Home Blog Page 747

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મુર્મૂને આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સ્વીકાર્યું

0

બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની આજે બુધવારેના રોજ બેઠક બાદ વડાપ્રધાનનરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન પીએમ મોદી સરકારની રચના માટે સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિ મુર્મુને સોંપી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે NDA સાંસદોની બેઠક શુક્રવારે બપોરે ૨.૩૦ વાગ્યે સંસદભવનમાં યોજાશે. આ બેઠકમાં એનડીએ શાસિત રાજ્યોના વિવિધ પક્ષોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને પ્રમુખો હાજર રહેશે. બીજા દિવસે એટલે કે ૮ જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમ સાંજે ૭ થી ૮ વાગ્યાની વચ્ચે થઈ શકે છે.

Imageરાષ્ટ્રપતિએ તેમના સોશિયલ મીડિયાના સત્તાવાર એક્સ (ટવિટર)ના હેન્ડલ પરથી લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિભવનની મુલાકાત લીધી અને પ્રધાનમંડળ સાથે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનમંડળને નવી સરકાર બનાવવામાં આવે ત્યાં સુધી કાર્યભાર સંભાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળ ૨૯૪ સીટ સાથે બહુમતી મળી છે, ત્યારે એનડીએ ગઠબંધન સરકાર બનાવવાની સંભાવના છે. ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાની તક ગુમાવી છે, જ્યારે હવે એ શક્ય નથી કે એકલા કોઈ પણ નિર્ણય લઈ શકે, તેથી સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. હવે સાતમી જૂનના આવતીકાલે એનડીએ તમામ સાંસદોની બેઠક બોલાવી છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો

0

રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. SITએ ૧૦ મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો. પોલીસ, RMC, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી રહી છે. લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો SITના રિપોર્ટમાં ઉલ્લેખ છે. ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપ્યુ. ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી સામે આવી. ૩ વર્ષથી ગેમઝોન ચાલતુ હોવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ઉલ્લેખ છે.

રાજકોટ અગ્નિકાંડ : ભાજપના નેતાઓ સામે કડક પગલાં લેવા રાજ્ય સરકાર પર વધતું દબાણ | Rajkot Game Zone Fire Increasing pressure on government to take action against the guilty leadersરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની સીધી રીતે ગંભીર બેદરકારી આવી સામે છે. ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં પણ કોઈ પગલા ન લેવાયા હોવાનો SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે TRP ગેમ ઝોન રહેણાક હેતુ માટે બિનખેતીની જમીન હોવા છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને તે પણ શેડમાં બાંધેલો હતો. ઈમરજન્સી દરમિયાન શું કરવું તેની કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી.

આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ કુલ ૬ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.

રાજકોટ માટે ૨૫ મેનો દિવસ કાળો સાબિત થયો કારણ કે શહેરના નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કુલ ૨૭ જેટલા કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-

વલસાડ અને નવસારીમાં વાતાવરણમાં અચાનક પલટો ! ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો

0

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સુરતના બારડોલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી છે. સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો. વલસાડ જિલ્લાના અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાળા, કોસંબા, ભાગદાખુર્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

આજથી રાજ્યના વાતાવરણમાં પલટો- ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ - Revoi.inબીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ચાર દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારબાદ ૮ અને ૯ જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ૮ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.

૯ જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયાં સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પવનની ગતિ પણ ઝડપી રહેશે. ગુજરાત પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરતનું ઈકોફ્રેન્ડલી પોલીસ સ્ટેશન

પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે. પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. સુરત શહેરમાં આવેલું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે, કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણપ્રેમી છે. અહીં ફરજ બજાવતાં પ્રકૃત્તિપ્રેમી પોલીસ જવાનોએ પર્યાવરણનો સુમેળ રચ્યો છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનુભૂતિ કરાવે છે.

ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન-મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણપ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં મારૂં સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયું ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વિડિયો ફુટેજ જોતા આ પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે પડ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો, તૂટેલા પાઈપ, પ્લાસ્ટિક બોટલો, બિનઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી, વૃક્ષો વાવવાથી જ કામ પૂરૂં ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય એ માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલસ કર્મીઓએ અને પર્યાવરણપ્રેમીઓની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું.

આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુભર્યું બની ગયું છે. ઉશ્કેરાટમાં, વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા, હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં કામ કરતાં પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા છે, અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે એમ તેઓ ગર્વથી ઉમેરે છે.

ઔસુરાએ વધુમાં કહ્યું કે, પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનમાં એક મુહિમ શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન ખાતે નાના-મોટા કામ માટે આવતાં લોકોને વૃક્ષનો છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. તેમજ વૃક્ષની માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે. ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકઅપની દીવાલો પર પણ પર્યાવરણની થીમ પર ચિત્રો તૈયાર કરાયા છે. જેથી ગુનેગારોનું હ્રદય પરિવર્તન થઈ શકે. પક્ષીઓ માટે વેસ્ટ મટિરીયલમાંથી માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મૂક્યા છે. સાંજે ૬.૦૦ વાગ્યા બાદ પક્ષીઓ તેમાં બેસવા આવે છે, પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઉર્જાસભર બની જાય છે. રવિવારે માત્ર આ પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે છે.

આ પણ વાંચો :-

આઠ જૂને યોજાશે વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ, BJPએ તૈયારીઓ શરૂ કરી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ જૂને વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપને ૨૪૦ અને NDAને ૨૯૨ બેઠક મળી છે.નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ ૮મી જૂને સાંજે યોજાઈ શકે છે.

Imageવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ ૮મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ તરફ હવે નવી કેબિનેટમાં ચહેરાઓને લઈને સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. બે-ત્રણ દિવસમાં નામો ફાઇનલ થાય તેવી શકયતા છે. ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઈ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બન્યા. આ પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો. મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.

દિલ્હીમાં આજે સાંજે ૪ વાગ્યે NDAની બેઠક બોલાવવામાં આવી છે. જેડીયુના વડા નીતિશ કુમાર, ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓ આમાં ભાગ લેશે. એનડીએ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. જેડીયુના વડા નીતીશ કુમાર બુધવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પરિણામ વિશ્લેષણ, ચંદ્રબાબુ નાડયુએ જાણો શું જાહેરાત કરી

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં NDAએ હેટ્રિક જીત હાંસલ કરી છે. જોકે, ભાજપ બહુમતી મેળવી શકી નથી. આવી સ્થિતિમાં ભાજપે તેના સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. ફરી એકવાર TDP અને JDUની મદદથી કેન્દ્રમાં મોદીની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. પરંતુ ત્રીજી વખત મોદી સરકાર માટે સૌથી મહત્વની બાબત ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારનો સહયોગ છે. હાલમાં ટીડીપી એનડીએનો ભાગ છે. એનડીએની આજની બેઠકમાં ભાગ લેવા માટે ચંદ્રબાબુ નાયડુ પણ દિલ્હી આવી રહ્યા છે. પરંતુ તેમની સાથે ડિમાન્ડની એક યાદી પણ આવી રહી છે.

Chandrababu Naidu NDAઆંધ્રપ્રદેશ વિધાનસભા અને લોકસભા ચૂંટણીના પરિણામો વિશે વાત કરતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે હું મતદારોના સમર્થનથી ખૂબ જ ખુશ છું. રાજકારણમાં ઉતાર-ચઢાવ સામાન્ય છે. ઈતિહાસમાં અનેક રાજકીય નેતાઓ અને પક્ષોની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ ઐતિહાસિક ચૂંટણી છે. વિદેશમાં વસતા મતદારો પણ મતદાન કરવા માટે તેમના વતન પરત ફર્યા છે. તેમણે કહ્યું કે ટીડીપીના ઘણા કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા છે. રાજ્યમાં મીડિયા પણ હેરાન કરવામાં આવ્યું છે અને મીડિયા હાઉસ સામે સીઆઈડી કેસ નોંધાયા.

ટીડીપી પહેલીવાર ૧૯૯૬માં એનડીએમાં સામેલ થઈ હતી. તે સમયે ચંદ્રબાબુ નાયડુ એક યુવા નેતા હતા, જેઓ આઈટી ગવર્નન્સમાં અગ્રણી તરીકે જાણીતા હતા. ૨૦૧૮માં એનડીએ છોડ્યા બાદ પાર્ટીને ભારે નુકસાન થયું હતું. ૨૦૧૮ માં તે તેલંગાણા વિધાનસભામાં માત્ર ૨ બેઠકો પર ઘટી હતી અને ૨૦૧૯ માં તે આંધ્ર પ્રદેશ વિધાનસભામાં માત્ર ૨૩ બેઠકો પર આવી ગઈ હતી.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટ્રેકિંગ ટીમના ૪ સભ્યોના મોત, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

0

ઉત્તરાખંડના ઉત્તરકાશી પાસે આવેલા સહસ્ત્ર તાલ જઈ રહેલી ૨૨ સભ્યોની ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાનની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારને ટીમના ચાર સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે ૧૩ અન્ય લોકો ફસાયેલા છે. ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે વહીવટીતંત્રે જમીન અને હવાઈ માર્ગે બચાવ કામગીરી શરૂ કરી છે.

રાજ્ય સરકારે જણાવ્યા મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે SDRF મુખ્યાલયને તાત્કાલિક બચાવ ટીમો મોકલવા વિનંતી કરી છે અને સ્થાનિક બચાવ ટીમોને સ્થળ પર પહોંચવા સૂચના આપી છે. તેમણે ટ્રેકર્સને બચાવવા અને મૃતકોના મૃતદેહોને બહાર લાવવા માટે એરફોર્સની મદદથી કામગીરીની પણ વિનંતી કરી છે.

ઉત્તરકાશી અને ટિહરી ગઢવાલ પોલીસ વિભાગો, તેમજ નેહરુ માઉન્ટનરીંગ ઇન્સ્ટીટયુટ અને ITBPના અધિકારીઓ સાથે પરામર્શ કર્યા પછી, જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરાત કરી કે બચાવકર્તાઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ, જેમાં પોલીસ, એસડીઆરએફના જવાનો અને ટ્રેક રૂટથી પરિચિત સ્થાનિક માર્ગદર્શકોનો સમાવેશ થાય છે, બુધવારે વહેલી સવારે સ્થળ માટે રવાના થશે.

હિમાલયન વ્યૂ ટ્રેકિંગ એજન્સીન જણાવ્યા મુજબ ૨૯ મેના રોજ, ૨૨ સભ્યોની ટીમ મલ્લ-સિલ્લા-કુશકલ્યાણ-સહસ્ત્રતલ ટ્રેક પર નીકળી હતી, જેમાં કર્ણાટકના ૧૮ સભ્યો, મહારાષ્ટ્રના એક અને ત્રણ સ્થાનિક માર્ગદર્શકોનો સમાવેશ થાય છે, આ ટીમ ૭ જૂન સુધીમાં પરત ફરવાની હતી.

આ પણ વાંચો :-

નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઇટમાં દિલ્હી રવાના, NDA-INDIAના ધબકારા વધ્યા

0

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન બન્ને પાસે સરકાર રચવાની તક છે. દિલ્હીમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આજે બુધવારે દિલ્હીમાં NDAની બેઠક યોજાઈ રહી છે ત્યારે વિપક્ષ INDIA બ્લોક પણ તેની મહત્ત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યું છે. NDAની બેઠકમાં ભાગ લેવા માટે CM નીતિશ કુમાર થોડા સમય પછી દિલ્હી પહોંચી રહ્યા છે અને INDIA બ્લોકની બેઠકમાં ભાગ લેવા માટે તેજસ્વી યાદવ પણ દિલ્હી પહોંચી રહ્યા છે. બંને નેતાઓ એક જ ફ્લાઈટમાં દિલ્હી આવી રહ્યા છે.

Nitish Kumar Tejashwi Yada DelhiRJD નેતા તેજસ્વી યાદવ પણ સવારે ૧૦:૪૦ વાગ્યે એ જ વિસ્તારાની ફ્લાઈટ UK-૭૧૮ દ્વારા દિલ્હી પહોંચી રહ્યા છે જેમાં નીતિશ કુમાર દિલ્હી આવી રહ્યા છે. CM નીતિશ કુમાર દિલ્હીમાં NDAની બેઠકમાં ભાગ લેશે. તેજસ્વી સાંજે INDI ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે. TDP અને JDU આજે બુધવારે દિલ્હીમાં ભાજપને સમર્થન પત્રો સોંપશે અને ત્યાર બાદ NDA આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

INDI ગઠબંધન દ્વારા નીતિશ કુમારને આપવામાં આવી રહેલી કથિત ઓફર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘અમારું ૪૦૦ પારનું સૂત્ર હતું. ટુકડે ટુકડે ગેંગને જે સીટ મળી છે તે ૨૩૧ છે અને ભાજપને એકલાને ૨૪૪ મળી છે… તેઓ નીતિશજીને તેજસ્વી યાદવ માટે આમંત્રણ આપી રહ્યા છે. બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પરિણામો અપેક્ષાઓથી વિપરીત હોવાથી તેની સમીક્ષા કરવામાં આવશે. નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં વિકાસના કામો કર્યા છે પરંતુ અપેક્ષા મુજબના પરિણામો આવ્યા નથી.

દરમિયાન ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા જ શિવસેના (ઉદ્ધવ)ના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે વધાવ્યા છે અને તેમને સમર્થન જાહેર કર્યું છે. તો બીજી બાજુ આમ આદમી પક્ષના નેતા સંજય સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી કરી છે.

આ પણ વાંચો :-

અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાની ૨૩ હજાર મતથી પાછળ

0

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસના અમેઠીના ઉમેદવાર કિશોરી લાલને તેમના પ્રતિસ્પર્ધી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીથી નોંધપાત્ર લીડ લેવા બદલ અભિનંદન આપ્યા છે. હાલ મતગણતરીમાં કોંગ્રેસના કિશોરી લાલ +૮૮,૯૦૮ મતો સાથે આગળ હતા. બીજેપીની સ્મૃતિ ઈરાની બીજા સ્થાને છે.

Amethi: BJP candidate Smriti Irani trails Congress Kishori Lal Sharma in leads - India Today

ઉત્તર પ્રદેશના પરિણામો એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવેલા પરિણામો કરતા સંપૂર્ણપણે અલગ છે. ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો જીત કે હાર નક્કી કરવામાં એક મોટું પરિબળ છે. શરૂઆતના વલણોમાં ભાજપને મોટું નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અમેઠીની રાજનીતિના ૫૭ વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. સંજય ગાંધી, રાજીવ ગાંધી, મેનકા ગાંધી અને રાહુલ ગાંધી ગાંધી પરિવાર વતી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. અમેઠી લોકસભા સીટ વર્ષ ૧૯૬૭માં અસ્તિત્વમાં આવી હતી ત્યારથી આ સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ છે. રાજીવ ગાંધી આ બેઠક પરથી ૪ વખત ચૂંટણી જીત્યા હતા. વર્ષ ૧૯૯૯માં સોનિયા ગાંધી આ બેઠક પરથી જીત્યા હતા. જે બાદ રાહુલ ગાંધી આ સીટ પરથી ૩ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાહુલ ગાંધી ૨૦૦૪થી ૨૦૧૯ સુધી સતત આ સીટ જીતી હતી. છેલ્લી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમને હરાવીને તેમને ચોંકાવી દીધા હતા.

આ મોટા નેતાઓ ફોલો કરી રહ્યા છે

  • અમેઠીમાં બીજેપી નેતા સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર કેએલ શર્માએ તેમને પાછળ છોડી દીધા છે.
  • મેનકા ગાંધી સુલતાનપુરથી પાછળ છે. સપાના ઉમેદવાર રામભુઆલ નિષાદે તેમને પાછળ છોડી દીધા છે.
  • અયોધ્યામાં પણ રામમંદિર ફેક્ટર જોવા મળ્યું નથી. શરૂઆતના વલણોમાં ભાજપને નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યાંથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ પાછળ ચાલી રહ્યા છે. સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ સતત આગળ ચાલી રહ્યા છે.
  • દેવરિયાથી કોંગ્રેસના ઉમેદવાર અખિલેશ પ્રતાપ સિંહ ૧૦,૦૦૦ મતોથી પાછળ છે.
  • મિર્ઝાપુરથી અપના દળના ઉમેદવાર અનુપ્રિયા પટેલ ૧૮૦૦ મતથી પાછળ છે. ઉલ્લેખનીય છે કે, તે ગત વખતે પણ આ જ સીટ પરથી સાંસદ હતી.
  • ભાજપના મુઝફ્ફરનગરના ઉમેદવાર સંજીવ બાલાયન પણ ૩૦૦૦ મતોથી પાછળ છે. મુઝફ્ફરનગર લોકસભા સીટ સંજીવ બાલાયનનું હોમ ગ્રાઉન્ડ છે.

દરેકની નજર મતગણતરીના પરિણામો પર છે કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામ ૨૦૨૪ના ટ્રેન્ડ સવારે ૮ વાગ્યાથી આવવા લાગ્યા છે. બજાર ખૂલે તે પહેલાના શરૂઆતી વલણોમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપને લીડ મળતી જોવા મળી છે. જેને પગલે શૅરબજારમાં પ્રી-ઓપનિંગ સેશનમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી પ્રી-માર્કેટમાં ઘટાડા સાથે ખુલ્યા છે.

આ પણ વાંચો :-

મતગણતરીના દિવસે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ ૧૬૦૦થી વધુ પોઈન્ટ તૂટયો

0

દેશભરના લોકોની સાથે સ્થાનિક શેરબજાર પણ આજે ૪ જૂનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. કોની સરકાર બનશે? આ ટ્રેન્ડ મુજબ આજે મંગળવારે શેરબજારમાં હલચલ જોવા મળશે તેવી ધારણા હતી. પરંતુ મતગણતરીના દિવસે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે.  સેન્સેક્સ ૧૬૦૦થી વધુ પોઈન્ટ તૂટીને ખૂલ્યો હતો જ્યારે  નિફ્ટી રેકોર્ડ સ્તરેથી સરકી ગઈ હતી. જેથી આવું લાગી રહ્યું છે કે રોકાણકારોને ચાલી રહેલી મતગણતરીના પરિણામો માફક આવ્યા નથી. લાખો રોકાણકારો આજે શેરબજાર પાસેથી મોટી અપેક્ષાઓ ધરાવતા હતા. પરંતુ શેરબજાર વિપરીત દિશામાં આગળ વધ્યું હતું.

એ સમયે શેરબજારની ઈતિહાસમાં સૌથી મોટો કડાકો હતો. 17 મે 2004ના BSEમાં 15.52%નો ઘટાડો આવ્યો હતો. જે ટકાવારીના સંદર્ભમાં જોઈએ તો શેરબજારનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો બેન્ચમાર્ક સેન્સેક્સ સવારે ૯.૨૫ વાગ્યે ૨૨૦૭.૯૮ પોઈન્ટ ઘટીને ૭૪૨૬૦.૮૦ ના સ્તરે પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૯૦.૩૦ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૨૨૫૭૩.૬૦ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજાર ૪ જૂને લાલ નિશાન પર ખુલ્યું હતું. આજે BSE ૧૬૪૦.૦૫ પોઈન્ટ ઘટીને ૭૪,૮૨૮.૭૩ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE ૮૪.૪૦ પોઈન્ટ ઘટીને ૨૩,૧૭૯.૫૦ પોઈન્ટ પર પહોંચ્યો હતો.

જો કે એ સમયે બજારો ટૂંક સમયમાં રિકવર થઈ હતા. એ સમયે શેરબજારમાં મોટો કડાકો બે કારણોને કારણે થયો હોવાનુ માનવામાં આવતુ હતુ. NDAની અણધારી હાર અને શેરબજારમાં મંદી. ૧૭ મે ૨૦૦૪ના રોજ સેન્સેક્સ ૮૪૨ પોઈન્ટના કડાકા સાથે ડાબેરી સમર્થિત સરકારની સંભાવનાઓને આવકારમાં આવી હતી. વાજપેયી સરકારની અનિશ્ચિત હારને કારણે શેરબજારમાં ભારે મંદી જોવા મળી હતી.

આ પણ વાંચો :-