મલેશિયા, શ્રીલંકા-થાઇલેન્ડ બાદ હવેથી ભારતીયોમાટે આ દેશમાં પણ વીઝાની ફ્રી એન્ટ્રી

Share this story

ઈરાને ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત ૩૩ નવા દેશોના વિઝિટર્સ માટે વિઝાની અનિવાર્યતા રદ્દ કરી નાખી છે. એવામાં હવે ઈરાનની યાત્રા પર જવા માટે ભારતીય નાગરિકોને વીઝાની જરૂર નહીં રહે. ઈરાનની સાંસ્કૃતિક વિરાસત, પર્યટન અને હસ્તશિલ્પ મંત્રી અઝાતુલ્લા જર્ગહામીએ શુક્રવારે જણાવ્યું કે આ પગલું દુનિયાભરના દેશોથી વધારે પ્રવાસીઓને આકર્ષિત કરવા અને ઈરાનની યાત્રા કરનાર પર્યટકોની સંખ્યાને પ્રોત્સાહન આપવા માટે ભરવામાં આવી રહ્યું છે.

વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષવા અને ઈરાનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.તાજેતરમાં જ મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામે ભારતના મુલાકાતીઓ માટે વિઝાની આવશ્યકતાઓને રદ કરી હતી. ભારત આઉટબાઉન્ડ ટુરિઝમ માટે સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે.
ભારત, રશિય, UAE, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, મોરિટાનિયા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરિશિયસ, ઇન્ડોનેશિયા, દારુસલામ, જાપાન, સિંગાપોર, કંબોડિયા, મલેશિયા, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા, હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસ માટે વિઝાની જરૂરિયાત રદ કરી છે.