બિહારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાગરિયા જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નના મહેમાનોથી ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં સાત લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
કારમાં સવાર જાનૈયા એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ પાછા આવી રહ્યા હતા અને આ અકસ્માત NH-૩૧ પર થયો હતો. દુર્ઘટનામાં અન્ય ૪ લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના પસરહા પોલીસ સ્ટેશન વિસ્તારના વિદ્યારત્ન પેટ્રોલ પંપ પાસે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
- ધર્મેન્દ્ર ભાઈ (ડ્રાઈવર)
- ગૌતમ ભાઈ
- મોનુ ભાઈ
- અમન ભાઈ
- વિકાસ ભાઈ
- અંશુ ભાઈ
- દિલોન ભાઈ
- પલ્ટુ ભાઈ
- પ્રકાશ ભાઈ
માર્ગ અકસ્માતમાં મૃતકોના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગોગરી ડીએસપી રમેશ કુમારે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. આ ઘટનાને પગલે લગ્નજીવનની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ. આ બનાવથી સમગ્ર પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. એક જ પરિવારના આટલા લોકોના મોતના કારણે પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.
આ પણ વાંચો :-

વિદેશ મંત્રાલયે પણ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મુદ્દે સંજ્ઞાન લીધું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અમદાવાદની
અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પાટાથી ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઈલેક્ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
મેષઃ
મેષઃ
આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી
AIMIM ચીફે કોર્ટને કહ્યું કે CAA પછી NRC દેશમાં આવી રહ્યું છે અને આ બંનેનું અપવિત્ર જોડાણ છે. NRC દ્વારા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે
કોર્ટે સમન્સ પર કોઈ સ્ટે મૂક્યો નથી જેમાં તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેને લઇ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું કે જો
જેમાં ૩૨ પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું જ્યારે ૧૫ રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ગુરુવારે કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં આ ૫ મોટી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે
મેષઃ