HomeGujaratNorth Gujaratભયાનક અકસ્માતથી અરેરાટી! બોલેરો અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 7નાં મોત અને...

ભયાનક અકસ્માતથી અરેરાટી! બોલેરો અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 7નાં મોત અને 20 શ્રમિકો ઘાયલ

Date:

Related stories

IPLમાંથી ધોનીની વિદાય! હવે ખેલાડી નહીં, CSKના મેન્ટર તરીકે સંભાળશે નવી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને...

ઉત્તરાખંડમાં ભયાનક બસ દુર્ઘટના: પુલ પરથી 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ, 10નાં મોત અને 26 ઘાયલ

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર નજીક વહેલી સવારે અકસ્માત;...

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: કુલગામ એન્કાઉન્ટરમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામ જિલ્લાના લારૂ વિસ્તારમાં સુરક્ષાદળો...
spot_img

કચ્છના પશ્ચિમ વિસ્તારમાં ખાવડા નજીક RE પાર્ક પાસે આજે વહેલી સવારે બોલેરો અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી મુજબ 7 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આશરે 20 શ્રમિકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે કેટલાક શ્રમિકો વાહનોમાં ફસાઈ ગયા હતા, જ્યારે કેટલાક ટ્રક નીચે દબાયા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. ઇજાગ્રસ્ત શ્રમિકોની ચીસોથી સમગ્ર હાઇવે ગુંજી ઊઠ્યો હતો.

અકસ્માાતની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાયો છે.

હાલ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, વાહનો વચ્ચે ટક્કર થવાનું ચોક્કસ કારણ શું હતું અને મૃતકોની ઓળખ સહિતની વિગતો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

Subscribe

Latest stories