ઈરાને ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત ૩૩ નવા દેશોના વિઝિટર્સ માટે વિઝાની અનિવાર્યતા રદ્દ કરી નાખી છે. એવામાં હવે ઈરાનની યાત્રા પર જવા માટે ભારતીય નાગરિકોને વીઝાની જરૂર નહીં રહે. ઈરાનની સાંસ્કૃતિક વિરાસત, પર્યટન અને હસ્તશિલ્પ મંત્રી અઝાતુલ્લા જર્ગહામીએ શુક્રવારે જણાવ્યું કે આ પગલું દુનિયાભરના દેશોથી વધારે પ્રવાસીઓને આકર્ષિત કરવા અને ઈરાનની યાત્રા કરનાર પર્યટકોની સંખ્યાને પ્રોત્સાહન આપવા માટે ભરવામાં આવી રહ્યું છે.
મલેશિયા, શ્રીલંકા-થાઇલેન્ડ બાદ હવેથી ભારતીયોમાટે આ દેશમાં પણ વીઝાની ફ્રી એન્ટ્રી
મહાવીર રૂંગટાને ધમકાવવા મામલે મુખ્તાર અંસારી દોષિત, કોર્ટે સંભળાવી સાડા પાંચ વર્ષની સજા
માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. વારાણસીની MP MLA કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. ધમકી આપવા મામલે એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન (પ્રથમ) અને MP-MLAએ કોર્ટના પીઠાસીન અધિકારી ઉજ્જવલ ઉપાધ્યાયે આજે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. મામલો કોલસાના વેપારી મહાવીર રૂંગટાને ધમકી આપવાનો છે. મહાવી રૂંગટા કોલસાના વેપારી નંદ કિશોર રૂંગટાના ભાઈ છે. નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપ છે કે, મુખ્તાર અંસારીએ પૈસા માટે નંદ કિશોર રૂંગટાનું અપહરણ કરાવ્યુ હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંડણી વસૂલવામાં આવી હોવા છતાં નંદ કિશોર રૂંગટાની હત્યા કરી દેવામાં આવી હતી.
વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં મહાવીર રૂંગટાએ કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટે મહાવીર રૂંગટાને ધમકી આપવાના કેસમાં મુખ્તાર અંસારીને દોષી ઠેરવી સજાનું એલાન કર્યું છે. કોર્ટે મુખ્તાર અંસારીને સાડા પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે મુખ્તાર અંસારીને ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
રવિન્દ્રપુરી કોલોનીમાં રહેતા કોલસાના વેપારી નંદ કિશોર રૂંગટાનું ૨૨ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસની ચર્ચા વચ્ચે, ૫ નવેમ્બર, ૧૯૯૭ ના રોજ સાંજે, નંદ કિશોર રૂંગટાના ભાઈ મહાવીર પ્રસાદ રૂંગટાને ફોન કરવામાં આવ્યો હતો અને અપહરણનો કેસ ન ચલાવવાની ધમકી આપવામાં આવી હતી, નહીં તો બોમ્બથી હુમલો કરવામાં આવશે. આ કેસમાં ૧ ડિસેમ્બર, ૧૯૯૭ના રોજ ભેલુપુર પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અંસારી વિરુદ્ધ ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-
સુરતના કડોદરા GIDCની મહેશ ડાઈંગ મિલમાં ભીષણ આગ
કડોદરા GIDCની મહેશ ડાઈંગ મિલમાં આગ ફાટી નીકળી છે. મિલની અંદર કેમિકલ અને કપડું હોવાના લીધે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને સમગ્ર મિલને ઝપેટમાં લઈ લીધી હતી. આગ પર કાબુ મેળવવાની કોઈ શક્યતા ન દેખાતા કારીગરો બહારની તરફ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
દરમિયાન મહેશ ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે કડોદરા GIDC વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભીષણ આગ પર કાબુ મેળવવા માટે બારડોલી, પીઇપીએલ, કામરેજ સહિત ૧૦થી વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીની આગને પ્રસરતી અટકાવવાની સાથે તેની પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ઔદ્યોગિક નગરી સુરતમાં આવરનવાર અકસ્માતો બનતા રહે છે. ખાસ કરીને કારખાના, ફેક્ટરીઓમાં આગના બનાવો અનેકોવાર બનતા રહે છે. આવો જ એક બનાવ આજે શહેરના કડોદરા વિસ્તારની GIDCમાં બન્યો છે. કડોદરા GIDCમાં આવેલી મહેશ ડાઇંગ મિલમાં આજે શુક્રવારે તા. ૧૫ ડિસેમ્બરના રોજ ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ હતી કે તેની જવાળાઓ ઊંચે સુધી ઉઠી હતી, જેને દૂરથી પણ જોઈ શકાતી હતી. આગ ઓલવવા માટે ૧૦થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો :-
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને કોઈ રાહત ન આપી. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.
મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ મામલે હિન્દૂ પક્ષને મોટી સફળતા મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે પરિસરના સર્વેની ગઈકાલે મંજૂરી આપી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરથી જોડાયેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની દેખરેખમાં એક એડવોકેટ કમિશ્નરની નિયુક્તિની માંગ સ્વીકારી લીધી છે. હવે કોર્ટ ૧૮ ડિસેમ્બરે નક્કી કરશે કે સર્વેની રૂપરેખા શું હશે. મતલબ કે સર્વે ક્યાં સુધી ચાલશે, પરિસરના કયા કયા ભાગમાં થશે સર્વે, સર્વેમાં કેટલા લોકો રહેશે સામેલ. આ તમામ પાસાઓ પર ૧૮ ડિસેમ્બરે હાઈકોર્ટ નિર્ણય લેશે.
મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે જેમાં મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ પર ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટે સર્વેની મંજુરી સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ જણાવ્યું છે. ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળને અડીને આવેલી મસ્જિદમાં એડવોકેટ પાસેથી સર્વે કરાવવાની માંગણી કરવા માટે ૧૮ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈકોર્ટે એક સાથે સુનાવણી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદના સ્તંભના પાયામાં હિન્દુ ધર્મનું પ્રતીક છે જે મંદિરની કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે.
આ પણ વાંચો :-
સુરતમાં ૮ વર્ષનો બાળક બીજા માળેથી ૨૫ ફૂટ નીચે પટકાતા, હાલત ગંભીર
સુરતના વેસુ વિસ્તારમાં ૮ વર્ષીય બાળક નવનિર્મિત બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ૨૫ ફૂટ નીચે બેઝમેન્ટમાં લિફ્ટની વેલમાં પટકાયો. જેને પગલે માતા દોડી ગઈ હતી અને જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે ૧૦૮માં એમ્બ્યુલન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકને તાત્કાલિક દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો દીકરો મસ્તી કરતો હતો એ દરમિયાન બીજા માળેથી પટકાયો હતો.
બિહારનો સુંદરલાલ શર્મા બિલ્ડીંગમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વેસુ વિસ્તારમાં આવેલા અવધ નામની સાઈટ પર કામ કરે છે. અને પરિવાર સાથે ત્યાં જ રહે છે. પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. સૌથી નાનો દીકરો બંટી છે. શ્રમિકાનો સંતાનોને નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે અભ્યાસ કરાવવામાં આવે છે. અભ્યાસ બાદ બાળકો મસ્તી કરતા હતા. મસ્તી કરતા બાળકનો પગ સ્લીપ થયો ને બીજા માળેથી નીચે પટકાયો હતો. ૧૦૮માં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ બાળકની હાલત નાજૂક હોવાનું સામે આવ્યું છે.
૧૦૮ની ટીમ દ્વ્રારા બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ને પહોચતા ટ્રોમા સેંટરમાં દાખલ કરી દેવામાં આવે છે. હાલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકની સારવાર ચાલી રહી હોવાનું સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જો કે બાળક ગંભીર હોવાનું તબીબો દ્વારા કહેવાયું છે.
આ પણ વાંચો :-
ડેડીયાપાડા કોર્ટે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
ડેડીયાપાડાના AAPના MLA ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ આજે તેમને કોર્ટમાં લઈ જવાયા હતા જ્યાં પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે સરેન્ડર કર્યા બાદ આજે તેમને ડેડીયાપાડા કોર્ટમાં લઈ જવાયા હતા. રાજપીપળા LCB દ્વારા ચૈતર વાસાવાની પૂછપરછ કરાઈ હતી. જે બાદમાં પોલીસે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટે ચૈતર વસાવાના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તેઓ એક મહિનાથી ફરાર હતા. જોકે ગઈકાલે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ ઉપરાંત હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ મામલામાં પોલીસે FIR દાખલ કર્યા બાદ તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :-
ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા CM તરીકે શપથગ્રહણ કર્યા
રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા તેમના માતા-પિતાના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા. ભજનલાલ શર્માએ રાજસ્થાનના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
ભજનલાલ શર્મા ૧૫મી ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. પોતાના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ભજનલાલ માટે બેવડી ખુશી છે. મહત્વનું છે કે, ભજનલાલે ગુરુવારે રાત્રે ૧૨ વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી અને તેમના સમર્થકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. આ શિબિરનું આયોજન ધોલપુરમાં કરવામાં આવશે.
ચૂંટણી પંચમાં દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ ૫૬ વર્ષીય ભજનલાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમની કુલ જાહેર કરેલી સંપત્તિ ૧.૪૦ કરોડ રૂપિયા. તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલી ૨૦૨૩ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને ૪૮,૦૮૧ મતોના માર્જિનથી હરાવીને સાંગાનેર બેઠક જીતી હતી. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. જોકે ભજનલાલ શર્મા ચાર વખત ભાજપના પ્રદેશ મહાસચિવ રહી ચૂક્યા છે. RSS અને ABVP સાથે પણ લાંબા સમયથી જોડાયેલા છે.
આ પણ વાંચો :-
મોરબીમાં નકલી ટોલનાકાનું પ્રકરણમાં ૧૧ દિવસ બાદ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર
મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના કેસમાં પોલીસ ફરિયાદના ૧૦ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મોરબીમાં નકલી ટોલનાકા મામલે પાટીદાર આગેવાન જેરામભાઈના દીકરા અમરશી પટેલ સહિત રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આમ છતાં હજી સુધી આરોપીઓ નહીં પકડાતાં અનેક સવાલો ઊભા થયા છે.
બામણબોર-કચ્છ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ગેરકાયદે રસ્તાઓ બનાવીને લાખો રૂપિયા ઉઘરાવવામાં આવતા પ્રકરણમાં વધુ એક ખુલાસો થયો છે જેમાં એક સ્થાનિક યુવાને આ મામલે અગાઉ મોદી અને ગડકરીને પણ લેખિત ફરિયાદ કરી ગેરકાયદે ટોલનાકા અંગે જાણ કરી હોવાનું બહાર આવ્યું છે.જેમાં વઘાસિયા ગામમાં રહેતા દિલીપભાઈ કરશનભાઇ વાઢેર નામના ખેડૂતે ૨૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીને ઉદ્દેશીને ટોલનાકા નજીક ચાલતા ખેલ મામલે સ્ફોટક પત્ર લખ્યો હતો.
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત ૫ લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો :-
સેન્સેક્સનો આજે આ નવો રેકોર્ડ સ્થાપી દીધો, રોકાણકારોને બખ્ખા
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ પોઈન્ટનો સંવેદનશીલ ઈન્ડેક્સ ‘સેન્સેક્સ‘ શુક્રવારે વધુ એક માઈલસ્ટોન પાર કરી ગયો હતો. આજના કારોબારની શરૂઆતના લગભગ એક કલાક બાદ સેન્સેક્સે ૭૧,૦૦૦નો આંકડો પાર કર્યો હતો.
સેન્સેક્સ ૭૧,૦૮૪ના આંકડાને સ્પર્શી ગયો છે અને હાલમાં ૭૧ હજારની નીચે ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEનો મુખ્ય સૂચકાંક નિફ્ટી ૨૧,૩૦૦ની ઉપર પહોંચી ગયો છે.
ગઇ કાલે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ તરફથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે બજારમાં તેજી આવી છે. ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલે બુધવારે સંકેત આપ્યો હતો કે ફુગાવો નિયંત્રણમાં રહેશે તેવી અપેક્ષાને કારણે ૨૦૨૪માં વ્યાજ દરોમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો :-

