ભાજપના હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પર કંગના રનૌતે આજે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમના હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામવાની સંભાવના રહેલી છે. કારણ કે કોંગ્રેસે અહીંથી દિવંગત નેતા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
કંગનાના નોમિનેશન પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંડ, વિપક્ષના નેતા જયરામ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ ડો.રાજીવ બિંદલ પણ હાજર રહ્યા હતા. નોમિનેશન બાદ ઐતિહાસિક શેરી સ્ટેજ પર રેલી કરી હતી. સ્ટેજને ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. આ મંચ પર ૯ મેના રોજ કોંગ્રેસની રેલી યોજાઈ હતી. તડકાથી બચવા માટે સ્ટેજની સામે મંડપ લગાવવામાં આવ્યો હતો. પાર્ટીના વરિષ્ઠ નેતા, ધારાસભ્યો અને પાર્ટીના અધિકારીઓને સ્ટેજ પર બેસવા માટે કુલ ૬૦ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મંડીથી ઉમેદવારી દાખલ કરતાં પહેલા કંગના રનૌતે મંડીમાં રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન જયરામ ઠાકુર તથા અન્ય ભાજપના નેતાઓ તેમના પ્રચારમાં હાજર હતા. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા.
કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ માટે આ સંસદીય ક્ષેત્ર નવું નથી. ૧૯૭૧ થી આ વિસ્તાર તેમની માતા પ્રતિભા સિંડ અને પિતા સ્વ. વીરભદ્ર સિંડની કર્મભુમી રડી છે. વિક્રમાદિત્ય સિંડે અહીંની મુખ્ય સમસ્યાઓ પર પોતાનું વિઝન સ્પષ્ટ કર્યું છે. કંગનાને તેના વિઝન વિશે પૂછવામાં આવી રહ્યું છે. આ રસપ્રદ હરીફાઈમાં કોણ જીતશે માત્ર મડી સંસદીય ક્ષેત્રના લોકો જ નહી પરંતુ સમગ્ર દેશની નજર આ બાબત પર છે.
આ પણ વાંચો :-