તમિલનાડુમાં EDના અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Share this story

તમિલનાડુમાં EDના અધિકારી અંકિત તિવારી શુક્રવારે એક ડૉક્ટર પાસેથી ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ પછી તમિલનાડુ વિજિલન્સ અને એન્ટી કરપ્શન વિંગે મદુરાઈમાં ED સબ ઝોનલ ઓફિસ પર દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી અંકિત તિવારી પર ભ્રષ્ટાચારનો આરોપ છે, જેના કારણે આ દરોડા પાડવામાં આવ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો CRPFના જવાનો પણ દરોડા દરમિયાન મદુરાઈમાં ED ઓફિસ પહોંચ્યા હતા. તમિલનાડુ ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC)ના અધિકારીઓની સર્ચ બાદ મદુરાઈમાં ED સબ-ઝોનલ ઑફિસને તાળું મારી દીધું હતું.

ED અધિકારી અંકિત તિવારી અને અન્ય અધિકારીઓએ ઘણા લોકોને ધમકાવીને લાંચ વસૂલવાનું કામ કર્યું છે. તેમનું કહેવું છે કે લાંચ લીધા બાદ તેઓ EDમાં ચાલી રહેલા કેસને બંધ કરાવી દેશે. એ જ રીતે, તેણે એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને તે સ્વીકારતી વખતે, અંકિત તિવારીની રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે તે બ્લેકમેલિંગ અને ધમકીઓ સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ અંકિત તિવારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઓફિસર છે અને મદુરાઈની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં કેન્દ્રીય કર્મચારી તરીકે કામ કરે છે.

ED અધિકારી અંકિત તિવારી પર લાગેલા આરોપો પર તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે. અન્નામલાઈ માને છે કે માત્ર એક વ્યક્તિની ભૂલને કારણે સમગ્ર EDને જવાબદાર ઠેરવવી જોઈએ નહીં. તેમણે કહ્યું, DVAC એ ED વિભાગના એક અધિકારીની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો અને હવે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આવું પહેલીવાર નથી થયું કે છેલ્લી વાર પણ નથી.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી