CM યોગીના નામે નકલી સંસ્થા બનાવીને લોકોને સાથે છેતરપિંડી, BJP નેતા ની ધરપકડ

Share this story

ઉત્તરપ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરતા બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર નજીકના હોવાનું બતાવીને સેકડો લોકો સાથે છેતરપિંડી કરી છે. તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો અને ઓળખકાર્ડ પણ મળી આવ્યા છે. ફરિયાદ બાદ પોલીસ તેમની પાછળ લાગી હતી, જે પછી થોડા દિવસોમાં પોલીસે બન્ને આરોપીને તેમના ઘરમાંથી પકડ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, એક બીજેપીના એક મહિલા નેતા પણ આ ઠગોની જાળમાં ફસાયા હતા.

ગોરખપુરના એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યોગી કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના નામે નકલી સંસ્થા બનાવીને ગોરખનાથ મંદિરના કાર્યકર હોવાનો દાવો કરીને દેશભરમાં લોકોને સભ્ય બનાવીને છેતરપિંડી આચરતા હતા. એટલું જ નહીં, બદમાશો પોતાના નામની આગળ યોગી ઉમેરીને લોકોને ભ્રમિત કરતા હતા. કૌભાંડીઓ સામે ગેંગસ્ટર એક્ટ અને મિલકત જપ્તી હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પકડાયેલા આરોપીઓનું નામ હર્ષ ચૌહાણ અને કેદારનાથ અગ્રહરિ છે. હર્ષ ગાજિયાબાદનો છે, જ્યારે કેદારનાથ મહરાજગંજનો છે. તપાસમાં જાણકારી સામે આવી કે, બન્ને બનાવટી ઓળખપત્રો બનાવી લોકો સાથે છેતરપિંડી કરતાં હતા. તેમણે ‘યોગી કોર્પોરેશન ગ્રૂપ ઓફ ઈન્ડિયા‘ નામની નકલી સંસ્થા બનાવી હતી. જેમાં તેઓએ ભળતું નામ રાખ્યું હતું અને એડ્રેસ પણ ખોટુ હતું.

આરોપીઓએ કાનપુરની રહેવાસી મહિલાને પણ પોતાના જાળમાં ફસાવી હતી. આ મહિલા ભાજપના વિભાગીય મંત્રી હોવાનું કહેવાય છે. તેમને એક વોટ્સએપ ગ્રુપની લિંક મળી હતી. જેના દ્વારા તેઓ ‘યોગી કોર્પોરેશન ગ્રુપ ઑફ ઈન્ડિયા’ ગ્રુપમાં જોડાયા. થોડા દિવસો પછી, ગ્રુપના લોકોએ ફોન દ્વારા તેમનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે તમને કાનપુર શહેરની પ્રભારી બનાવવામાં આવશે અને તેમના આધાર કાર્ડ, ફોટો અને પૈસા માંગ્યા. તેમના પર વિશ્વાસ કર્યા બાદ મહિલાએ બધું મોકલી દીધું. પરંતુ બાદમાં ખબર પડી કે તે છેતરપિંડીનો શિકાર બન્યા છે.

આ પણ વાંચો :-