કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ, નિફ્ટીનો રેકોર્ડ બંધ. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી. આઈટી, ઓટો, એનર્જી શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. PSE, મેટલ, રિયલ્ટી શેર્સમાં ખરીદારી જોવા મળી હતી. મોદી સરકાર બનવાની કવાયત તેજ થતાં જ શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે.

સેન્સેક્સ ૧૫૧૬.૫૧ પોઈન્ટ ઉછળ્યો છે, નિફ્ટી ૨૩૨૫૦ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો છે. આ સાથે ૪ જૂને શેરબજારમાં નોંધાયેલા મોટો કડાકો સળંગ ત્રણ દિવસની તેજીમાં રોકાણકારોની મૂડી રૂ. ૨૬.૮૬ લાખ કરોડ વધી છે. આજે ઓટો ઈન્ડેક્સ સતત બીજા દિવસે નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર ઈન્ડેક્સે પણ સર્વોચ્ચ ટોચ નોંધાવી છે.
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે RBI પોલિસીના પરિણામો પહેલા ૭ જૂને ભારતીય સૂચકાંકો સપાટ ખુલ્યા હતા. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ ૭૨.૪૨ પોઈન્ટ એટલે ૦.૧૦ ટકા ઘટીને ૭૫,૦૦૨.૦૯ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૪.૬૦પોઈન્ટ એટલે ૦.૦૬ ટકા ઘટીને ૨૨,૮૦૬.૮૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ દરમિયાન ૧૬૦૪ શેર વધ્યા હતા. જ્યારે ૬૫૬ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ૯૪ શેર યથાવત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે, ૪ જૂને સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં સાથે રોકાણકારોએ એક જ દિવસમાં ૩૧ લાખ કરોડથી વધુની મૂડી ગુમાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આ કડાકામાંથી ઉભરી આવ્યા છે, પરંતુ હજી તેની ઓલટાઈમ હાઈ સપાટીથી દૂર છે.
આ પણ વાંચો :-