દિલ્હી હાઈકોર્ટે બુધવારે ૨૦૨૦ના કોમી રમખાણોના કેસમાં વિદ્યાર્થી કાર્યકર્તા શરજીલ ઈમામ ને જામીન આપી દીધા છે. તેણે જાન્યુઆરી ૨૦૨૦ થી કસ્ટડીમાં વિતાવેલ સમયના આધારે વૈધાનિક જામીન માંગ્યા હતા. તે દિલ્હી રમખાણોના મોટા કાવતરાના કેસમાં પણ આરોપી છે. આ પહેલા દિલ્હીની કડકડ્ડૂમા કોર્ટે તેની વૈધાનિક જામીન અરજી ફગાવી દીધી હતી. જણાવી દઇએ કે, તેના પર દેશદ્રોહ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો.
પ્રોસિક્યુશન અનુસાર, શરજીલ ઈમામે ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયા અને ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેના ભાષણ દરમિયાન આસામ અને ઉત્તર પૂર્વના બાકીના ભાગોને દેશમાંથી અલગ કરવાની ધમકી આપી હતી.
દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને રાજદ્રોહ અને UAPA કેસમાં જામીન આપ્યા છે. રાજદ્રોહ ભાષણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને વૈધાનિક જામીન મંજૂર કર્યા છે. શરજીલે મહત્તમ ૭ વર્ષની સજામાંથી અડધી સજા ભોગવવાના આધારે જામીન માંગ્યા હતા. આ મામલો AMU અને જામિયા વિસ્તારોમાં શરજીલ દ્વારા આપવામાં આવેલા કથિત ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. શરજીલ ઈમામે તેને વૈધાનિક જામીન નકારતા નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.
શરજીલની વૈધાનિક જામીન અરજીનો વિરોધ કરતાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે, ગુનાની ગંભીરતાને અવગણી શકાય નહીં. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ તેની સામે નોંધાયેલા કેસોમાં મહત્તમ સજાનો અડધો ભાગ જેલમાં વિતાવ્યો હોવાને કારણે તેના આધારે જામીન આપી શકાય નહીં.
શરજીલ ઈમામ બિહારના જહાનાબાદનો રહેવાસી છે અને તેણે IIT બોમ્બેમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ પછી, તેણે બે વર્ષ સુધી બેંગલુરુમાં એક સોફ્ટવેર કંપનીમાં ડેવલપર તરીકે કામ કર્યું અને પછી ૨૦૧૩માં આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ માટે JNUમાં એડમિશન લીધું. અહીંથી તેણે એમ.ફિલ અને pHD કર્યું છે. શરજીલ પણ બે વર્ષથી વધુ સમય સુધી AISAમાં રહ્યો અને AISA ઉમેદવાર તરીકે કાઉન્સેલર પદ માટે ૨૦૧૫ JNUSU ચૂંટણી લડ્યો.
આ પણ વાંચો :-