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ પછી તમિલનાડુ વિજિલન્સ અને એન્ટી કરપ્શન વિંગે મદુરાઈમાં ED સબ ઝોનલ ઓફિસ પર દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી અંકિત તિવારી પર ભ્રષ્ટાચારનો આરોપ છે, જેના કારણે આ દરોડા પાડવામાં આવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો CRPFના જવાનો પણ દરોડા દરમિયાન મદુરાઈમાં ED ઓફિસ પહોંચ્યા હતા. તમિલનાડુ ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC)ના અધિકારીઓની સર્ચ બાદ મદુરાઈમાં ED સબ-ઝોનલ ઑફિસને તાળું મારી દીધું હતું.

ED અધિકારી અંકિત તિવારી અને અન્ય અધિકારીઓએ ઘણા લોકોને ધમકાવીને લાંચ વસૂલવાનું કામ કર્યું છે. તેમનું કહેવું છે કે લાંચ લીધા બાદ તેઓ EDમાં ચાલી રહેલા કેસને બંધ કરાવી દેશે. એ જ રીતે, તેણે એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને તે સ્વીકારતી વખતે, અંકિત તિવારીની રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે તે બ્લેકમેલિંગ અને ધમકીઓ સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ અંકિત તિવારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઓફિસર છે અને મદુરાઈની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં કેન્દ્રીય કર્મચારી તરીકે કામ કરે છે.

ED અધિકારી અંકિત તિવારી પર લાગેલા આરોપો પર તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે. અન્નામલાઈ માને છે કે માત્ર એક વ્યક્તિની ભૂલને કારણે સમગ્ર EDને જવાબદાર ઠેરવવી જોઈએ નહીં. તેમણે કહ્યું, DVAC એ ED વિભાગના એક અધિકારીની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આવું પહેલીવાર નથી થયું કે છેલ્લી વાર પણ નથી.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી