Home Blog Page 744

PMના શપથ ગ્રહણ સમારોહમાં આવશે અનેક દિગ્ગજો, જાણો મહેમાનોની યાદી

0

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયેલ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ૭૦૦૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સાંજે ૭.૧૫ કલાકે શપથ લેશે. આ દરમિયાન હવે મોદીના શપથ ગ્રહણ માટેના આમંત્રણની તસવીર સામે આવી છે. નોંધનિય છે કે, નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

Narendra Modi

પીએમ મોદીના શપથ ગ્રહણ માટે દિલ્હીમાં ત્રીસ્તરીય સિક્યોરિટી રહેશે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ‘હાઈ એલર્ટ’ પર રહેશે. સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલાવનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપ્યું છે. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

આ પણ વાંચો :-

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા ડીપી યાદવએ કર્યો આપઘાત ! જાણો આ છે કારણ ?

0

સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષે ડીપી યાદવે શનિવારે સવારે ગોળી મારી આત્મહત્યા કરી છે. સૂચના મળતાં તેમના પરિવારજનો અને કાર્યકરો તેમના બુદ્ધિવિહાર આવાસ પહોંચ્યા હતા. પૂર્વ રાજ્યસભા સાંસદ વીરસિંહે પોલીસને આ મામલે સૂચના આપી હતી. હાલ, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી.

No photo description available.ડીપી યાદવ સમાજવાદી પાર્ટીના પ્રણેતાઓ પૈકી એક હતા. તેમને પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ પદ મળ્યુ ન હતું. તેમ છતાં તે પાર્ટીની મજબૂતી માટે કામ કરતાં રહ્યા હતા. ગ્રામ પંચાયત ચૂંટણીમાં પાર્ટીના ગઠબંધનના પગલે તેમના સાળા અને સપા જિલ્લા અધ્યક્ષ જયવીર સિંહને પદ પર દૂર કરી તેમને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ડીપી યાદવે લોકસભા ચૂંટણી દરમિયાન ડો. એસટી હસનના સ્થાને રૂચી વીરાને ઉમેદવાર બનાવવા બદલ વિરોધ કર્યો હતો. નારાજ યાદવ ચૂંટણી પ્રચારમાં પણ સામેલ થયા ન હતાં. તેમની ફરિયાદ સપા પ્રમુખ અખિલેશ યાદવને કરવામાં આવતાં જિલ્લા અધ્યક્ષ પદ પરથી દૂર કરી ફરી જયવીર સિંહને જિલ્લાધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારથી તેઓ રાજકીય ગતિવિધિઓથી અંતર જાળવી રહ્યા હતા.

આ પણ વાંચો :-

દિલ્હીમાં નરેલાની ફેક્ટરીમાં ગેસ લીક ​​થવાથી ભીષણ આગ, ૩ લોકોના મૃત્યુ, ૬ દાઝ્યા

0

દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે શનિવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે આગ લાગી હતી. આગને કારણે ફેક્ટરીમાં હાજર ત્રણ કામદારોના મૃત્યુ થયા હતા અને ૬ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ફેક્ટરીમાં આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીમાં હાજર કેટલાક લોકોને બચાવી લીધા હતા. ટીમે બધાને નરેલાની SHRC હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

delhi Narela

ફાયર બ્રિગેડ કર્મચારીઓ જણાવ્યુ હતું કે નરેલા સ્થિત શ્યામ કૃપા પ્રાઈવેટ લિમિટેડ ફેક્ટરીમાં બપોરે ૩.૩૦વાગ્યે આગની માહિતી મળી હતી માહિતી મળટતાની સાથે જ ટિમ ઘટનાસ્થળે પહોચી હતી અને આગ પર કાબૂ મેળવાનું કામ શરૂ કર્યું હતું. અને ફેક્ટરીની અંદર હાજર ૯ લોકો બચાવી લીધા હતા, જેમથી ત્રણને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, અને અન્યને નરેલા SHRC હોસ્પિટલ સફદારજંગ લઈ જવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપસ મુજબ ફેક્ટરીમાં ગેસ બર્નર પર માગ શેકવામાં આવી રહ્યા હતા દરમિયાન પાઇપલાઈનમાંથી ગેસ લીક થવાને કારણે આગ ફેલાઈ હતી જેના કારણે કોમ્પ્રેસર ગરમ થઈ ગયું હતું અને ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો પોલિસે હનવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કેશ નોધીને મામલાની તપસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :-

રાજકોટના ભાજપ કોર્પોરેટર અગ્નિકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ શરૂ

0

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભાજપના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાને આ ગેરકાયદે બાંધકામની જાણ હતી અને તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝડ કરાવવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી નીતિન રામાણીની પૂછપરછ શરૂ કરી છે.

કોર્પોરેટર નીતિન રામાણીએ જણાવ્યું કે, ‘વી.ડી.થી ઓળખાતી ગેમઝોનની એક વ્યક્તિ મારા ઓળખાણમાં હોય તેમની ભલામણથી ટીઆરપી ગેમઝોનના પ્રકાશભાઈ (જૈન)એ મને આ બાંધકામ રેગ્યુલરાઈઝડ કરાવવું છે તેવી વાત મને મળીને કરી હતી. જે અન્વયે મે વાણિયાવાડી વિસ્તારમાં કાર્યરત અને બાંધકામ પ્લાનનું કામકાજ કરતા આર્કિટેક્ટ એન્જિનિયર નિરવ વરૂને આ કામ કરવા ભલામણ કરી હતી.

રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા નિર્દોષ લોકોની ચિસો હજી પણ આપણાં કાને સંભળાઈ રહીં છે. અત્યારે પણ રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પરંતુ અગ્નિકાંડના પાપીઓના કાળા કારનામા અંગે પણ પર્દાફાશ થયો છે.

તમને જણાવી દઇએ કે, મનસુખ સાગઠિયાના કાળા કારનામાનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. મનસુખ સાગઠીયા પર રાજકોટની મલુમંગલ સોસાયટીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્લોટની ફાળવણી અને વેચાણમાં ગેરરીતિ આચરી હોવાનો અત્યારે રાજકોટના એક સામાજિક અગ્રણીએ આરોપ લગાવ્યો છે. આ સાથે કો.ઓપરેટિવ સોસાયટીના નિયમોનો સરેઆમ ભંગનો પણ આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે, સાગઠીયા પર અત્યારે અનેક સંગીન આરોપો લાગી રહ્યા છે. મલુમંગલ સોસાયટીમાં કરાયેલા આરોપો અને SIT નોંધ લે તેવી માગણીઓ કરવામાં આવી છે. SIT સઘન તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે

આ પણ વાંચો :-

ગુજરાતમાં અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

0

ગુજરાતમાં ચોમાસુ હવે ખૂબ જ નજીક આવી રહ્યું છે. મુંબઈમાં ચોમાસુ પહોંચી ગયું છે અને ગુરૂવારે ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં ૧૦મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે.

આંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, જાણો ક્યારે ? – Kaptaanગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે હાલમાં જ વરસાદ પર અપેડેટ આપ્યુ છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, રાજ્યમાં કાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી છે, આગામી ૧૦ જૂન સુધીમાં ચોમાસુ મુંબઈ સુધી પહોંચશે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઇ જશે.

મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં ૧૫ જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસુ પહોંચવાની શક્યતા છે. આગામી ૧૭ જૂને અરબ સાગર, બંગાળની ખાડીમાં વેલમાર્ક લૉ પ્રેશર સર્જાશે, અને ૨૨ જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મહત્વનું છે કે, આ વખતે ઓક્ટોબર સુધી ચોમાસું લંબાઈ શકે છે.

ગુજરાતના ૬ જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની સવારના ૧૫ વાગ્યા સુધીની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગરહવેલીમાં પણ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-

બેફામ ચાલતી હોન્ડા સિટી કારે ચાર બાઇકને અડફેટે લીધા, ૪ લોકોના મોત

સુરતના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ૪ ટુ-વ્હિલરને અડફેટે લીધા હતા. જેમાં માસા-ભાણેજનું મોત નીપજ્યું હતું અને ૪ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. તેમાંય એક તો સગર્ભા છે.

રાત્રિના બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુઃખિયાના દરબાર પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતમાં બચી જનાર અજય મિયાણીએ જણાવ્યું હતું કે, અમારી એક બહેન ગામડેથી આવી હતી એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા. પરમદિવસે અમારે પણ કામ હોવાથી ગામડે જવાનું હતું. આથી અમે બધા બેઠા હતા અચાનક ૧૦૦ કિમીની ઝડપે કાર આવી અને બધાને ઉડાડ્યા હતા. અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી, હું પોતે ભાનમાં નહોતો. મને એક પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. ફ્રેક્ચર થઈ ગયું હોય તેવું લાગે છે. મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.

આ પણ વાંચો :-

૦૮ જૂન, ૨૦૨૪/ આ રાશિ માટે મંગળવારના દિવસે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ

આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ

બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ

નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જ‍ળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોધપાત્ર વધારો થાય.

કન્યાઃ

આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવંુ. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ

કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ

જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ

માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીયક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ

જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકા ના રોગો, માથાનાનો દુઃખાવો રહે.

કુંભઃ

બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટા ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો, યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ

શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધાઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

સંસદ ભવનમાં નકલી આધારકાર્ડથી ઘૂસણખોરીનો પ્રયાસ, ૩ લોકોની ધરપકડ

0

સુરક્ષા દળોએ સંસદની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. મળતી જાણકારી મુજબ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોને પકડયા છે. ત્રણેય વિરુદ્ધ બનાવટી અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

Parliament security breach: 4 accused charged under stringent anti-terror law; hunt on to nab key manબાદમાં સામે આવ્યું કે આ ત્રણ લોકો ત્યાં કામ કરનાર મજૂર છે. આરોપીઓની ઓળખ હાપુડ નિવાસી કાસિમ, સોએબ અને અમરોહા નિવાસી મોનિસ તરીકે કરવામાં આવી છે. ત્રણેયની ઉંમર લગભગ ૧૮ વર્ષ છે અને તે સંસદ ભવનમાં એક કોન્ટ્રાક્ટર શાહનવાઝ આલમ હેઠળ કામ કરી રહ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયની પાસે કેઝ્યુઅલ એન્ટ્રી પાસ હતાં.

મીડિયા રિપોર્ટ મુજબ સંસદ ભવનના પ્રવેશદ્વાર પર સુરક્ષા અને તેમના ઓળખ કાર્ડની તપાસ દરમિયાન CISFના જવાનો દ્વારા ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્રણેય પોતપોતાના આધાર કાર્ડ બતાવીને સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે CISFના જવાનોને આ તમામના આધાર કાર્ડ અંગે શંકા ગઈ ત્યારે તરત જ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે દસ્તાવેજો નકલી હોવાનું જણાયું હતું. હાલમાં જ સીઆરપીએફ અને દિલ્હી પોલીસની ટુકડીની જગ્યાએ સીઆઈએસએફને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

મામલો સંસદની સુરક્ષા સાથે જોડાયેલો હોવાના કારણે લોકલ પોલીસ સિવાય અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ આરોપીઓની પૂછપરછ કરી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે ત્રણેય મજૂર છે. એકની પાસે આઈડી નથી તો તેણે અન્ય સાથી મજૂરના આધાર કાર્ડ સાથે છેડછાડ કરીને તેને પોતાના માટે ઉપયોગ કર્યો.

આ પણ વાંચો :-

NDA સરકાર બનવાની કવાયત તેજ થતાં જ શેરબજારમાં જોરદાર ઉછાળો

0

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ, નિફ્ટીનો રેકોર્ડ બંધ. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી. આઈટી, ઓટો, એનર્જી શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. PSE, મેટલ, રિયલ્ટી શેર્સમાં ખરીદારી જોવા મળી હતી. મોદી સરકાર બનવાની કવાયત તેજ થતાં જ શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે.

Analysts are rooting for hospital stocks. Here's why

સેન્સેક્સ ૧૫૧૬.૫૧ પોઈન્ટ ઉછળ્યો છે, નિફ્ટી ૨૩૨૫૦ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો છે. આ સાથે ૪ જૂને શેરબજારમાં નોંધાયેલા મોટો કડાકો સળંગ ત્રણ દિવસની તેજીમાં રોકાણકારોની મૂડી રૂ. ૨૬.૮૬ લાખ કરોડ વધી છે. આજે ઓટો ઈન્ડેક્સ સતત બીજા દિવસે નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર ઈન્ડેક્સે પણ સર્વોચ્ચ ટોચ નોંધાવી છે.

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે RBI પોલિસીના પરિણામો પહેલા ૭ જૂને ભારતીય સૂચકાંકો સપાટ ખુલ્યા હતા. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ ૭૨.૪૨ પોઈન્ટ એટલે ૦.૧૦ ટકા ઘટીને ૭૫,૦૦૨.૦૯ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૪.૬૦પોઈન્ટ એટલે ૦.૦૬ ટકા ઘટીને ૨૨,૮૦૬.૮૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ દરમિયાન ૧૬૦૪ શેર વધ્યા હતા. જ્યારે ૬૫૬ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ૯૪ શેર યથાવત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે, ૪ જૂને સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં સાથે રોકાણકારોએ એક જ દિવસમાં ૩૧ લાખ કરોડથી વધુની મૂડી ગુમાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આ કડાકામાંથી ઉભરી આવ્યા છે, પરંતુ હજી તેની ઓલટાઈમ હાઈ સપાટીથી દૂર છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર નક્સલી હુમલો

0

છત્તીસગઢના નારાયણપુરમાં આજે શુક્રવારે નક્સલીઓએ સુરક્ષા દળોના કેમ્પને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. નક્સલીઓએ નારાયણપુરના ઈરકભટ્ટી કેમ્પ પર દેશી બનાવટના બોંબ અને રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા દળો ખૂબ જ સતર્ક રહ્યા હતા અને નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. નક્સલી હુમલામાં સુરક્ષા દળોને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. તમામ સૈનિકો સુરક્ષિત છે. પરંતુ સતર્ક જવાનોએ નક્સલવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી.

Naxalites attackઆ ઘટના કોહકમેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોના જવાનોએ અહીં એક કેમ્પ બનાવ્યો હતો. આ દરમિયાન નક્સલવાદીઓએ તેમના કેમ્પ પર હુમલો કર્યો છે. જે બાદ જવાનોએ પણ હિંમત દાખવીને જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોને હતપ્રભ થતા જોઈને નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ તમામ પોલીસ સ્ટેશન કેમ્પને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય એક ઘટનામાં, સુરક્ષા દળોએ ફરસેગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કુપરેલ અને માંડેમ ગામો નજીકથી પાંચ નક્સલીઓની ધરપકડ કરી હતી, જેઓ ૧૫ મેના રોજ ફરસેગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના વાહનને લેન્ડમાઈન વડે બ્લાસ્ટ કરવાની ઘટનામાં સામેલ હતા. વિસ્ફોટમાં વાહનને નુકસાન થયું હતું અને સ્ટેશન ઈન્ચાર્જનો આબાદ બચાવ થયો હતો. તેમણે કહ્યું કે પકડાયેલા માઓવાદીઓ વિસ્તારમાં લેન્ડમાઈન લગાવતા, વસૂલાત કરતા, રસ્તાઓ કાપતા અને બેનરો લગાવતા. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો :-