Home Blog Page 861

સુરતના વેપારીએ બનાવ્યો રામમંદિરની થીમ પર ૫ હજાર ડાયમંડ, ૨ કિલો ચાંદીનો નેકલેસ

0

સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં ૪૦ જેટલા કારીગરો અને ૩૦ દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. જેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના, ચાંદી અને ૫,૦૦૦ અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામમંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે.

વંંુપરુપ

સુરતમાં રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસમાં ભગવાન રામ અને માતા સીતા ઉપરાંત લક્ષ્મણની મૂર્તિ છે. આ સાથે જ નેકલેસમાં ભગવાન હનુમાનની મૂર્તિ પણ છે. નેકલેસની આસપાસ બારહસિંઘાનો આકાર પણ બનાવવામાં આવ્યો છે. હીરાના વેપારીનું કહેવું છે કે, તેણે આ નેકલેસ કોઈ કોમર્શિયલ હેતુ માટે નહીં પરંતુ રામ મંદિરને ગિફ્ટ કરવા માટે બનાવ્યો છે.

રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસને બનાવવા માટે ૪૦ કારીગરોએ મહેનત કરીને ૩૫ દિવસમાં તૈયાર કર્યો છે. નેકલેસ બનાવ્યા પછી, તે ખૂબ જ સુંદર લાગે છે. આ સમગ્ર નેકલેસની ડિઝાઇનમાં ૫ હજાર અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હીરાનો આ હાર ૨ કિલો ચાંદીનો બનેલો છે.

આ પણ વાંચો :-

ભારતીય સંસદના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી! વિપક્ષના ૧૪૧ સાંસદની હકાલપટ્ટી

0

સંસદની સુરક્ષામાં ચૂકના મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ સાથે વિપક્ષનો હોબાળો ગૃહમાં જોવા મળ્યો હતો. જેને લઈ આજે ફરી લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, SP સાંસદ ડિમ્પલ યાદવ અને NCP સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે. આજે ૪૧ સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના આઠ સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં ૧૪૧ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ૧૮ ડિસેમ્બર સુધી કુલ ૯૨ સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરૂર, બસપાના દાનિશ અલી, એનસીપીના સુપ્રિયા સુલે, સપા સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિમ્પલ યાદવ અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસે સસ્પેન્શનની કાર્યવાહીને લોકશાહીનો અવાજ દબાવનારી ગણાવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ તાનાશાહી સરકારે તમામ લોકતાંત્રિક મૂલ્યોને કચરાપેટીમાં ફેંકી દીધા હતા. આ સરકારે સંસદ પ્રત્યે કોઈ જવાબદારી દાખવી નથી. ઉલટું જવાબ માંગનારાઓ સામે જ કાર્યવાહી કરી રહી છે. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે બંને ગૃહોમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે પાંચ અરજીઓ ફગાવી

0

જ્ઞાનવાપી કેસમાં ઇલાહાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ટાઇટલ સૂટને પડકાર આપતી મુસ્લિમ પક્ષની તમામ ૫ અરજીઓ ફગાવી દીધી છે. આ ચુકાદો જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચે સંભળાવ્યો છે. મુસ્લિમ પક્ષે હિન્દૂ પક્ષના ૧૯૯૧ના કેસને પડકાર આપતા ઇલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. અંજુમન ઇંતેજામિયા કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે ઇલાહાબાદ હાઇકોર્ટમાં ૧૯૯૧માં વારાણસીની કોર્ટમાં દાખલ મૂળ દાવાની જાળવણીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી.

આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં પૂર્ણ થયા બાદ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેચે ૮ ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પાંચ અરજીઓમાંથી બે અરજીઓ એએસઆઈ સર્વે વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ અરજીઓ સિવિલ સુટની જાળવણી પર હતી. હવે આ પાંચ અરજીને ફગાવી દેવામાં આવી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. વારાણસીના જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે માલિકી વિવાદના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની પાંચેય અરજીઓ ફગાવી દીધી હતી. આ ચુકાદો ૧૯૯૧માં હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ પર સંભળાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

સુરતમાં પોલીસ કર્મચારીની હત્યા કરી ફરાર આરોપી ૧૯ વર્ષે બાદ મુંબઈથી કેવી રીતે મળ્યો?

0

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર છેલ્લા એક વર્ષથી ઓપરેશન ફરારના નામે ગુનેગારોને પકડવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસ હત્યા, લૂંટ, બળાત્કાર અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા ગુનેગારોને પકડવામાં સફળ રહી છે. ઓપરેશન એસ્કોન્ડ અંતર્ગત સુરત પોલીસની ટીમે વધુ એક મોસ્ટ વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી છે. જેની ધરપકડ કરવામાં સફળતા મળી છે. એક વ્યક્તિ જે છેલ્લા ૧૯ વર્ષથી પોલીસ ડાયરીમાં ફરાર હતો.

સુરત શહેર પોલીસ ચોપડે નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેર પીસીબી ને ખાસ સૂચના આપી છે.ગંભીર પ્રકારના ગુનામાં ફરાર ટોપ-૧૬ આરોપીઓની શહેર પોલીસ દ્વારા એક યાદી બનાવી ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે.જે આરોપીઓ અંગેની માહિતી આપનાર અથવા પકડી પાડનાર પોલીસ જવાનોને ઇનામ પણ જાહેર કરવામાં આવે છે.જે અન્વયે ટોપ-૧૬ યાદીમાં શામેલ અને પોલીસ કર્મચારીની હત્યા,લૂંટ અને ધાડ સહિત લોક-અપ તોડી ફરાર થઇ ગયેલા મુખ્ય સૂત્રધારની છેલ્લાં ૧૯ વર્ષે ધરપકડ કરવામાં સુરત પીસીબીને સફળતા મળી છે.

સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું કે, પોલીસના હાથે ઝડપાયેલા આ વ્યક્તિ રાજુ ઉર્ફે સુદર્શન પવારે સપ્ટેમ્બર ૨૦૦૪માં તેના મિત્ર શિવાનંદ ઉર્ફે દગડુ ટકસન કાલે (પારગી), વિષ્ણુભાઈ ઉર્ફે કટ્ટા પવાર અને અન્ય સાગરિતોની હત્યા કરી હતી. તેઓ સાથે મળીને સુરતના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર લૂંટ કરવા નીકળ્યા હતા, તે સમયે તેઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી. જેના કારણે આ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સુરતના ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૯૬ અને ૩૦૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તે સમયે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે ૧૯ ઓક્ટોબર ૨૦૦૫ના રોજ લોકઅપ તોડીને તેઓ નાસી છૂટ્યા હતા. બાદમાં શિવાનંદ કાલે પારઘી અને વિષ્ણુ કટ્ટા પવાર પોલીસ ટીમના હાથે ઝડપાઈ ગયા હતા અને રાજુ ઉર્ફે સુદર્શન પવાર ફરાર થઈ ગયો હતો. રાજુ સામે હત્યા, હુમલો અને લૂંટના ૭ કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ખંભાતના MLA ચિરાગ પટેલ આપશે રાજીનામું!

0

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે સુત્રોમાંથી માહિતી મળી રહી છે કે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ આજે રાજીનામુ આપી શકે છે.

વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપાતું હોય છે ત્યારે ગયા અઠવાડિયાની જેમ અધ્યક્ષના કાર્યાલયની ગતિવિધી તેજ થાય તેવી જાણકારી મળી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજીનામુંઆપનાર ધારાસભ્ય સવારે ૧૧ વાગ્યે વિધાનસભા પરિસર પહોંચનાર છે. ૧૮૦ સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને ૧૮૧ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે ૧૮૦ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૧૭નું છે. ચિરાગ પટેલ ૨૦૨૨ની વિધાસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલને ૩૭૧૧ મતથી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા.

આ પણ વાંચો :-

ચીનના ગાંસુ પ્રાંતમાં ૬.૨ની ભૂકંપનો આચંકો, જેમાં ૧૧૧ લોકોના મોત

0

ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ માપવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો. ગાંસુના પ્રાંતીય ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા એટલી મજબૂત હતી કે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. એપીના અહેવાલ મુજબ ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ૬.૨ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકો માર્યા ગયા છે જ્યારે ૩૨૦ લોકો ઘાયલ થયા છે. વિસ્તારમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે.

આ પહેલા પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતો. ગાંસુના પ્રાંતીય ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ખૂબજ હતી કે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. જ્યારે ૨૩૦થી વધુ ઘાયલ થયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન કાઉન્ટી, ડિયાઓઝી અને કિંઘાઈ પ્રાંતમાં થયું છે.

ભૂકંપનું કેન્દ્ર ૩૫.૭ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૧૦૨.૭૯ ડિગ્રી પૂર્વ રેખાંશમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઇમરજન્સી સેવાઓએ લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું છે અને પીડિતોની મદદ માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

૧૯ ડિસેમ્બર, ૨૦૨૩/ મંગળવારના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂ. કાર્યક્ષેત્રે પત્નિનો પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ

ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શકશો. સંતાનોની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.
‌

મિથુનઃ

સા‌હસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસઘાતથી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ

મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણોથી આવક વધતી જણાય. સંતાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રોથી લાભ.

‌સિંહઃ

આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. પારિવારિક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી ઉપદ્રવ રહે. મિત્રોથી ચિંતા રહે.

કન્યાઃ

કવિતા, સ‌ાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વક્તા, કાર્ય કુશળ બનશો. ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઇ રહેશે.

તુલાઃ

દિવસ દરમ્યાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃ‌શ્ચિકઃ

નાણાંકીય બાબતોમાં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃધ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી  ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ

ધાર્મિક કાર્યોમાં મન પરોવાય, નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથીની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ

પરોપકારની ભાવના પેદા થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગીદારો સહકાર્યકર્તાઓ સાથે મુમેળ જળવાશે.

કુંભઃ

ભુલથી ચીજ વસ્તુ ખોવાઇ જાય, ફુડ પોઇઝનીંગ કે દવાના રીએકશનથી સાચવવું. ઝેરી-જંતુ, કુતરુ કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. એકંદરે દિવસ દર‌મ્યાન મિશ્રફળનો અનુભવ થાય.

મીનઃ

સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ૫.૫ તીવ્રતાના ભૂકંપના આંચકા

0

સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ માપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી ૧૦ કિલોમીટર નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં ૧૦ કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં તીવ્રતા ૩.૮ માપવામાં આવી હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ લદ્દાખનો કારગિલ પ્રદેશ હોવાનું કહેવાય છે. બપોરે ૩:૪૮ વાગ્યે ધરતી ધ્રૂજી ઉઠી હતી. લોકોએ જણાવ્યું કે તેઓને બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજો આંચકો પહેલા કરતા ઓછી તીવ્રતાનો હતો. ઘણી જગ્યાએ લોકો, ભૂકંપના આંચકાને કારણે ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘણા લોકોએ તરત જ તેમના સગાસંબંધીઓને ફોન કરીને ભૂકંપના આંચકા અનુભવયાની માહિતી શેર કરી હતી.

CM યોગીના નામે નકલી સંસ્થા બનાવીને લોકોને સાથે છેતરપિંડી, BJP નેતા ની ધરપકડ

0

ઉત્તરપ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરતા બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર નજીકના હોવાનું બતાવીને સેકડો લોકો સાથે છેતરપિંડી કરી છે. તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો અને ઓળખકાર્ડ પણ મળી આવ્યા છે. ફરિયાદ બાદ પોલીસ તેમની પાછળ લાગી હતી, જે પછી થોડા દિવસોમાં પોલીસે બન્ને આરોપીને તેમના ઘરમાંથી પકડ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, એક બીજેપીના એક મહિલા નેતા પણ આ ઠગોની જાળમાં ફસાયા હતા.

ગોરખપુરના એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યોગી કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના નામે નકલી સંસ્થા બનાવીને ગોરખનાથ મંદિરના કાર્યકર હોવાનો દાવો કરીને દેશભરમાં લોકોને સભ્ય બનાવીને છેતરપિંડી આચરતા હતા. એટલું જ નહીં, બદમાશો પોતાના નામની આગળ યોગી ઉમેરીને લોકોને ભ્રમિત કરતા હતા. કૌભાંડીઓ સામે ગેંગસ્ટર એક્ટ અને મિલકત જપ્તી હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પકડાયેલા આરોપીઓનું નામ હર્ષ ચૌહાણ અને કેદારનાથ અગ્રહરિ છે. હર્ષ ગાજિયાબાદનો છે, જ્યારે કેદારનાથ મહરાજગંજનો છે. તપાસમાં જાણકારી સામે આવી કે, બન્ને બનાવટી ઓળખપત્રો બનાવી લોકો સાથે છેતરપિંડી કરતાં હતા. તેમણે ‘યોગી કોર્પોરેશન ગ્રૂપ ઓફ ઈન્ડિયા‘ નામની નકલી સંસ્થા બનાવી હતી. જેમાં તેઓએ ભળતું નામ રાખ્યું હતું અને એડ્રેસ પણ ખોટુ હતું.

આરોપીઓએ કાનપુરની રહેવાસી મહિલાને પણ પોતાના જાળમાં ફસાવી હતી. આ મહિલા ભાજપના વિભાગીય મંત્રી હોવાનું કહેવાય છે. તેમને એક વોટ્સએપ ગ્રુપની લિંક મળી હતી. જેના દ્વારા તેઓ ‘યોગી કોર્પોરેશન ગ્રુપ ઑફ ઈન્ડિયા’ ગ્રુપમાં જોડાયા. થોડા દિવસો પછી, ગ્રુપના લોકોએ ફોન દ્વારા તેમનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે તમને કાનપુર શહેરની પ્રભારી બનાવવામાં આવશે અને તેમના આધાર કાર્ડ, ફોટો અને પૈસા માંગ્યા. તેમના પર વિશ્વાસ કર્યા બાદ મહિલાએ બધું મોકલી દીધું. પરંતુ બાદમાં ખબર પડી કે તે છેતરપિંડીનો શિકાર બન્યા છે.

આ પણ વાંચો :-

વડાપાવની લાલચ આપી ને હવસખોર પાડોશી પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ

0

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારની દીકરી માતા-પિતા પાસેથી પૈસા લઈને ફુગ્ગા લેવા ગઈ હતી. આ દરમિયાન ત્યાં રહેતો બીજો એક મજૂર દીકરીને વડાં પાવ અપાવવાના બહાને દુકાને લઇ ગયો હતો અને વડાંપાવ અપાવી નજીકની ઝાળીઓમાં લઈ ગયો હતો. મજૂરે બળાત્કારના ઇરાદે બાળકીના કપડા કાઢી નાખ્યા હતા. જોકે સદનસીબે એ સમયે એક માણસ ત્યાં પહોંચી જતા દીકરીની આબરૂ જતા બચી ગઈ હતી. પોલીસે આ મામલે બળાત્કારની કોશિશ કરનાર આરોપી ધરપકડ કરી છે.

સુરત શહેરના ૨૩ વર્ષનો મિથલેશ શાહુ સરથાણા વિસ્તારમાં આવેલ મારુતિ નગરમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. તેની બાજુમાં જ એક મજૂરનો પરિવાર રહેતો હતો, જેની ૫ વર્ષની બાળકી ફુગ્ગો લેવા માટે બહાર નીકળી હતી. જેને રસ્તામાં મિથલેશે વડાપાંઉ અપાવવાનું કહીને પોતાની સાથે ગઈ ગયો હતો. અહીંથી તેને વડાપાંઉ અપાવી પાછા આવતા બાળકીની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતના લસકાણામાં પાંચ વર્ષીય બાળકી પિંખાતા રહી ગઈ હતી. ૫ વર્ષની બાળાને હવસખોરે વડાપાઉંની લાલચ આપી હતી. બાળકી ને લઈ નરાધમ ખાડી કિનારે ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો. બાળકી ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. સ્થાનિકો ની નજર ખાડી કિનારે જતા યુવક નગ્ન થઈ બાળકી સાથે અડપલાં કરતો હતો. સ્થાનિકોએ હવસખોર મીથલેશ શાહને પકડી પાડી મેથીપાક આપ્યો હતો. હવસખોર નરાધમ ને સરથાણા પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે મીથલેશ શાહની ધરપકડ કરી પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી સામે ગુનાહિત ઈતિહાસ ન હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો :-