Home Blog Page 769

મુંબઇમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૪ લોકોનાં મોત, ૫૯ ઇજાગ્રસ્ત

0

મુંબઈમાં ધૂળના તોફાનને કારણે સોમવારે ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આજે મંગળવારે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૪ થઈ ગયો છે અને ઓછામાં ઓછા ૭૪ લોકો ઘાયલ થયા છે. NDRFની ટીમોએ હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ હોર્ડિંગ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.

ghatkopar-hoarding-collapseજ્યારે આ અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે ૧૦૦ થી વધુ લોકો હાજર હતા. હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો થયો હતો. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે ૩ વાગ્યા સુધીમાં, હોર્ડિંગની અંદર ફસાયેલા કુલ ૮૬ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ૧૨ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૪૩ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે. આ સિવાય ૩૧ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્ય વિરુદ્ધ IPCની કલમ ૩૦૪, ૩૩૮, ૩૩૭ હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સોમવારે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂપિયા 5 લાખની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી અને કહ્યું કે, ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. બીજી ઘટનામાં વડાલામાં લોખંડનું માળખું તૂટી પડ્યું હતું. ૪:૨૨ વાગ્યે, વડાલાના બરકત અલી નાકામાં શ્રીજી ટાવર પાસે મેટલ/સ્ટીલ પાર્કિંગ ધરાશાયી થયું. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનો તેની સાથે અથડાયા હતા. કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડએ તેને બચાવી લીધો.

આ પણ વાંચો :-

ઇરાન-ભારત વચ્ચે ચાબહાર પોર્ટ ડીલથી અમેરિકા થયું નારાજ, જાણો આ છે કારણ ?

0

ભારત અને ઈરાને ચાબહાર બંદરને લઈને સોમવારે દસ વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેના થોડા જ કલાકો બાદ અમેરિકાએ ચેતવણી આપી કે કોઈ પણ તહેરાનની સાથે વ્યાપારિક કરાર કરવાનો વિચાર બનાવી રહ્યા છે તો તેને સંભવિત પ્રતિબંધના જોખમ વિશે જાણ હોવી જોઈએ. જો કે બીજી તરફ અમેરિકાએ આ ડીલને લઈને બહુ સકારાત્મક વલણ દાખવ્યું નથી. અમેરિકાએ પણ આ ડીલને લઈને પ્રતિબંધોના સંકેત અને ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, જે પણ દેશ ઈરાન સાથે વેપાર સોદો કરે છે તેના પર પ્રતિબંધોનું જોખમ છે.

ભારત અને ઈરાન વચ્ચે ચાબહારમાં ટર્મિનલના લાંબા ગાળાની ઓપરેશન ડીલ પર કરાર, 8 દેશો વચ્ચે વેપાર વધશે - મુંબઈ સમાચારભારતનો આ સોદો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે મધ્ય એશિયામાં ભારતનો રસ્તો સીધો અને સરળ બનાવશે. ઈરાન સાથેનો આ કરાર પ્રાદેશિક જોડાણ અને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરેશિયા સાથે ભારતના સંબંધોને વેગ આપશે. આ પહેલીવાર છે જ્યારે ભારત કોઈ વિદેશી બંદરનું સંચાલન સંભાળી રહ્યું છે. ભારતે આ બંદર પર નિયંત્રણ મેળવવું એ પાકિસ્તાનના ગ્વાદર બંદરતેમજ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો પ્રતિસાદ છે.

ભારતીય વેપારીઓ અને રોકાણકારોને મધ્ય એશિયા સુધી સીધો પ્રવેશ મેળવવામાં પણ મદદ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાબહાર પોર્ટ દ્વારા ભારતથી મધ્ય એશિયામાં માલ મોકલવામાં લાગતો સમય એક તૃતીયાંશ ઓછો થઈ જશે. ચાબહાર પોર્ટ પર નિયંત્રણ મેળવવાથી ભારતને આયર્ન ઓર, ખાંડ અને ચોખાની આયાતમાં વધારો મળશે.

દૈનિક પત્રકાર પરિષદમાં વેદાંત પટેલને ચાબહાર પોર્ટને લઈને ઈરાન-ભારત કરાર વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે વેદાંત પટેલે કહ્યું હતું કે, ઈરાન પર અમેરિકન પ્રતિબંધો લાગુ છે અને અમે તેને જાળવી રાખીશું. કોઈપણ એન્ટિટી, કોઈપણ દેશ કે જે ઈરાન સાથે વેપાર સોદો વિચારી રહ્યું છે, તેણે સંભવિત જોખમો અને પ્રતિબંધોથી વાકેફ હોવું જોઈએ.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશના હાપુડમાં માર્ગ અકસ્માતમાં ૬ લોકોના ઘટનાસ્થળે મોત

0

ઉત્તર પ્રદેશના હાપુડના ગઢમુક્તેશ્વર કોતવાલી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે નેશનલ હાઈવે-૯ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક કાર અને ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ૬ લોકોના મોત થયા છે.

કારમાં સવાર ૩૮ વર્ષીય અનૂપ તેના મિત્રો સાથે ગાઝિયાબાદના લોનીથી રાત્રે ૯.૦૦ વાગ્યે નૈનીતાલ જવા નીકળ્યા હતા. મૃતક અનૂપના ભાઈ અક્ષયે જણાવ્યું હતું કે, બધા લોકો રવિવારે રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ ઘરેથી નૈનીતાલ કરૌલી જઈ રહ્યા હતા. રાત્રે લગભગ ૧૨:૦૦ વાગ્યે, પોલીસ દ્વારા તેમને અકસ્માત વિશે જાણ કરવામાં આવી હતી કે તે ગઢ ગંગાથી લગભગ ૧ કિલોમીટર પહેલા થયો હતો.

કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી ૬ના મોત થયા છે અને એકની હાલત હજુ પણ ગંભીર છે. આ અકસ્માતમાં રોહિત સૈની ૩૩ વર્ષ, અનૂપ સિંહ ૩૮ વર્ષ, સંદીપ ૩૫ વર્ષ, નિક્કી જૈન ૩૩ વર્ષ, લોની ગાઝિયાબાદના રહેવાસી અને ૩૫ વર્ષ વિપિન સોની અને ખતૌલી મેરઠના રહેવાસી ૩૬ વર્ષીય રાજુ જૈનનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ હાઇવે પર કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. કાર ડિવાઈડરને ટપીને હાઈવેની બીજી બાજુએ જતી રહી હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. પોલીસે તમામ મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

પીએમ મોદી આજે વારાણસીથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી

0

લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને હવે ત્રણ તબક્કામાં મતદાન બાકી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્ર મોદીએ ગંગાની પૂજા તેમજ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૧૨ ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.

પીએમ મોદી નોમિનેશન પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. અહીં પીએમ મોદીએ ગંગાની પૂજા કરી હતી. આ પછી પીએમ મોદી કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરવા પણ જશે. ત્યાંથી તેઓ નામ નોંધાવવા જશે. રોડ શો દરમિયાન રથ પર પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સવાર હતા. રસ્તા પર બન્ને નેતાઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી ક્યારેક હાથ જોડીને તો ક્યારેક હાથ હલાવીને સમર્થકોનો આભાર માનતા જોવા મળ્યા હતા.

આ ૧૦ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ ૫૯.૭૧ ટકા, બીજા તબક્કામાં ૬૦.૯૬ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૧.૪૫ ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં ૪૯ બેઠકો પર ૨૦મી મેએ, છઠ્ઠા તબક્કામાં ૫૭ બેઠકો પર ૨૫મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં ૫૭ બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.

આ પણ વાંચો :-

૧૪ મે, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ

પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પુરવાર થાય.

કર્કઃ

અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ

રોગ પ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનનાં શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિનાં યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યનાં નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ

વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્‍ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિકઃ

આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ

આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી, તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ

આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ

મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ, શરદી, ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીનઃ

આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, આંધી-તોફાન સાથે બગડી શકે છે માહોલ

0

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે વલસાડ જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. જોકે કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ પહેલા જ હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે. કપરાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.

Climate change: Big increase in weather disasters over the past five decadesવલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડ્યો છે. ૧૫ જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાનના સમાચાર છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષીત રાખવો, એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી.

રાજ્યમાં અમુક જિલ્લામાં ચાર દિવસ જોવા મળશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર,આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે. ૧૪ મે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે. ૧૫ મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. ૧૬ મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ ૫ થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાકે ફુકાઈ શકે છે.

આ પણ વાંચો :-

ભાજપના ઉમેદવાર માધવી લતા પર FIR, મહિલાઓના ચહેરા પરથી બુરખો હટાવવાનો આરોપ

0

હૈદરાબાદ લોકસભા બેઠક પરની ભાજપ ઉમેદવાર માધવી લતાએ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવી ચેક કરવું ભારે પડ્યું છે. આ મામલે તેમની સામે માલકપેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. લતા સામે આઈપીસીની કલમ ૧૭૧સી, ૧૮૬, ૫૦૫(૧)(સી) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૩૨ હેઠળ કેસ નોંધાયો છે.

આ અંગે ખુલાસો કરતાં માધવી લત્તાએ કહ્યું કે ઉમેદવારને વોટર આઈડી કાર્ડ ચેક કરવાનો અધિકાર છે. કાયદા મુજબ, ઉમેદવારો વોટર્સનો ચહેરો ઓળખી શકે છે અને મતદાર ઓળખકાર્ડ સાથે તેના ચહેરાને મેચ કરી શકે છે. હું કોઈ પુરુષ નથી, એક સ્ત્રી હોવાને કારણે મેં ખૂબ જ માનવીય રીતે અને નમ્રતાપૂર્વક તેમને બુરખો હટાવવાનું કહ્યું હતું. જો કોઈ આ મુદ્દે ‘કાગનો વાઘ’ કરી રહ્યાં હોય તો તેઓ ડરી ગયા છે. ભાજપના ઉમેદવારે મતદાર યાદીમાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે કહ્યું કે પોલીસ ખૂબ સુસ્ત દેખાય છે. તેઓ કશું ચેક કરતા નથી. ઘણા વૃદ્ધ મતદારો આવી રહ્યા છે પરંતુ તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. માધવી લતાનું કહેવું છે કે તેમને મુસ્લિમ મતદારો પણ મળવાના છે કારણ કે ભાજપે ત્રણ તલાક અને રોજગારના મોરચે મુસ્લિમ યુવાનો માટે કામ કર્યું છે.

હૈદરાબાદની બેઠક પરથી ભાજપે માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે. AIMIM વડા અને વર્તમાન સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય જો કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીએ અહીથી મોહમ્મદ વલીઉલ્લાડ સમીરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલને સીએમ પદેથી હટાવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમે આ માંગને ફગાવી દેતા કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. અરજીમાં એવી અપીલ કરવામાં આવી હતી કે, ‘અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Khodaldham's Naresh Patel praises 'Aap' today, Arvind Kejriwal to visit Gujarat on June 14 | નવા-જૂનીનાં એંધાણ: 14મી જૂને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે, પત્રકાર ઇસુદાન ગઢવી આપ ...જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું, ‘દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર ઇચ્છે તો કાર્યવાહી કરે, પરંતુ અમે દખલ નહીં કરીએ.’ કોર્ટે કહ્યું કે આ સત્તાની વાત છે પરંતુ કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. બેન્ચે અરજદારને કહ્યું, ‘જ્યારે કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અમે તેમને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. આખરે તે સત્તાની બાબત છે અને તેને કોઈ કાનૂની સત્તા નથી. સુપ્રીમ કોર્ટ અરજદાર કાંત ભાટીની અરજી પર સુનાવણી કરી રહી હતી. તેણે દિલ્હી હાઈકોર્ટના ૧૦ એપ્રિલના આદેશને પડકાર્યો હતો જેના દ્વારા તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી.

પશ્ચિમ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર મહાબલ મિશ્રાના સમર્થનમાં માનની સાથે ઉત્તમ નગરમાં રોડ શો પણ કર્યો હતો. આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ૧ જૂન સુધી વચગાળાના જામીન પર છે. તેણે ૨ જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલે કહ્યું, ‘તેઓએ મને જેલમાં મોકલ્યો કારણ કે મેં તમારા માટે કામ કર્યું હતું. ભાજપ નથી ઈચ્છતી કે દિલ્હીની જનતાનું કામ થાય.

અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ કહ્યું હતું કે ભાજપ મારૂ રાજીનામું દિલ્હીમાં સરકાર પાડવા માટે માંગતી હતી પરંતુ હું આવું નહીં થવા દઉં. કેજરીવાલે દાવો કરતા કહ્યું, ‘તે દિલ્હીની સરકારને પાડી શકતા નથી, તે અમારા ધારાસભ્યોને ના તોડી શક્યા. તે પંજાબની સરકારને પણ તોડી નથી શક્યા. ભાજપની યોજના નિષ્ફળ થઇ ગઇ છે.’

આ પણ વાંચો :-

અમદાવાદ બાદ હવે જયપુરની ૩૫ શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી

0

રાજસ્થાનના જયપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જયપુર એરપોર્ટ બાદ હવે જયપુરની ૬ થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી છે. શાળાના આચાર્યને મેઈલ દ્વારા ધમકી મળી છે. પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે. ઈમેલ મહેશ્વરી સ્કૂલ, વિદ્યા આશ્રમ, નિવારુ રોડ સેન્ટ ટેરેસા અને અન્ય સ્કૂલોમાં ઈમેલ મળ્યા છે. માહિતી બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, એટીએસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કેમ્પસને ખાલી કરાવ્યા છે.

માહિતી મળતાની સાથે જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને સમગ્ર શાળા કેમ્પસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.રાજસ્થાનના ડીજીપી યુઆર સાહુએ કહ્યું- અત્યાર સુધીમાં જયપુર શહેરની ૩૫ શાળાઓને ઈમેલ મળ્યા છે. મેઈલ આવ્યા બાદ તમામ ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. સવારે ૬ વાગ્યાથી શોધખોળ ચાલુ છે. ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી મળી નથી. ઈ-મેલને શોધવા માટે સાયબર ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે સરકારને અપડેટ કરવામાં આવી રહી છે. ગભરાટનો મુદ્દો પ્રકાશમાં આવ્યો નથી.

જયપુરમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. મોતી ડુંગરી સ્થિત એમપીએસ સ્કૂલને સોમવારે સવારે ૬ વાગ્યે સૌપ્રથમ મેલમાં બોમ્બની ધમકી મળી હતી. આ પછી બગરુમાં MPS, માણક ચોક, વિદ્યાધર નગર, વૈશાલી નગર, નિવારુ રોડ પર આવેલી શાળાઓને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.

આ પણ વાંચો :-

બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૦ રાજ્યોમાં સરેરાશ ૪૦.૩૨ % મતદાન

0
આજે તેલંગાણાની તમામ ૧૭ લોકસભા બેઠકો, આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો, ઉત્તર પ્રદેશની ૧૩ બેઠકો, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની ૧૧, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ અને કાશ્મીરમાં એક બેઠક પર મતદાન થઇ રહ્યુ છે.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના ૧ વાગ્યાના બપોર સુધીના મતદાનના આંકડા સામે આવી ગયા છે. જેમાં સૌથી વધુ મતદાનની ટકાવારી પ.બંગાળમાં તો સૌથી ઓછી જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી રહી છે. પ.બંગાળમાં અત્યાર સુધીમાં ૫૧.૮૭% મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે સરેરાશ આંકડાની વાત કરીએ તો તમામ રાજ્યોની લોકસભા બેઠકો પર ૪૦.૩૨% ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. 
રાજ્ય ૧ વાગ્યા સુધી મતદાન
આંધ્રપ્રદેશ 40.26%
બિહાર 34.44%
જમ્મુ-કાશ્મીર 23.57%
ઝારખંડ 43.80%
મધ્યપ્રદેશ 48.52%
મહારાષ્ટ્ર 23.85%
ઓડિશા 39.30%
તેલંગાણા 40.38%
ઉત્તરપ્રદેશ 39.68%
પ.બંગાળ 51.87%

પ.બંગાળમાં મતદાન વચ્ચે પણ હિંસાના અહેવાલ આવવા કોઈ નવાઈની વાત નથી. ત્યાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તથા ભાજપના કાર્યકરો વચ્ચે રાજકીય માહોલ ગરમાતો જોવા મળતો જ રહે છે. તાજેતરની ઘટનામાં ગઈકાલે મતદાનની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર હિંસાના અહેવાલ સામે આવ્યા. જેમાં બોલપુરના કેતુગ્રામ ખાતે મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ ઘરેે જઈ રહેલાં એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર પર દેશી બોમ્બ વડે હુમલો કરાયાની ઘટના બની હતી. જેમાં તેનું મોત નીપજતાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે.    

આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર ૭ પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો :-