Home Blog Page 768

મુંબઈમાં IT વિભાગને ૮ કિલો સોનું અને ૧૪ કરોડની બેહિસાબી સંપત્તિ મળી

0

મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે એક સાથે અનેક જગ્યાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ભંડારી ફાયનાન્સ પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે, જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

આવકવેરા વિભાગની આ કાર્યવાહી ૭૨ કલાક સુધી ચાલુ રહી હતી. દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી ૧૭૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. આ સિવાય ૮ કિલો સોનું મળી આવ્યું છે. આવકવેરા વિભાગે ૧૭૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ શોધી કાઢી છે જે જપ્ત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલી ૧૪ કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ ૧૪ કલાક લાગ્યા હતા. આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગના સેંકડો અધિકારીઓએ સંયુક્તરૂપે દરોડા પાડ્યા હતા. શુક્રવારે, ૧૦ મેના રોજ, ટીમે નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા.

આવકવેરા અધિકારીઓ સાથે મળીને નાંદેડ જિલ્લામાં પ્રથમ વખત આવી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ કાર્યવાહી ચાલુ રાખી હતી. આ દરમિયાન તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ૭૨ કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં આવકવેરા વિભાગે રૂ. ૧૭૦ કરોડની બિનહિસાબી સંપત્તિ રિકવર કરી છે. વિભાગને ૮ કિલો સોનું અને ૧૪ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. હાલ ઈન્કમટેક્સ ટીમ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :-

આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૬ લોકોના મોત

0

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર બુધવારની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે છ લોકો જીવતા સળગી ગયા હતા. આ માર્ગ અકસ્માતમાં ૩૨ લોકો ઘાયલ થયા છે, જેમની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ લાગી હતી. અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા. હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર ચિલાકાલુરીપેટ મંડલ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી.

મૃતકોમાં ૩૫ વર્ષીય બસ ડ્રાઈવર અંજી, ૬૫ વર્ષીય ઉપપાગુંદુર કાશી, ૫૫ વર્ષીય ઉપાગુંદુર લક્ષ્મી અને મુપ્પરાજુ ખ્યાતી સાસરી નામની ૮ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. બાકીના બે લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. આ અકસ્માતમાં ૩૨ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ચિલાકાલુરીપેટ નગરની સરકારી હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી તેને સારી સારવાર માટે ગુંટુર ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ઘટના અંગે માહિતી મળી છે.

આ પણ વાંચો :-

૧૪ મે, ૨૦૨૪ / આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે ભરપૂર લાભ, વિવાહિત લોકોને પાર્ટનર તરફથી કોઇ ભેટ મળશે

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

‌વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ-શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

‌મિથુનઃ

હાજરજવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

‌સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથે આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃ‌શ્ચિકઃ

નાના-ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ

અાત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગિતથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઇ બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

કોણ છે આ સંત જેઓ બન્યા પીએમ મોદીના ટેકેદાર?

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર હતા.

વડાપ્રધાન મોદીના ઉમેદવારી ફોર્મના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાડ, સરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, રામદાસ આઠવલે, ચંદ્રાબાબુ નાયડુ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પવન કલ્યાણ, સંજય નિષાદ, ડરદીપ સિંહ પુરી, જીતન રામ માંઝી અને ઓમપ્રકાશ રાજભર સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને બે તબક્કામાં મતદાન બાકી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્ર મોદીએ ગંગાની પૂજા તેમજ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૧૨ ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.

ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર માટે ચાર ટેકેદારોના નામ નક્કી કર્યા હતા. પીએમ મોદી સાથે ચર્ચા બાદ આ તમામના નામ ફાઇનલ કર્યા હતા. ભાજપે ટેકેદારોના નામમાં જાતીય સમીકરણને સાધવાનું પણ કામ કર્યુ છે. ચાર ટેકેદારોમાં એક બ્રાહ્મણ, બે ઓબીસી સમાજના અને એક દલિત વર્ગના છે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૧૨ ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.

who-are-four-people-who-became-pm-modis-proponents-one-of-whom-has-a-special-connection-with-ram-temple-acharya-ganeshwar-shastri-dravid-baijanath-patel-lalchand-kushwaha-and-sanjay-sonkar-329847

આ પણ વાંચો :-

કંગના રનૌત આજે મંડી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

0

ભાજપના હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પર કંગના રનૌતે આજે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમના હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામવાની સંભાવના રહેલી છે. કારણ કે કોંગ્રેસે અહીંથી દિવંગત નેતા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

ક્યાંક આ મારી પહેલી અને છેલ્લી ચૂંટણી ન થાય..: કંગના રણૌતને સતાવી રહ્યો છે ભયકંગનાના નોમિનેશન પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંડ, વિપક્ષના નેતા જયરામ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ ડો.રાજીવ બિંદલ પણ હાજર રહ્યા હતા. નોમિનેશન બાદ ઐતિહાસિક શેરી સ્ટેજ પર રેલી કરી હતી. સ્ટેજને ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. આ મંચ પર ૯ મેના રોજ કોંગ્રેસની રેલી યોજાઈ હતી. તડકાથી બચવા માટે સ્ટેજની સામે મંડપ લગાવવામાં આવ્યો હતો. પાર્ટીના વરિષ્ઠ નેતા, ધારાસભ્યો અને પાર્ટીના અધિકારીઓને સ્ટેજ પર બેસવા માટે કુલ ૬૦ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મંડીથી ઉમેદવારી દાખલ કરતાં પહેલા કંગના રનૌતે મંડીમાં રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન જયરામ ઠાકુર તથા અન્ય ભાજપના નેતાઓ તેમના પ્રચારમાં હાજર હતા. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા.

કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ માટે આ સંસદીય ક્ષેત્ર નવું નથી. ૧૯૭૧ થી આ વિસ્તાર તેમની માતા પ્રતિભા સિંડ અને પિતા સ્વ. વીરભદ્ર સિંડની કર્મભુમી રડી છે. વિક્રમાદિત્ય સિંડે અહીંની મુખ્ય સમસ્યાઓ પર પોતાનું વિઝન સ્પષ્ટ કર્યું છે. કંગનાને તેના વિઝન વિશે પૂછવામાં આવી રહ્યું છે. આ રસપ્રદ હરીફાઈમાં કોણ જીતશે માત્ર મડી સંસદીય ક્ષેત્રના લોકો જ નહી પરંતુ સમગ્ર દેશની નજર આ બાબત પર છે.

આ પણ વાંચો :-

ઉનાળો વેકેશનમાં ફરવા જતાં પહેલા ચેતજો! સુરતના એક જ પરિવારના ૮ લોકો ડૂબ્યા

0

સુરત ખાતે રહેતા બલડણિયા કોટડી પરિવારના ૮ લોકો પોઈચા પાસે આવેલ નર્મદા નદીમાં ડૂબ્યા છે. મૂળ અમરેલીના હાલ સુરત રહેતા ૮ પ્રવાસીઓ પોઈચામાં નદીમાં ડૂબ્યાં હોવાની માહિતી મળી રહી છે. પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક ૮ લોકો ડૂબ્યા હતા. ૩ બાળકો સાથે ૮ લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. ૭ લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગર પાલિકાનાં ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે.

સુરતથી કેટલાક લોકો પોતાના વાહનમાં પોઇચા આવ્યા હતા. જ્યાં પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને આઠ જેટલા લોકો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. આ દરમિયાન નર્મદા નદીના વહેણમાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હતા. આ લોકોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદયાં અને એક વ્યક્તિનો આબાદ બચાવ પણ કરી લેવામાં આવ્યો છે જ્યારે બાકીના ૭ લોકો હજુ મળ્યા નથી અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

સુરતના આઠ બાળકોના નામ

  • ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા
  • આરનવ ભરતભાઈ બલદાણિયા
  • મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા
  • વ્રજ હિંતમભાઈ બલદાણિયા
  • આર્યન રાજુભાઈ ઝીંઝાળા
  •  ભાર્ગવ અશોકભાઈ હડિયા
  • ભાવેશ વલ્લભભાઈ હડિયા

મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઇચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચ્યા શોધખોળ હાથ ધરી હતી. એટલા માટે જો તમે વેકેશનમાં કોઈ જગ્યા પર પ્રવાસે જોઈ રહ્યા છો તો અજાણ્યા પાણીમાં જતાં પહેલા ચેતજો, અજાણ્યા પાણીમાં આ પ્રકારે ન્હાવા કુદવાથી તમારા પ્રવાસની મજા બગડી શકે છે.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટમાંથી રામદેવ-બાલકૃષ્ણને રાહત, IMA પર કેમ સુપ્રીમ કોર્ટ નારાજ

0

પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આજે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ સાથે તેણે IMA પ્રમુખને સખત ઠપકો આપ્યો અને તેમની માફીને પણ ફગાવી દીધી. સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા.

જસ્ટિસ કોહલીએ કહ્યું, ‘તમારી માફી માટે અમારી પાસે એટલું જ કહેવાનું છે, જે અમે પતંજલિ માટે કહ્યું હતું. આ કેસ કોર્ટમાં છે, જેમાં તમે પક્ષકાર છો. તમારા વકીલો ટિપ્પણીઓને દૂર કરવા માટે કહી શક્યા હોત, પરંતુ તમે પ્રેસમાં ગયા. અમે બિલકુલ ખુશ નથી. અમે આટલી સરળતાથી માફ નહીં કરીએ. તેણે કહ્યું, ‘તમે અન્યો માટે કેવો દાખલો બેસાડો છો. આ કેસની સુનાવણી જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે IMAના અધ્યક્ષને પણ ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો? એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. તમે એ જ કર્યું છે, જે બીજા પક્ષકારે કર્યું છે. તમે કોર્ટ વિશે કંઈ પણ ના કહી શકો. IMA અધ્યક્ષે કોર્ટની વિના શરતે માફી માગી હતી.

આ પણ વાંચો :-

દિલ્હીમાં ઘણી હોસ્પિટલોને ફરી મળી બોંબની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

0

તાજેતરમાં જ દિલ્હી અને અમદાવાદમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની ઘટનાઓ બાદ દેશમાં ફરીથી દિલ્હીની ચાર હોસ્પિટલોને ફરી એકવાર બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દીપ ચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ અને હેડગેવાર હોસ્પિટલને ઈમેલ દ્વારા બોંબની ધમકી મળી છે. ધમકીને કારણે OPD દર્દીઓને તપાસ માટે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું કે, સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અશોક વિહારની દીપ ચંદ બંધુ હોસ્પિટલથી સવારે ૧૦:૪૫ વાગ્યે, ડાબરીની દાદા દેવ હોસ્પિટલમાંથી સવારે ૧૦:૫૫ વાગ્યે, ફરશ બજારની હેડગેવાર હોસ્પિટલમાંથી સવારે ૧૧:૦૧ વાગ્યે અને જીટીબી હોસ્પિટલથી સવારે ૧૧:૦૧ વાગ્યે કોલ આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે ચારે હોસ્પિટલ પર ટીમને રવાના કરી દેવામાં આવી છે. હાલ ટીમ ખુબ જ સાવચેતીપૂર્વક અને ઊંડાણથી તપાસ કરી રહી છે. હાલ દિલ્હી પોલીસ પણ આ તપાસમાં લાગી છે કે જેથી મેઈલ ક્યાંથી કરવામાં આવ્યો હતો તે જાણી શકાય. બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલમાં પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. જે બાદ હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર વિભાગ અને નાગરિક એજન્સીઓ બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ હતી.

આ પહેલા પણ ૧૨મી મેના રોજ દિલ્હીના આઠ દવાખાનાઓ અને એરપોર્ટને પણ બમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ અંતે તે અફવા નીકળી હતી. પરંતુ ત્યારબાદ તમામ હોસ્પીટલો અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. તમામ સ્થળોએ આવતા જતા લોકોની અને તેમના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ સંવેદનશીલ વસ્તુઓ મળી નથી.

આ પણ વાંચો :-

સલમાન ખાન ફાયરિંગ કેસમાં બિશનોઈ ગેંગના છઠ્ઠા આરોપીની ધરપકડ

0

સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ફરી એકવાર મોટી સફળતા મળી છે. બહુચર્ચિત આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે, જેની ધરપકડ હરિયાણાના ફતેહાબાદથી કરવામાં આવી છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ હરપાલ સિંહ છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે. સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં હરપાલની ભૂમિકા ફાઇનાન્સરની હોવાનું કહેવાય છે.

Salman Khan Net Worth: 3000 કરોડની સંપત્તિના માલિક છે સલમાન ખાન, જાણો વાર્ષિક કમાણી | Salman Khan Net worth is 3000 crores rupees, Know his lifestyle, annual income. - Gujarati Oneindiaઅધિકારીએ જણાવ્યું હતું કે, બિશ્નોઈ ગેંગના અન્ય એક સભ્ય મોહમ્મદ રફીક ચૌધરીની પૂછપરછ દરમિયાન સિંહનું નામ બહાર આવ્યું હતું. જેની આ મહિનાની શરૂઆતમાં ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સિંહે ચૌધરીને સલમાન ખાનના ઘરની આસપાસ તપાસ કરવા કહ્યું હતું અને તેને ૨-૩ લાખ રૂપિયા પણ આપ્યા હતા.

સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપને જેલમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અગાઉ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી મોહમ્મદ રફીકની ધરપકડ કરી હતી, જેણે પૂછપરછ દરમિયાન છઠ્ઠા આરોપી હરપાલનું નામ આપ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ યુએસ અથવા કેનેડામાં છે. આ કેસમાં બંનેના નામ બહાર આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, છઠ્ઠા આરોપીની ઓળખ ૩૪ વર્ષીય હરપાલ સિંહ તરીકે થઈ છે. આરોપી હરિયાણાના ફતેહાબાદનો રહેવાસી છે.

આ પણ વાંચો :-

મુંબઇમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૪ લોકોનાં મોત, ૫૯ ઇજાગ્રસ્ત

0

મુંબઈમાં ધૂળના તોફાનને કારણે સોમવારે ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આજે મંગળવારે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૪ થઈ ગયો છે અને ઓછામાં ઓછા ૭૪ લોકો ઘાયલ થયા છે. NDRFની ટીમોએ હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ હોર્ડિંગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.

ghatkopar-hoarding-collapseજ્યારે આ અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે ૧૦૦ થી વધુ લોકો હાજર હતા. હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો થયો હતો. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે ૩ વાગ્યા સુધીમાં, હોર્ડિંગની અંદર ફસાયેલા કુલ ૮૬ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ૧૨ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૪૩ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે. આ સિવાય ૩૧ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્ય વિરુદ્ધ IPCની કલમ ૩૦૪, ૩૩૮, ૩૩૭ હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સોમવારે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂપિયા 5 લાખની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી અને કહ્યું કે, ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. બીજી ઘટનામાં વડાલામાં લોખંડનું માળખું તૂટી પડ્યું હતું. ૪:૨૨ વાગ્યે, વડાલાના બરકત અલી નાકામાં શ્રીજી ટાવર પાસે મેટલ/સ્ટીલ પાર્કિંગ ધરાશાયી થયું. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનો તેની સાથે અથડાયા હતા. કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડએ તેને બચાવી લીધો.

આ પણ વાંચો :-