કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ કાયદા હેઠળ ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. એક તરફ CAA લાગુ થયા બાદ ઉજવણીનો માહોલ છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી સરકારનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન, પાર્ટીની શરૂઆત કરીને રાજકારણમાં પ્રવેશેલા સાઉથ ફિલ્મ એક્ટર થલાપતિ વિજયે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
વિજયને પોતાની પાર્ટી તમિલગા વેટ્રી કજગમના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર એક ઓફિશ્યલ નીવેદન શેર કર્યું છે. તેમણે તમિલમાં લખ્યું, ભારતીય નાગરિકતા સંસોધન અધિનયમ ૨૦૧૯ જેવા કોઈ પણ કાયદાને આવી સ્થિતિમાં લાગુ કરવું સ્વીકાર્ય નથી. જ્યાં દેશના બધા નાગરિક સામાજીક સદ્ભાવની સાથે રહે છે. નેતાઓને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે કાયદો દેશમાં લાગુ ન થાય. વિજય થલાપતિ ઉપરાંત ઘણા વિપક્ષી નેતાઓએ પણ CAAને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. AIMIMએ કહ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા આ સ્ટંટ કરી રહી છે.
તે જ સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે અમારી સરકારે ઘણી વખત જણાવ્યું છે કે અમે અહીં CAA લાગુ કરવા દઈશું નહીં, જે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક માને છે. આ સાંપ્રદાયિક કાયદા સામે આખું કેરળ એકસાથે ઊભું રહેશે. કેરળ પ્રથમ રાજ્ય છે જેણે CAA વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. કેરળ સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં જ વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને આ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો :-
- મોરબીમાં નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી, ૫ મજૂરો ઈજાગ્રસ્ત
- દિલ્હીમાં રોડ પર નમાજ પઢતા લોકોને લાત મારનાર સબ ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ

સપ્ટેમ્બરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન NIAની ટીમ પંજાબમાં સૌથી વધુ ૩૦ સ્થળોએ પહોંચી હતી. આ ઉપરાંત રાજસ્થાનમાં ૧૩, હરિયાણામાં ૪, ઉત્તરાખંડમાં ૨, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં ૧-૧ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાતમાં આયોજિત કાર્યક્રમમાં ૮૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની અંદાજે ૬૦૦૦
હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી. 
ગૃહમંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી ભાષણોમાં અનેક વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા સીએએ લાગુ કરવાની વાત કહી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભાની ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં
રામેશ્વરમ કાફે વિસ્ફોટના લગભગ એક કલાક પછી, મુખ્ય શંકાસ્પદ સીસીટીવી ફૂટેજમાં બસમાં ચડતો જોવા મળ્યો હતો. વીડિયોના
વારાણસીના
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ભરતી મેળામાં
જોન સીના ૨૦૨૪ના ઓસ્કરમાં