પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં આજે ગુરુવારે સવારે કેટલાક લોકોએ ખાલિસ્તાની નારા લગાવ્યા હતા અને ખાલિસ્તાન જરનૈલ સિંહ ભિંડરાવાલેના પોસ્ટર પણ લહેરાવ્યા હતા. ૧૯૮૪માં “ઓપરેશન બ્લૂ સ્ટાર”ની આજે ૪૦મી વર્ષગાંઠ હોવાને કારણે શીખ સમુદાયના કેટલાક લોકોએ આ સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટરો લહેરાવ્યા હતા. બ્લુ સ્ટારની વરસી નિમિત્તે આજે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ઘણા શીખ સંગઠનોએ પણ આજે સાંજે જ ખાલસા માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. જેને જોતા અમૃતસર પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. એટલું જ નહીં અનેક સંગઠનોએ આજે અમૃતસર બંધનું પણ એલાન આપ્યું છે. તેની અસર રહેવાની શક્યતા છે.
પંજાબમાં બ્લૂ સ્ટારની વર્ષી હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. કેટલાક શિખ સંગઠનોએ ખાલસા માર્ચ કાઢવાની પણ જાહેરાત કરી છે. અમૃતસર પોલીસે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. આટલું જ નહીં કેટલાક સંગઠનોએ અમૃતસર બંધની પણ જાહેરાત કરી છે. સ્થિતિ બગડવાની આશંકાને જોતા પોલીસે તમામ કર્મચારીઓની રજા રદ કરી નાખી છે. પંજાબ પોલીસના તમામ ટ્રેનિંગ સેન્ટરમાંથી ૨ હજાર પોલીસ કર્મીઓને અમૃતસર બોલાવવામાં આવ્યા છે. આ સિવાય બોર્ડર રેન્જના જિલ્લા અમૃતસર ગ્રામીણ, તરનતારન, બટાલા, ગુરદાસપુર અને પઠાણકોટમાંથી પણ પોલીસ ફોર્સને અમૃતસર બોલાવવામાં આવી છે. પોલીસે ગોલ્ડન ટેમ્પલ તરફ જતા રસ્તા પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.
સિવિલ ડ્રેસમાં શિખ પોલીસ કર્મચારીઓને શ્રી હરિમંદિર સાહિબની પરિક્રમા અને શ્રી અકાલ તખ્ત સાહિબની આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે જે એસજીપીસીની ટાસ્ક ફોર્સ સાથે મળીને ફરજ નીભાવશે. મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં ખાલિસ્તાની અમૃતપાલ સિંહ ખડૂર સાહિબ બેઠક પરથી દોઢ લાખ મતથી જીતી ગયો છે. આ સિવાય પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીના હત્યારા બેઅંત સિંહનો પુત્ર સરબજીત સિંહ ખાલસાની પણ ફરીદકોટ બેઠક પરથી જીત થઇ છે.
આ પણ વાંચો :-