HomeSurat Cityબેફામ ચાલતી હોન્ડા સિટી કારે ચાર બાઇકને અડફેટે લીધા, ૪ લોકોના મોત

બેફામ ચાલતી હોન્ડા સિટી કારે ચાર બાઇકને અડફેટે લીધા, ૪ લોકોના મોત

Date:

Related stories

ગુજરાતી પાઇલોટ સ્મિત મચ્છરના સાહસને મળશે ગુજરાતનો ખાસ એવોર્ડ, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં સર્જાયેલી ભયાનક...

ભારત-પાકિસ્તાનની હોકી મેચમાં છેલ્લી ઘડીએ પલટાયો ખેલ, આટલા પોઈન્ટથી જીતી ટીમ ઈન્ડિયા!

એશિયન ગેમ્સના હોકી મેદાન પર ભારત-પાકિસ્તાનની ટક્કર ફરી એકવાર...

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ: દોષિત અબ્બુની ફાંસી પર સુપ્રીમ કોર્ટની કેમ રોક?

2008ના ગોઝારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં એક મોટો અને...
spot_img

સુરતના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ૪ ટુ-વ્હિલરને અડફેટે લીધા હતા. જેમાં માસા-ભાણેજનું મોત નીપજ્યું હતું અને ૪ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. તેમાંય એક તો સગર્ભા છે.

રાત્રિના બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુઃખિયાના દરબાર પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતમાં બચી જનાર અજય મિયાણીએ જણાવ્યું હતું કે, અમારી એક બહેન ગામડેથી આવી હતી એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા. પરમદિવસે અમારે પણ કામ હોવાથી ગામડે જવાનું હતું. આથી અમે બધા બેઠા હતા અચાનક ૧૦૦ કિમીની ઝડપે કાર આવી અને બધાને ઉડાડ્યા હતા. અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી, હું પોતે ભાનમાં નહોતો. મને એક પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. ફ્રેક્ચર થઈ ગયું હોય તેવું લાગે છે. મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories