Home Blog Page 767

સૂર્ય સપાટી પર થયા બે વિસ્ફોટ, આદિત્ય એલ-૧ અને ચંદ્રયાન- ૨દ્વારા ભયાનક દ્રશ્ય સામે આવ્યું

0

અંતરિક્ષએ એક એવી રહસ્યમય દુનિયા છે જેના વિશે તમે જેટલું જાણો તેટલું ઓછું જ લાગે છે. આ માટે જ તેના વિશે વધુને વધુ રસપ્રદ માહિતીઓ જાણવાની ઇચ્છા થતી રહેતી હોય છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક એવી સંસ્થા છે, જે સમયાંતરે અંતરિક્ષ વિશે નવુ નવુ જાણવા માગતા લોકો માટે અંતરિક્ષની નવી નવી તસવીરો અને વીડિયો મૂકતી હોય છે.

લગભગ ૨૧ વર્ષ પછી આવેલા આવા શક્તિશાળી વાવાઝોડાથી વૈજ્ઞાનિકો પોતે પણ આશ્ચર્યચકિત અને પરેશાન છે. માત્ર ISRO જ નહીં પરંતુ NOAA સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે સૂર્ય પર વધુ વિસ્ફોટ થવાની સંભાવના છે. જો આવું સતત થતું રહેશે તો તે પૃથ્વીની કોમ્યુનિકેશન સિસ્ટમ અને જીપીએસ સિસ્ટમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

સૂર્યમાં વિસ્ફોટ પછી સૌર તરંગની નાસા દ્વારા જાહેર કરાયેલી તસવીર.સૌર તોફાન એટલે સૂર્યની સપાટી પર થતા વિસ્ફોટો કલાકના કેટલાક લાખ કિલોમીટરની ઝડપે વાતાવરણમાં ફેલાય છે. આવા સૌર વાવાઝોડા અવકાશમાંથી કણોને શોષીને આગળ વધે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ પૃથ્વી સાથે અથડાય છે, ત્યારે તેઓ સેટેલાઇટ નેટવર્ક, ટીવી, રેડિયો કમ્યુનિકેશન અને જીપીએસ સિસ્ટમને પણ અસર કરે છે. આને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક X અને બીજું M.

ઈસરોના જણાવ્યા અનુસાર, આ ૨૦૨૩ પછીનું સૌથી શક્તિશાળી જિયોમેગ્નેટિક તોફાન હતું. આ સમયગાળા દરમિયાન સૂર્ય પર જ્વાળાઓનો વિસ્તાર 1859ની કેરિંગ્ટન ઘટના કરતાં મોટો હતો. તેના નિવેદનમાં ISROએ જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસોમાં X ક્લાસની ઘણી સૌર જ્વાળાઓ અને કોરોનલ માસ ઇજેક્શન (CMEs) પૃથ્વી પર ત્રાટક્યા છે. ઉચ્ચ અક્ષાંશ વિસ્તારોમાં આની મજબૂત અસર પડી છે. આવી ઘટનાઓ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે.

ISRO, Aditya-L1, Solar Storm, Solar Flare, NASA

જ્યારે સૌર વાવાઝોડામાં હાજર ચાર્જ્ડ કણો પૃથ્વીના વાતાવરણમાં હાજર ઓક્સિજન અને નાઇટ્રોજન કણો સાથે અથડાય છે, ત્યારે તેઓ લાઈટ ફોટોન રિલીઝ થાય છે. લાઈટ ફોટોનનો અર્થ પ્રકાશ છે અને આ પ્રકાશ તરંગલંબાઇનો છે, જે આંખોને દેખાય છે. આ પ્રકાશ નોર્ધન લાઇટ તરીકે દેખાય છે. એ પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં દેખાય છે, તેથી એને નોર્ધન લાઇટ્સ નામ આપવામાં આવ્યું છે.

અવકાશમાં આ હિલચાલ આદિત્ય L૧ ના પેલોડ ASPEX દ્વારા રેકોર્ડ કરવામાં આવી છે. આમાં, સૂર્ય વાવાઝોડાના પવનના પ્લાઝ્માનો ઝડપી પ્રવાહ, તાપમાન અને ઝડપી પ્રવાહ સ્પષ્ટપણે દેખાય છે. આ પેલોડમાં એક સ્પેક્ટ્રોમીટર છે જે સૌર પવનના નિશાન કેપ્ચર કરે છે. વધુમાં, આદિત્ય L૧ના એક્સ-રે પેલોડ સોલેક્સે પણ ઘણા X અને M વર્ગના જ્વાળાઓનું અવલોકન કર્યું જે L૧ બિંદુમાંથી પસાર થયું હતું. આદિત્ય L૧ ઉપરાંત, ચંદ્રયાન-૨ના ઓર્બિટરે આ સૌર વિસ્ફોટની ઘટનાઓને પણ કેપ્ચર કરી છે, જે સતત ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહી છે. તેમાં સૌર વાવાઝોડાની ઘણી રસપ્રદ ઘટનાઓ કેદ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

H-૧B વિઝા કેવી રીતે મળશે? જાણો શું છે પ્રોસેસ અને કેટલો થશે ખર્ચો?

અમેરિકામાં કોઈ કર્મચારીની છટણી એટલે કે લેઓફ કરવામાં આવે તો તેમાં કઈ કઈ વાતોનો ખ્યાલ રાખવામાં આવશે તે વિશે એક ગાઈડલાઈન જાહેર થઈ છે. USCIS દ્વારા આ ગાઈડલાઈન જાહેર થઈ છે જે H-૧B વિઝા ધારકોને લાગુ પડશે જેમને જોબમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. અમેરિકામાં કામ કરતા ઈમિગ્રન્ટ વર્કર્સ માટે આ એક વિગતવાર ગાઈડલાઈન છે જેમાં વર્કરને ૬૦ દિવસ કરતા વધારે સમય સુધી પોતાનો સ્ટે લંબાવવા માટે ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

Trump Administration proposed major changes in H 1B Visa policy | US: H-1B વિઝા પોલિસીમાં બદલાવનો પ્રસ્તાવ, 100 ભારતીય કંપનીઓ પર પડી શકે છે અસર | Divya Bhaskarજોબ ગુમાવ્યા પછી તમારી પાસે ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ હોય છે. તેમાં કેટલાક વિકલ્પોનો વિચાર કરી શકો છો. જેમ કે નોનઈમિગ્રન્ટ સ્ટેટસમાં ચેન્જ કરવા માટે તમે અરજી કરી શકો. સ્ટેટસના એડજસ્ટમેન્ટ માટે અરજી કરી શકો. ત્રીજું, અત્યંત વિકટ પરિસ્થિતિ એટલે કે કમ્પેલિંગ સર્કમસ્ટેન્સિસ માટે અરજી ફાઈલ કરી શકો. અને છેલ્લે, તમે એમ્પ્લોયરને ચેન્જ કરવા માટે nonfrivolous petitionના બેનિફિશિયરી બની શકો છે.

જે વર્કર્સની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન એપ્રૂવ થઈ ગઈ હોય તેઓ એક વર્ષના EAD માટે પણ ક્વોલિફાઈ થઈ શકે છે. તેથી તેઓ આગળ જતા કાયદેસર રીતે પર્મેનન્ટ રેસિડન્ટનું સ્ટેટસ પણ મેળવી શકે છે. કેટલાક સંજોગો એવા હોય છે જેમાં ઝડપથી કોઈ નિર્ણય લેવામાં આવે તે જરૂરી બની જાય છે. જેમ કે મોટા પ્રમાણમાં ફાઈનાન્શિયલ લોસ અટકાવવા હોય તો ઝડપથી નિર્ણય લેવાય તે આવશ્યક છે.

સિવાય અન્ય કયા વિકલ્પો છે જાણો તેના વિશે.

જે લોકો તેમની પોતાની પિટિશન ફાઇલ કરીને ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવા પાત્ર છે તેઓ તેમના સ્ટેટસનું એડજસ્ટમેન્ટ કરવાની અરજી કરે તે જ સમયે તેમની અરજી સબમિટ કરી શકે છે. જેનાથી આ H-૧B વિઝા ધારકોને થોડો ફાયદો થશે.

આ પણ વાંચો :-

હલ્દીરામને ખરીદવા માટે વિદેશી કંપનીઓ મેદાનમાં, જાણો કેટલાંની લાગી બોલી

0

અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની બ્લેકસ્ટોનની આગેવાનીમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ એથોરિટી અને સિંગાપુરની જીઆઈસીએ ગત સપ્તાહના અંતે હલ્દીરામ સ્નેક્સ ફૂડમાં કંટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરવા માટે બિન-બંધનકર્તા બિડ સુપરત કરી હતી. વિશ્વની પ્રાઈવેટ ઈક્વિટી ફંડ કંપની બ્લેક્સ્ટોન એડીઆઈએ અને જીઆઈસીએ સાથે મળી રૂ.૬૬,૪૦૦ કરોડથી રૂ.૭૦,૫૦૦ કરોડમાં હલ્દીરામનો ૭૪ ટકાથી ૭૬ ટકા હિસ્સો ખરીદવા આતુર છે. નોંધનીય છે કે, એડીઆઈએ અને જીઆઈસીએ બંને બ્લેકસ્ટોન વૈશ્વિક ફંડ્સના સંયુક્ત ભાગીદારો અથવા સ્પોન્શર્સ છે.

અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને જી.આઇ.સી ઓફ સિંગાપોર બંને બ્લેકસ્ટોનના વૈશ્વિક ભંડોળના મર્યાદિત ભાગીદારો અથવા પ્રાયોજકો છે. જો સોદો થાય છે, તો તે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું ખાનગી ઇક્વિટી એક્વિઝિશન હશે. ગયા વર્ષે મે મહિનામાં, ડાબર ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ચુટાનીને હલ્દીરામના સીઈઓ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા, જે પ્રથમ વખત કોઈ વ્યાવસાયિકને સુકાન સોંપવામાં આવ્યું હતું. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા મંજૂર કરાયેલી યોજનાના ભાગરૂપે નાગપુર અને દિલ્હી જૂથો વચ્ચે હજુ પણ ચાલી રહેલા સફળ વિલીનીકરણ પર કોઈપણ વ્યવહાર શરતી છે. આગામી ત્રણ-ચાર મહિનામાં તે પૂર્ણ થવાની ધારણા છે.

૮૭ વર્ષ જૂની હલ્દીરામ સ્નેક્સ ફૂડ પ્રાઈવેટ લિમિટેડ દેશની સૌથી જૂની સ્નેક્સ કંપની છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર બ્લેકસ્ટોને અન્ય બે કંપનીઓના કન્સોર્ટિયમ સાથે મળીને હલ્દીરામના ૭૬ ટકા બિઝનેસ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ માટે 8 થી ૮.૫ અબજ ડોલરની બોલી લગાવવામાં આવી છે. જો આ ડીલ પૂર્ણ થશે તો તે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટી પ્રાઈવેટ ઈક્વિટી ડીલ હશે.

હલ્દીરામ ભારતમાં સૌથી મોટી સ્નેક્સ અને વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ છે. આ બ્રાન્ડ ૫૦૦ પ્રકારના પેકેજ્ડ ફૂડ ઉત્પાદનોનું નિર્માણ અને વિતરણ કરે છે. હલ્દીરામ દ્વારા નમકીન, ભુજિયા, મીઠાઈઓ, ખાવા માટે તૈયાર ભોજન, બિસ્કિટ, નોન કાર્બોરેટેડ પીણાં, પાસ્તાનું ઉત્પાદન કરવામાં આવે છે. હલ્દીરામ દ્વારા ફૂડ પ્રોડક્ટની ૧૦૦ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

0

વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ ૨૦૩૦ સુધી નેટ ઝીરો થવાનો લક્ષ્ય રાખ્યું હતું પરંતુ પોતાના લક્ષ્યને વેગ આપવા માટે વિશ્વની અગ્રણી નેટ ઝીરો સર્ટિફિકેશનની સંસ્થા ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો (GNFZ) સાથે મળીને તેના લક્ષ્યને ૨૦૨૪ માં જ હાંસિલ કરી લીધું છે.

ગયા વર્ષે યોજવામાં આવેલ SRK સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમ્યાન કંપનીના આ નેટ ઝીરો ઉદ્દેશ્યની જાહેરાત કરવામાં આવી હતી જેમાં SRKની ૬ દાયકાની યાત્રા દરમ્યાન સમાજના વિકાસ માટે કરવામાં આવેલ કામો, કુદરતી આફતો દરમ્યાન કરવામાં આવેલ રાહત કામગીરી, આરોગ્યની સંભાળ, શિક્ષણ, પર્યાવરણ, સંરક્ષણ જેવા વિવિધ પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા. આ કોન્ક્લેવમાં કંપનીના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ એમીશનને નાબૂદ કરવાના સ્કોપ ૧, ૨ અને ૩ માટે SRK ના વ્યાપક રોડમેપનું અનાવરણ કર્યું હતું. વધુમાં તેમણે કંપનીની ૬૦ વર્ષની યાત્રામાં ESG ને પ્રતિબદ્ધ રહી કંપનીના દરેક કામ UN સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અને નેટ ઝીરો ઈન્ડિયા અને વિશ્વમાં ડિકાર્બોનાઇઝિંગની કામગીરી કરી મુખ્ય આગેવાન બનવા માટે લીડરો દ્વારા લેવાયેલા પગલાં જેને “ક્રાઉન જવેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે તેને વિગતવાર દર્શાવતો SRKનો પ્રથમ પ્યોર ઇમ્પેક્ટ રિપોર્ટની પણ જાહેરાત કરી હતી.

શરૂઆતથી જ દુનિયામાં સર્વોચ્ચ પ્રદર્શન કરતી LEED સર્ટીફાઇડ બિલ્ડીંગ, SRK હાઉસ અને SRK એમ્પાયર, ૨૦૩૦ સુધી નેટ ઝીરો થવાનું લક્ષ્ય રાખેલ. જો કે યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલના ભુતપૂર્વ પ્રેસિડેન્ટ અને CEO મહેશ રામાનુજમ દ્વારા નવી સ્થાપિત કરેલ નેટ ઝીરો સર્ટિફિકેટ સંસ્થા GNFZ સાથે જોડાયા પછી એક સફળ વ્યૂહરચના દ્વારા બંને પ્રોજેક્ટના નેટ ઝીરો સર્ટિફિકેશન વર્ષ 2024માં જ હાંસિલ કરવાની પ્રક્રિયાને વેગ આપવા સક્ષમ બન્યા છે.

શ્રી ગોવિંદ ધોળકિયા એટ્લે કે ગોવિંદકાકા દ્વારા સ્થાપવામાં આવેલ SRK વિશ્વની અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની છે. USD ૧.૮ બિલિયનની વેલ્યૂ ધરાવતી ૬૦૦૦ થી પણ વધુ લોકોને રોજગારી આપતી SRK છેલ્લા ૬ દાયકાથી કાર્યરત છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતના યોગદાનમાં જે પરીવર્તન આવી રહ્યું છે તેમાં SRK પોતાની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી રહ્યું છે. પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને દૃઢતા ઉપર ચાલતી પર્પઝ ડ્રિવન કંપની, SRK જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં કંપલાયન્સ અને સસ્ટેનેબિલિટી પ્રેક્ટિસમાં અગ્રણી  અને ઈન્ડિયાના ઝીરો એમીશનમાં પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહી છે. SRK ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ISO સર્ટિફિકેટ, સિસ્ટમ્સ અને તેની પ્રોસેસના સર્ટિફિકેટ ધરાવી સૌથી વધુ કંપલાયન્ટનું પાલન કરતી કંપની બની છે.  વધુમાં SRK પોતાના પ્રોફિટ માંથી ૪.૫% થી પણ વધુ રકમ સામાજીક વિકાસ  માટે વાપરે છે. દરેકને સમાન તક, હંમેશા આગળ વધવું અને સાદગીભર્યું જીવન ધોરણ જેવા ગોવિંકાકાના સ્થાપેલાં મૂલ્યોને આગળ વધારતા, આ અગ્રણી ડાયમંડ કંપની હંમેશા સસ્ટેનેબિલિટી અને સમાજને મદદરૂપ થવા હંમેશા કાર્યરત રહે છે.

આ પણ વાંચો :-

નાફેડની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, ૪ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

0

નાફેડની ચૂંટણીમાં એક બેઠક માટે ૫ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ૫ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. જેથી ગુજરાતમાં નાફેડના ડિરેક્ટરની ચૂંટણીમાં સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેમાથી ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બિનહરિફ થયાં છે.

mohan kundariyaનાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી છે. નાફેડ દ્વારા જારી કરાયેલી માન્ય નામાંકનની યાદી મૂજબ ગુજરાતમાંથી રાજકોટ બેઠક પર લોકસભાની ટિકીટ માટે જેનું પત્તુ કપાયું તે સાંસદ મોહન કુંડારિયા, જેઠા ભરવાડ, આણંદના તેજસકુમાર પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ,ખેડા જિલ્લાના કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવીયા,સાબરકાંઠાના હિંમતનગરના મહેશભાઈ એમ સાત સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે.

નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા. મોહન કુંડારિયાની સાથોસાથ ફોર્મ ભરનારા અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે મોહન કુંડારિયા બિનહરિફ વિજેતા જાહેર થયા હતા. નાફેડના મંડળી વિભાગમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તરફથી તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેકટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાય તેવો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે.

જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના ૧૮૧માંથી પૈકી ૧૨૧ મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો :-

મુંબઈમાં આજે પીએમ મોદીનો મેગા રોડ શો, જાણો રૂટ

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ મેના રોજ મુંબઈમાં રોડ શૉ કરશે. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ભાજપે ત્યાં જીતવા માટે `મેગા પ્લાન` તૈયાર કર્યો છે. આ તરફ હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મુંબઈમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. જેને લઈ હવે આજે એટલે કે બુધવારના દિવસે પીએમ મોદી મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ મુંબઈમાં રોડ શો કરશે.

વારાણસીમાં નામાંકન પહેલાં PM મોદીનો ભવ્ય રોડ-શો | chitralekha

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૧૫ મે અને ૧૭ મેના રોજ ઉમેદવારોના પ્રચાર માટે મુંબઈની મુલાકાત લેશે. આ દરમિયાન મુંબઈમાં ઘણા રસ્તાઓ બંધ રહેશે.
ઘાટકોપરમાં નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ બપોરના ૨ થી રાતના ૧૦ વાગ્યા સુધી બંધ રહેશે. ઉપરાંત મેઘરાજ જંક્શનથી માહુલ ઘાટકોપર રોડ પરના આરબી કદમ જંક્શન સુધી ઉત્તર અને દક્ષિણ તરફનો ટ્રાફિક બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે ૧૪મી અને ૧૫મીએ સમગ્ર એલબીએસ માર્ગ પર અને એલબીએસ માર્ગને જોડતા મુખ્ય માર્ગથી ૧૦૦ મીટરના અંતર સુધી નો પાર્કિંગ લાગુ કર્યું છે.

આ રસ્તાઓ પર બંધ રહેશે

  • ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
  • વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
  • અંધેરી-કુર્લા રોડ
  • સાકી વિહાર રોડ
  • MIDC સેન્ટ્રલ રોડ
  • સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ
  • સાયન બાંદ્રા લિંક રોડ
  • જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ

આ રસ્તાઓ આજે બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી બંધ

  • ગાંધી નગર જંક્શનથી નૌપાડા જંક્શન સુધીના એલબીએસ રોડ પર
  • માહુલ-ઘાટકોપર રોડ પર મેઘરાજ જંક્શનથી આરબી કદમ જંક્શન સુધી
  • ઘાટકોપર જંક્શનથી સાકીનાકા જંક્શન સુધી અંધેરી ઘાટકોપર લિંક રોડથી
  • હિરાનંદાની કૈલાશ કૉમ્પ્લેક્સ રોડ ગોલીબાર મેદાનથી ગુલાટી પેટ્રોલ પંપ જંકશન
    અને ઘાટકોપર મેટ્રો સ્ટેશન (વેસ્ટ) થી સર્વોદય જંક્શન તરફ

આ પણ વાંચો :-

ચારધામ યાત્રામાં તૂટ્યો ગયા વર્ષનો રેકોર્ડ, બે દિવસ બંધ રહેશે રજિસ્ટ્રેશન

0

ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા ૨૦૨૪ હર્ષોલ્લાસ સાથે શરૂ થઈ ગઈ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ચાર ધામ યાત્રામાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. હવે આ ચારધામ યાત્રામાં જવા માટે તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નહિંતર તમારે મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો આજે આપણે તે વસ્તુઓ વિશે જાણીશું કે જે તમારે ટ્રિપ પર જતા પહેલા જાણવી જ જોઈએ.

ગંગોત્રી-યમુનોત્રી ધામમાં તૂટ્યો ગયા વર્ષનો રેકોર્ડ, ઠેર ઠેર જામ, ભીડ કાબૂમાં રાખવા પોલીસ પણ પરેશાનચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૫ અને ૧૬ મેના રોજ ઓફલાઈન રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઑફલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મે મહિના માટે ચારધામ માટેના તમામ ઑફલાઇન સ્લૉટ બૂક થઈ ગયા છે. જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ યાત્રા પર જવાનો સ્લોટ મળી શક્યો નથી. જોકે, ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ રહેશે.

ચાર ધામ યાત્રા પર જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખશો ?

  • ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. આ વખતે મર્યાદિત શ્રદ્ધાળુઓને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આવી સ્થિતિમાં પ્રવાસ પર જતા પહેલા નોંધણી કરવાની ખાતરી કરો.
  • પ્રવાસ માટે નોંધણી કરવા માટે આ સાઇટની મુલાકાત લો https://registrationandtouristcare.uk.gov.in . નોંધણી માટે કોઈપણ એજન્ટોના શિકાર બનવાનું ટાળો.
  • ટ્રીપ પર જતા પહેલા હવામાનની આગાહી તપાસતા રહો અને તે મુજબ ગરમ કપડાં, જેકેટ અને રેઈનકોટ વગેરે તમારી સાથે રાખો.
  • ઉત્તરાખંડનું હવામાન ઠંડું છે તેથી બીમાર ન પડવા માટે તમારે થર્મલ, સ્વેટર અને શાલ પણ રાખવી જોઈએ. તમારા સામાનને વરસાદથી બચાવવા માટે વોટરપ્રૂફ બેગનો ઉપયોગ કરો.
  • ત્યાંના હવામાનને કારણે તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. આ માટે અગાઉથી તૈયાર રહો. મુસાફરી કરતી વખતે તમારી સાથે ખાંસી, શરદી, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો માટે દવાઓ રાખો.
  • રસ્તામાં ATM અને મોબાઈલ નેટવર્કના અભાવને કારણે તમને પૈસાની લેવડદેવડમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે તમારી પાસે રોકડ રાખો.
  • મોબાઈલ ફોન ચાર્જર અને પાવર બેંક વગેરે અવશ્ય રાખો. ત્યાં પ્રકાશની સમસ્યા પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારી સાથે એક ટોર્ચ રાખો.

જિલ્લા અધિકારી ડૉ.મેહરબાન સિંહ બિષ્ટે કહ્યું કે, યમુનોત્રી ધામમાં ગેટ સિસ્ટમ શરૂ કરાયા બાદ તમામ ટ્રાફિક ગંગોત્રી માર્ગ તરફ ડાયવર્ટ થઈ ગયો છે. આ કારણે રસ્તાઓ પણ ઘણી બસો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ગંગોત્રીમાં ભારે ભીડ સર્જાતા ભક્તોને મોડી રાત સુધી દર્શન કરવા દેવાયા છે. યાત્રાના માર્ગ પર અધિકારીઓ અને કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે. આ ઉપરાંત ભક્તોને ભોજન, પાણી, મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પણ આદેશ અપાયા છે. હાલ બંને ધામોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

જમ્મુ કાશ્મીરની પ્રગતિ જોઈને POKમાં મચી ગઈ છે બબાલ, એસ જયશંકરનું મોટું નિવેદન

વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભા ચૂંટણીને ‘નકારાત્મક પ્રકાશ’માં દર્શાવવા માટે પશ્ચિમી મીડિયાની સખત નિંદા કરી છે અને ચાબહાર પોર્ટ પર ભારત-ઈરાન સોદા પર યુએસ પ્રતિબંધોની ધમકીનો પણ જવાબ આપ્યો છે. મંગળવારે કોલકાતામાં તેમના પુસ્તક ‘વ્હાય ભારત મેટર્સ’ની બંગાળી આવૃત્તિના લોન્ચ દરમિયાન, જયશંકરે ચૂંટણી પ્રક્રિયા પર પશ્ચિમી દેશો દ્વારા ભારતને આપવામાં આવી રહેલા ‘જ્ઞાન’ પર નારાજગી વ્યક્ત કરી હતી.

જો પગલાં લેવાની જરૂર હોય તો...', જયશંકરે ઈરાનના ઈઝરાયેલ પરના હુમલા બાદ કહ્યું - 'If there is a need to take action then...', said Jaishankar after Iran's attack on Israel -જયશંકરે વધુમાં કહ્યું કે, ૧૯૯૦ના દાયકામાં પશ્ચિમી દેશોએ અમારા પર દબાણ બનાવ્યું, ત્યારબાદ સંસદે સર્વસંમતિથી PoKને લઈને એક પ્રસ્તાવ પસાર કર્યો. હવે અમે વાસ્તવમાં કલમ ૩૭૦થી આગળ વધી ગયા છીએ અને બંધારણની આ અસ્થાયી જોગવાઈને નાબૂદ કરી દીધી છે. કલમ ૩૭૦ એક અસ્થાયી જોગવાઈ હતી, જેને આટલા લાંબા સમય સુધી અમલમાં રાખવી જોઈતી ન હતી. એક રીતે, તે અલગતાવાદ(નકસલવાદ), હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું હતું.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘પશ્ચિમી દેશો આપણા પર પ્રભાવ પાડવા માંગે છે કારણ કે તેમાંથી ઘણાને લાગે છે કે છેલ્લા ૭૦-૮૦ વર્ષોમાં તેમણે દુનિયાને પ્રભાવિત કરી છે… તેમણે છેલ્લા કેટલાક સમયથી દુનિયાને પ્રભાવિત કરી હોય તેવું લાગે છે. ૨૦૦ વર્ષ. આવી સ્થિતિમાં, આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે તે તેની જૂની આદત તરત જ છોડી દેશે?

જો પીઓકેની વાત કરીએ તો આવનારી ચૂંટણીમાં ભાજપ માટે તે ચોક્કસપણે મોટો મુદ્દો બની ગયો છે. થોડા દિવસો પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે થોડા સમય પછી પીઓકે પોતે ભારતમાં જોડાઈ જશે, તે ભારતનો એક ભાગ છે. કોઈપણ રીતે, જ્યારથી પીઓકેમાં વિરોધ ઉગ્ર બન્યો છે, ત્યારથી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ત્યાંની સરકાર માટે પરિસ્થિતિને નિયંત્રિત કરવી મુશ્કેલ બની રહી છે.

આ પણ વાંચો :-

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજેનું નિધન

0

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું ગુરુવારે સવારે AIIMSમાં નિધન થયું હતું. સવારે ૯.૨૮ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સિંધિયા પરિવારની રાજમાતા છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી AIIMSમાં વેન્ટિલેટર પર હતા.

કેન્દ્રીય મંત્રી સિંધિયાના કાર્યાલયમાંથી કહેવામાં આવ્યું છે કે, અમે ખૂબ દુ:ખ સાથે કહેવા માંગીએ છીએ કે, રાજમાતા સાહેબ આ દુનિયામાં નથી રહ્યા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા અને ગ્વાલિયરના રાજવી પરિવારના રાજમાતા માધવી રાજે સિંધિયા છેલ્લા બે મહિનાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા બે અઠવાડિયામાં તેમની તબિયત ખૂબ નાજુક હતી.

છેલ્લા કેટલાક દિવસોથી રાજમાતાની તબિયત સતત બગડી રહી હતી. તેમને AIIMSમાં વેન્ટિલેટર પર હતી. તે સેપ્સિસની સાથે ન્યુમોનિયાથી પીડિત હતા. છેલ્લા કેટલાક દિવસોમાં રાજમાતાની તબિયત વધુ બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. રાજમાતાના નિધન બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે. જે બાદ ગુરુવારના રોજ અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

માધવી રાજે સિંધિયા નેપાળના શાહી પરિવારની પુત્રી હતા. ગ્વાલિયર પાસે મહારાજ માધવરાજ સિંધિયાની સાથે ૮ મે ૧૯૬૬ના રોજ તેમના લગ્ન થયા હતા. જો કે, માધવ રાજ સિધિયાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. માધવી રાજે સિંધિયા મોટાભાગે દિલ્હીમાં રહેતા હતા. તે સાર્વજનિક કાર્યક્રમો અને મીડિયાથી અંતર જાળવીને રાખ્યું હતું.

આ પણ વાંચો :-

મુંબઈમાં IT વિભાગને ૮ કિલો સોનું અને ૧૪ કરોડની બેહિસાબી સંપત્તિ મળી

0

મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે એક સાથે અનેક જગ્યાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ભંડારી ફાયનાન્સ પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે, જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

આવકવેરા વિભાગની આ કાર્યવાહી ૭૨ કલાક સુધી ચાલુ રહી હતી. દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી ૧૭૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. આ સિવાય ૮ કિલો સોનું મળી આવ્યું છે. આવકવેરા વિભાગે ૧૭૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ શોધી કાઢી છે જે જપ્ત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલી ૧૪ કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ ૧૪ કલાક લાગ્યા હતા. આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગના સેંકડો અધિકારીઓએ સંયુક્તરૂપે દરોડા પાડ્યા હતા. શુક્રવારે, ૧૦ મેના રોજ, ટીમે નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા.

આવકવેરા અધિકારીઓ સાથે મળીને નાંદેડ જિલ્લામાં પ્રથમ વખત આવી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ કાર્યવાહી ચાલુ રાખી હતી. આ દરમિયાન તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ૭૨ કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં આવકવેરા વિભાગે રૂ. ૧૭૦ કરોડની બિનહિસાબી સંપત્તિ રિકવર કરી છે. વિભાગને ૮ કિલો સોનું અને ૧૪ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. હાલ ઈન્કમટેક્સ ટીમ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :-