રાજ્યમાં ST વિભાગમાં ૨૦૧ નવી બસોને આપી લીલી ઝંડી

Share this story

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦૧ નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એસ.ટી વિભાગની ૨૦૧ નવી બસને લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. જેમાં ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપર કોચનો સમાવેશ થાય છે. આ સાથે જ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૨૦૧ નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસો પાછળ કુલ ૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બસો ગુજરાતની ૧૨૫ વિધાનસભાના રૂટ કવર કરશે. આ બસનો લગભગ ૨૦,૦૦૦ લોકોને લાભ મળશે. આ બસો ૩૩ જિલ્લાના ૭૮ ડેપો દ્વારા ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.

નવીન બસોના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ. ડી. એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-