કોંગ્રેસ પાર્ટીએ આજે સવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટો ૫ ‘ન્યાય’ અને ૨૫ ‘ગેરન્ટી’ પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજા દિવસે જયપુર અને હૈદરાબાદમાં જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે જેમાં પાર્ટીના ટોચના નેતાઓ ભાગ લેશે.
કોંગ્રેસનો મેનિફેસ્ટો પાંચ ન્યાય ‘ભાગીદારીનો ન્યાય’, ‘ખેડૂત ન્યાય’, ‘મહિલા ન્યાય’, ‘શ્રમ ન્યાય’ અને ‘યુવા ન્યાય’ પર આધારિત હશે. ‘યુવા ન્યાય’ હેઠળ પાંચ ગેરંટી આપવામાં આવશે, જેમાં ૩૦ લાખ સરકારી નોકરીઓ આપવાનું અને એક વર્ષ માટે એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને ૧ લાખ રૂપિયા આપવાનું વચન સામેલ છે. કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની ૫૦ ટકા મર્યાદા દૂર કરવાની ગેરંટી આપી છે. ‘ખેડૂત ન્યાય’ હેઠળ, મીનીમમ સપોર્ટ પ્રાઈઝ, લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાયદાકીય દરજ્જો આપવાની ગેરંટી આપવામાં આવી છે.
ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલા કોંગ્રેસે ડોર ટુ ડોર ગેરંટી અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ, કોંગ્રેસના કાર્યકરો આ ગેરંટી કાર્ડ્સનું વિતરણ કરશે, જે ૧૪ અલગ-અલગ ભાષાઓમાં છાપવામાં આવ્યા છે, આગામી થોડા અઠવાડિયા સુધી ભારતના આઠ કરોડ પરિવારોને આ ગેરંટી આપવામાં આવશે. નોંધનીય છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ પાંચ ન્યાય અને ૨૫ ગેરંટી વિશે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી એપ્રિલે થવાનું છે અને લોકસભાની ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે.
આ પણ વાંચો :-

ફેબ્રુઆરીની નાણાકીય નીતિમાં મધ્યસ્થ બેંકે સતત છઠ્ઠી વખત
મેષ
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે. તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. સમાચાર સાંભળીને મંડલગઢના વર્તમાન ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલ અને પૂર્વ મંત્રી રામલાલ જાટ શબઘર પહોંચ્યા હતા અને તેમણે મૃતક ધારાસભ્યના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પોલીસ તપાસમાં આત્મહત્યાનું કારણ કૌટુંબિક અણબનાવ હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટ ભાજપના ઉમેદવાર
રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO, SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે,
તાઈવાનમાં ૨૫ વર્ષમાં આવેલા સૌથી
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય
મેષ
કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને ૧,૦૦,૦૦૦ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. જે પોસ્ટકાર્ડ લખી 