Home Blog Page 753

પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ૪૫ કલાક સુધી ધ્યાન કરશે

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે પ્રચાર સમાપ્ત થયા પછી કન્યાકુમારીના સ્વામી વિવેકા મેમોરિયલમાં ધ્યાન કરવા માટે પહોંચવાના છે. આ દરમિયાન પીએમ મોદી અહીં ૪૫ કલાક સુધી ધ્ય રહેશે. જેને લઈને ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

pm-narendra-modis-45-hour-rock-memorial-meditation-2000-police-to-guard-kanyakumari-337045

પીએમ મોદીના આ કાર્યક્રમથી કોંગ્રેસે નારાજગી દર્શાવી છે. તમિલનાડુ કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચૂંટણી પંચમાં જવાની પણ વાત કરી છે.

પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ ૩૦ મેથી ૧ જૂન સુધી રહેશે. પીએમ મોદી ૩૦ મેથી ૧ જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર પર ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. સત્તાવાર કાર્યક્રમ અનુસાર આ પહેલા 30 મેના રોજ સવારે ૧૧ વાગ્યે પીએમ મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.

પીએમ મોદીના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તિરુનેલવેલી રેન્જના ડીઆઈજી પ્રવેશ કુમારે પોલીસ અધિકારી ઈ સુંદરવથનમ સાથે કન્યાકુમારીમાં રોક મેમોરિયલ, બોટ જેટી, હેલીપેડ અને રાજ્ય અતિથિ ગૃહમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ.

આ પણ વાંચો :-

સુરતમાં બાંકડા પર બેસવાના ઝઘડામાં શ્રમજીવી યુવકની હત્યા, ૩લોકોની ધરપકડ

સુરતના કતારગામમાં લલીતા ચોકડી પાસે બાંકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષાચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી. ૨૭મી તારીખે રાત્રે કતારગામ લલીતા ચોક્ડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકુર ફૂટપાથના બાંકડા પર બેઠો હતો. આ દરમિયાન રિક્ષાચાલક સોહનસિંહ ત્યાં આવ્યો હતો. બાંકડા પર બેસવા બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો ગયોહતો.

મળતી માહિતી મુજબ સુરતના કતારગામ લલીતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતા ૨૪ વર્ષીય શ્યામલાલ નાનુરામ ચંદ્રવંશી ઠાકુરનો બાંકડા પર બેસવા બાબતે રીક્ષા ચાલક સોહનસિંહ મારવાડા સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેમાં શ્યામલાલે સોડનસિડને માથામાં સળીયો મારી દીધો હતો. જે બાદ શ્યામલાલને સોડનસિંહ મારવાડા તેમજ રત્નકલાકાર તરીકે કામ કરતા રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરએ પણ શ્યામલાલને ઢીક્કામુક્કીનો માર માર્યો હતો.

આ બનાવમાં શ્યામલાલ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યુ હતું. તેમજ મૃતક શ્યામલાલે સોડનસિંડને પણ માથામાં સળીયો મારતા તેને પણ ઈજાઓ થઇ હતી. આ બનાવમાં કતારગામ પોલીસે રિક્ષાચાલક સોહનસિંહ મારવાડા, રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ૪ જૂન સુધી આંધી-વંટોળ, જાણો અંબાલાલ પટેલની આગાહી

0

ગુજરાતભરમાં આકરી ગરમી પડી રહી છે. લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી આ ગરમીમાંથી છૂટકારો મળે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલે મોટી આગાડી કરી છે. જેમા જણાવ્યું છે કે ચોમાયાની શરૂઆતમાંજ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે.

weather-expert-ambalal-patel-agahi-forecasts-rain-coming-on-these-dates-in-gujarat-336962અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે. ભારતના હવામાન વિભાગે આ વખતે ખેડૂતો ને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું ૩૧ મેના રોજ કેરળમાં આવી શકે છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે.

રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની ઝપેટમાં છે. ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ સ્કૂલોમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બુધવારના રોજ બિહારના બેગુસરાયની શાળાઓમાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ રહી છે.

૨૯ મે બાદ વરસાદ થાય તો વાવણી કરવી જોઈએ કે નહીં? અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતો ચોમાસાનો વરસાદ થાય તે પહેલા વાવણી કરતા હોય છે. જોકે, ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે ૪ જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. ત્યાર બાદ ૭થી ૧૪ જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પરિણામ પહેલા કેજરીવાલને આત્મસમર્પણ કરવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજી ન સ્વીકારી

0

લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો ૧ જુન ૨૦૨૪ ના રોજ છે. તે પછી ૪ તારીખે મતદાનનું પરિણામ જાહેર થશે. તે પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમણે ૨ જૂને જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે તેમની જામીન ૭ દિવસ માટે લંબાવવાની અરજી ફગાવી દીધી છે. હવે કેજરીવાલે ૨ જૂને આત્મસમર્પણ કરવું પડશે.

Imageકેજરીવાલને ૧૦ મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ વચગાળાના જામીન આપ્યા હતા અને ૨ જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ૧૭ મેના રોજ, PMLA કેસમાં તેમની ધરપકડની કાયદેસરતાને પડકારતી બેંચે ED પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે સુપ્રીમ કોર્ટની અન્ય બેંચે પણ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમને CJI DY ચંદ્રચુડનો સંપર્ક કરવા કહ્યું હતું.

જણાવી દઈએ કે ૧૦ મેના રોજ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ૧ જૂન સુધી વચગાળાના જામીન મળ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે વચગાળાના જામીનનો આદેશ આપતાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે.’ આ દેશના કરોડો લોકો આગામી પ વર્ષ માટે દેશની સરકાર પસંદ કરવા પોતાનો મત આપશે. સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને જીવંતતા પ્રદાન કરે છે. કેજરીવાલને પાર્ટીના પ્રચાર માટે થઈને સુપ્રીમે વચગાળાના જામીન આપ્યા હતા.

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ ૨૧ માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તેઓ કૌભાંડના મુખ્ય કાવતરાખોર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધો સંડોવાયેલા હતા. આ આરોપોને ફગાવી દેતા AAP કહે છે કે દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

આ પણ વાંચો :-

બિહારમાં પ્રચંડ ગરમીના કારણે બેગૂસરાયમાં ૪૮ વિદ્યાર્થિનીઓ થઇ બેભાન

0

દેશભરમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ યથાવત છે. મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ રેકોર્ડ થઈ રહ્યું છે. દિલ્હીમાં ૫૦ ડિગ્રીની નજીક (૪૯.૯ ડિગ્રી) પહોંચેલા મહત્તમ તાપમાને છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની લપેટમાં છે. અનેક રાજ્યોની સ્કૂલોમાં ગરમીની રજા છે પરંતુ બિહારમાં હજુ પણ સ્કૂલો ચાલું છે. આજે બિહારના બેગૂસરાય અને શેખપુરામાં ૪૮ વિદ્યાર્થિનીઓ બેહોશ થઈને ક્લાસરૂમમાં ઢળી પડી હતી.

વિદ્યાર્થિનીઓ બેભાન-HDNEWSવિદ્યાર્થિનીઓ બેહોશ થઈ જવાથી શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓ પણ સ્કૂલમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મિડલ સ્કૂલ મટીહાનીમાં અચાનક ૧૦ વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી. આ પછી, શાળાના આચાર્ય ચંદ્રકાંત સિંહ દ્વારા સૌપ્રથમ ઓઆરએસ પિવડાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એ પછી પણ વિદ્યાર્થીનીઓ બેહોશ થવાની પ્રક્રિયા ચાલુ રહેતાં તમામને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હાલ ૧૪ વિદ્યાર્થીનીઓ મટિહાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહે જણાવ્યું કે, ખૂબ જ ગરમી છે, શાળામાં પંખા છે અને વીજળી તેમજ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેહોશ થવા લાગી છે. શાળામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમની હાલત વધુ બગડતાં તમામ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

કોમી રમખાણોના કેસમાં શરજીલ ઈમામને દિલ્હી હાઈકોર્ટેએ આપ્યા જામીન

0

દિલ્હી હાઈકોર્ટે બુધવારે ૨૦૨૦ના કોમી રમખાણોના કેસમાં વિદ્યાર્થી કાર્યકર્તા શરજીલ ઈમામ ને જામીન આપી દીધા છે. તેણે જાન્યુઆરી ૨૦૨૦ થી કસ્ટડીમાં વિતાવેલ સમયના આધારે વૈધાનિક જામીન માંગ્યા હતા. તે દિલ્હી રમખાણોના મોટા કાવતરાના કેસમાં પણ આરોપી છે. આ પહેલા દિલ્હીની કડકડ્ડૂમા કોર્ટે તેની વૈધાનિક જામીન અરજી ફગાવી દીધી હતી. જણાવી દઇએ કે, તેના પર દેશદ્રોહ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો.

Sharjeel Imam bailપ્રોસિક્યુશન અનુસાર, શરજીલ ઈમામે ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયા અને ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેના ભાષણ દરમિયાન આસામ અને ઉત્તર પૂર્વના બાકીના ભાગોને દેશમાંથી અલગ કરવાની ધમકી આપી હતી.

દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને રાજદ્રોહ અને UAPA કેસમાં જામીન આપ્યા છે. રાજદ્રોહ ભાષણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને વૈધાનિક જામીન મંજૂર કર્યા છે. શરજીલે મહત્તમ ૭ વર્ષની સજામાંથી અડધી સજા ભોગવવાના આધારે જામીન માંગ્યા હતા. આ મામલો AMU અને જામિયા વિસ્તારોમાં શરજીલ દ્વારા આપવામાં આવેલા કથિત ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. શરજીલ ઈમામે તેને વૈધાનિક જામીન નકારતા નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.

શરજીલની વૈધાનિક જામીન અરજીનો વિરોધ કરતાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે, ગુનાની ગંભીરતાને અવગણી શકાય નહીં. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ તેની સામે નોંધાયેલા કેસોમાં મહત્તમ સજાનો અડધો ભાગ જેલમાં વિતાવ્યો હોવાને કારણે તેના આધારે જામીન આપી શકાય નહીં.

શરજીલ ઈમામ બિહારના જહાનાબાદનો રહેવાસી છે અને તેણે IIT બોમ્બેમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ પછી, તેણે બે વર્ષ સુધી બેંગલુરુમાં એક સોફ્ટવેર કંપનીમાં ડેવલપર તરીકે કામ કર્યું અને પછી ૨૦૧૩માં આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ માટે JNUમાં એડમિશન લીધું. અહીંથી તેણે એમ.ફિલ અને pHD કર્યું છે. શરજીલ પણ બે વર્ષથી વધુ સમય સુધી AISAમાં રહ્યો અને AISA ઉમેદવાર તરીકે કાઉન્સેલર પદ માટે ૨૦૧૫ JNUSU ચૂંટણી લડ્યો.

આ પણ વાંચો :-

મુંબઈ-સુરત રૂટ પર માલગાડી પાટા પરથી ઉતરી, જાણો કેટલાં ટ્રેનો રદ

0

મહારાષ્ટ્રના પાલઘર યાર્ડમાં ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે મુંબઈ – સુરત સેક્શનની યુપી લાઇનને અસર થઈ છે. ટ્રેનોના ટ્રાફિક તેમજ અહીંના સ્થાનિક રેલ નેટવર્કમાં વિક્ષેપ પડ્યો હતો.પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ઘટના લગભગ સાંજે ૫.૧૦ વાગ્યે બની હતી.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના લગભગ સાંજે ૫.૧૦ વાગ્યે બની હતી અને પાલઘર ટ્રેન અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રિસ્ટોરેશન કાર્ય પ્રગતિમાં છે અને નંદુરબાર, ઉધના, બાંદ્રા ટર્મિનસ અને વલસાડથી અકસ્માત રાહત ટ્રેન બોલાવવામાં આવી છે.

અકસ્માતને કારણે મુંબઈ-સુરત સેક્શન પર પેસેન્જર લાઇનને અસર થઈ છે જ્યારે ૧૨૯૩૬ સુરત-મુંબઈ ઈન્ટરસિટી ટ્રેન સેવા વાપી ખાતે જ સમાપ્ત કરી દેવામાં આવી છે. તેવી જ રીતે, ૧૬૫૦૫ ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, ૧૨૪૩૨ નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસ અને ૧૯૨૬૦ ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

અકસ્માતને પગલે ૨૯.૦૫.૨૦૨૪ ના રોજ દહાણુ રોડ જતી અને આવતી નીચેની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

  • ૦૯૧૫૯ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ની વાપી પેસેન્જર બાંદ્રા ટર્મિનસ – ઉમ્બરગામ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને તે ઉમ્બરગામ રોડ અને વાપી સ્ટેશનો વચ્ચે દોડશે.
  • ૦૯૦૫૫ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ની ઉધના સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ભીલાડ અને ઉધના સ્ટેશનો વચ્ચે દોડશે.
  • ૧૨૯૩૫ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ના સુરત ઇન્ટરસિટી એક્સ્પને બાંદ્રા ટર્મિનસ – વાપી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને તે વાપી અને સુરત સ્ટેશનો વચ્ચે ચાલશે.
  • ૧૯૪૧૭ બોરીવલી – ૨૯/૦૫ના અમદાવાદ એક્સ્પને આંશિક રીતે બોરીવલી અને વલસાડ વચ્ચે રદ કરવામાં આવશે અને વલસાડ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ચાલશે.
  • ૧૯૧૦૧ વિરાર – ૨૯/૦૫ની ભરૂચ એક્સપ્રેસ વિરાર અને ઉધના સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરશે અને ઉધના અને ભરૂચ સ્ટેશનો વચ્ચે દોડશે.

આ પણ વાંચો :-

બૃજભૂષણ સિંહના પુત્રના કાર કાફલાએ સર્જ્યો અકસ્માત, બે લોકોના મોત

0

ઉત્તર પ્રદેશના ગોંડામાં ભાજપના નેતાના કાફલાની બેકાબૂ ફોર્ચ્યુનરે બાઇકને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોના મોત થઈ ગયા, જ્યારે અન્ય બે રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જે ફોર્ચ્યુનર કારથી અકસ્માત થયો તે કૈસરગંજ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલામાં સામેલ હતી. કાર પર પોલીસ એસ્કોર્ટ લખેલું છે.

આ અકસ્માત ઉત્તર પ્રદેશના ગોંડામાં કૈસરગંજ લોકસભા સીટના બીજેપી ઉમેદવાર અને વર્તમાન ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના કાફલામાં સામેલ પોલીસ એસ્કોર્ટ લખેલી ફોર્ચ્યુનર ગાડી અનિયંત્રિત થઈ ગઈ. મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને યુવકોના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કરણ ભૂષણના કાફલાની કાર સાથે અકસ્માત થયો હતો. તે સમયે કરણ કાફલામાં હાજર હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કરણ ભૂષણનું નામ ફરિયાદમાં નથી. ફરિયાદના આધારે કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ફોર્ચ્યુનર કાર અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે. અકસ્માત બાદ કારમાં સવાર તમામ લોકો ભાગી ગયા હતા. આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો. રોષે ભરાયેલા લોકો સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ગયા. ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશમાં પરિવારના ૮ સભ્યોને કુહાડીથી કાપી નાખ્યા, પછી લગાવી ફાંસી

0

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના ૮ લોકોની કુહાડી વડે હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઘરના વડાએ પરિવારના ૮ સભ્યોની હત્યા કરી હતી, જેમા એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આરોપીએ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આMP ટ્રેનમાં પ્રેમિકાની હત્યા કરી આરોપીએ જેલમાં કર્યુ સુસાઈડ, 2 જેલ અધિકારી સસ્પેંડ હત્યાકાંડ અંગે છિંદવાડાના SP મનીષ ખત્રીએ કહ્યું કે, હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. ગઈકાલે મંગળવારે રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત પરિવારના ૮ લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી ૧૦૦ મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે.

આ હ્રદયદ્રાવક ઘટના માહુલઝીર પોલીસ સ્ટેશન હેઠળના બોદલ કચર ગામમાં બની હતી. આ ઘટના એક આદિવાસી પરિવારમાં બની છે. આ ઘટના રાત્રે ૩ વાગ્યાની આસપાસ ઘટી હતી. હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે. આખા ગામને સીલ કરી દેવામાં આવ્યું છે. ઘટના અંગે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.

ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છે. હત્યા કરનાર યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા છે. તે અતરંગી પ્રકારનો હતો. જો કે હજુ સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આટલો મોટો ગુનો કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેથી હવે પોલીસ આ મામલે તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

જનસંઘ- ભાજપની જુની પેઢીના કનુભાઇ જોષીની અલવિદા પરંતુ ભાજપની છાવણીમાં ઊંહકાર પણ સંભળાયો નહીં

  • ગલીએ ગલીએ ફરીને ભાજપનો  પ્રચાર, પ્રસાર કરવામાં આખું જીવન ખર્ચી નાંખનાર અને આજીવન શિક્ષક કનુભાઇ જોષીની અંતિમ દિવસોમાં કેવી હાલત હતી એ કહેવાની જરૂર નથી
  • ભાજપને સત્તાના સિંહાસને પહોંચાડવામાં કનુભાઇ જોષી જેવા અનેક લોકોએ આયખુ ખપાવી દીધું હતું. પરંતુ સત્તા ઉપર ચઢી બેઠેલા લોકો પાયાના પથ્થરની સરાહના કરવામાં ધરાર નિષ્ફળ નિવડ્યા
  • કનુભાઇ જોષીના અંતિમ દિવસોમાં ગણ્યાગાંઠ્યા લોકો ખબરઅંતર પૂછતા બાકીનાઓને સિંહાસન ઉપરથી નીચે ઉતરવાનો સમય નહોતો
  • નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જુની પેઢીના લોકોને યાદ કરી કરીને મળતા હતા. વાર, તહેવારે કંઇકને કંઇક મોકલતા રહેતા હતા પરંતુ દિલ્હીમાં પગ મૂક્યો અને બધું ભુલાઇ ગયું. 
જનસંઘ બાદ ભાજપના ઉદયકાળના પાયાના પત્થર ગણાતા વધુ એક નખશીખ સજ્જન અને આજીવન શિક્ષક કનુભાઇ જોષીને સુરત મહાનગરે ગુમાવ્યા છે. ગત તા.૨૪મી મે ૨૦૨૪ના રોજ કનુભાઇ જોષીએ આ ફાની દુનિયાને અલવિદા કરી અનંતની વાટ પકડી લીધી પરંતુ ખભે ઝોલો(થેલો) નાંખીને ફરતા કનુભાઇ જોષીનો પડછાયો લાંબા સમય સુધી આ શહેરમાં દેખાયા કરશે. સ્વભાવે શાંત પરંતુ ચુસ્ત વચનબધ્ધ કનુભાઇ જોષી પહેલાં જનસંઘમાં અને ત્યારબાદ ભાજપના એક અવિભાજ્ય અંગ જેવા હતા. છતાં તેમણે ક્યારેય પણ હોદ્દો કે પદની માંગણી કરી નહોતી. સુરત માંડ સાડા ત્રણ ચાર લાખની વસ્તી ધરાવતું હશે એ જમાનામાં કનુભાઇ જોષી અને તેમના સહયોગી કે.સી.દેસાઇ વગેરેએ ઘરેઘરે ફરીને જનસંઘની આહલેક જગાવી હતી. કનુભાઇ જોષી અને કે.સી. દેસાઇ બન્ને સુરતની જાણિતી સ્કુલ ટી એન્ડ ટીવીમાં શિક્ષક હોવાના નાતે  સુરત શહેરના લગભગ પ્રત્યેક પરિવાર સાથે નાતો ધરાવતા હતા. કેન્દ્રમાં અને રાજ્યોમાં દેશભરમાં કોંગ્રેસનો દબદબો હતો એ દિવસોમાં કનુભાઇ જોષી પોતે જનસંઘી હોવાની છાતી ઠોકીને ઓળખ આપતા હતા અને પદ, હોદ્દાની લાલસા રાખ્યા વગર કનુભાઇ જોષી જેવા અનેક લોકો ભાજપને સત્તા સુધી લઇ જવામાં પાયામાં ધરબાઇ ગયા હતા અને ભાજપને વટવૃક્ષ બનાવવા માટે પોતાની જાત ખર્ચી નાંખી હતી.
જનસંઘ મટીને ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી બનેલા પક્ષના આગેવાનોને સત્તાનું સિંહાસન મળી ગયા પછી કનુભાઇ જોષી જેવા અનેક સજ્જનોની ક્યારેય પરવા કરી નથી. આજે પણ કનુભાઇ જોષી જેવા અનેક લોકો વખારમાં પડેલા ભંગારની માફક સડી રહ્યા છે અને તૈયાર સિંહાસન ઉપર ચઢી બેઠેલા લોકો નૈતિકતાને નેવે મૂકીને સત્તાના નશામાં જોહુકમી ચલાવી રહ્યા છે.
જનસંઘ-ભાજપના પ્રચાર, પ્રસાર માટે ખભે ઝોલો નાંખીને ફરતા અને લોહી, પસીનાનું યોગદાન આપનારા પાયાના પથ્થરોને કદાચ ભાજપની નવી પેઢી ઓળખતી પણ નહીં હોય. કારણ કે ભાજપના સત્તાસિંહાસન ઉપર બેઠેલા લોકોએ ભાજપ માટે પોતાની જાત ખર્ચી નાંખનારા લોકોની નવી પેઢીને ઓળખ કરાવી નથી.
ભાજપ પણ આરએસએસની અનેક શાખાઓ પૈકીની એક શાખા છે પરંતુ વર્તમાન હાલત એવી છે કે ભાજપને આરએસએસના સમર્થનની જરૂર હોય એવું લાગતું નથી. મતલબ ભાજપને જન્મ આપનારા લોકોએ હવે ભૂલી જવું પડશે કે તેઓ તેમના માઇ-બાપ હતા.
કનુભાઇ જોષીને આ વાતની ચોક્કસ બળતરા હતા ક્યારેક અચાનક શેરીમા મળી જતા કનુભાઇ જોષી પોતાની વેદના વ્યક્ત કરતા હતા, પરંતુ સાથે એક લાંબો નિસાસો નાંખીને આખી વાતને ભૂલી જવાનો પ્રયાસ કરતા હતા. આ સમયે તેમના ચહેરા ઉપર ટપકતી વેદના અને લાચારી ચોક્કસ ચાડી ખાતા હતા. કનુભાઇ જોષી, કાશીરામ રાણા, ફકીરભાઇ ચૌહાણ, ચંપકભાઇ સુખડીયા, અરવિંદ ગોદીવાળા, પ્રતાપ દેસાઇ, કિશોર વાંકાવાળા, કે.સી.દેસાઇ, નિતીન ભજીયાવાળા કનુભાઇ માવાણી, વસંત માળી, વસંત મામા, રમણભાઇ જાની, સુબોધ દેસાઇ, સુમન દેસાઇ, નટુ સોમા પટેલ, ચંપક ચૌહાણ, અશોક ઠક્કર, દિનકર પાઠક, મહેશ દેસાઇ, હર્ષદ દેસાઇ, નટુભાઇ નાતાલી, ગાવર્ધનેશ જોષી રમણીક મિસ્ત્રી, રમેશ ચૌહાણ, હસમુખ જોગાણી, વાલજી કેસરી, મહાદેવ દેસાઇ, નરેન્દ્ર ગાંધી, જેવા અનેક લોકોએ ભાજપના પ્રચાર, પ્રસાર માટે ગાંઠના ખર્ચીને યોગદાન આપ્યું હતું.
ખેર, કનુભાઇ જોષી જેવા અનેક બુઝુર્ગોનાં ભાજપ નેતાગીરીએ યાદ કરી કરીને ખબર અંતર પૂછવા જોઇએ પરંતુ આવી નૈતિકતા ક્યાંથી લાવવી?
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યાં સુધી જ્યારે જ્યારે પણ અવકાશ મળતો ત્યારે પક્ષના સિનિયર અગ્રણીઓની ફોન કરીને ખબર અંતર પૂછતા હતા અને જે તે શહેરની મુલાકાત સમયે યાદ કરીને સામે ચાલીને મળવા પણ જતા હતા. આ ઉપરાંત વાર તહેવારે ચીજવસ્તુઓ મોકલીને વડીલોને યાદ કરી લેતા હતા પરંતુ બદલાતા સમય સાથે ક્રમશઃ આ વહેવાર પણ બદલાઇ ગયો.
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યાના થોડા દિવસો પછી ઘણા વડીલો સાથે અવારનવાર ટે‌િલફોનીક વાત કરીને પક્ષના વડીલોનો ઉત્સાહ વધારતા હતા. વડાપ્રધાન મોદીએ કરેલી પૂછપરછ દિવસો સુધી ચર્ચાનો વિષય બનતી હતો અને લોકો વચ્ચે બેસીને નરેન્દ્ર મોદીના ગુણગાન ગાતા હતા. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ બધું પણ ભૂલાઇ ગયું છે જાણે પક્ષનો પાયો નાંખનારા લોકો વિસરાઇ ગયા છે. દિવાળી, નૂતનવર્ષના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલાવેલી ગીફટના બોક્ષ, ટોપલી હજુ ઘણા લોકોએ યાદગીરી રૂપે સંઘરી રાખ્યા હશે.
પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાલા અને પક્ષના કાર્યકરો ઘરના આંગણામાં દેખાય એટલે ચોક્કસ નરેન્દ્ર મોદીએ મોકલાવેલી ગીફટનો અહેસાસ થવા માંડે. નરેન્દ્ર મોદી નજીકના ભૂતકાળમાં દર વર્ષની દિવાળી, નૂતનવર્ષે પોતાની પસંદગીના લોકોને મીઠાઇના બોક્સ સાથે ખાદીના કાપડની ભેટ અવશ્ય મોકલતા હતા. વળી લોકો પણ ખાદીના કાપડમાંથી કફની, સુરવાળ વગેરે બનાવીને આ કપડા નરેન્દ્ર મોદીએ મોકલાવ્યા હોવાનો ઢંઢેરો પીટતા હતા.
પરંતુ સમયની સાથે વ્યક્તિમાં બદલાવ આવતો ગયો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી મટીને વડાપ્રધાન બન્યા અને જાણે પાછળનો ‘કારવાં’ ભુલાતો ગયો. દેશના વડાપ્રધાન હોવાના નાતે સમગ્ર દેશના લોકો સાથે સંવાદ કરવાનો હોય, કામકાજમાં સમય મળતો ન હોય તે માની શકાય પરંતુ પક્ષના પાયાના પથ્થરની કઇ રીતે અવગણા થઇ શકે? કનુભાઇ જોષીની વાત એક ઉદાહરણરૂપ છે પરંતુ ભાજપમાં આવા તો અનેક કનુભાઇ જોષીની મનની વાતને સાંભળનારું કે સંભાળ લેનારું કોઇ નથી.
ઘણા લોકો તો આર્થિક રીતે પાયમાલ થઇ ચૂક્યા છે. પડોશીઓના ભરોસે દિવસો પસાર કરી રહ્યા છે, આવા સમયે પોતીકા પક્ષના લોકોની પાસે અપેક્ષા હોય એ સ્વભાવિક છે. કનુભાઇ જોષી આજીવન શિક્ષક હતા તેમની આર્થિક સ્થિતિની વાત
કરવા જેવી નથી પરંતુ કેટલાક સ્વજનો તેમનો સધિયારો બનીને ઊભા રહી જતા હતા અને એટલે જ કનુભાઇ જોષી બંધ મુઠ્ઠીમાં જીવન જીવી ગયા. તેમના પાછલા દિવસોમાં નીતિન ભજીયાવાળા, ખુમાનસિંહ વાંસિયા, ભૂપેન્દ્ર ચુડાસમા જેવા વરિષ્‍ઠ લોકો અવારનવાર ખબર અંતર પૂછતા રહેતા હતા. કનુભાઇ જોષીના મૃત્યુ સમયે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની હાજરીનો લોકોએ સુખદ અનુભવ કર્યો હતો. અંતમાં એક વાત ઉલ્લેખનિય છે કે કનુભાઇ જોષીને આર્થિક રીતે મદદરૂપ થવા પક્ષના જ કેટલાક મિત્રોએ ૧૧ લાખની થેલી અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વાતની જાણ એ વખતના ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુને થતાં તેમણે આખો કાર્યક્રમ ભાજપના નામે કરવા અને કનુભાઇ જોષીને ૧૧ નહીં ૨૫ લાખની થેલી અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો એ વખતે સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી હતા અને પૂર્ણેશ મોદીને પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુએ સુચના આપીને કનુભાઇ જોષીનું યથોચિત સન્માન કરવામાં આવ્યું હતું.