Home Blog Page 745

ચૌટા બજારમાં કપડાંની દુકાનમાં ભયાનક આગ લાગી

0

રાજકોટમાં વિકરાળ આગની દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં અફડાતફડી મચી છે. ત્યારે સુરતમાં સાંકડી ગલીઓ અને મહિલાઓની ખરીદીથી ધમધમતી ચૌટા બજારમાં કપડાંની દુકાનમાં ભયાનક આગ લાગી ગઈ હતી. જેથી આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગની વિકરાળ જ્વાળાઓને કારણે લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

આગની દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. લોકો ડરના માર્યા પોતાની દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતાં. બાદમાં સમગ્ર આગનો વીડિયો બનાવ્યો હતો. સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની 3થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સમગ્ર આગમાં કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી.

ચૌટા બજારમાં આવેલી સલોની ચોપાટી ફેશન નામની દુકાન ઉપરના માળે આવેલી છે. તેમાં બપોરના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી. આગની જ્વાળા જોત જોતામાં સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી. નીચેના માળે જ્યુશ સેન્ટર અને ફાસ્ટ ફૂડની દુકાન આવેલી છે જો કે, આગ લાગી ત્યારબાદ દુકાનમાંથી માલિક સહિતના લોકો દોડીને નીચે ઉતરી ગયા હતાં. દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બેંગલુરુની વિશેષ કોર્ટમાંથી મળ્યા જામીન

0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં શુક્રવારે મોટી રાહત મળી છે. કર્ણાટક ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. આ ઉપરાંત કોર્ટે રાહુલ ગાંધીને તેમને જાતે જ હાજરી આપવા આવવા બાબતે રાહત આપી છે. કોર્ટ આ કેસની આગામી સુનાવણી ૩૦ જુલાઈએ કરશે. હકિકતમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ન્યૂઝ પેપરમાં અપમાનજનક જાહેરાતો બહાર પાડવાનો આરોપ લગાવતા ભાજપે ફરિયાદ દાખલ કરી હતી.

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે આપ્યા જામીનકોંગ્રેસે તમામ જાહેર કામોમાં ૪૦ ટકા કમિશન લેવામાં આવે છે તેવો આક્ષેપ કરીને ‘ભ્રષ્ટાચાર રેટ કાર્ડ’ પણ પ્રકાશિત કર્યું હતું. રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક અપમાનજનક જાહેરાત પણ પોસ્ટ કરી હતી. વિશેષ અદાલતે આ કેસમાં સિદ્ધારમૈયા અને શિવકુમારને ૧ જૂનના રોજ જામીન આપ્યા હતા.

આ પહેલા ૨૩ માર્ચ ૨૦૨૩ ના રોજ સુરતની CUM કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. મોદી સરનેમ અંગેની ટિપ્પણીને કારણે સજા ફટકારવામાં આવી હતી. બીજા જ દિવસે, ૨૪ માર્ચે, લોકસભા સચિવાલયે તેમની સદસ્યતા રદ કરવાનો પણ આદેશ આપ્યો હતો. નિયમો અનુસાર, જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તે તેનુ સભ્યપદ ગુમાવે છે. રાહુલ સાથે પણ આવું જ થયુ હતું. જોકે બાદમાં રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. કોર્ટે તેની સજા પર સ્ટે મૂક્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૨ એપ્રિલે પોતાનો સરકારી બંગલો પણ ખાલી કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આ સત્ય બોલવાની કિંમત ચૂકવવામાં આવી છે. હું થોડા દિવસો માટે ૧૦ જનપથ ખાતે માતાના ઘરે રોકાઈશ.’ અગાઉ, ૨૭ માર્ચે, લોકસભા સચિવાલયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ૨૨ એપ્રિલ સુધીમાં તેનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા કહ્યું હતું.

આ પણ વાંચો :-

સિલિંગની કામગીરીથી નારાજ સુરત કાપડ માર્કેટના વાયપારીઓ રસ્તા પર ઉતાર્યા !

રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયરબ્રિગેડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. દિવસ રાત જોયા વગર જ તંત્ર દ્વારા એક કમિટી રચીને ફાયર સેફ્ટી વગરની જગ્યાઓને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે કાપડ માર્કેટ સીલ થતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતાં. ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતાં. વેપારીઓેએ દુકાન ખોલવા માંગ કરી હતી. સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જેથી થોડીવાર માટે સંઘર્ષ સર્જાયું હતું.

વેપારીઓએ કહ્યું કે, ૧૪ માર્કેટમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. રોજગારી છીનવાઈ ગઈ છે. ૧૦ દિવસથી માર્કેટ બંધ છે. કોઈ જવાબ આપતું નથી. નેતાઓ જવાબ આપતાં નથી. અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. હાઈકોર્ટનો મુદ્દો છે પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આજે માર્કેટ નહી ખુલ્લે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી આપીએ છીએ.

આ પણ વાંચો :-

સુરતના પોલીસ કમિશનરે ‘ન્હાવા’ પર મુક્યો પ્રતિબંધ, જાણો આ છે કારણ ?

ગુજરાતમાં વેકેશનનો સમય હોવાથી લોકો નજીકના કુદરતી સ્થળોએ ફરવા જવાનું વધારે પસંદ કરતાં હોય છે. દરિયામાં કે નદીમાં ન્હાવા માટે લોકો વધારે ઉત્સુક હોય છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાં ડૂબી જવાની ઘટનાઓ પણ વધી રહી છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વડોદરા જિલ્લામાં એક મહિનામાં ૨૦ લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. જિલ્લામાં કલેક્ટર દ્વારા જોખમી સ્થળો શોધીને ત્યાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરાના વિવિધ ૨૩ સ્થળો પર ન્હાવા પર પ્રતિબંધ મૂક્યો છે.

વડોદરાના કલેક્ટર બીજલ શાહે જોખમી સ્થળો શોધી ત્યાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વિવિધ ૨૩ સ્થળો પર નહાવા પર પ્રતિબંધ લગાવાયો છે. વાઘોડિયા, ડભોઇ, વડોદરા ગ્રામ્ય, પાદરા, શિનોર, સાવલી અને કરજણના જાહેર સ્થળો જોખમી હોવાથી પ્રતિબંધ મૂકાયો છે. વાઘોડીયા તાલુકામાં નર્મદા મેઈન કેનાલ (ડુમા ગામ), દેવ નદી (વ્યારા), હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ અને તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલા નાળાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યા છે.

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તા. ૭ જૂન ૨૦૨૪થી ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધી અમલમાં રહે તેવું એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં લખ્યું છે કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ નદી, તળાવો, નહેર, દરિયામાં ન્હાવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ પામવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવી જગ્યાઓ પર અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ કમિશનરની હદમાં આવેલા તળાવ, નહેર, નદી, દરિયા કાંઠા પર ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શ્રી રામનગર તળાવ, ગુ.હા. બોર્ડ, સચીન, પારડી બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલું તળાવ, સાઉથ ઝોન ઓફિસની પાછળના ભાગે આવેલું તળાવ, ખરવાસા ગામનું તળાવ, બોણંદ ગામનું તળાવ, વક્તાણા ગામનું તળાવ, પોપડા ગામનું તળાવ, લાજપોર ગામની મિંઢોળા નદી, પુણામાં આવેલી રંગ અવધૂત સોસાયટી પાસેથી પસાર થતી નહેર, પુણા ગામનું તળાવ, અમરોલી-ઉત્રાણમાં કાકરાપાર ડેમ જમણા કાંઠાની નહેર, ઈચ્છાપોર ગામનું તળાવ, ભટલાઈ ગામનું તળાવ, જુના કવાસ ગામનું તળાવ, ભાટપોર ગામનું તળાવ, કુંકણી નહેરથી ગોળા ગરનાળા વરીયાવ સુધીનો નહેરનો ભાગ, ડીંડોલી ગામનું છટ તળાવ, કરાડવા ગામનું તળાવ, સણી ગામનું તળાવ, દેલાડવા ગામનું તળાવ, ડીંડોલીની મધુરમ સર્કલની કેનાલ, સલાબતપુરાનું ગોપી તળાવ, હજીરાનું મોરા તળાવ, રાંદેરમાં દાંડી રોડથી ગોગા ચોક સુધી તથા ગૌરવપથ સુધીની કેનાલ, બોટનિકલ ગાર્ડનનું તળાવ, સરથાણાની શાયોના પ્લાઝાથી અમર ચોક સુધીની નહેર, પાસોદરા ગામમાં આવેલું તળાવ, ડુમ્મસનો દરિયા કિનારો, ડુમ્મસના કાદી ફળિયામાં આવેલું તળાવ, ડુમ્મસના ભીમપોર ગામનું તળાવ, ડુમ્મસના આભવા ગામનું તળાવ, ડુમ્મસના ગવિયર ગામનું તળાવ તથા હજીરામાં આવેલા સુવાલી બીચનો દરિયા કિનારો ઉપરાંત સરથાણાથી ડુમ્મસ સુધી વહેતી તાપીના બંને કાંઠા તરફના વિસ્તારમાં એટલે કે તાપી નદીમાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પ્રતિબંધ મુકવા સાથે પોલીસ કમિશનરને જાહેરનામા મારફત ચીમકી ઉચ્ચારી છે કે હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો :-

અંતરીક્ષમાં ત્રીજી વાર પહોંચ્યા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ, બનાવ્યો રેકોર્ડ

0

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બૂચ વિલ્મોરને લઈને જતી બોઈંગ સ્ટારલાઈનર ગુરુવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી ગઈ હતી. ૫૯ વર્ષીય સુનીતા નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું સંચાલન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની હતી. અગાઉ ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ ગીતાને અવકાશમાં લઈ જનાર વિલિયમ્સ તેની ત્રીજી યાત્રા માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગઈ છે. સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ તેઓએ ડાન્સ કરીને ઉજવણી કરી હતી. આ સાથે તેણે ISS પર સવાર સાત અવકાશયાત્રીઓને ગળે લગાવ્યા.

ઉલ્લેખનીય છે કે, સ્પેસક્રાફ્ટ સામાન્ય રીતે ઓટો હોય છે, પરંતુ લગભગ બે કલાકની ઓટો ફ્લાઇટ દરમિયાન ક્રૂએ સ્પેસક્રાફ્ટને જાતે જ પોતાના નિયંત્રણમાં રાખ્યું હતું. તેઓએ સ્ટારલાઈનરને પૃથ્વી તરફ કર્યું જેથી સર્વિસ મોડ્યુલની પાછળ તેના સંચાર એન્ટેના ટ્રેકિંગ અને ડેટા રિલે ઉપગ્રહો તરફ થઈ શકે. પછી તેઓએ અવકાશયાનને એવી રીતે ફેરવ્યું કે, તે સૂર્યનો સામનો કરી શકે જેથી જો જરૂર પડે તો તેઓ આંતરિક બેટરીઓને ચાર્જ કરી શકે. આ સમગ્ર કવાયતનો હેતુ એ હતો કે, ત્રણેય ફ્લાઈટ કોમ્પ્યુટરો એક જ સમયે બંધ થઈ જાય તો અવકાશમાં કાર્ય કરી શકે છે. તેઓએ મેન્યુઅલી યાનની ગતિ વધારી અને પછી તેને ધીમો કર્યો, જેથી જો જરૂરી હોય તો ક્રૂ સ્પેસ સ્ટેશનની ભ્રમણકક્ષાથી અલગ થઈ શકે.

તેમણે તેમના અદ્ભુત સ્વાગત માટે ક્રૂ સભ્યોને પરિવાર કહીને તેમનો આભાર માન્યો,. સુનીતાએ કહ્યું કે, “હું તમને બધાને મિસ કરતી નથી. તમને જાણીને આનંદ થશે કે હું અહીં મારા બીજા પરિવાર સાથે છું અને હું અહીં ખૂબ જ ખુશ છું.” ઉલ્લેખનીય છે કે, વિલિયમ્સ અને વિલ્મોર સ્ટારલાઈનર ઉડાડનાર પ્રથમ ક્રૂ છે. તેઓએ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કર્યાના લગભગ ૨૬ કલાક પછી બોઇંગ અવકાશયાનને ISS પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું.

સુનિતા કહ્યું કે નાસા હંમેશા અવકાશયાત્રીઓને લઈ જવા માટે સ્પેસએક્સ ક્રૂ મોડ્યુલનો વિકલ્પ ઈચ્છે છે અને બોઈંગ તેને સ્ટારલાઈનર કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના ભાગરૂપે આકાર આપી રહ્યું છે. સુનીતા વિલિયમ્સે કબૂલ્યું હતું કે ફ્લાઇટ પહેલા તે થોડી નર્વસ હતી. પરંતુ તેણે કહ્યું કે તેને નવા અવકાશયાનમાં ઉડાન ભરવા વિશે કોઈ ચિંતા નથી. તેમણે આગળ કહ્યું, ‘જ્યારે હું ISS પર પહોંચી તો એવું લાગ્યું કે હું ઘરે પાછી આવી ગઈ છું.’ વિલિયમ્સે સ્ટારલાઇનરને ડિઝાઇન કરવામાં મદદ કરી, જેમાં સાત જણનો ક્રૂ હતો.

આ પણ વાંચો :-

RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, ૬.૫૦% પર યથાવત રાખ્યો, EMI નહીં વધે

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ દિવસીય MPC બેઠકમાં રેપો રેટ ૬.૫% યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાતની જાણકારી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આપી છે. આરબીઆઈ દ્વારા સતત આઠમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટ વધારવામાં આવ્યો હતો.

RBI

RBIના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી હતી. RBIની MPCએ ૪:૨ બહુમતી સાથે વર્તમાન રેપો રેટને ૬.૫% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. દર નિર્ધારણ પેનલે ‘સગવડતા પાછી લેવાના’ વલણને પણ જાળવી રાખવાનું નક્કી કર્યું. રેપો રેટ એ વ્યાજ દર છે કે, જેના પર RBI વ્યાપારી બેંકોને ભંડોળની અછત હોય ત્યારે લોન આપે છે. તે ફુગાવાના દબાણને નિયંત્રિત કરવા માટે નાણાકીય સત્તાવાળાઓ માટે એક સાધન તરીકે કામ કરે છે.

MPCના નિર્ણયની જાહેરાત કરતા, RBI ગવર્નરે કહ્યું કે વાસ્તવિક GDP વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૫ માં ૭.૨% રહેવાનો અંદાજ છે. જે અગાઉના અંદાજ ૭% કરતા વધુ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં સ્થિર ખર્ચ સાથે ખાનગી વપરાશમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે રોકાણ પ્રવૃત્તિઓની ગતિ ચાલુ છે.

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, RBI ફાઇનાન્સ માર્કેટ અને તેના દ્વારા નિયંત્રિત સંસ્થાઓના તમામ વિભાગોમાં સ્થિરતા અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આરબીઆઈના નવેમ્બરના પગલાં પછી અસુરક્ષિત રિટેલ લોનમાં થોડો ઘટાડો થયો છે. ગ્રાહક સુરક્ષા આરબીઆઈની પ્રાથમિકતાઓમાં ટોચ પર છે.સંપત્તિ અને જવાબદારીઓ વચ્ચે સમજદાર સંતુલન જાળવવું જોઈએ. શક્તિકાંત દાસે પણ પુનરોચ્ચાર કર્યો કે, ફેડ મહત્વ ધરાવે છે પરંતુ આરબીઆઈની કાર્યવાહી મુખ્યત્વે પરિસ્થિતિ અને સ્થાનિક વૃદ્ધિ અને ફુગાવાના એકંદર દૃષ્ટિકોણ પર આધારિત છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી એવા લોકો નિરાશ થયા છે જેઓ વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા રાખતા હતા. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે લોકોના EMI બોજમાં કોઈ ફેરફાર થશે નહીં. બીજી તરફ, આ જાહેરાત એવા રોકાણકારો માટે સારા સમાચાર છે કે જેઓ FDમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. ઉચ્ચ રેપો રેટ ચાલુ રાખવાનો અર્થ છે કે FD પર વધુ વ્યાજનો લાભ મળતો રહેશે.

આ પણ વાંચો :-

૦૭ જૂન, ૨૦૨૪/ આજ શુક્રવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે , જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

માનસિક સ્વસ્થતા જ‍ળવાય. આવકમાં વધારો થાય. નાનાભાઇ બહેન સાથે પ્રેમ ભાવ વધે. પરિવારમાં આનંદ ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થય સારૂં રહેશે.

‌મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવાં મળે. નાણાંકીય વ્યવહારો ફાયદા કારક સાબિત થાય. ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટરક્ષેત્રથી વિશેષ લાભ.

કર્ક‌ઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

‌સિંહઃ ‌

સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઇસક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

‌વૃ‌શ્ચિકઃ

મોજ શોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થે ની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનંુ પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કામરેજના ખેડૂતોએ PGCI સામે કેમ નોધાયો વિરોધ તે જાણો ?

સુરતના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોએ વિરોધ નોધાવ્યો છે. ખેડૂતોએ રેલી કાઢી સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા. સુરતના ૫ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ નોંધાવ્યો છે.

ખેડૂતો આજે સવારે રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. જિલ્લાના ૫ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલી, વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી વિરોધ કરી રહ્યાં છે. આજે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અમારા ખેતરોમાંથી ગેરકાયદે રીતે વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે. ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ખેતરોમાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વીજ લાઈન નાખવાની કામગીરી કરી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક ૭૬૫ KVની વીજ લાઈન ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ ખેડૂતોએ જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા માગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

NEET પરિણામને લઈને ભડક્યા વિદ્યાર્થીઓ, પેપર રદ્દ કરવાની કરાઇ માંગ, જાણો કારણ

0

આખો દેશ લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો પર નજર રાખી રહ્યો હતો, તે દરમિયાન ચોથી જૂનના રોજ NTAએ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) UG ૨૦૨૪નું પરિણામ જાહેર કરી દીધું હતું. NEET ૨૦૨૪ UG પરિણામ ૧૪ જૂને જાહેર થવાનું હતું પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અચાનક ૪ જૂનની સાંજે કોઈપણ પૂર્વ સૂચના વિના પરિણામ જાહેર કરી દીધું હતું. NEETના વિદ્યાર્થીઓ NTAની વેબસાઇટ exams.nta.ac.in/NEET પર NEET પરિણામ ૨૦૨૪ PDF જોઈ શકે છે. જોકે, પરિણામની PDF પ્રકાશિત થયા બાદ વિદ્યાર્થીઓ અને NEET એક્સપર્ટ્સમાં રોષ જોવા મળી રહ્યો છે.

What is NEET full form? - Wisdom Overseas

NEET પરિણામ જાહેર થયા બાદ જ આ પરીક્ષા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરિણામોને શંકાના દાયરામાં રાખીને લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ટ્વીટ અનુસાર, લોકો કહી રહ્યા છે કે આટલી અઘરી પરીક્ષામાં ૬૭ વિદ્યાર્થીઓ સંપૂર્ણ માર્ક્સ કેવી રીતે મેળવી શકે, જ્યારે આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ ઉપરાંત, હરિયાણાના એક જ કેન્દ્રમાંથી ૮ ઉમેદવારો એવા છે જેમણે ૭૨૦ માંથી ૭૨૦ માર્ક્સ મેળવ્યા છે. મુખ્ય કારણ એ પણ છે કે પરીક્ષા દરમિયાન પટનામાં નકલી ઉમેદવારોની ધરપકડ બાદ પેપર લીક થવાની વાત રજૂ કરાઇ હતી પરંતુ તેમ છતાં પરીક્ષા લેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ મામલો સામે આવતા NTA દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં ટાઇમ લોસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, આથી તેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. આ કારણે ૭૧૮ અને ૭૧૯ નંબર પણ હોઈ શકે છે.

આ પણ વાંચો :-

નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ હવે ૯ જૂને, BJPએ તૈયારીઓ શરૂ કરી

0

શપથગ્રહણની તારીખને લઈને એક નવું અપડેટ આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી ૯ જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA સરકારના શપથ ગ્રહણની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કેબિનેટને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શપથ ગ્રહણ સમારોહ હવે ૮ જૂનના બદલે ૯ જૂને થઈ શકે છે. એટલે કે નરેન્દ્ર મોદી ૯ જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે.

પીએમ મોદી વંદેભારત ટ્રેન ગાંધી આશ્રમ - PM Narendra Modi 85 thousand crore gift Vande Bharat Train Gandhi Ashram – News18 ગુજરાતીશ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે કહ્યું કે વડા પ્રધાન મોદીએ તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું છે. તેમાં અહેવાલ છે કે વિક્રમસિંઘે આમંત્રણ સ્વીકારી લીધું છે અને તે ભારતની મુલાકાતે છે. વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે ફોન પર થયેલી વાતચીતમાં વડા પ્રધાન મોદીએ શેખ હસીનાને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી પરિષદના આગામી શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને કારણે, રાષ્ટ્રપતિ ભવન ૫ થી ૯ જૂન, ૨૦૨૪ સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં એવી અટકળો છે કે નવી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ કર્તવ્ય પથ પર નહીં પરંતુ અહીં થશે.

ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઇ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને દેશના પીએમ બન્યા હોય આ રેકોર્ડ અગાઉ જવાહરલાલ નહેરુને નામે હતો. હવે મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.

આ પણ વાંચો :-