સોમાલિયામાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું જહાજ હાઇજેક, ઈન્ડિયન નેવી સક્રિય થઇ

Share this story

સોમાલિયા પાસે હાઈજેક કરાયેલ જહાજમાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે. એવી લીલા નોરફેક નામના આ જહાજને સોમાલિયાની સમુદ્ર સીમા પાસે હાઈજેક કરાયું છે. આ અંગે જાણ થતાં ભારતીય નેવી સક્રિય થઈ છે અને મોટું પગલું ભરતા INS ચેન્નાઈને અપહ્રત જહાજને બચાવવા મોકલી દીધુ છે. હાઈજેક કરાયેલા જહાજના ક્રુ સભ્યોમાં ૧૫ ભારતીયો પણ સામેલ છે.

ભારતીય નૌકાદળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અપહરણ કરાયેલા જહાજ ‘એમવી લીલા નોરફોક’ને શોધવા માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ગુરુવારે સાંજે તેના અપહરણની માહિતી મળી હતી. સોમાલિયાના કિનારેથી હાઇજેક કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે. ભારતીય નૌકાદળના વિમાનો સતત જહાજ પર નજર રાખી રહ્યા છે. ક્રૂ મેમ્બર સાથે કોમ્યુનિકેશન સ્થાપિત કરવામાં આવ્યું છે. જહાજની અંદર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

હકીકતમાં, નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને અદનની ખાડીમાં એન્ટી-પાયરસી પેટ્રોલિંગને માલ્ટા જહાજ એમવી રૂએન તરફથી એલર્ટ મળ્યું હતું. આ વાતની જાણ થતાં જ તાત્કાલિક ત્યાં મદદ મોકલવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, જહાજના અપહરણની માહિતી મળતાની સાથે જ નેવીએ ઘટના સ્થળે પોતાની મદદ મોકલી હતી.

સોમાલિયા નજીક કોઈ જહાજના હાઈજેકની આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ સોમાલિયામાં સમુદ્રી ચાંચિયાઓએ અરબ સાગરમાં માલ્ટાના જહાજ એમવી રુએનને હાઈજેક કરી લીધું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ ભારતીય નેવી તરત જ એક્ટિવ થઇ હતી. ઉતાવળે નેવી તરફથી એક યુદ્ધ જહાજ અને સમુદ્રી પેટ્રોલિંગ વિમાન અરબ સાગર રવાના કરાયું હતું જેના બાદ ભારતીય નેવીએ આ જહાજને રેસ્ક્યૂ કર્યો હતો.

આ પણ વાંચો :-