Home Blog Page 804

ડિજિટલ પેમેન્ટ્સ અંગે મોદી અને બિલ ગેટ્સ વચ્ચે મંત્રણા

0

અમેરિકાના બિઝનેસમેન, રોકાણકાર અને લેખત તથા માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે ઈન્ટરેક્શન થયું હતું તેને રિલીઝ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સ સાથે દેશની સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ સહિતના મુદ્દા બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક એવો વિષય છે કે તેનો પણ વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે AI બહુ કામની વસ્તુ છે પરંતુ તેનાથી ભ્રમકતા ન ફેલાય તેની પણ કાળજી રાખવી જરુરી છે. પીએમ મોદીએ AI સાથે જોડાયેલી G૨૦ સમયની એક ઘટનાને યાદ કરીને તેનો કઈ રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના વિશેની માહિતી આપી છે.

આ મુલાકાતની થીમ ‘ફ્રોમ એઆઈથી ડિજિટલ પેમેન્ટ્સ’ છે જેમાં સમગ્ર વાતચીત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના યોગદાન પર કેન્દ્રિત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મહત્વ વિશે વાત કરતા કહ્યું કે, “AI ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને હું ક્યારેક મજાકમાં કહું છું કે અહીં ભારતના ઘણા રાજ્યોમાં માતાને પણ આઈ કહેવાય છે. હવે હું કહું છું કે જ્યારે બાળક આપણા દેશમાં જન્મે છે, ત્યારે Aai પણ બોલે છે. AI પણ બોલે છે… મેં G૨૦ માં AI નો ઘણો ઉપયોગ કર્યો. મેં G૨૦ ના પરિસરમાં ભાષાના અર્થઘટનની વ્યવસ્થા કરી.

વડાપ્રધાને આ ચર્ચા દરમિયાન બિલ ગેટ્સને તેમની સરકારની લખપતિ દીદી યોજનામાં આરોગ્ય અને કૃષિ ક્ષેત્રોમાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની પણ પ્રશંસા કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ક્રાંતિ માટે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારતની ડિજિટલ ક્રાંતિ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે, ‘દેશના ગામડાઓમાં બે લાખ આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવવામાં આવ્યા છે. મેં આ આરોગ્ય કેન્દ્રોને આધુનિક ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ હોસ્પિટલો સાથે જોડી દીધા છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કૃષિને આધુનિક અને વૈજ્ઞાનિક બનાવવાની જરૂરિયાત છે. આથી જ અમે ડ્રોન દીદી યોજના શરૂ કરી અને તે સફળતાપૂર્વક ચાલી રહી છે.

આ પણ વાંચો :-

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર કાર ખીણમાં ખાબકી, ૧૦ લોકોના મોત

0

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે.  ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શુક્રવારે એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી જેમાં દસ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, SDRF અને રામબન સિવિલની QRT ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહતી મુજબ રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે-૪૪ પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ લગભગ ૩૦૦ મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના ૪૭ વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રામબનમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમણે દર્દનાક માર્ગ અકસ્માત અંગે ડીસી રામબન બશીર-ઉલ-હક સાથે વાત કરી છે. પોલીસ, SDRF અને સિવિલ QRT ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હું સતત સંપર્કમાં છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

આ પણ વાંચો :-

૨૯ માર્ચ, ૨૦૨૪/ આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.

વૃષભ

બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્‍ને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃધ્ધિ થાય.

મિથુન

આર્થિક બાબતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્ક

દિવસ દરમ્યાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

‌સિંહ

થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂ રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.

કન્યા

નાણાંની વૃધ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલા

જુસ્સો, ચાણક્ય નીતી, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ, ફાયનાન્સ, બોકર કાચ. પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃ‌‌શ્ચિક

બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્ષ-સેલ્સટેક્ષના ધંધાવાળા માટે પ્રગતિ.

ધન

બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ-સહકાર મળતો જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ‌ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.

મકર

આનંદની અનુભુતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્‍ત થાય.

કુંભ

ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃધ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીન

દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્‍નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત

0

યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેને બુધવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીની તબિયત બગડતાં મુખ્તારનો નાનો દીકરો ઓમર અંસારી બાંદા જવા રવાના થયો છે. આ સાથે મુખ્તારના મોટા પુત્ર અબ્બાસ અંસારીની પત્ની નિખાત પણ બાંદા જવા રવાના થઈ ગઈ છે.

અફઝલ અંસારી થોડા સમય પહેલા ગાઝીપુરથી બાંદા જવા રવાના થયા છે અને હાઈકોર્ટમાં મુખ્તાર અંસારીની રજૂઆત કરનારા વકીલ અજય શ્રીવાસ્તવ પણ બાંદા જવા રવાના થઈ ગયા હતા.

બાંદાના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જેલ અધિકારીઓ કોઈની સાથે વાત કરતા નથી. તમામ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. પોલીસ બંદોબસ્તમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મુખ્તારનો પરિવાર ગાઝીપુરથી બાંદા જવા માટે નીકળી ગયો છે. તેમને વેન્ટિલેટર પર ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ધીરે ધીરે મુખ્તારના સમર્થકો અને પરિવારના સભ્યો પહોંચવા લાગ્યા. મુખ્તારનો ભાઈ અફઝલ અંસારી, પુત્ર ઉમર અંસારી બાંદા પહોંચ્યા, પરંતુ કોઈને પણ મુખ્તારને મળવા દેવાયા નહોતા.

ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા, આ બેઠક પરથી લડશે

0

ભૂતપૂર્વ સાંસદ અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. ગોવિંદાને મુંબઈ- ઉત્તર પશ્ચિમ બોકસભા બેઠક પરથી શિવસેનાના યુબીટીના અમોલ કીર્તિકર સામે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ મુંબઈ ઉત્તર લોકસભામાંથી કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જો કે, ગોવિંદાએ પાછળથી ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કરીને કોંગ્રેસ પક્ષ અને રાજકારણથી અલગ થઈ ગયા.

આ પહેલા બુધવારે ગોવિંદા શિંદે કેમ્પના નેતા અને શિવસેનાના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતા, જેનો ફોટો પણ સામે આવ્યો હતો. ગોવિંદા અગાઉ ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના રામ નાઈકને ૪૮,૨૭૧ મતોથી હરાવ્યા.

તમને જણાવી દઈએ કે અભિનેતા ગોવિંદાએ રાજનીતિમાં ડેબ્યૂ વર્ષ ૨૦૦૪માં કર્યું હતું. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર જીતીને સંસદ ભવન પહોંચ્યા હતા. તેઓ ૨૦ વર્ષ પહેલા ઉત્તર મુંબઈથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. રામ નાઈક બાદમાં યુપીના રાજ્યપાલ પણ બન્યા હતા. જોકે, ગોવિંદાએ પાછળથી અંગત કારણોસર રાજકારણ છોડી દીધું હતું. મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ હાલમાં શિવસેનાના ગજાનન કીર્તિકર કરે છે. જો કે, કીર્તિકરની વૃદ્ધાવસ્થાના કારણે, એકનાથ શિંદે જૂથ તેમને બીજી તક આપવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં ગોવિંદા અહીંથી લડે તેવી શક્યતા પ્રબળ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

કેજરીવાલને ન મળી રાહત, લીકર પોલિસી કેસમાં પહેલી એપ્રિલ સુધી રિમાન્ડ

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી ફરી એકવાર લંબાવવામાં આવી છે. કોર્ટે કેજરીવાલને ૧ એપ્રિલ સુધી ફરી વાર ઈડીની કસ્ટડીમાં સોંપ્યાં છે. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતા પરંતુ કોર્ટે ચાર દિવસની કસ્ટડી મંજૂર રાખી હતી. હવે 1 એપ્રિલે વધુ સુનાવણી થશે.

કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે  ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.

કેજરીવાલે પૂછ્યું હતું કે, ‘શું ઈડી પાસે મારી વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા છે? મારી ખોટી રીતે ધરપકડ કરાઈ છે. મારું નામ ફક્ત ચાર નિવેદનમાં આવ્યું છે.’ આ અંગે જજે કેજરીવાલને જવાબ આપતા કહ્યું હતું કે, ‘તમે લેખિતમાં નિવેદન કેમ નથી આપતા? તમારે લેખિતમાં નિવેદન આપવું જોઈએ.’ ત્યારે  કેજરીવાલે કહ્યું કે, ‘આ મામલો બે વર્ષથી ચાલે છે. ઈડીએ ૨૫ હજાર પાનાની તપાસ કરી છે. ઈડી ફક્ત મારી ધરપકડ કરવા માગતી હતી.  શું એક નિવેદન એક મુખ્યમંત્રીની ધરપકડ કરવા કાફી છે? અમે દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. હું રિમાન્ડનો સામનો કરવા તૈયાર છું.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી નોમિનેશન પ્રક્રિયા શરૂ

0

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૮૮ સંસદીય બેઠકો માટે નામાંકન ભરવાની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ વતી, ચૂંટણી પંચે ગુરુવારે સવારે ૨૬ એપ્રિલે યોજાનારી સંસદીય ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૪ એપ્રિલ છે. જમ્મુ-કાશ્મીર સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી ૫ એપ્રિલે હાથ ધરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી ૬ એપ્રિલે થશે.

આજરોજથી બીજા તબક્કાના મતદાન માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થનાર છે ત્યારે ચાલો આપણે જાણીએ કે નામાંકનની પ્રક્રિયા એટલે શું..આ પ્રક્રિયા હેઠળ ઉમેદવારો ચૂંટણી પંચમાં તેમના નામની નોંધણી કરે છે અને દાવો કરે છે કે તેઓ લોકસભા ચૂંટણીના મેદાનમાં જાહેર મત જીતવા માટે તે એક યોગ્ય ઉમેદવાર છે. આ પ્રક્રિયામાં ઉમેદવારો દ્વારા અલગ અલગ પ્રમાણપત્રો સબમિટ કરવામાં આવે છે, આ સબમિટ કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કર્યા પછી, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી માટે તેમની ઉમેદવારી નક્કી કરે છે. ઉમેદવારી ફાઈનલ થયા બાદ જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે અને પોતાનો પ્રચાર પ્રસાર કરી શકે છે અને પોતાની તરફેણમાં મત માંગી શકે છે.

પહેલા ચરણમાં તમિલનાડુની ૨૯, રાજસ્થનાની ૧૨, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની ૬, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની ૫-૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની ૨-૨ અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં ૧-૧ સીટો પર મતદાન થશે.

લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે. જ્યાં પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે મતદાન થશે. સાતમા અને છેલ્લા તબક્કા માટે ૧ જૂને મતદાન થશે. જો તારીખોની વાત કરીએ તો પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થશે. બીજા તબક્કા માટે ૨૬ એપ્રિલે, ત્રીજા તબક્કા માટે ૭ મે, ચોથા તબક્કા માટે ૧૩ મે, પાંચમા તબક્કા માટે ૨૦ મે, છઠ્ઠા તબક્કા માટે ૨૫ મે અને સાતમા તબક્કા માટે ૧ જૂને મતદાન થશે. અને અંતિમ તબક્કો કરવામાં આવશે. ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

સુપ્રિયા શ્રીનેતને કંગના રનૌત વિવાદિત ટિપ્પણીના કારણે કોંગ્રેસએ ટિકિટ ન આપી!

0

બૉલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી BJPની ઉમેદવાર કંગના રનૌત પર ટિપ્પણીને લઈને વિવાદોમાં ઘિરાઈ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને એક વધું ઝટકો લાગ્યો છે. આવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ તેના લોકસભા ટિકિટ કાપી દીધી છે. કોંગ્રેસ પાર્ટીએ બુધવારે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની આઠમી લિસ્ટ રજૂ કરી. આ લિસ્ટમાં પાર્ટીએ ઉત્તર પ્રદેશની મહારાજગંજ લોકસભા સીટ પરથી પણ તેના ઉમેદવારની જાહેરાત કરી છે, જ્યાંથી છેલ્લે ૨૦૧૯માં સુપ્રિયા શ્રીનેતે લોકસભા ચૂંટણી લડી હતી. સુપ્રિયા શ્રીનેત આ ચૂંટણી ભાજપના ઉમેદવાર પંકજ ચૌધરી સામે હારી ગઈ હતી. કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતની જગ્યા આ વખતે વીરેન્દ્ર ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જો મહારાજગંજ જિલ્લાના ફરેન્દા વિધાનસભાથી હાજર વિધાયક છે.

કંગના પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ સુપ્રિયા શ્રીનેત મુશ્કેલીમાં, NCW ચૂંટણી પંચને પત્ર લખશેસુપ્રિયા શ્રીનેતની વાત કરીએ તો તેમણે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંગના રનૌત તથા મંડી પર આપત્તિજનક ટિપ્પણી કરીને રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. ચૂંટણી પંચે પણ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ માટે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને કારણજણાવો નોટિસ ફટકારી હતી.

આ પહેલા સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમના ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે અને તેના દ્વારા કોઇએ પોસ્ટ કરી છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું, જેવી જ મને ખબર પડી તો મે તે પોસ્ટ હટાવી દીધી હતી, જે લોકો મને જાણે છે, તે એમ પણ સારી રીતે જાણે છે કે હું ક્યારેય કોઇ પણ મહિલા પ્રત્યે વ્યક્તિગત અને આપત્તિજનક ટિપ્પણી કરી શકતી નથી. હું જાણવા માંગુ છું કે આ કેવી રીતે થયું.

તેમણે કહ્યું કે, “અમે અમારી પુત્રીઓને પૂર્વાગ્રહોના બંધનોથી મુક્ત કરવા માંગે છે, અમે તમના શરીરના અંગોના વિશેમાં જિજ્ઞાસાથી ઉપર આવું જોઈએ અને સૌથી ઉપર, અમે યોનકર્મિયોના પડકારજનક જીવન અથવા પરિસ્થિતિયોને ઘણા પ્રકારના દુર્વ્યવહાર અથવા અપમાનના રૂપમાં ઉપયોગ કરવાથી બચવું જોઈએ. દરેક મહિલા પોતાની ગરિમાનું હકદાર છે.

આ પણ વાંચો :-

તમિલનાડુમાં ટીકીટ ન મળતા આત્મહત્યાનો પ્રયાસ કરનાર ગણેશમૂર્તિનું મોત

0

તામિલનાડુના સાંસદ ગણેશમૂર્તિ, જેમણે થોડા દિવસો પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેમનું સવારે ૫ વાગ્યે હાર્ટ એટેકથી નિધન થયું હતું. એવું કહેવાય છે કે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ટિકિટ ન મળવાને કારણે તેઓ ડિપ્રેશનમાં હતા. જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ગણેશમૂર્તિને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ તેની હાલત ગંભીર ગણાવી હતી.

પોલીસે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ગણેશમૂર્તિએ રવિવારે સવારે ૯:૩૦ વાગ્યે બેચેનીની ફરિયાદ કરી હતી. તેમના પરિવારજનો દ્વારા તેમને તમિલનાડુના ઈરોડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

ગણેશમૂર્તિની સ્થિતિ ગંભીર હોવાને કારણે, ડૉક્ટરોએ તેમને ECMO  સિસ્ટમ પર મૂક્યા હતા, પરંતુ તેમનું શરીર આ સારવારને રિસ્પોન્સ આપી રહ્યું ન હતું. તેમના મૃત્યુ પર ડીએમકે પાર્ટીના પ્રમુખ વાઈકોએ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેઓ બેભાન થઈ ગયા હતા, અમને ખબર નથી કે તેમણે આવું કેમ કર્યું. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંસદના પાર્થિવ દેહને ઈરોડના પેરિયાર નગર ખાતે તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે.

ગણેશમૂર્તિના મૃત્યુ બાદ MDMKના સૂત્રોએ જણાવ્યું હતું કે ટિકિટ ન મળવાના કારણે ગણેશમૂર્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવું ખોટું હશે. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ચર્ચા વચ્ચે ગણેશમૂર્તિને ટિકિટ મળવાની તમામ શક્યતાઓ હતી. સૂત્રોએ આશંકા વ્યક્ત કરી હતી કે ગણેશમૂર્તિએ પારિવારિક સમસ્યાઓના કારણે દવા પીધી હશે.

આ પણ વાંચો :-

દેશની સૌથી અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે આપ્યું રાજીનામું

0

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને દરરોજ એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારતની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ અને હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે જાહેરાત કરી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી.

Savitri Jindal Resign From Congress : भारत की सबसे अमीर महिला सावित्री जिंदल ने छोड़ी कांग्रेस, चुनाव से पहले राहुल गांधी की पार्टी को एक और तगड़ा झटकाસાવિત્રી જિંદાલે બુધવારે સોશિયલ મીડિયા એક્સ (X) પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી હતી કે તેમણે તેમના પરિવારની સલાહ પર કોંગ્રેસની પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘મેં ધારાસભ્ય તરીકે ૧૦ વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યી છું.’

સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલાઓમાં ટોચ પર છે, તેમની ઉંમર ૮૪ વર્ષ છે અને તે જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ૨૮ માર્ચ, ૨૦૨૪ સુધીમાં સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ $૨૯.૬ બિલિયન છે. જે ભારતીય રૂપિયામાં લગભગ ૨.૪૬ લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ આવે છે જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં 56માં સ્થાને છે.

ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે ૧૦ વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી. ૨૦૦૫માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલના મૃત્યુ પછી જિંદાલ હિસાર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેઓ ૨૦૦૯માં હિસારથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને ઓક્ટોબર ૨૦૧૩માં હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૦૬માં તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું પરંતુ ૨૦૧૪ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો :-