Home Blog Page 848

૦૬ શનિવાર, ૨૦૨૪ /આ રાશિ માટે ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબુત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબુત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ઢાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા

સૌંદર્ય, કલા અને રસીક તત્વનાં સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધન

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન

મજબૂત આત્મબળને કારણે સા‌હસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

બનાસકાંઠાના હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પરિવારના ચાર લોકોના મોત

0

બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ૪ લોકોના મોત થઈ ગયા છે. પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર ઘરે આવે તે પહેલા જ આ ગોઝરી ઘટના બનતા પરિવારના અન્ય સભ્યો પર આભા તૂટી પડ્યા જેવી ઘટના સર્જાઈ છે.

બનાસકાંઠાના થરાદ-ડિસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે  કારને અડફેટે લેતા કારમાં સવાર ૪ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું અનુમાન છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

MS ધોની સાથે ૧૫ કરોડની છેતરપિંડી, પૂર્વ બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ

0

દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દિવાકરે વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે ૨૦૧૭માં ધોની સાથે કરાર કર્યો હતો. તે તેની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયો. ધોનીએ ૧૫ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, કરારમાં, અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવા અને નફો શેર કરવા માટે બંધાયેલા હતા, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. ઘણા પ્રયત્નો છતાં, કરારના નિયમો અને શરતોની અવગણના કરવામાં આવી હતી. પરિણામે, મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ અરકા સ્પોર્ટ્સને આપેલો ઓથોરિટી લેટર રદ કર્યો.

આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની વતી અર્કા સ્પોર્ટ્સને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. વિધિ એસોસિએટ્સ દ્વારા ધોનીનું પ્રતિનિધિત્વ કરતા દયાનંદ સિંહે દાવો કર્યો છે કે અર્કા સ્પોર્ટ્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. જેના કારણે ૧૫ કરોડથી વધુનું નુકસાન થયું હતું.

મહેન્દ્ર સિંહ ધોની તાજેતરમાં દુબઈમાં પોતાનું નવું વર્ષ વિતાવ્યા બાદ સ્વદેશ પરત ફર્યો હતો. ધોની તેના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો. પ્રવાસ દરમિયાન ધોની સાથે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ જોવા મળ્યો હતો. ધોનીએ દુબઈમાં તેના મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી પણ કરી હતી. IPL ૨૦૨૪ મીની-ઓક્શન માટે દુબઈ પહોંચ્યા પછી પંત એમએસ ધોનીને મળ્યો હતો, જે ૧૯ ડિસેમ્બરે UAEમાં પ્રથમ વખત યોજાયો હતો.

આ પણ વાંચો :-

આપના નેતા સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી

0

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ તેમ છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. આમ આદમી પાર્ટીએ ફરી એકવાર સંજય સિંહને રાજ્યસભાના સભ્ય બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે બીજી બાજુ સ્વાતિ માલીવાલને આપ પાર્ટી તરફથી રાજ્યસભા ચૂંટણી લડવાની મંજૂરી મળી ગઈ છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સંજય સિંહની સહી લેવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરવામાં આવી છે. સંજય સિંહની અરજી પર સુનાવણી કર્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે જેલમાંથી નોમિનેશન ફોર્મ ભરવાની મંજૂરી આપી છે. અરજદારે રાજ્યસભામાંથી ‘એનઓસી’ મેળવવી પડશે, જેમાં સંજય સિંહની સહી જરૂરી છે. તેઓ ૨૦૧૮માં દિલ્હીથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આંદોલનના સમયથી અરવિંદ કેજરીવાલના સાથી રહેલા સંજય સિંહનું પક્ષમાં મોટું સ્થાન છે. તેઓ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સંસદીય દળના નેતા પણ છે.

સંજય સિંહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા વર્ષે ૪ ઓક્ટોબરે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ૮ દિવસ સુધી EDની કસ્ટડીમાં રહ્યા બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ તિહારમાં જ છે. તેમણે હવે જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અગાઉ ટ્રાયલ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આપ તરફથી પહેલીવાર સ્વાતિ માલીવાલને પણ રાજ્યસભા સભ્ય બનાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે સંજય સિંહ અને એન.ડી.ગુપ્તાને ફરીવાર રાજ્યસભા સભ્ય બનાવાશે.

આ પણ વાંચો :-

અમેરિકામાં ફરી એકવાર હિંદુ મંદિર પર કર્યો હુમલો, જાણો ખાલિસ્તાનીઓએ PM વિરુદ્ધ શું લખ્યું?

0

ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાના બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં ૧૪ દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો.

અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયામાં એક હિંદુ મંદિર પર ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને શુક્રવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે તાજેતરમાં કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિર પર પણ હુમલો થયો હતો અને તે દરમિયાન મંદિર પર ખાલિસ્તાન તરફી નારા પણ લખવામાં આવ્યા હતા. મંદિર પર એમ પણ લખવામાં આવ્યું હતું કે “Modi is terrorist” “khalistan Znidabad”

કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિર પર થયેલા હુમલાની યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિંદા કરવામાં આવી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે ‘અમે કેલિફોર્નિયામાં હિન્દુઓના પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. અમે ગુનેગારોને જવાબદાર ઠેરવવાના નેવાર્ક પોલીસ વિભાગના પ્રયાસોની પણ પ્રશંસા કરીએ છીએ.

આ પણ વાંચો :-

સોમાલિયામાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું જહાજ હાઇજેક, ઈન્ડિયન નેવી સક્રિય થઇ

0

સોમાલિયા પાસે હાઈજેક કરાયેલ જહાજમાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે. એવી લીલા નોરફેક નામના આ જહાજને સોમાલિયાની સમુદ્ર સીમા પાસે હાઈજેક કરાયું છે. આ અંગે જાણ થતાં ભારતીય નેવી સક્રિય થઈ છે અને મોટું પગલું ભરતા INS ચેન્નાઈને અપહ્રત જહાજને બચાવવા મોકલી દીધુ છે. હાઈજેક કરાયેલા જહાજના ક્રુ સભ્યોમાં ૧૫ ભારતીયો પણ સામેલ છે.

ભારતીય નૌકાદળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અપહરણ કરાયેલા જહાજ ‘એમવી લીલા નોરફોક’ને શોધવા માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ગુરુવારે સાંજે તેના અપહરણની માહિતી મળી હતી. સોમાલિયાના કિનારેથી હાઇજેક કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે. ભારતીય નૌકાદળના વિમાનો સતત જહાજ પર નજર રાખી રહ્યા છે. ક્રૂ મેમ્બર સાથે કોમ્યુનિકેશન સ્થાપિત કરવામાં આવ્યું છે. જહાજની અંદર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

હકીકતમાં, નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને અદનની ખાડીમાં એન્ટી-પાયરસી પેટ્રોલિંગને માલ્ટા જહાજ એમવી રૂએન તરફથી એલર્ટ મળ્યું હતું. આ વાતની જાણ થતાં જ તાત્કાલિક ત્યાં મદદ મોકલવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, જહાજના અપહરણની માહિતી મળતાની સાથે જ નેવીએ ઘટના સ્થળે પોતાની મદદ મોકલી હતી.

સોમાલિયા નજીક કોઈ જહાજના હાઈજેકની આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ સોમાલિયામાં સમુદ્રી ચાંચિયાઓએ અરબ સાગરમાં માલ્ટાના જહાજ એમવી રુએનને હાઈજેક કરી લીધું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ ભારતીય નેવી તરત જ એક્ટિવ થઇ હતી. ઉતાવળે નેવી તરફથી એક યુદ્ધ જહાજ અને સમુદ્રી પેટ્રોલિંગ વિમાન અરબ સાગર રવાના કરાયું હતું જેના બાદ ભારતીય નેવીએ આ જહાજને રેસ્ક્યૂ કર્યો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં માવઠા પહેલા પડશે કડકડતી ઠંડી, ખેડૂતોના જીવ પડીકે બંધાયા!

0

ગુજરાતમાં ઠંડીનો બરાબરનો માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના વિભિન્ન શહેરોમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું જોર વધવાથી ખેડૂતઆલમમાં આનંદ જોવા મળી રહ્યો છે.  ખેડૂતોની આ ખુશી લાંબા સમય સુધી રહેવાની નથી. કારણ કે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૮થી ૧૦ જાન્યુઆરી સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહ્યુ છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે ૬ કે ૭ જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે. દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે. આઠમી તારીખે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ૯ તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. ૧૦મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા વધારે છે.

રાજ્યમાં ખાસ કરીને ચાર કે પાંચ તારીખ સુધી એકથી બે ડિગ્રી સુધીનો ઘટાડો થશે. આ ઠંડી શિયાળુ પાક માટે ઘણી સારી રહેશે. આ સાથે તેમણે કહ્યુ કે, ગાત્રો થીજવતી ઠંડી એક અઠવાડિયા સુધી જોવા નહીં મળે. જે બાદ ૧૧થી ૨૦ જાન્યુઆરી સુધીમાં કોલ્ડવેવનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતા છે. ૧૧થી ૨૦ તારીખ દરમિયાન તાપમાન વધારે નીચું આવે તેવી પણ શક્યતા છે. જેમા ક્યાંક તીવ્ર ઠંડીનો અનુભવ જોવા મળે તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચો :-

રાજ્યમાં ST વિભાગમાં ૨૦૧ નવી બસોને આપી લીલી ઝંડી

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦૧ નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એસ.ટી વિભાગની ૨૦૧ નવી બસને લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. જેમાં ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપર કોચનો સમાવેશ થાય છે. આ સાથે જ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૨૦૧ નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસો પાછળ કુલ ૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બસો ગુજરાતની ૧૨૫ વિધાનસભાના રૂટ કવર કરશે. આ બસનો લગભગ ૨૦,૦૦૦ લોકોને લાભ મળશે. આ બસો ૩૩ જિલ્લાના ૭૮ ડેપો દ્વારા ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.

નવીન બસોના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ. ડી. એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

IIT બોમ્બેના ૮૫ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું એક કરોડનું પેકેજ, જાણો કેટલા વિદ્યાર્થીઓને મળી નોકરી

0

IIT બોમ્બેના ૮૫ વિદ્યાર્થીઓએ ૧ કરોડ રૂપિયાના કેમ્પસ પ્લેસમેન્ટ પેકેજ મેળવ્યા છે. આ બેચને ૬૩ આંતરરાષ્ટ્રીય ઓફર પણ મળી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે આ સિઝનમાં મોટા પાયે ભરતી માટે કેમ્પસની મુલાકાત લેનાર કંપનીઓમાં એક્સેન્ચર, એરબસ, એર ઈન્ડિયા, એપલ, આર્થર ડી. લિટલ, બજાજ, બાર્કલેઝ, કોહેસિટી, દા વિન્સી, ડીએચએલ, ફુલર્ટન, ફ્યુચર ફર્સ્ટ, જીઈ-આઈટીસીનો સમાવેશ થાય છે. વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ અને Google.

પ્રતિષ્ઠિત IIT બોમ્બેના ૮૫ વિદ્યાર્થીઓએ ૧ કરોડ રૂપિયાના કેમ્પસ પ્લેસમેન્ટ પેકેજ મેળવ્યા છે. આ બેચને 63 આંતરરાષ્ટ્રીય ઓફર પણ મળી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે આ સિઝનમાં મોટા પાયે ભરતી માટે કેમ્પસની મુલાકાત લેનારી કંપનીઓમાં એક્સેન્ચર, એરબસ, એર ઈન્ડિયા, એપલ, આર્થર ડી. લિટલ, બજાજ, બાર્કલેઝ, કોહેસિટી, દા વિન્સી, ડીએચએલ, ફુલર્ટન, ફ્યુચર ફર્સ્ટ, જીઈ-આઈટીસી, વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ અને Google.

સંસ્થાએ કહ્યુ કે વિદ્યાર્થીઓને જાપાન, તાઈવાન, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, સિંગાપુર અને હોંગકોંગની કંપનીઓમાંથી ૬૩ આંતરરાષ્ટ્રીય ઓફર મળી છે. આઈઆઈટી બોમ્બેમાં પ્લેસમેન્ટ સીઝન ૨૦૨૩-૨૪નો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો. જેમાં ૩૮૮ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો. જાહેર ક્ષેત્રના એકમો (પીએસયૂ) પણ સામેલ હતા.

હોન્ડા આરએન્ડડી, આઈસીઆઈસીઆઈ-લોમ્બાર્ડ, આઈડિયાફોર્જ, આઈએમસી ટ્રેડિંગ, ઈન્ટેલ, જગુઆર લેન્ડ રોવર, જેપી મોર્ગન ચેઝ, જેએસડબ્લ્યુ, કોટક સિક્યોરિટીઝ, માર્શ મેક્લેનન, મહિન્દ્રા ગ્રુપ, માઈક્રોન, માઈક્રોસોફ્ટ, મોર્ગન સ્ટેનલી, મર્સિડીઝ બેન્ઝ, એલ એન્ડ ટી. એન સિક્યોરિટીમાં પણ ભરતી કરી. સૌથી વધુ ઑફર્સ મેળવનાર ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી, IT/સોફ્ટવેર, ફાઇનાન્સ/બેંકિંગ/ફિનટેક, મેનેજમેન્ટ કન્સલ્ટિંગ, ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ, સંશોધન અને વિકાસ અને ડિઝાઇનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

દેશમાં નવા વેરિયેન્ટ છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ લોકોના મોત, ૭૩૧ નવા કેસ નોંધાયા

0

દેશમાં ફરી એક વાર ગયા મહિનાથી કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને કેરળમાં. કોરોનાના નવા વેરિયેન્ટ JN.૧ના અત્યાર સુધી ૫૧૧ દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૯ કેસો નોંધાયા છે અને  કેરળમાં ૧૪૮ કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં ૪૭, ગુજરાતમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૩૨, તામિલનાડુમાં ૨૬, દિલ્હીમાં ૧૫ અને રાજસ્થાનમાં ચાર કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૭૬૧ કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને ૧૨ લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૪૩૩૪ છે. જ્યાં કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ ૫ લોકોના મોત થયા છે, જ્યારે કર્ણાટકમાં ૪ સંક્રમિત લોકોના મોત થયા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં ૨ અને યુપીમાં ૧ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે.

કોવિડ કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે અને JN.૧ પેટા પ્રકારની શોધને કારણે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા સૂચના આપી છે. સાથે જ, કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે નવી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ તમામ માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-