Home Blog Page 746

કુરિયર કંપનીના જ કર્મચારીઓએ ચોરી કરી આગ લગાવી પણ પકડાઈ ગયા

સુરતના ઉધના વિસ્તારમાં બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટરની ઓફિસમાં ચોરી કરી પકડાઈ નહીં જવાય અને ચોરીનો માલ આગમાં રાખ થઈ ગયો છે, તેવું ખપાવવા માટે આગ લગાડી ભાગી ગયેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉધના પોલીસે આરોપીઓ પાસેથી ૩૫.૫૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સુરતમાં કંપનીના જ કર્મચારીઓએ ચોરી કરી આગ લગાવી પણ પકડાઈ ગયા

બે દિવસ પહેલાં ત્રીજી જુનના રોજ પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી કુરિયર કંપની બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિમીટેડના સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. ચોરી કરીને સમગ્ર ઘટનાને આગમાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સેન્ટરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મુદ્દામાલ મળી કુલ્લે રૂપિયા ૩૪,૬૩,૫૨૬ (૩૪.૬૩ લાખ) ની મતા ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ માલ સામાનને આગ લગાડી નુક્શાન કરી ભાગી ગયા હતા. આ બાબતે ઉધના પોલીસ માં ફરિયાદ નોધાઈ હતી. જેમાં પોલીસે એક શંકાના આધારે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

ડીસીપી ગઢવીએ કહ્યું કે, ઉધનામાં આવેલી બ્લૂ ડાર્ટ કંપનીમાં આગ લાગ્યાની ફરિયાદ જાણવા જોગ નોંધાઈ હતી. જેની તપાસ હાથ ધરાઈ હતી. સ્થળ તપાસમાં પોલીસને શંકા પડી હતી. વર્ણન અને જાત તપાસમાં વિરોધાભાસ દેખાયો હતો. આગમાં જે સામાન સળગ્યો તેના અવશેષો મળ્યાં નહોતા. તપાસમાં કેટલીક બાબતો સામે આવી હતી. આગનો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યું હોવાનું પુરાવાના આધારે સામે આવ્યું હતું. સમગ્ર આગ લાગી નહીં પરંતુ લગાડીને પૂર્વ આયોજીત કાવત્રું હોવાનું ફલિત થયું હતું.

આગમાં 36 લાખનું નુકસાન થયાનું ફરિયાદમાં કહેવાયું હતું. પરંતુ એવું કંઈ હતુ નહી. આગમાં નુકસાન નહીં પરંતુ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્રણ આરોપીઓમાં ગોપાલ વાસુદેવ બનીસીપી, બદરૂભાઈ ભુકણ અને જાકીર મહમ્મદ અલી સૈયદ સામેલ હોવાનું સામે આવ્યું હતું. આયોજન જાકીરે કર્યું હતું. જ્યારે અન્ય બે એક્ઝિક્યુશનમાં હતાં. ગોપાલ સિક્યુરિટીમાં હતો. બદરૂ બે દિવસથી જોડાયો હતો. જાકીર સુપરવાઈઝર તરિકે કામ કરે છે. પોલીસે સાડા પાંત્રિસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ૪૦ મોબાઈલ અને ડીવીઆર તથા લેપટોપ કબ્જે કર્યા છે. આજ રીતે તેમને અઠવા વિસ્તારમાં પણ ૪૦ લાખ થી વધુ ની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગુજરાત ATSએ રૂ.૧૩૦ કરોડનો કોકેઇનનો જથ્થો ઝડપાયો

0

ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી ૧૩૦ કરોડનું કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના ૧૩ પેકેટ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. ગુજરાત ATS સ્થાનિક SOG અને B ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

DRI Seizes 4 Bags Containing Opiate Derivative/Heroin Weighing 395 Kg At Gujarat Portગુજરાત ATS દ્વારા કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના ૧૩ પેકેટ જપ્ત કર્યા છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકેઈનની કિંમત પ્રતિ કિલોગ્રામ ૧૦ કરોડ રૂપિયાની આસપસાપ હોવાનું માનવામાં આવે છે.

ATS દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી બાદ પૂર્વ કચ્છ એસ.ઓ.જી., એલ.સી.બી. અને સ્થાનિક બી-ડિવિઝનની ટીમો પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાં, પ્લાસ્ટિકની થેલીમાં વિંટળાયેલા 13 પેકેટ કબ્જે કર્યા બાદ એફ.એસ.એલ. રિપોર્ટ માટે એફ.એસ.એલના અધિકારીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. આ બાવળની ઝાડીની આસપાસ પણ સ્થાનિક પોલીસ દ્વારા અન્ય પેકેટો શોધવા માટે તપાસ હાથ ધરાઇ હતી.

ઉલ્લેખનીય કે અગાઉ મીઠીરોહરમાં કોકેઇનના ૮૦ પેકેટ મળ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે માહિતી નોંધાઈ હતી. જોકે આજે મળી આવેલા ૧૩ પેકેટોના બનાવ અંગે કોઈ નોંધ કે ફરિયાદ હજુ સુધી નોંધવામાં આવી નથી. આ સીઝર અંગે એ.ટી.એસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં સતાવાર માહિતી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગ દ્વારા ૫ દિવસ વરસાદની આગાહી, જાણો આ વિસ્તારોમાં પડશે વરસાદ

0

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણની શક્યતા છે. અમરેલી જીલ્લામાં ૫ જૂનનાં તાપમાનમાં ૪૧ ડિગ્રી નોંધાવવા પામ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકું, ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની આગાહી કરી છે.

South Gujarat gets rain; IMD says thunderstorm likely in parts of state | Ahmedabad News - The Indian Express

૯ તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે, આ દિવસથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ અને ક્યાંક થોડો વધારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જામનગરમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આગામી 3 દિવસમાં તે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે. મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે, સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ૧૫ જૂનની પહેલાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

આ પણ વાંચો :-

સુરતમાં આઈસક્રીમ, ભજીયા સહિત ૯ વેપારીઓ પર GSTના દરોડા

સુરત શહેરમાં આઈસક્રીમ વિક્રેતાઓ પર GSTના દરોડામાં કરોડોના શંકાસ્પદ વ્યવહાર મળ્યા છે. આઈસક્રિમ, જ્યુશ, ભજીયા અને પિઝાના વિક્રેતાઓ પર દરોડા પાડ્યા હતા. ૪૦ કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર મળ્યા છે. બિસ્મિલ્લાહ અને ૫૧ રેમ્બો આઈસક્રિમની તપાસમાં ૨ કરોડના વ્યવહાર મળ્યા.

New GST rules: What has changed for companies with more than ₹5 crore turnover from today? | Today News

સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં કરચોરી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ, સુરત અને રાજકોટના ૨૪ મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના, ૪૭ ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૪૦ કરોડથી વધુ રકમના છૂપાયેલા વેચાણો મળી આવ્યા છે. તપાસ દરમ્યાન આ પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાનાં રૂ. ૬.૭૫ કરોડ, પિઝાના રૂ. ૪ કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુશના રૂ. ૩૦ કરોડના છૂપાયેલા વેચાણો મળી અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. ૪૦ કરોડથી વધુના છૂપાયેલા વેચાણો મળી આવ્યા છે.

તપાસ દરમિયાન અલગ-અલગ પેઢીમાં જુદા-જુદા પ્રકારની મોડસ ઓપરેન્ડી ધ્યાને આવી છે. કેટલાક વેપારીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચામાલની ખરીદીઓ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી કરવામાં આવે છે. રોકડથી થતા વેચાણોમાં મહદઅંશે બિલો આપવાનું ટાળવામાં આવે છે. જ્યાં ગ્રાહકો QR Code સ્કેનરથી પેમેન્ટ કરે છે તેવા કિસ્સામાં વેચાણો છૂપાવવાના આશયથી પેઢીના કર્મચારી કે કોઈ સંબંધી કે કોઈ ત્રાહિત વ્યકિતના QR Code થકી તેમના બેન્ક અકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. જ્યાં POS Machine કે ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા “પેટપૂજા” જેવા સોફ્ટવેરમાંથી બિલો જાતે ડીલીટ કરી કે પછી સોફ્ટવેર  કંપની મારફત ડીલીટ કરાવી દેવામાં આવે છે.

આ પણ વાંચો :-

NDAમાં શરૂ થઈ ગઈ ડિમાન્ડ, જાણો નીતીશ કુમાર અને ચંદ્રાબાબુએ શું માંગ્યું ?

0

લોકસભા ચૂંટણીના પરિણામો પછી હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. હવે JDU પાર્ટી ભાજપ સાથે જોરદાર સોદો કરવા જઈ રહી છે. જેડીયુએ દેશમાં જાતિ ગણતરી હાથ ધરવા અને બિહારને વિશેષ દરજ્જો આપવા સાથે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા પાંચ મંત્રી પદની માંગ કરી છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઇને રાજકીય અટકળોનો દોર ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ફરી એકવાર નીતિશ કુમારને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે. બુધવારે સાંજે યોજાયેલી NDAની બેઠકમાં આવી અટકળોનો અંત આવ્યો હતો. નીતિશ કુમારે NDA સાથે રહેવાની અને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની વાત તો કરી જ પરંતુ શક્ય તેટલી વહેલી તકે સરકાર બનાવવા પર પણ ભાર મૂક્યો.

આ વખતે ભાજપ બહુમતી અંક ૨૭૨થી દૂર રહી અને માત્ર ૨૪૦ બેઠકો જીતી શકી છે. આવી સ્થિતિમાં દેશમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે પીએમ મોદીને તેમના સહયોગીઓના સમર્થનની જરૂર છે. આ સ્થિતિમાં ૧૨ બેઠકો જીતનાર જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDAને ટેકો આપવા માટે JDU બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાનો આગ્રહ કરી રહી છે. જેડીયુ એમએલસી ખાલિદ અનવરે કહ્યું કે બિહારના સામાજિક અને આર્થિક વિકાસ માટે મોટી રકમની જરૂર છે. આ કારણે જેડીયુ કેન્દ્ર પાસેથી બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો અને મોટું ભંડોળ ઈચ્છે છે.

આ પણ વાંચો :-

સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લાગ્યા! ભિંડરાવાલાના પોસ્ટર પણ લહેરાયા

0

પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં આજે ગુરુવારે સવારે કેટલાક લોકોએ ખાલિસ્તાની નારા લગાવ્યા હતા અને ખાલિસ્તાન જરનૈલ સિંહ ભિંડરાવાલેના પોસ્ટર પણ લહેરાવ્યા હતા. ૧૯૮૪માં “ઓપરેશન બ્લૂ સ્ટાર”ની આજે ૪૦મી વર્ષગાંઠ હોવાને કારણે શીખ સમુદાયના કેટલાક લોકોએ આ સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટરો લહેરાવ્યા હતા. બ્લુ સ્ટારની વરસી નિમિત્તે આજે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ઘણા શીખ સંગઠનોએ પણ આજે સાંજે જ ખાલસા માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. જેને જોતા અમૃતસર પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. એટલું જ નહીં અનેક સંગઠનોએ આજે ​​અમૃતસર બંધનું પણ એલાન આપ્યું છે. તેની અસર રહેવાની શક્યતા છે.

પંજાબમાં બ્લૂ સ્ટારની વર્ષી હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. કેટલાક શિખ સંગઠનોએ ખાલસા માર્ચ કાઢવાની પણ જાહેરાત કરી છે. અમૃતસર પોલીસે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. આટલું જ નહીં કેટલાક સંગઠનોએ અમૃતસર બંધની પણ જાહેરાત કરી છે. સ્થિતિ બગડવાની આશંકાને જોતા પોલીસે તમામ કર્મચારીઓની રજા રદ કરી નાખી છે. પંજાબ પોલીસના તમામ ટ્રેનિંગ સેન્ટરમાંથી ૨ હજાર પોલીસ કર્મીઓને અમૃતસર બોલાવવામાં આવ્યા છે. આ સિવાય બોર્ડર રેન્જના જિલ્લા અમૃતસર ગ્રામીણ, તરનતારન, બટાલા, ગુરદાસપુર અને પઠાણકોટમાંથી પણ પોલીસ ફોર્સને અમૃતસર બોલાવવામાં આવી છે. પોલીસે ગોલ્ડન ટેમ્પલ તરફ જતા રસ્તા પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

સિવિલ ડ્રેસમાં શિખ પોલીસ કર્મચારીઓને શ્રી હરિમંદિર સાહિબની પરિક્રમા અને શ્રી અકાલ તખ્ત સાહિબની આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે જે એસજીપીસીની ટાસ્ક ફોર્સ સાથે મળીને ફરજ નીભાવશે. મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં ખાલિસ્તાની અમૃતપાલ સિંહ ખડૂર સાહિબ બેઠક પરથી દોઢ લાખ મતથી જીતી ગયો છે. આ સિવાય પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીના હત્યારા બેઅંત સિંહનો પુત્ર સરબજીત સિંહ ખાલસાની પણ ફરીદકોટ બેઠક પરથી જીત થઇ છે.

આ પણ વાંચો :-

૦૬ જૂન, ૨૦૨૪/ પ્રેમસંબંધોમાં તકલીફ, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ, ગુરૂવાર આ રાશિના જાતકો પડશે સહકારની જરૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણીશીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાની વધે.

‌વૃષભઃ

માનસિક સ્વસ્થતા જળવાય. મોજ શોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ. આરોગ્ય સાચવવું પેટની સમસ્યા સતાવે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીયક્ષેત્રે આનંદ.

‌મિથુનઃ

નિખાલસ અને ચરિત્રવાન રહેશો. આવકનું પલ્લુ ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહનસુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતિ જાળવવી.

કર્કઃ

આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

‌સિંહઃ

નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઉભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ-ઉત્સાહ સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિ થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલાઃ

લાગણીશીલતા વધે. ખોટું લાગે એવા પ્રસંગો ઉભા થાય. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતા નું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમન્સ્ય તથા મતભેદ ટા‍ળવા. અગ્નિથી સાચવવું. માથુ-મગજ તથા નેત્રરોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ

ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળની પ્રાપ્તિ થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન અજંપો રહે. નાણાંકીયક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજના રોગોથી સાચવવું.

મકરઃ

શાંતિનો અનુભવ થાય. નાના ભાઇ બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભઃ

વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીનઃ

માનસિક સ્વાસ્થતા જ‍ળવાય. આવકમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાથી બની શકાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

લીકર કેસમાં કેજરીવાલને ફરી એકવાર ઝટકો, વચગાળાની જામીન અરજી ફગાવી

0

દિલ્હીની લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આરોગ્યના આધારે દાખલ કરવામાં આવેલી વચગાળાના જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. કેજરીવાલે આરોગ્યના આધારે જરુરી તપાસ માટે સાત દિવસના જામીન માગ્યા હતા. કોર્ટે કેજરીવાલની કસ્ટડી ૧૮ જૂન સુધી વધારી છે. દિલ્હીમાં લીકર પોલિસી અને તેના સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી સૌથી મોટો ઝટકો મળ્યો છે. આરોગ્યના આધારે વચગાળાના જામીનની અરજીને ફગાવી છે.

Delhi court denies interim bail to Arvind Kejriwal in excise policy case CM અરવિંદ કેજરીવાલને ઝટકો, વચગાળાની જામીન અરજી ફગાવી, કોર્ટે બીજું શું કહ્યુ?આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે બુધવારે દિલ્હી, પંજાબ અને દેશના ચૂંટણી પરિણામો પર પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું. જનાદેશને મોદી સરકાર વિરુદ્ધ ગણાવતા તેમણે કહ્યું કે ભાજપને ૬૩ બેઠકો ઓછી મળી અને તે બહુમતીથી દૂર રહી. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન મુશ્કેલ સંજોગો છતાં સારું કામ કર્યું. ઈન્ડિયા એલાયન્સના પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીની ભૂમિકાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે કેજરીવાલ વચગાળાના જામીન પર બહાર આવ્યા ત્યારે તેમણે માત્ર આમ આદમી પાર્ટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો.

કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા તપાસ કરનારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કહ્યું કે કેજરીવાલ કોર્ટને ગુમરાહ કરી રહ્યા છે. ઈડીએ આરોપ લગાવતા કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર કરી રહેલા કેજરીવાલને જ્યારે સરેન્ડર કરવાનું હતું ત્યારે તબિયત બગાડવાનો દાવો કર્યો છે. બંને પક્ષની સુનાવણી વખતે કોર્ટે પોતાના નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો અને આજે સુનાવણી હાથ ધરી હતી.

આ પણ વાંચો :-

ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી ૧૧.૭૨ લાખ મતોના માર્જિનથી જીત્યા

0

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ચૂંટણી પરિણામમાં ન ધારેલા ઉલટફેર અને અપસેટ સર્જાયા છે. બીજી તરફ આ વખતના ચૂંટણી પરિણામોએ અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. ચૂંટણી પરિણામમાં સૌથી વધારે માર્જીનનો નવો રેકોર્ડ પણ નોંધાયો હતો. આ રેકોર્ડ મધ્ય પ્રદેશના ઈન્દોર બેઠકના ઉમેદવાર શંકર લાલવાણીના નામે ૧૧,૭૫,૦૯૨ લાખના માર્જીન સાથે નોંધાયો છે. તો બીજી તરફ સૌથી ઓછા માર્જીન સાથે શિવસેના (એકનાથ શિંદે જૂથ) ના રવિન્દ્ર વાયકર મહારાષ્ટ્રની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર ૪૮ મતોથી જીત્યા છે.

લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠકે સૌથી વધુ માર્જીનનો રેકોર્ડ નોંધાવ્યો છે. ઇન્દોર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શકર લાલવાનીએ ૧૧,૭૫,૦૯૨ મતના વિક્રમી માર્જીન સાથે જીત નોંધાવી હતી. મધ્યપ્રદેશમાં ભાજપના કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે. રસપ્રદ વાત એ છે કે, NOTA બે લાખથી વધુ મતો સાથે બીજા ક્રમે છે.

અહીં ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરીમાં, ઈન્દોરમાં શંકર લાલવાણી અને ભાજપનો આસાન વિજય હતો. કોંગ્રેસના સમર્થકોએ ચૂંટણી દરમિયાન NOTA માટે પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો :-

હવામાન વિભાગની આગામી સાત દિવસ વરસાદની આગાહી

0

રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે વલસાડ અને નવસારીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના અનુમાન મુજબ આવતી કાલથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. આવતી કાલે એટલે ગુરૂવાર ૬ જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

Gujarat Weather : વધુ એક Cyclone નો ખતરો મંડરાયો, હવામાન નિષ્ણાંત અંબાલાલ  પટેલે કરી મોટી આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આ પ્રી મોન્સૂનનો વરસાદ છે. સાથે જ રાજ્યમાં ૧૫ જૂને ચોમાસાની દસ્તકની સામાન્ય તરીખ છે, તેના સંદર્ભે પણ આ વરસાદ છે. જ્યારે આજે રાજ્યમાં વલસાડ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ઉનાળો અંતિમ તબક્કામાં છે. જોકે હજી પણ ગરમી ૪૦ ડિગ્રી ઉપર નોંધાઈ રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૩૩.૪ ડિગ્રી નોંધાયું હતું. ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગાંધીનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગર ૪૧.૮ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે બીજા નંબરે રહ્યા હતાં. ડિસામાં ૪૦.૭ ડિગ્રી, વડોદરામાં ૪૦ ડિગ્રી, રાજકોટમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો :-