Home Blog Page 737

અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાને દિલ્હી હાઈકોર્ટે પાઠવી નોટિસ, જાણો શા માટે ?

0

દિલ્હી હાઈકોર્ટે આજે શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને કોર્ટની કાર્યવાહીનો વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે વ્યક્તિગત રીતે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો હતો. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વીડિયો સંબંધિત પોસ્ટને દૂર કરવા પણ કહ્યું છે.

Remove video of excise case court proceedings from social media platforms: High Court tells Sunita Kejriwal - India News | The Financial Express

સુનિતા કેજરીવાલ સામે આ PIL દિલ્હીના વકીલ વૈભવ સિંહે દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રીના પત્નીએ જાણી જોઈને અને ઈરાદા પૂર્વક દિલ્હી હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ વીડિયો કોન્ફરન્સિંગના નિયમોની અવગણના કરી છે. આ અરજીમાં અક્ષય મલ્હોત્રા, X યૂઝર નાગરિક-ઈન્ડિયા જીતેગા, પ્રમિલા ગુપ્તા, વિનેતા જૈન અને ડો. અરુણેશ કુમાર યાદવ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટે તમામ આરોપીઓને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ કેસની સુનાવણી 9મી જુલાઈના રોજ થશે.

દિલ્હીના કથિત શરાબ કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કર્યા બાદ તેમને બીજી વખત ૨૮ માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એડવોકેટ વૈભવ સિંહે દલીલ કરી હતી કે, આ કેસની સુનાવણી આમ આદમી પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો સાથે સંકળાયેલા કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા વીડિયો અને ઑડિયોમાં રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ એક વપરાશકર્તા દ્વારા રેકોર્ડ કરાયેલ ઓડિયો અને વિઝ્યુઅલ ફરીથી પોસ્ટ કર્યો છે.

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં એક SITના ગઠનની માગ કરી છે, જે આ લોકો સામે તપાસ કરે અને FIR નોંધે જેમણે કોર્ટની કાર્યવાહીનો ઓડિયો અને વિડિયો સાર્વજનિક કર્યો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ટ્રાયલ કોર્ટના જજનું જીવન જોખમમાં મુકાયું છે.

આ પણ વાંચો :-

સુરતમાં ક્રિએટીવ મલ્ટીમીડીયાની ઓફિસ પર જીએસટી ચોરીની આશંકાએ ફરી દરોડા

CGST વિભાગની ટીમે ગઈકાલે સુરતના કતારગામ તથા વરાછા ખાતે મુખ્ય ઓફીસ ધરાવતી કોમ્પ્યુટર્સ તથા ડીસ્ટન્સ લર્નિંગ સાથે સંકળાયેલી ક્રિએટીવ મલ્ટી મીડીયા એન્ડ ડીઝાઈનના ધંધાકીય સ્થળો પર હાથ ધરેલી તપાસ આજે બીજા દિવસે પણ જારી રહી છે. અત્રે નોંધનીય છે કે સવા વર્ષ પહેલાં આ જ સંસ્થાની પ્રિમાઈસીસમાં હાથ ધરેલી તપાસ દરમિયાન તેનું કુલ ટર્ન ઓવર ત્રણ કરોડ જેટલું હોવાનું બહાર આવ્યું હતુ.

સેન્ટરનું ટર્ન ઓવરમાં વધારો થવાને બદલે ઘટાડો જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા સંસ્થાની બેઠક વ્યવસ્થામાં વધારો થવા સાથે પાંચ નવી ફ્રેન્ચાઈઝી પણ આપી હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યુ હતુ. તદુપરાંત ડીસ્ટન્સ લર્નિંગના ક્લાસીસ પણ ચાલી રહ્યા હોવાથી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ટેક્ષ પ્રેકટીશ્નર સી.એ.દિપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સીજીએસટી વિભાગનો આ નવતર પ્રયોગ સફળતા અપાવી શકે તેમ છે.મોટાભાગની પેઢીઓના સંચાલકોની ગણતરી એવી હોય છે કે તાજેતરમાં જ પોતાને ત્યાં તપાસ હાથ ધરાયા બાદ હવે બીજીવાર ટુંકાગાળામાં તપાસ હાથ નહીં જ ધરાય.પરંતુ જો જીએસટી વિભાગની નજરમાં ટુંકાગાળામાં પણ વ્યવહારો શંકાસ્પદ લાગે તો તપાસ થઈ હોય તેવી સંસ્થાને પણ સર્વેના સકંજામાં બીજીવાર લઈ શકાય તેમ છે.

વરાછા અને કતારગામ ખાતે મુખ્ય શાખા ધરાવતી ક્રિએટિવ મલ્ટી મીડિયા એન્ડ ડિઝાઈન ઇન્સ્ટીટ્યૂટ પર દરોડા ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. અધિકારીઓએ આ સેન્ટર પર સવા વર્ષ અગાઉ પણ તપાસ કરી હતી. પરંતુ ત્યારબાદ પણ સેન્ટરનું ટર્નઓવર વધવાની જગ્યાએ ઘટી ગયુ હતુ, સામે તેણે સિટિંગ કેપિસિટી વધારી હતી પાંચ જેટલી નવી ફ્રેન્ચાઇઝી પણ આપી હતી. તપાસ હજી એક દિવસ ચાલે એવી સંભાવના અધિકારીઓ વ્યકત કરી રહ્યા છે.આથી કરચોરીનો આંક પણ ત્યારબાદ જ જાણી શકાશે. અધિકારીઓને શંકા છે કે ડિસ્ટન્સ લર્નિંગના સેન્ટર પણ અહીં ચાલી રહ્યા છે.

વરાછા, કતારગામ, અડાજણ અને ઉત્રાણ સહિત રાજયમાં ૨૦ શાખા ધરાવતા ક્રિએટિવ મલ્ટીમીડિયા પર ગત સાંજથી તપાસ શરૂ કરાઇ હતી. અગાઉ દરોડા પડયા ત્યારે તેનું કુલ ટર્નઓવર ૩ કરોડ હતુ. દરોડા બાદ સતત વોચમાં ધ્યાને આવ્યુ કે વિસ્તરણ છતાં ટર્નઓવર ૧૫ ટકા વધવાની જગ્યાએ ૨૦ ટકા ઘટી ગયું છે આથી ફરી તપાસ કરાઇ હતી. કરચોરીની મોડસ ઓપરેન્ડી શોધવાનો પ્રયાસ ચાલુ છે. કરચોરીનો આંક એક- બે દિવસમાં જાહેર થઈ શકે છે.

આ પણ વાંચો :-

G-૭ કોન્ફરન્સમાં PM મોદી-મેલોનીની સેલ્ફીએ મચાવી ધૂમ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-૭ સમિટમાંથી ભારત પરત ફર્યા છે. તેમણે તેમની મુલાકાતને ઉપયોગી ગણાવી અને ઈટાલીના લોકો અને સરકારનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીની ઈટાલી મુલાકાત પહેલા પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ઉત્સુકતા ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથેની તેમની મુલાકાતને લઈને હતી. G-૭માં બંને નેતાઓની મુલાકાત પણ ખૂબ જ શાનદાર રહી અને બંનેએ એકબીજાને હાથ જોડીને અભિવાદન કર્યું.

વડાપ્રધાન અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે PM મોદી સાથે જોવા મળી રહ્યા છે. PM મોદી સાથે હાથ મિલાવતી વખતે તે ૫ સેકન્ડના આ વીડિયોમાં કહે છે, ‘મેલોડી ટીમ તરફથી હેલો.’ આ તરફ PM મોદીએ પણ મેલોનીની X પોસ્ટને રિપોસ્ટ કરીને લખ્યું કે, ભારત-ઇટાલી મિત્રતા અમર રહે!

નોંધનિય છે કે, G-૭ નેતાઓની બેઠક ગુરુવારે યોજાઈ હતી. તેમાં યુએસ પ્રમુખ જો બિડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાક, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સામેલ હતા. આ દરમિયાન ઉદ્ઘાટન ભાષણમાં વિશ્વ નેતાઓએ કહ્યું કે દક્ષિણ ઇટાલીને ગ્લોબલ સાઉથને મજબૂત સંદેશ આપવા માટે G-૭ સમિટ માટે પસંદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર અલકનંદા નદીમાંખાબકી, ૮ લોકોના મોત

0

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ પર અકસ્માત થયો હતો, હાઈવે પર જતો કે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતા ૮ લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ ટ્રાવેલર વાહનમાં લગભગ ૨૩ મુસાફરો હતા. હાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. કેટલાક લોકો ઘયાલ થયા છે, ટીમ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગઈ છે, રાહત-બચાવ કાર્ય ચાલુ છે.

આ ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના રુદ્રપ્રયાગ પહોંચ્યા પહેલા બની હતી. અહીં વાહન સીધું ઊંડી ખાઈમાં પડીને અલકનંદા નંદીમાં ખાબક્યું છે. વાહન નીચે પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

સીએમ પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માત અંગે ખૂબ જ દર્દનાક સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં ૮ નક્સલી ઠાર ૧ જવાન શહીદ

0

અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. નારાયણપુર જિલ્લાના માડમાં છેલ્લા બે દિવસથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP ૫૩મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે.

છત્તીસગઢમાં 15 દિવસમાં બીજું મોટું નક્સલ વિરોધી ઓપરેશન, આ વર્ષે અત્યાર સુધીમાં 91 નક્સલવાદીઓનો ખાત્મો - Second major anti naxal operation in 15 days in Chhattisgarh, 91 ...છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં વિસ્ફોટની અલગ-અલગ ઘટનાઓ પણ બહાર આવી છે જેમાં સુરક્ષા દળોના ત્રણ જવાન ઘાયલ થયા છે. બસ્તરમાં લેન્ડમાઈન વિસ્ફોટમાં ITBPના બે જવાન ઘાયલ થયા હતા, જ્યારે બીજાપુરમાં પ્રેશર બોંબ વિસ્ફોટમાં સુરક્ષા દળનો એક જવાન ઘાયલ થયો હતો. અબુઝહમદ એક પહાડી, જંગલ વિસ્તાર છે જે નારાયણપુર, બીજાપુર જિલ્લા અને દંતેવાડા જિલ્લામાં આવે છે. ભૌગોલિક રીતે આ એક મોટાભાગે દુર્ગમ વિસ્તાર છે અને આ વિસ્તાર માઓવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર માનવામાં આવે છે. અહેવાલ મુજબ, અબુઝહમદના જંગલમાં આજે સવારે ગોળીબાર શરૂ થયો જ્યારે ચાર જિલ્લા – નારાયણપુર, કાંકેર, દંતેવાડા અને કોંડાગાંવના સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં ગઈ હતી.

ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG),સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ની ૫૩મી બટાલિયન ચાર જિલ્લામાંથી નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આ ઓપરેશનમાં સામેલ છે. આ ઓપરેશન ૧૨ જૂને શરૂ કરવામાં આવ્યું હતું. પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (પીએલજીએ) કંપની નંબર ૬ પર સુરક્ષા દળો દ્વારા આ ઓપરેશન સૌથી મોટો હુમલો હતો.

આ પણ વાંચો :-

યુપીમાં EDએ ખનીજ માફિયા મોહમ્મદ ઇકબાલની ૪૪૦૦ કરોડની સંપત્તિ જપ્ત

0

EDએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પૂર્વ BSP MLC હાજી ઇકબાલ અને તેમના પરિવાર વિરુદ્ધ આજે શનિવારે મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ભૂતપૂર્વ MLCની ૪ હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.

UP News: बसपा के पूर्व एमएलसी मु. इकबाल की 4440 करोड़ की संपत्ति जब्त, अवैध खनन के मामले में ईडी ने कसा शिकंजा - UP News Former BSP MLC Mohd Iqbal propertyતપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો હતો, ત્યારબાદ ૧૨૧ એકર જમીન અને ગ્લોકલ યુનિવર્સિટીની ઇમારત જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સંપત્તિઓ અબ્દુલ વહીદ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધવામાં આવી હતી, જેનું નિયંત્રણ મોહમ્મદ ઇકબાલ અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. મોહમ્મદ ઈકબાલ, ટ્રસ્ટ અને તેના પરિવારના સભ્યો સામે લેવાયેલી આ કાર્યવાહી ગેરકાયદેસર માઈનિંગ કેસ સાથે સંબંધિત છે. ED અનુસાર, પૂર્વ MLC મોહમ્મદ ઈકબાલ ફરાર છે. મળતી માહિતી મુજબ, તે દુબઈમાં છે. મોહમ્મદ ઈકબાલને ચાર પુત્રો છે. જેલમાં રહેલા પુત્રો અને ભાઈ સામે ઘણા કેસ નોંધાયેલા છે.

મની લોન્ડરિંગનો કેસ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રેતીના ખનન, લીઝના ગેરકાયદેસર નવીકરણ અને કેટલાક ખાણ લીઝ ધારકો, કેટલાક અધિકારીઓ અને અજાણ્યા લોકો સામે દિલ્હીમાં નોંધાયેલી CBI FIR સાથે સંબંધિત છે. તમામ ખાણકામ કંપનીઓ મોહમ્મદ ઈકબાલ ગ્રૂપની માલિકીની અને સંચાલિત હતી. આ કંપનીઓ સહારનપુર અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર ખાણકામમાં સામેલ હતી. EDએ જણાવ્યું હતું કે, ITR (ઇન્કમટેક્સ રિટર્ન)માં નજીવી આવક દર્શાવવા છતાં, ખાણકામ કરતી કંપનીઓ અને મોહમ્મદ ઇકબાલના ગ્રુપની કંપનીઓ વચ્ચે કોઇપણ વ્યાપારી સંબંધ વિના કરોડોના વ્યવહારો મળી આવ્યા છે.

આ પણ વાંચો :-

સી.આર. પાટીલ એક દિવસ દેશના ટોચના નિર્ણાયક નેતા બનશે, આ વાત દાયકાઓ પૂર્વે સ્વ.મનહરલાલ ચોક્સીએ કરી હતી

0
  • માણસ ચારેતરફ સંકટોથી ઘેરાયેલો હોય અને કોઈ સોનાના સૂરજની વાત કરે તો કઈ રીતે માની શકાય? પરંતુ સી.આર. પા‌ટિલની ભાગ્યરેખાને ઓળખી ગયેલા મનહરલાલ ચોક્સીએ દાવા સાથે કરેલું ભવિષ્યકથન સતત સાચુ પડતું આવ્યું છે
  • સી.આર. પાટીલના કટોકટીભર્યા ભૂતકાળને જાણનારાઓની નજર સામે સી.આર. પાટીલના રાજકીય, સામાજિક જીવને કરવટ બદલી હતી અને કોર્પોરેટર કે ધારાસભ્યની ચૂૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા
  • એ પૂર્વે જીઆઈડીસી અને રાજ્ય સરકારની માલિકીની કૅમિકલ કંપની આલકલીઝના ચેરમેન પણ હતા અને ત્યાર બાદ ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા
  • પક્ષ અને નેતાગીરીને વળગી રહેવાના ગુણને કારણે જ સી.આર. પાટીલ ચાર ચાર વખત સાંસદ બનવા ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રી પણ બની ગયા, પરંતુ મનહરલાલ ચોક્સીએ કરેલુ ફળકથન અહિંયા પુરૂં થતુ નથી
નવસારી સુરતના ચોથી વખતના સાંસદ અને હવે કેન્દ્રીય જળમંત્રાલયના કૅબિનેટ મંત્રી સી.આર.પા‌ટિલના પૉલિટિકલ પ્રોગ્રેસ માટે ફરી વખત સુરતના  મનહરલાલ ચોકસીને યાદ કરવા પડે. જ્યારે સી.આર. પા‌ટિલ ચારે તરફથી સમસ્યાઓથી ઘેરાયેલા હતા ત્યારે મનહરલાલ ચોકસીએ સી.આર.પા‌ટિલ માટે કરેલું ભવિષ્યકથન સાંભળનાર વ્યક્તિ મનહરલાલ ચોકસીને પાગલ માણસમાં ખપાવી દે, પરંતુ મનહરલાલ ચોકસી પાગલ નહોતા. નખ‌િશખ સજ્જન અને બેંકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મનહરલાલ ચોકસીનું નામ સમગ્ર સુરત શહેરમાં આદરપૂર્વક લેવાતું હતું.
મનહરલાલ ચોકસી સુરતના હાલના  ખૂબ જ જાણીતા અને સંવેદનશીલ કવિ ડૉ.મુકુલ ચોકસીના પિતા હતા. ડૉ.મુકુલ ચોકસી પણ પિતાના નકશે કદમ ચાલ્યા છે. સારા ડોકટર છે. સારા વક્તા છે પરંતુ સારા જ્યોતિષી નથી. ડો. મુકુલ ચોકસીના પિતા સ્વ. મનહરલાલ ચોકસી વ્યાવસાયિક જ્યોતિષી નહોતા પરંતુ જ્યોતિષ અંગે ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવતા અને એટલે જ લોકો મુશ્કેલીના સમયમાં મનહરલાલ ચોકસીનું માર્ગદર્શન મેળવવા જતા હતા.
ખેર, સી.આર. પા‌ટિલના જીવનમાં ઘણા વિકટ સમય આવ્યા. ઘણી ઉથલપાથલ પણ થઈ સી.આર. પા‌ટિલનું જીવન મધદરિયે વાવાઝોડામાં ફસાયેલા જહાંજ જેવું થઈ ગયું હતું. એ વખત સ્વ.મનહરલાલ ચોકસીએ સી.આર.પા‌ટિલ માટે ભાખેલું ભવિષ્ય ક્રમશઃ અક્ષરશઃ સાચું પડી રહ્યું છે. કદાચ એ સમયે મનહરલાલ ચોકસીના શબ્દો સાંભળનાર અને ખુદ સી.આર.પા‌ટિલે આખી વાતને ગંભીરતાથી લીધી નહીં હોય.
સી.આર.પા‌ટિલના હાથની રેખાઓ અને કુંડળીનો અભ્યાસ કર્યા પછી મનહરલાલ ચોકસીના શબ્દો હતા; આ માણસ એટલે કે સી.આર.પા‌ટિલ દેશના ટોચના રાજકીય નેતા બનશે. સી.આર.પા‌ટિલની ભાગ્યરેખા એટલી બળવાન છે કે દેશના રાજકારણમાં અને સરકારમાં સર્વોચ્ચ સત્તા સુધી પહોંચતા કોઈ જ રોકી નહીં શકે!
કદાચ એ સમયે મનહરલાલ ચોકસીએ ભાખેલું ફળકથનને સમસ્યાઓથી ઘેરાયેલી સી.આર.પા‌ટિલ સહિત બધાએ હળવાશથી લીધુ હશે પરંતુ આજે હવે જ્યારે સી.આર.પા‌ટિલનો કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં કેબિનેટમંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે અને દેશના રાજકીય તખ્તે સી.આર. પા‌ટિલનુ નામ અંકીત થઇ ચૂક્યું છે ત્યારે મનહરલાલ ચોકસીનુ ફળકથન એ સમયે અને આજે પણ યથાર્થ ઠરી રહ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન બાદ સીઆર પાટીલે માફી માંગીસી.આર. પા‌ટિલને નજીકથી ઓળખનારાઓને ખ્યાલ હશે કે વીતેલાે લાંબો સમય સી.આર.પા‌ટિલ માટે સતત સંઘર્ષમય રહ્યો હતો. તેમણે પોતે અને પરિવારના સભ્યોએ પણ સંઘર્ષના દિવસોનો સામનો કરવો પડ્યો હતો અને કઠણાઈના દિવસોમાં ખુદ પોતાનો પડછાયો પણ સાથ છોડી દે એવા દિવસો પણ સી.આર.પા‌ટિલે જોયા હતા. પરંતુ તેમનું જમા પાસું એ હતું કે તેઓ ક્યારેય પણ સમસ્યાથી દૂર ભાગ્યા નહોતા કે લોકોથી મોઢું છુપાવવાની કોશિશ કરી નહોતી. નજીકના મિત્રો અને રાજકીય સાથીઓ દૂર જતા રહ્યા હતા પરંતુ આવી વિકટ સ્થિતિમાં પણ સી.આર.પા‌ટિલ મુશ્કેલીઓનો સામનો કરવા સાથે પક્ષને વળગી રહ્યા હતા અને આખરે એક દિવસ મુશ્કેલીનાં વાદળો વિખેરાવા માંડ્યા અને સી.આર.પા‌ટિલના જીવનમાં નવા સૂર્યોદયની શરૂઆત થઈ હતી.
પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સરકાર વખતે સી.આર. પા‌ટિલ પક્ષની મુખ્યધારામાં આવી ગયા હતા અે સમયે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપમાં મહામંત્રી જેવું મહત્ત્વનું નિર્ણાયક પદ ધરાવતા હતા અને આ તરફ સી.આર.પા‌ટિલને જીઆઇડીસી અને વડોદરા સ્થિત રાજ્ય સરકારની આલ્કલીઝ કંપનીમાં ચેરમેન બનાવ્યા હતા.
નવાઇની વાત તો એ છે કે સી.આર. પા‌ટિલ સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્યની ચૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ બનીને લોકસભામાં પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ વખતે ગુજરાત ભાજપમાં જૂથબંધી ચાલતી હતી. એવા સમયે સી.આર.પા‌ટિલે નરેન્દ્ર મોદીનો હાથ પકડવાનો કરેલો નિર્ણય ચમત્કારી પુરવાર થયો હતો અને આ ઘટના સાથે મનહરલાલ ચોકસીના એક-એક શબ્દો સાકાર થઈ રહ્યા હતા.
રાજકીય તખ્તે ઊભરી આવવું અને ભુંસાઇ જવું આ એક સામાન્ય પ્રક્રિયા છે. લોકો અનેક રાજકીય આગેવાનોનાં નામ ભૂલી ગયા હશે. ઘણાને ચહેરા પણ યાદ નહી હોય, પરંતુ પોતીકા પક્ષના લોકોની નારાજગી વચ્ચે પણ સતત ટોચની હરોળમાં નામ અને સ્થાન જાળવી રાખવા માટે પુરૂષાર્થ સાથે પ્રારબ્ધ પણ હોવું જરૂરી છે. સી.આર. પા‌ટિલના કેસમાં ચોક્કસ એવું કહી શકાય કે પ્રારબ્ધ હાંસલ કરવા માટે તેમણે જબરજસ્ત પુરૂષાર્થ પણ કર્યાે હતો.
નરેન્દ્ર મોદી સાથેની વફાદારી સી.આર. પા‌ટિલને વધુ ફળી હતી અને સતત ચાર-ચાર વખત સાંસદ બનવા ઉપરાંત ગુજરાતના પ્રદેશપ્રમુખપદ જેવી મહત્ત્વની જવાબદારી આપવા ઉપરાંત નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની સરકારમાં સી.આર. પા‌ટિલને સીધા જ કૅબિનેટ મંત્રી તરીકેની પસંદગી કરીને કેન્દ્ર સરકારમાં નિર્ણાયક મંત્રી મંડળમાં સામેલ કરી દીધા હતા. અલબત્ત આ બધું સાવ સામાન્ય અને સહજ નથી. નસીબમાં લખાયેલું હોય અને પામવા માટે પુરૂષાર્થ કરવામાં આવે તો જ શક્ય બની શકે. સી.આર.પા‌ટિલના નસીબમાં લખાયેલી વાતને મનહરલાલ ચોકસીએ સારી રીતે વાંચી લીધી હતી.
સી.આર.પા‌ટિલ ફરતેનું દાયકા પૂર્વેનું અને આજનું ચિત્ર જોયા પછી એટલું ચોક્કસ કહી શકાય કે, સી.આર.પા‌ટિલ પાસે પ્રારબ્ધ અને પુરૂષાર્થ બન્‍ને છે. બની શકે કે આવનારા સમયમાં કેન્દ્રીય રાજકારણ અને સરકારના નિર્ણાયકોની આગલી હરોળમાં બેઠા હશે.

સુરતમાં ઘરમાંથી પરિવારના ચાર સભ્યોની લાશ મળી આવી, સામુહિક આપઘાતની આશંકા

0

સુરતમાં એક જ પરિવારના ચાર વૃદ્ધજનોના મોત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં ચાર વૃદ્ધો રાત્રે સુઈ ગયા હતાં અને સવારે ઉઠ્યા નહોતા. જેથી તેમણે સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.

Surat Breaking News : સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની, જહાગીરપુરામાં  પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું - Gujarati News | Surat breaking news  mass suicide incident occurred in surat 4 ...

શહેરમાં એક જ પરિવારના ચાર વૃદ્ધજનોના મોત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં ચાર વૃદ્ધો રાત્રે સુઈ ગયા હતાં અને સવારે ઉઠ્યા નહોતા. જેથી તેમણે સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.

મૃતકોના નામ

  • જસુબેન કેશુભાઈ વાઢેર
  • હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા
  • ગૌરી બેન હીરાભાઈ મેવાડા
  • શાંતાબેન નાનજી ભાઈ વાઢેર

હંસાબેને કહ્યું કે, આ મારા વેવાણ થાય. મેં દીકરી આપી હતી. અમને ફોન આવ્યો એટલે દોડા દોડ આવ્યાં હતાં. અમારા છોકરા અને વહુ આવ્યાં હતાં. પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. ભત્રિજીએ કહ્યું કે, રાત્રે મેમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતાં. મેમાન જુદા પડ્યાં. વહુને છોકરો નીચે ગયા હતાં. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી. પરંતુ દરવાજો ખોલતા નહોતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતાં હતાં.

આ પણ વાંચો :-

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ T૨૦ વર્લ્ડ કપમાંથી બહાર

0

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનની પાપુઆ ન્યુ ગીની પર જીત સાથે કેન વિલિયમસનનું ન્યુઝીલેન્ડનું સુપર-૮માં સ્થાન મેળવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હવે ન્યુઝીલેન્ડ લીગ તબક્કાની તેની છેલ્લી ૨ મેચ રમશે પરંતુ તે ટોચની ૮ ટીમો સાથે આગળના રાઉન્ડમાં પ્રવેશ કરી શકશે નહીં, જ્યાં સુપર-૮ ટીમો વચ્ચે ટોચની ચારમાં સ્થાન મેળવવા માટે પ્રતિસ્પર્ધા થશે.

Imageઝીલેન્ડે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં માત્ર ૨ મેચ રમી છે. આ બંને મેચમાં પહેલા અફઘાનિસ્તાને ૮૪ રને હરાવ્યું અને પછી વેસ્ટ ઈન્ડિઝે ૧૩ રને હરાવ્યું. હાલમાં ન્યુઝીલેન્ડના ૨ મેચ બાદ ૦ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં, જો તે બાકીની બે મેચ જીતે તો પણ તેના માત્ર ૪ પોઈન્ટ થઈ શકે છે, જ્યારે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ૬-૬ પોઈન્ટ સાથે સુપર-૮માં જગ્યા બનાવી લીધી છે.

આજે એટલે કે શુક્રવારે અફઘાનિસ્તાન અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે ગ્રુપ સીની મેચ રમાઈ હતી. અફઘાનિસ્તાને આ મેચ ૭ વિકેટે જીતીને સુપર-૮માં જગ્યા બનાવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પહેલા જ સુપર-૮માં સ્થાન મેળવી લીધું હતું. આવી સ્થિતિમાં, એક જૂથમાંથી ફક્ત ટોચની બે ટીમો જ સુપર-૮માં સ્થાન મેળવી શકે છે અને તેના માટેના દાવેદાર હતા અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ સીમાંથી, જ્યારે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પોતે જ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

અમરેલીના સુરગપુરમાં રમતાં રમતાં બાળકી બોરવેલમાં પડી, ૧૦૮ અને ફાયર ટીમ પહોંચી

0

અમરેલી જિલ્લાના સુરગપુર ગામમાં બોરવેલમાં બાળકી પડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુરાગપુર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરતી દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી હતી. બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ અને ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી છે અને બાળકીને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ, NDRF સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે, કલેકટર સહિતના સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળ પહોંચી રહ્યા છે.

માહિતી મુજબ, આરોહીને બોરવેલમાં ઑક્સિજન મળી રહે તે માટે ૧૦૮ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા પણ બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. દોઢ વર્ષની આરોહી બોરવેલમાં ૪૫થી ૫૦ ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે. આરોહીને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. ત્યારે બીજી તરફ માસૂમ બોરવેલમાં પડી જતાં પરિવાર સહિત ગ્રામજનો ચિંતાતૂર થયા છે.

ફાયર વિભાગ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ૧૦૮ દ્વારા બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી શરૂ કરી છે. કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-