Home Blog Page 743

અમરોહામાં કાર અકસ્માતમાં જાણીતા ચાર યુ-ટ્યુબર્સના મોત

0

યુટ્યુબ પર પ્રચલિત અને લાખો ફોલોઅર્સ ધરાવતાં યુટ્યુબર્સ ૪ મિત્રોનો આનંદ-કિલ્લોલ પળભરમાં જ માતમમાં ફેરવાઈ ગયો હતો. ચારેય મિત્રો રસ્તામાં જ મોતને ભેટ્યા હતાં. આ યુટ્યુબર્સ બર્થડે પાર્ટીમાંથી પરત ઘરે આવી રહ્યા હતાં, ત્યારે તેમની કારને અકસ્માત નડતાં ચારેયના મોત નીપજ્યા હતા. સામેથી આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી. બંને કારનો ભૂક્કો બોલી ગયો હતો.

4 જાણીતા યુ-ટ્યુબર્સના અકસ્માતમાં મોત, બર્થ-ડે પાર્ટીથી પાછા આવતા બે કાર વચ્ચે ભયંકર ટક્કરકારમાં મુસાફરી કરી રહેલા ચાર યુટ્યુબર લકી ચૌધરી, સલમાન, શાહરૂખ અને શાહનવાઝનું અકસ્માતમાં મોત થયું હતું. ચાર મિત્રો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુરથી ગજરૌલામાં તેમના મિત્રની બર્થડે પાર્ટીની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા, પરંતુ કોતવાલી હસનપુરની મનોતા ચોકી હેઠળના વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર યુટ્યુબર્સ રાઉન્ડ ૨ વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર કોમેડી વીડિયો બનાવતા હતા અને લોકોનું મનોરંજન કરતા હતા. મૃતકોની ઓળખ ૧૭ વર્ષીય લકી ચૌધરી, ૧૭ વર્ષીય સલમાન, ૧૮ વર્ષીય શાહરૂખ અને ૧૯ વર્ષીય શાહનવાઝ તરીકે થઈ છે, જે નવાદા રોડ, ગજરૌલાના રહેવાસી છે.

અકસ્માતમાં તેના મિત્રો ઝૈદ અને બિલાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમણે જણાવ્યું હતું કે પહેલા તેમની કાર બોલેરો સાથે અથડાઈ હતી અને ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેમની કાર પાછળથી આવતી કાર સાથે અથડાઈ ગઈ હતી. રાહદારીઓએ તેમને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ પણ વાંચો :-

મુંબઇ એરપોર્ટ પર બે વિમાન રન વે પર ટકરાતાં બચ્યાં, DGCAએ તપાસનો આદેશ આપ્યો

0

મુંબઇ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાન ઉતરવાના એક મિનિટથી ઓછા સમયમાં એર ઈન્ડિયાનું એક વિમાન એ જ રનવે પર ઉડાણ ભરવા માંડ્યું હતું, જેના કારણ હડકંપ મચી ગયો હતો. આ દરમિયાન ડીજીસીએ દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, ડીજીસીએ દ્વારા રવિવારે ઘટના સમય ડ્યુટી પર હાજર એર ટ્રાફિક કંટ્રોલર(એટીસી)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મામલાની તપાસ શરુ કરી દીધી છે. બંને એ ૩૨૦ વિમાનોમાં ૩૦૦ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા.

Watch: 2 Airplanes Take Off, Land In Same Runway Within A Minute At Mumbai Airport; DGCA Probes Incident

એક જ રનવે પર એક વિમાન ઉતરવાનો અને બીજા વિમાનનો ઉડાણ ભરવાનો કથિત વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. ડીજીસીએના એક અધિકારીએ કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ અને ઘટનામાં સામેલ એર ટ્રાફિક કંટ્રોલર(એટીસીઓ)ને પહેલાથી ફરજ પરથી હટાવી દીધા છે.

આ બાબતે ઈન્ડિગોએ ે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ઈન્ડિગોની ફલાઈટ ૬ઈ- ૬૦૫૩નો મુંબઈ એરપોર્ટથી એટીસીની લેન્ડીંગ માટે પરવાનગી મળી ગઈ હતી. એટીસીના નિર્દેશોનું પાલન કરતા વિમાનમાં સવાર પાઈલટ ઈન કમાંડે એપ્રોચ અને લેન્ડીંગ કર્યું હતું. ઈન્ડીગોમાં યાત્રીઓની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે અને અમે પ્રક્રિયાઓ અનુસાર આ ઘટના બાબતે રિપોર્ટ કર્યો છે.

આ પણ વાંચો :-

જમ્મુ અને કાશ્મીરનામાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, ૧૦ લોકોનાં મોત, ૩૩ ઘાયલ

0

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા અને ૩૩ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો થોડા વર્ષો પહેલા અમરનાથ યાત્રા પર થયેલા હુમલાની તર્જ પર કરવામાં આવ્યો છે, જે છેલ્લા એક દાયકામાં જમ્મુમાં સૌથી મોટો આતંકવાદી હુમલો હતો.

મોહિતા શર્માએ ઉમેર્યું કે બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. મુસાફરોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના છે. શિવ ખોડી મંદિર માતા વૈષ્ણો દેવીનો બેઝ કેમ્પ છે. સુરક્ષા દળોએ તેને સુરક્ષિત કરી લીધો છે અને વિસ્તારને પોતાના કબજા હેઠળ લઈ લીધો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારંભ અને કેટલાય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ દેશમાં આવવાની વચ્ચે તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર એક કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં કમસે કમ 10 ભારતીયોના મોત થયા છે. આપણા લોકોને આવા જઘન્ય આતંકવાદી હુમલા અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે જાણી જોઈને કરેલા આ અપમાનની સ્પષ્ટ રીતે નિંદા કરીએ છીએ

શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આતંકીઓ દ્વારા થયેલા હુમલાને લઇને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને મોદી પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે હુમલામાં માર્યા ગયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મોદી (હવે એનડીએ) સરકાર દ્વારા શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવાના દાવા ખોખલા સાબિત થઇ રહ્યા છે. આ હુમલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેટલાક દેશોના મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં પધાર્યા છે. આપણી રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ઇરાદાપૂર્વક કરવામાં આવેલા અપમાનની અમે સ્પષ્ટ રુપે ટિકા કરીએ છીએ. જે લોકો માર્યા ગયા કે ઘવાયા છે તેમને વધુ વળતર આપવું જોઇએ તેવી માગ કરીએ છીએ.

આ પણ વાંચો :-

નરેન્દ્ર મોદી સરકારની વાપસી સાથે શેરબજારમાં તેજી, સેન્સેક્સ પ્રથમ વખત ૭૭ હજારને પાર

0

દેશમાં એનડીએ સરકાર સત્તામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. સાથે શેરબજારે પણ સોમવારે મોદી ૩.૦ને સલામ કરીને ઈતિહાસ રચ્યો હતો. સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેક્સે ૩૨૩.૬૪ પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત ૭૭,૦૦૦ની સપાટીને પાર કરી હતી. તે ૭૭,૦૧૭ના સ્તરે ખુલ્યો હતો.

Stock Market Highlights: Sensex Ends 2,303 Points Higher, Nifty Tops 22,600 As Bulls Stag Recovery; All Sectors In Green - News18

વાસ્તવમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેક્સે ૩૨૩.૬૪ પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત ૭૭,૦૦૦ની સપાટીને પાર કરી હતી. તે ૭૭,૦૧૭ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ ૧૦૫ પોઈન્ટ ઉછળ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ ૧૬૧૮.૮૫ પોઈન્ટ અથવા ૨.૧૬ ટકાના ઉછાળા સાથે ૭૬,૬૯૩.૪૧ પર બંધ થયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટ સાથે ત્રીજી ટર્મ માટે શપથ લીધા. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારોહ બાદ આજે પહેલીવાર શેરબજાર ખૂલ્યું હતું.ગત સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ રહ્યો હતો. જ્યારે નિફ્ટી તેના ઓલ ટાઇમ હાઇ રેકોર્ડથી ૨૦ પોઈન્ટ દૂર રહ્યો હતો.

આઈટી શેરોમાં ગત સપ્તાહે નોંધાયેલી તેજીનો લાભ લેતાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. જેના પગલે આજે આઈટી-ટેક્નો શેરોમાં ૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ ટેક ઈન્ડેક્સ ૧.૨૯ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ટોચની આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો સહિતના શેર્સ ૨થી ૩ ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

૧૦ જૂન, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય, પરિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યારબાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભ

આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુન

સરળ અને સિધ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

કર્ક

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહ

આવક-ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય.સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યા

સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલા

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂ રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિક

આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યનો સથવારે આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધન

માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસીથી સાચવવું.

મકર

આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃધ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સીંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ. આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભ

માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઇ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય સાચવવું.

મીન

પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃધ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી ભડકી હિંસા! સ્થાનિક લોકોના ઘર બાળી નાખ્યા

0

મણિપુરના જીરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જેના કારણે ત્યાં ફાટી નીકળેલી હિંસા બાદ મૈતેઈ સમુદાયના ૨૦૦થી વધુ લોકોને તેમના ગામોમાંથી બહાર કાઢીને નવા બનેલા રાહત શિબિરમાં લઈ જવામાં આવ્યા છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ જીરીબામ જિલ્લાના અંતરિયાળ ગામો લમતાઈ ખુનૌ, ડિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરામાં રાહત શિબિરોમાં રહેતા લોકોના ઘરોને સળગાવી દીધા હતા તેમ અધિકારીઓએ આજે શનિવારે માહિતી આપી છે.

મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી સીઆરપીએફના બે જવાનના મોતપોલીસે જણાવ્યું હતું કે, જાતીય સંઘર્ષગ્રસ્ત એવા મણીપુરના જીરીબામ જિલ્લામાં ગુરુવારે સાંજે તણાવ ફેલાઈ ગયો હતો. ત્યારે એક સમુદાયના ૫૯ વર્ષીય વ્યક્તિની કથિત રીતે અન્ય સમુદાયના ઉગ્રવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

સોઈબામ સરતકુમાર સિંહ નામના વૃદ્ધ વ્યક્તિ સવારે પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બાદમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાના નિશાન મળી આવ્યા હતા. ઘટના પછી, ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ એક ખાલી પડેલા માળખાને આગ લગાવીને જવાબ આપ્યો હતો.

સ્થાનિક લોકોએ જીરીબામ પોલીસ સ્ટેશનની સામે વિરોધ પણ કર્યો હતો અને માગણી કરી હતી કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની પાસેથી લીધેલા લાયસન્સવાળા હથિયારો ચૂંટણી પૂર્ણ થયા પછી તેમને હવે પરત કરવામાં આવે.

આ પણ વાંચો :-

ચૂંટણી પરિણામના દિવસે NEET UGના પરિણામ જાહેર કરી NTA શું છુપાવવા માંગતી હતી ?

અખિલ ભારતીય વિદ્યુાર્થી પરિષદ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટના આયોજન દરમિયાન થયેલી ગડબડીઓ અને પરીક્ષા પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા અને પરિણામ પર ઉઠેલા પ્રશ્નોના સમાધાન માટે સિબિઆઈ તપાસની માગ કરે છે. આ પરીક્ષાના આયોજનના દિવસે જ દેશના અલગ-અલગ ભાગોમાં ગડબડીઓ સામે આવી હતી. અને અલગ-અલગ સ્થળોએ સોલ્વર પકડાયા હતા, સાથે જ કેટલીક જગ્યાએ પ્રશ્નપત્ર વિતરણ વગેરેમાં પણ ગડબડ મળી હતી. વિદ્યાર્થી પરિષદ, નીટ પરીક્ષાના ઉમેદવારોની ન્યાયીક યોગ્ય માંગણીઓ સાથે છે.

મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે યોજાતી આ પરીક્ષાની પારદર્શિતા પર વિદ્યાર્થીઓ ધણી શંકા ઉભી થઈ છે. નીટ-યૂજીની પરીક્ષાના દિવસે પણ દેશના અલગ-અલગ સ્થળોએ વ્યવસ્થાની ગડબડીઓ સામે આવી હતી. આથી તે પણ સ્પષ્ટ થયું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાના આયોજન માટે જરૂરી તૈયારીઓ કરી ન હતી.

અભાવીપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવલ્ક્ય શુક્લે સુરતમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે, ” નીટ-યૂજીની પરીક્ષા પરિણામના સંદર્ભમાં ઉમેદવારો વચ્ચે ગડબડીની મોટી શંકા છે, આ સમગ્ર પ્રકરણની સીબીઆઇ તપાસ થાય અને દોષિતો પર કડક કાર્યવાહી થવી જોઈએ. નીટના પરીક્ષા પરિણામમાં એક જ સેન્ટર પરથી ઘણા ટોપર્સ હોવાથી આ વર્ષના પરીક્ષા પરિણામ પર ઘણી રીતે શંકા ઊભી થઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર પહેલા પણ યુજીસી-નેટ વગેરે પરીક્ષાઓના આયોજનના સંદર્ભમાં પ્રશ્નો ઉઠ્યા હતા. નીટ પરીક્ષાના આયોજનમાં જે ગડબડીઓ થઈ છે, તેના માટે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિષય સાથે સંકળાયેલ બ્યુરોક્રસી જવાબદાર છે.

અભાવીપના આયામ મેડિવિઝનના રાષ્ટ્રીય સંયોજક ડૉ. અભિનંદન બોકેરિયાએ કહ્યું કે, નીટ પરીક્ષા પરિણામ આવી ગયા બાદ વિદ્યુાર્થીઓના આપઘાત કરવાના કિસ્સાઓ થયા છે, આ અત્યંત દુઃખદ છે। આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ જેથી વિદ્યુાર્થીઓમાં પરીક્ષાના આયોજનને લઈને વિશ્વાસની સ્થિતિ બને.

અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, તબિબિ કારકિર્દી ઘડવા માટે ના સૌથી પ્રથમ અને મહત્વપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા મા આ પ્રકારની શંકાશીલ ધટનાઓ યુવાનોના આત્મવિશ્વાસ ને ડગાવી રહ્યું છે, હાલ માજ ગુજરાત ના પંચમહાલ જિલ્લા ના નીટ પરિક્ષા સેન્ટર ના ડેપ્યુટી સેન્ટર સુપરીટેન્ડેન્ટ ની ગાડી માથી જ ૭ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આવા શિક્ષણ ના દલાલો વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો પર તત્કાલીન સિ.બી.આઈ તપાસ થાય, અને કડક સજા ફટકારવામાં આવે. તેવી માંગ વિધાર્થી પરિષદની છે. વિધાર્થીઓને ન્યાય મળે તેના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ નિટ પરિક્ષા પરિણામ ના છબરડા અને આવા શિક્ષણ ના દલાલો‌ને ઉઘાડા પાડવા માટે કટિબદ્ધ છે.

આ પણ વાંચો :-

NEET UG ૨૦૨૪ પરિણામ મુદ્દે NTAની સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

0

શિક્ષણ મંત્રાલયે NEET UG પરિણામ પર ઊભા થયેલા વિવાદ મુદ્દે આજે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ના ડીજી સુબોધ કુમાર સિંહે જણાવ્યું હતું કે,”અમે આ પરીક્ષા ૪૭૦૦ કેન્દ્રો પર આયોજિત કરી હતી. અમે ૪ જૂને પરિણામ જાહેર કર્યું હતું. NTA એક પારદર્શક સંસ્થા છે અને અમે તમામ પડકારોનો સામનો કરીએ છીએ. પ્રશ્નો વધારે માર્ક્સ અને ટોપર્સ પર કરવામાં આવી રહ્યા છે.

NTA ના ડીજી સુબોધ કુમાર સિંહે કહ્યું, કે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે સમયનું નુકસાન થયું હતું, જેના પછી તેમની સંખ્યા વધારી દેવામાં આવી હતી. મીડિયામાં સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે ૭૧૯-૭૧૮ કેવી રીતે આવ્યા, અમે આ બધું તપાસ્યું છે.સમગ્ર દેશમાં થયું નથી અને માત્ર ૧૬૦૦ બાળકો અસરગ્રસ્ત થયા છે તે જાણવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે માત્ર ૬ કેન્દ્રો અને ૧૬૦૦ બાળકો.

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે NEET ૨૦૨૪ની પરીક્ષા ફરીથી લેવામાં આવશે કે નહીં? તેના જવાબમાં શિક્ષણ સચિવે કહ્યું કે કમિટી તપાસ કરી રહી છે, ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે. પરંતુ જે પણ નિર્ણય લેવામાં આવશે, કોઈપણ વિદ્યાર્થીને કોઈ નુકસાન થવા દેવામાં આવશે નહીં. જો કે, પ્રેસ કોન્ફરન્સમાંથી એ પણ સંકેત આપવામાં આવ્યો છે કે જો NEETની પરીક્ષા થશે તો પણ તે તમામ કેન્દ્રો પર લેવામાં આવશે નહીં. આનું આયોજન માત્ર ૬ કેન્દ્રો માટે કરવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, NTA ડાયરેક્ટરે કહ્યું હતું કે, “જો સમિતિને લાગે છે કે પુનઃપરીક્ષા થવી જોઈએ, તો અમે તેનું સંચાલન કરીશું.” હકીકતમાં, આ વર્ષે NEET UG પરિણામ જાહેર થયા બાદ વિવાદ શરૂ થઈ ગયો હતો. આ વખતે એક નહીં, બે નહીં પરંતુ ૬૭ વિદ્યાર્થીઓએ ૭૨૦ માર્ક્સ મેળવીને ટોપર્સની યાદીમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. જેથી જે વિદ્યાર્થીઓએ ૭૧૮ અને ૭૧૯ માર્કસ મેળવ્યા હતા, તેમના વિશે પ્રશ્નો ઊભા થયા હતા.

આ પણ વાંચો :-

દક્ષિણ ગુજરાત સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

0

ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહી કાર અંબાલાલ પટેલે હાલમાં જ વરસાદ પર અપેડેટ આપ્યુ છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, રાજ્યમાં કાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી છે, આગામી ૧૦ જૂન સુધીમાં ચોમાસુ મુંબઈ સુધી પહોંચશે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઇ જશે.

Heavy Rainfall will be started in Gujarat on next 13 and 14 November | આગામી બે દિવસ ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગતહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે અને આવતીકાલે વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તારીખ ૧૦ અને ૧૧ જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, મહીસાગર, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના ૬ જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની સવારના ૧૫ વાગ્યા સુધીની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગરહવેલીમાં પણ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-

નીતિશ કુમારને INDIA ગઠબંધને વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ આપી, JDU નેતાનો દાવો

0

નીતિશ કુમારને INDIA ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કરી દીધો હતો તે તેમને વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ આપી રહ્યાં છે’. કેન્દ્રમાં સરકારની રચના પહેલા JDU નેતા કેસી ત્યાગીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.

ભાજપનો દાવો- INDIAના સંયોજક ન બનાવતા શુ નીતિશ કુમાર નારાજ થયા

ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતના આંકડાને સ્પર્શવામાં નિષ્ફળ રહી હતી. જો કે, જેડીયુ અને ટીડીપીએ એનડીએ સરકાર બતાવવા માટે ભાજપને સમર્થન આપ્યું છે. જેડીયુને ચૂંટણીમાં ૧૨ લોકસભા બેઠક મળી છે. જ્યારે ટીડીપીને ૧૬ બેઠકો મળી છે. I.N.D.I.A.ના આર્કિટેક્ટ રહી ચૂકેલા નીતિશ કુમારે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ # NDA સરકારને સમર્થન આપતા રહેશે.

કેસી ત્યાગીએ વધુમાં કહ્યું કે, ‘INDIગઠબંધન નેતાઓ દ્વારા નીતિશ કુમાર સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનને કારણે તેમણે વિપક્ષો સાથેના સંબંધો તોડી નાખ્યા છે. બીજેપી જેડીયુને સન્માન આપી રહી છે. જેડીયુએ દેશના બે મોટા મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેઓ સેતાની ભરતી માટે અગ્નિવીર યોજનાની સમીક્ષાના પક્ષમાં છે અને યુનિફોર્મ સિવિલ કોડ પર તમામ રાજ્યો સાથે વાતચીત કરે છે જેડીયુ પણ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસ્તી ગણતરીની અપેક્ષા રાખે છે. અગ્નવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો. તેની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી છે. તેથી આ અંગે પુન વિચાર કરવાની જરૂર છે

આ પણ વાંચો :-