Home Blog Page 841

સુરતમાં એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ભંગારના બેપારીની અટક

0

સુરત રેલ્વે સ્ટેશનથી ઉપાડીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે આ પ્રયાસ નિષ્ફળ થયો છે. રેલ્વે પોલીસે આ ઘટનામાં બે શખ્સોની અટકાયત કરી છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલ્વે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ હતી. આ દરમિયાન ટ્રેનને ઉથલાવવાનો હેતુથી ટ્રેનના પાટા પીએઆર કોઈ એક લોખંડનો પાઇપ મૂક્યો હતો.

સુરતમાંથી વધુ એક મોટી દૂર્ઘટના ટળી છે, પોલીસે સમયસૂચકતા વાપરતાં મોટી ટ્રેન દૂર્ઘટના ટાળી છે, ખરેખરમાં બે શખ્સો દ્વારા સુરતમાંથી નીકળતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો કારસો રચાયો હતો, જોકે, આ મામલે બાતમી મળતા જ રેલવે પોલીસે બે શખ્સોમાંથી એકની ધરપકડ કરી લીધી છે, અને એક ફરાર થઇ ગયો છે.

પોલીસ તપાસમાં બે ભંગારીયાઓનું કારસ્તાન સામે આવ્યું હતું. રેલવેની હદમાંથી ચોરેલા લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો હતો. ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીધો નહોતો. જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મુક્યો હતો. વધુ તપાસ રેલ્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશનથી આ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સાંજે ૫:૪૫ કલાકેથી ઉપડીને અમદાવાદ તરફ જઈ રહી હતી, તેવામાં આ બન્ને શખ્સોએ ટ્રેનને સુરત -ઉત્રાણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલવે પોલીસને જાણ થઇ જતાં સમગ્ર કારસાને નિષ્ફળ બનાવ્યુ હતુ. પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી તે સમયે શહેરના કતાર ગામના કાંસાનગર પાસે પે એન્ડ યૂઝ ટૉઇલેટની પાસે ઉભેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો, જેનું નામ રામજી કોરડિયા છે, જોકે, બીજો આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે લોકોના જીવ જોખમમાં મુકવા બદલ આ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

PM મોદીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪નું ઉદ્ધાટન

0

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪નુ ઉદ્ધાટન PM મોદીના હસ્તે થવાનું છે.દેશ-વિદેશના મહેમાનોની હાજરી વચ્ચે PM મોદીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪નું ઉદ્ઘાટન થવાનું છે.  મહત્વનું છે કે, ગઈકાલે અને આજે આવી રહેલા દેશ-વિદેશના મહેમાનો હાલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં  PM મોદી સાથે દરેક મહાનુભાવોનું ફોટોશૂટ થયું હતું.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ૩૪ ભાગીદાર દેશો અને ૧૩૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. PM મોદીએ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નો વિચાર વિશ્વ સમક્ષ લીધો છે. ભારતના G૨૦ પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.

મહાત્મા મંદિરની બહાર પૂરતી પોલીસ સુરક્ષા રાખવામાં આવી છે. જે પણ લોકો આવે છે તેને અલગ અલગ ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવી રહી છે. આજે સવારે ૯:૪૦ વાગ્યે નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ વખતે પણ દર વખતની જેમ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય તેવી શક્યતા છે. UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પોતાના કાફલા સાથે મહાત્મા મંદિર પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ૪ દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે ૨૦૦ કંપનીઓના સીઇઓ આવશે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં ભાગ લેવા માટે ૧૩૬ દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જેમાં ૭૫ જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવશે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

૧૦ જાન્યુઆરી, ૨૦૨૪/ આજ બુધવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ ‌

મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

‌સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ ‌

નસીબનો સાથ ઓછો મળતા આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે.  ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતનો સહકાર મળતો જણાય. યશ પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

લેન્ડ ફોર જોબ કેસમાં EDએ રાબડી દેવી સહિત પુત્રીઓ સામે મોટી કાર્યવાહી કરી

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ સામે જમીન-નોકરીના મની લોન્ડરિંગમાં ચાર્જશીટ દાખલ કરી છે. કેસ. ચાર્જશીટ) દાખલ. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે દિલ્હીની વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું હતું કે કોર્ટ આ કેસની સુનાવણી ૧૬ જાન્યુઆરીએ કરશે.

આ ચાર્જશીટમાં RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારના એક નજદીકી સહયોગી અમિત કાત્યાલ, કેટલીક અન્ય વ્યક્તિઓને નામે પણ કંપનીનાં નામ છે. આ ચાર્શીટમાં PMLA કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે આ મામલાની સુનાવણી ૧૬ જાન્યુઆરીએ નિર્ધારિત કરી છે.EDએ આ મામલે કાત્યાલની ગયા વર્ષના નવેમ્બરમાં ધરપકડ કરી હતી, જ્યારે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર અને બિહારના ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવને સમન જારી કર્યા હતા.

લેન્ડ ફોર જોબ કેસ ૨૦૦૪થી ૨૦૦૯ની વચ્ચેનો છે, જ્યારે લાલુ પ્રસાદ રેલવેપ્રધાન હતા. તેમની પર આરોપ છે કે લાલુ પ્રસાદે પદ પર રહેતાં પરિવારને જમીન હસ્તાંતરિતના બદલામાં રેલવેમાં નોકરીઓ અપાવી હતી. CBIએ એ પણ આરોપ લગાવ્યો હતો કે રેલવેમાં કરવામાં આવેલી ભરતીઓ રેલવેના માપદંડોને અનુરૂપ નહોતી. દિલ્હીની ન્યુ ફ્રેન્ડલી કોલોની સ્થિત મકાન નં.D-૧૦૮૮ (એબી એક્સપોર્ટ્સ પ્રા. લિ.)ને નામે રજિસ્ટર્ડ છે.

આ પણ વાંચો :-

મની લોન્ડરિંગ કેસમાં શિવસેના પાર્ટીના ધારાસભ્ય પર EDની કાર્યવાહી

0

મુંબઈમાં જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના મામલે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવીન્દ્ર વાયકર અને તેમના સાથીઓના જૂદા-જૂદા ૭ સ્થળો પર EDએ કાર્યવાહી કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ કાર્યવાહી જોગેશ્વરીમાં જમીનના ઉપયોગની શરતોમાં કથિત રીતે છેડછાડ કરીને હોટલ બનાવવાના મામલે કરી હતી. આ દરોડામાં વાયકર અને તેના કેટલાક સહયોગીઓ તેમજ અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.

મુંબઈમાં તપાસ એજન્સી લગભગ સાત સ્થળોએ દરોડા પાડી રહી છે. તેમાં વાયકર અને તેના કેટલાક સહયોગીઓ અને અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. વાયકર ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથમાંથી શિવસેનાના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જોગેશ્વરી પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પહેલા ગયા વર્ષે EDએ બૃહન્મુંબઈ સાથેના કરારનું ઉલ્લંઘન કરીને જોગેશ્વરીમાં એક ભવ્ય હોટલના નિર્માણના સંબંધમાં રવિન્દ્ર વાયકર, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. વાઈકર અને અન્ય પાંચ સામે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. EDનો મની લોન્ડરિંગ કેસ EOWની FIR પર આધારિત હતો.

આ પણ વાંચો :-

સ્ટાર્ટઅપ કંપનીની CEOએ એ તેના ચાર વર્ષના બાળકની કરી હત્યા

0

બેંગલુરુમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. આટલું જ નહીં પુત્રની હત્યા બાદ માતા તેની લાશને બેગમાં ભરીને લઈ જતી રહી હતી. આ ઘટનાને અંજામ આપવા માટે મહિલાએ હોટલ બુક કરાવી હતી અને હોટલના રૂમમાં પોતાના જ પુત્રની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

બેંગલુરુ સ્થિત AI સ્ટાર્ટઅપના ૩૯ વર્ષીય CEOની સોમવારે રાત્રે ગોવામાં સર્વિસ એપાર્ટમેન્ટમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી સુચના સેઠ કર્ણાટકના ચિત્રદુર્ગા જિલ્લામાંથી તેના પુત્રના મૃતદેહને બેગમાં ભરીને કેબમાં ભાગવાનો પ્રયાસ કરતી વખતે પકડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જોકે હત્યા પાછળનો ચોક્કસ હેતુ હજુ સુધી સ્થાપિત થયો નથી, પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ તેના પતિ સાથેના ‘અજાણ્યા સંબંધો’નું એક કારણ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે મહિલાએ શનિવારે તેના પુત્ર સાથે ઉત્તર ગોવાના કેન્ડોલિમમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં ચેક-ઇન કર્યું હતું અને સોમવારે સવારે ચેકઆઉટ કર્યું હતું. હાઉસ-કીપિંગ સ્ટાફમાંથી એક કર્મચારી સોમવારે એપાર્ટમેન્ટ સાફ કરવા ગયો અને તેણે લોહીના ડાઘા જોયા પછી આ ઘટનાની જાણ થઈ હતી.

ત્યાર બાદ પોલીસે ફરીથી સુચનાના કેબ ડ્રાઈવરનો સંપર્ક કર્યો અને તેની સાથે કોંકણીમાં વાત કરી અને તેને નજીકના પોલીસ સ્ટેશને વાહન લઈ જવા કહ્યું. ત્યાં સુધીમાં કેબ ડ્રાઇવર કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં પહોંચી ગયો હતો. બાતમીદારની જાણ વગર ડ્રાઈવર ટેક્સીને આઈમંગલા પોલીસ સ્ટેશન લઈ ગયો. પોલીસે આઇમંગલા પોલીસ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો અને તેમને બેગની તપાસ કરવા વિનંતી કરી. નાઈકે કહ્યું કે જ્યારે બેગ ખોલવામાં આવી ત્યારે ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સુચનાને કસ્ટડીમાં લેવા માટે કલંગુટ પોલીસની ટીમ કર્ણાટક જવા રવાના થઈ ગઈ છે. નાઈકે કહ્યું કે તેઓ તેની ધરપકડ કરશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ વધુ તપાસ માટે તેને ગોવા લાવશે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ડેટા સાયન્ટિસ્ટ સેઠ ટેક કન્સલ્ટન્સી ‘ધ માઇન્ડફુલ એઆઈ લેબ’ની સ્થાપક અને સીઈઓ છે. તેની LinkedIn પ્રોફાઇલ મુજબ , સેઠ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એથિક્સ એક્સપર્ટ છે, જેમાં ડેટા સાયન્સ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગમાં કામ કરવાનો તેને ૧૨ વર્ષનો અનુભવ છે. પ્રોફાઇલ એ પણ જણાવે છે કે તે ૧૦૦ બ્રિલિયન્ટ વુમન ઇન AI એથિક્સ લિસ્ટમાં હતી અને બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે બર્કમેન ક્લેઈન સેન્ટરમાં ફેલો હતી.

આ પણ વાંચો :-

અયોધ્યામાં નહીં નીકળે ભગવાન રામલલ્લાની શોભાયાત્રા

0

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. આ શોભાયાત્રા ૧૭ જાન્યુઆરીએ નીકળવાની હતી. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે રામ લાલાની નવી મૂર્તિની શોભાયાત્રા હવે સમગ્ર અયોધ્યા શહેરમાં ૧૭ જાન્યુઆરીએ કાઢવામાં આવશે નહીં. સુરક્ષા એજન્સીઓની સલાહ પર મંદિર ટ્રસ્ટે તેને રદ્દ કરી દીધું છે. ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાના કાર્યક્રમોના ભાગરૂપે ટ્રસ્ટ તે જ દિવસે રામ જન્મભૂમિ (RJB) સંકુલની અંદર નવી મૂર્તિની મુલાકાતનું આયોજન કરશે. રામ મંદિર ટ્રસ્ટે અભિષેક સમારોહના ભાગરૂપે ૧૬ જાન્યુઆરીથી અયોધ્યામાં સાત દિવસીય વિશેષ અનુષ્ઠાનની જાહેરાત કરી હતી.

ટ્રસ્ટના એક વરિષ્ઠ કાર્યકર્તાએ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊભી કરાયેલી ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની ચિંતાઓને ટાંકીને જણાવ્યું હતું કે શહેરમાં શોભાયાત્રાને બદલે ટ્રસ્ટ એ જ દિવસે રામ જન્મભૂમિના પરિસરની અંદર નવી મૂર્તિની યાત્રાનું આયોજન કરશે. કાશીના આચાર્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ આ નિર્ણય લીધો હતો. અયોધ્યા જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે રામ લલ્લાની નવી મૂર્તિને શહેરમાં લઈ જવામાં આવશે તો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ‘દર્શન’ માટે ધસી આવશે જેને કારણે ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બનશે.

બીજી તરફ રામ મંદિરના શિખર પર લગાવવામાં આવનાર ધ્વજ પોલ અમદાવાદથી સોમવારે અયોધ્યા પહોંચી ગયો છે. આ ધ્વજ ગુજરાતમાં તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તે પિત્તળની ધાતુમાંથી બનાવવામાં આવ્યો છે. તેને બનાવવામાં બે વર્ષ લાગ્યા હતા. તેની લંબાઈ ૪૪ ફૂટ છે. આ ધ્વજ જમીનથી ૨૨૦ ફૂટની ઊંચાઈએ લહેરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ ધ્વજ દંડ ખાતે ધાર્મિક ધ્વજ ફરકાવશે.

ક્રિકેટર મોહમ્મદ શમી સહિત ૨૬ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત

0

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે એટલે કે ૯ જાન્યુઆરીએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે. તાજેતરમાં યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર ૨૦૨૩ની જાહેરાત કરી હતી મોહમ્મદ શમી ઉપરાંત ૨૬ ખેલાડીઓને અલગ- અલગ રમતોમાં તેમના ઉત્કૃસ્ત પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ સન્માનિત કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ ૨૦૨૩માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ ૭ મેચમાં કુલ ૨૪ વિકેટ લીધી હતી.શમીનું નામ પહેલાથી જ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું, જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે આ ખાસ ક્ષણને તેના સ્વપ્નને પૂર્ણ થતું ગણાવ્યું છે. શમીએ કહ્યું હતું કે જીવન પસાર થઈ જાય છે પરંતુ આ એવોર્ડ કોઈને મળતો નથી.

ફાસ્ટ બોલરે આ સમ્માન પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે ધણા વર્ષોની મહેનત પછી પણ લોકો આ એવોર્ડ જીતી શક્યા નથી. મંત્રાલયની અખબારીની અનુસાર, પુરસ્કાર વિજેતાઓને ૯ જાન્યુઆરી, ૨૦૨૪ ( મંગળવાર)ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશેષ રીતે આયોજિત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પુરસ્કારો પ્રાપ્ત થશે.

અર્જુન એવોર્ડ દેશનો બીજો એવોર્ડ છે. જે ખેલાડીઓને વર્ષના અંતે શાનદાર પ્રદર્શન પર મળતો હોય છે. આ વખતે શમીની પસંદગી કરવામાં આવી છે. જેમણે ક્રિકેટના મેદાન પર પોતાના પ્રદર્શનથી ટીમને વર્લ્ડકપની ફાઈનલ સુધી પહોંચાડી હતી.તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ODI વર્લ્ડ કપ ૨૦૨૩માં જોવા મળ્યું હતું, જ્યાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

મણિપુરમાં મંજૂરી ન મળતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટ

0

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. મણિપુર સરકારે તે મેદાન માટે મંજૂરી આપી નથી જ્યાંથી આ યાત્રા ૧૪ જાન્યુઆરીએ શરૂ થવાની છે. હવે આ મામલે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પ્રયાસ નથી અને યાત્રાનું રાજનીતિકરણ ન થવું જોઈએ.

એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલ સોમવારે ઈમ્ફાલ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ એઆઈસીસી મણિપુરના પ્રભારી ગિરીશ ચોડણકર, એમપીસીસી પ્રમુખ કે મેઘચંદ્ર, સીએલપી નેતા ઓ ઈબોબી, સીડબ્લ્યુસી સભ્ય ગાયખાંગમ અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની ટીમ સાથે જમીનની યોગ્યતા આંકલન કરશે.

કેસી વેણુગોપાલે મણિપુર સરકાર દ્વારા ગ્રાઉન્ડ ક્લિયરન્સ ન આપવા અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ કોઈ રાજકીય રેલી નથી અને તેઓએ આ યાત્રાનું રાજનીતિકરણ કરવું જોઈએ. અમે મણિપુરનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આ યાત્રા શરૂ કરી રહ્યા છીએ. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા આઠ મહિનાથી પરેશાન મણિપુરના લોકોના ઘાને રુઝાવવાનો અને નફરત સામે પ્રેમનો સંદેશ ફેલાવવાનો છે.

એમપીસીસીની ટીમ મુખ્ય સચિવને તેમના સચિવાલયમાં મળ્યા, જેમણે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા પછી સાંજ સુધીમાં જમીનની પરવાનગી અંગેનો અહેવાલ સુપરત કરવાનું વચન આપ્યું હતું. આ સંદર્ભે, ગિરીશ ચોડંકરે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે યાત્રાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મુખ્યમંત્રીને પક્ષીય રાજકારણ કરતાં મણિપુરની શાંતિને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે ફિલ્ડ ટ્રીપની તૈયારીમાં સમય લાગશે. તેથી સરકાર આજે જ પરવાનગી આપે તેવી અપેક્ષા છે.

ઈઝરાઇલી સેનાએ હિઝબુલ્લાના ઠેકાણા પર હવાઈ હુમલા, કમાન્ડર વિસમ અલ તાવિલ ઠાર

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ ૩ મહિના થઈ ચૂક્યા છે ત્યારે ઈઝરાઇલી સેનાએ ગઈકાલ રાત્રે ગાઝામાં હમાસના સ્થાનો અને લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર વિસમ અલ તાવિલ ઠાર માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે ૨૦૨૩ની ૭મી ઓક્ટોબરે યુદ્ધ શરુ થયુ હતું જે હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાઇલી સેનાએ ગઈકાલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાહનો ટોચનો  કમાન્ડર વિસમ અલ તાવિલ ઠાર માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ છે. અલ તાવિલ સરહદ નજીક તેના સાથીદારો સાથે મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન જ ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. આ હુમલા સામે હિઝબોલ્લાએ તીખી પ્રતિક્રિયા આપી હતી અને ઈઝરાયલને ભારે કિંમત ચૂકવવાની ચેતવણી પણ આપી હતી.

આ અગાઉ પણ ઈઝરાઇલી સેનાએ હિઝબુલ્લાના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા હતા જેમાં હમાસના બીજા ક્રમના સૌથી મોટા નેતા સાલેહ અલ અરુરીને ઠાર માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ૨૩ હજારથી વધુ પેલેસ્ટિની નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે તેમજ ઘણા પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો :-