દિલ્હીની તિહાડ જેલના કર્મીઓ સસ્પેન્ડ કારણ જાણશો તો ચોંકી જશો

Share this story

દિલ્હીની તિહાડ જેલમાં ૫૦ કર્મચારીઓની છેતરપિંડીથી ભરતી કરવામાં આવી હતી. હવે આ તમામ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. છેતરપિંડીથી ભરતી કરાયેલા તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૦માં DSSB દ્વારા તિહાર જેલમાં વિવિધ પોસ્ટ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીઓ બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવી હતી. જો કે, જ્યારે DSSBએ પાછળથી વેરિફિકેશન કર્યું ત્યારે ૫૦ કર્મચારીઓના બાયોમેટ્રિક્સ અને ફોટા મેળ ખાતા ન હતા. આ પછી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

દિલ્હી સબઓર્ડિનેટ આર્મી સિલેક્શન બોર્ડે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં જેલ વિભાગમાં બાયોમેટ્રિક વેરિફિકેશન અભિયાન હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન જેલમાં રહેલા ઘણા કર્મચારીઓ સાથે અધિકારીઓનું બાયોમેટ્રિક વેરિફિકેશન મેચ થતું ન હતું. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ આ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. હવે આ મામલે ગેરરીતિ સામે આવ્યા બાદ ૫૦ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૧૯ પછી તિહાર જેલ સહિત દિલ્હી જેલ વિભાગમાં વોર્ડર અને આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટના રેન્ક પર DSSSB દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓ દ્વારા ભરતી કરવામાં આવી હતી. જ્યારે તેમના બાયોમેટ્રિક્સને ભરતી સમયે સાચવવામાં આવેલા ડેટા સાથે મેચ કરવામાં આવ્યા હતા, ત્યારે ૪૭ મિસમેચ મળી આવ્યા હતા. આ પછી, તિહાર જેલ સત્તાવાળાઓએ વચગાળાના પગલા તરીકે તમામ કર્મચારીઓ અને અધિકારીઓના પગાર અટકાવી દીધા હતા. આ બાદ, વિભાગીય સ્તરે દરેકને કારણદર્શક  નોટિસ આપવામાં આવી હતી. તે સમયે તિહાર જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે આ બેદરકારીની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો :-