Home Blog Page 663

અયોધ્યામાં 3 હાજર વિદેશી સહિત અઢી કરોડ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન

0

રામલલાના અભિષેક બાદથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ બમણી થઈ ગઈ છે. અયોધ્યામાં રામલલાના દરબારમાં દરરોજ ૭૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. એટલું જ નહીં છેલ્લા આઠ મહિનામાં ૨.૫ કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવ્યા છે. જેમાં VIP અને VVIP શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખથી વધુ છે.

૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ પછી પ્રાણ પ્રતિષ્ઠાના ચાર મહિનામાં ૧.૫ કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે. જો કે, પહેલાની સરખામણીમાં હવે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ ૧.૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ રામલલાના દરબારમાં આવે છે. પરંતુ એપ્રિલથી આ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે હવે રામલલાના દરબારમાં દરરોજ ૭૦થી ૯૦ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘હાલમાં દરરોજ 70 હજારથી વધુ ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે.

રામ મંદિર સમાચાર ગુજરાતીમાં: Ayodhya Ram Mandir News, Ayodhya Ram Mandir Photos, અયોધ્યા રામમંદિરનું ઉદઘાટન, Ayodhya Ram Mandir Opening - News18 Gujarati

તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા આઠ મહિનામાં શ્રદ્ધાળુઓ માટે ઘણી સુવિધાઓ વધારવામાં આવી છે. આ સાથે સરળ દર્શન માટે ત્રણ પ્રકારના પાસ આપવામાં આવે છે. સુગમ દર્શન પાસ, સ્પેશિયલ પાસ સાથે આરતીમાં હાજરી આપવા માટે પાસ પણ બનાવવામાં આવે છે.’ જિલ્લા પ્રવાસન અધિકારી આરપી યાદવનું કહેવું છે કે, ‘આ વર્ષે અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓના ચોક્કસ આંકડા જાન્યુઆરીમાં પ્રાપ્ત થશે, પરંતુ છેલ્લા આઠ મહિનામાં 2.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવ્યા છે.’

શ્રી રામ મંદિરમાં રામલલાના અભિષેક બાદ લગભગ ત્રણ હજાર વિદેશી શ્રદ્ધાળુઓ દર્શન માટે અયોધ્યા પહોંચ્યા હતા. જેમાં અમેરિકા, બ્રિટન, નેપાળ, શ્રીલંકા અને અન્ય ઘણા દેશોના લોકો પણ આવે છે. આ સિવાય રાષ્ટ્રપતિ, વડાપ્રધાનના VVIP અને VIPના દર્શનનો આંકડો પાંચ લાખથી ઉપર છે. ઉલ્લેખનીય છે કે, આટલા ઓછા સમયમાં એક સ્થળે VIP દર્શન કર્યા હોવાનો આ રેકોર્ડ છે.

આ પણ વાંચો :-

સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ રજાનું આખુંય લિસ્ટ

0

ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે અને ત્રણ દિવસ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2024માં પણ ઘણા મોટા ફેરફારો જોવા મળશે. આ સાથે જ બેંકોમાં પણ બમ્પર રજાઓ રહેશે. જો તમારે આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ચાલો જાણીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બેંક હોલીડે લિસ્ટમાં ક્યા-ક્યા દિવસે બેંકોમાં રજા રહેશે.

What is Consumer Banking? Know Consumer Banking Skills, Career Path, Eligibility & Courses | Shiksha Online

પબ્લિક સેક્ટરની અને પ્રાઇવેટ સેક્ટરની બેંકો બંધ રહેશે. જેની સાથે આ મહિને દેશની બધી જ પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં બધા જ રવિવાર, બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. જોકે, હવે 4 સપ્ટેમ્બરને બુધવારની રજા પણ આ યાદીમાં સામેલ થઇ ગઈ છે. ત્યારે અહીં જાણીશું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેમ બુધવારની રજા આપી છે.

સપ્ટેમ્બરમાં ક્યારે-ક્યારે બંધ રહેશે બેંકો?
1 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
4 સપ્ટેમ્બર – તિરુભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા નિમિત્તે ગુવાહાટીમાં બેંક બંધ રહેશે
7 સપ્ટેમ્બર – ગણેશ ચુતર્થી તહેવાર નિમિત્તે મુંબઈ, નાગપુર, અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, હૈદારબાદ, પણજીમાં બેંકોમાં રજા રહેશે
8 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
14 સપ્ટેમ્બર – સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે દેશભરમાં બેંક બંધ રહેશે
15 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે
16 સપ્ટેમ્બર – સોમવારે મિલાદ ઉન નબી / ઇદ એ મિલાદ / બારાવફાત છે. આ તારીખે અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, એઝવાલ, ચેન્નઇ, દેહરાદુન, હૈદારબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કોચી, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, શ્રીનગર, તિરુવંતનપુરમ્માં બેંક હોલિડે છે.
17 સપ્ટેમ્બર – મંગળવારે ઈદ એ મિલાદ નિમિત્તે ગંગટોક અને રાયપુરમાં બેંક બંધ રહેશે
18 સપ્ટેમ્બર – બુધવારે પંગ લહબસોલ નિમિત્તે ગંગટોકમાં બેંકમાં રજા રહેશે.
20 સપ્ટેમ્બર – શુક્રવારે ઇદ એ મિલાદ ઉલ નબી નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
21 સપ્ટેમ્બર – શનિવારે નારાયણ ગુરુ સમાધી દિવસ નિમિત્તે કોચી અને તિરુવનંતરપુરમમાં બેંકમાં રજા રહેશે
22 સપ્ટેમ્બર – રવિવારે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
23 સપ્ટેમ્બર – સોમવારે મહારાજા હરિસિંહજી જન્મજયંતિ નિમિત્તે જમ્મુ કાશ્મીરમાં બેંક બંધ રહેશે
28 સપ્ટેમ્બર – સપ્ટેમ્બર મહિનાના ચોથા શનિવાર નિમિત્તે બેંકમાં રજા રહેશે
29 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)એ દરેક જગ્યાએ બેંકો બંધ રહેશે

બેંકોમાં જાહેર કરાયેલ રજાઓની યાદી RBIની વેબસાઈટ પર જઈને જોઈ શકાય છે. સપ્ટેમ્બર મહિનાની આ 15 બેંકિંગ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોઈ શકે છે, કારણ કે આ રજાઓની સૂચિ વિવિધ રાજ્યોમાં થતી ઘટનાઓ અથવા તહેવારોના આધારે તૈયાર કરવામાં આવે છે.

બેંકિંગ રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં થતી અન્ય ઘટનાઓ પર પણ નિર્ભર કરે છે. તેનો અર્થ એ કે તેઓ રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ હોય છે. જોકે, બેંકની બ્રાન્ચ બંધ હોવા છતાં તમે તમારા ઘરેથી બેંકિંગ સંબંધિત કામ ઓનલાઈન કરી શકો છો. આ સુવિધા હંમેશા 24×7 કાર્યરત રહે છે. તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જેવા કામો સરળતાથી પૂર્ણ કરી શકો છો.

આ પણ વાંચો :-

હવે લખનૌની યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાંથી એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો

0

દેશમાં આજે એક સાથે ત્રણ જગ્યાએથી મહિલાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. એક તરફ કોલકાતામાં એક સગીર કિશોરી સાથે દુષ્કર્મનો કિસ્સો બન્યા બાદ ત્યાં ભારે તંગદિલી છવાયેલી છે તો બીજી તરફ કોલકાતાની જ અન્ય એક હોસ્પિટલમાં દર્દીઓ પોતે નર્સ સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો કિસ્સો નોંધાયો છે. તો સાંજ પડતાં પડતાં લખનૌની ડૉ. રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર મળ્યા છે. આ વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. યુવતીના પિતા IPS ઓફિસર છે. તેણીની ઓળખ અનિકા રસ્તોગી તરીકે થઈ છે.

anika-rastogi-died-in-lucknow-hostel

મળતી માહિતી મુજબ યુવતી તેના હોસ્ટેલના રૂમમાં બંધ હતી. તે લાંબા સમય સુધી દરવાજો ખોલતો ન હતો. આવી સ્થિતિમાં રૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થિની રૂમની અંદર બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

વિદ્યાર્થિનીના મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ જ કારણ જાણી શકાશે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોલેજ પ્રશાસન કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અહેવાલ મુજબ IPS સંતોષ રસ્તોગીની પુત્રી અનિકા રસ્તોગીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. અનિકા લોહિયા નેશનલ લૉ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષની વિદ્યાર્થી હતી.

આ પણ વાંચો :-

કન્નૌજના ચર્ચિત રેપ કેસમાં નવાબ સિંહ યાદવના DNA સેમ્પલ મેચ થયા

0

કન્નૌજમાં સપા નેતા અને પૂર્વ બ્લોક ચીફ નવાબ સિંહ યાદવના DNAએ સેમ્પલ સગીર રેપ પીડિતા સાથે મેચ થયા છે. આ સાથે પીડિતા પર બળાત્કારની પુષ્ટિ થઈ છે. ફોરેન્સિક ટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, સપા નેતાની 11 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, 11મી ઓગસ્ટની રાત્રે પૂર્વ બ્લોક ચીફ નવાબ સિંહ યાદવે કન્નૌજમાં એક સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પીડિતાએ 112 નંબર ડાયલ કરીને પોલીસને ફોન કરીને મામલાની જાણકારી આપી હતી, ત્યારબાદ 112 અને કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પીડિતાની કાકી પણ ત્યાં હાજર હતી, જેથી પોલીસે કાકીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી હતી.

પીડિતાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો હતો અને પીડિતાને તેના પરિવારના સભ્યોની સંમતિથી તબીબી સારવાર આપવામાં આવી હતી. તબીબી તપાસ બાદ બળાત્કારની પુષ્ટિ થઈ હતી. આ પછી પોલીસે કલમો ઉમેરી આરોપીઓની ધરપકડ કરી હતી. આ બળાત્કાર કેસનો બીજા આરોપી પીડિતાની કાકી છે, જે લખનૌથી નવાબ સિંહ યાદવને તેની કોલેજમાં સગીરા સાથે પહોંચી હતી. ઘટના સમયે તે રૂમની બહાર હાજર હતી. પીડિતાએ તેને ફોન પણ કર્યો હતો, પરંતુ તેણે કોઈ મદદ કરી ન હતી. પોલીસે નવાબ સિંહ અને પીડિતાની કાકી બંનેની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન બળાત્કાર પીડિતાની કાકીએ પોલીસને જણાવ્યું હતું કે તે નવાબ સિંહને લગભગ 5-6 વર્ષથી ઓળખતી હતી. તે પણ બહાર આવ્યું છે કે તેણીએ નવાબ સિંહ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, તેણે પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાની કાકીએ કહ્યું હતું કે નવાબ સિંહને ફસાવવામાં આવી રહ્યો છે અને તેની પાછળ સપાના કેટલાક નેતાઓનો હાથ છે.

આ પણ વાંચો :-

બિહારમાં કેન્દ્રિય મંત્રીની કાર પર ટ્રાન્સપોર્ટ વિભાગે દંડ ફટકાર્યો

0

બિહારમાં બનેલી એક ઘટનાએ દેશભરમાં ચર્ચા ઉભી કરી છે. મળેલી માહિતી મુજબ બિહારના એલજેપીઆરના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની કારનું ઓટોમેટિક ચલણ જારી કરવામાં આવ્યું છે. રાજધાની પટનાથી લઈને દિલ્હી સુધી ચિરાગ પાસવાનના ઈ-ફાઈનની ચર્ચા થઈ રહી છે. ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં ચિરાગ પાસવાનની કારના અધૂરા દસ્તાવેજો કેદ થઈ ગયા અને પછી આપોઆપ ચલણ જારી થઈ ગયું હતું.

Chirag Paswan News: बिहार में चिराग पासवान पर परिवहन विभाग ने लगाया जुर्माना, जानें कितना भरना होगा चालान…

બિહારમાં પરિવહન વિભાગે ટ્રાફિક નિયમો અને દંડ લાગુ કરવા માટે 8 ઓગસ્ટથી ઓટોમેટિક ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે, જેમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓનું ઓટોમેટિક ચલણ કાપવામાં આવશે. આ નવી સિસ્ટમમાં, બિહારના ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લેટેસ્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, આ કેમેરા દ્વારા ગાડીની નંબર પ્લેટની તસવીરો લે છે અને તેના પરથી ગાડીના ઇન્સ્યોરન્સ, પીયુસી, ઓવર સ્પીડીંગ કરી રહી હતી કે નહિ તેવી માહિતી આપતું ચલન વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલવામાં આવે છે.

જો કે, બિહારના નેશનલ હાઈવે પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના વાહનનું ઓટોમેટિક ચલણ શા માટે બહાર પાડવામાં આવ્યું તેનું કારણ બહાર આવ્યું નથી. જો કે, હવે બિહારમાં ચાલતા વાહનો માટે પરમીટ પેપર્સ, ઇન્સ્યોરન્સ અને પ્રદૂષણના દસ્તાવેજો રાખવા અથવા અપડેટ કરવા જરૂરી બની ગયા છે. અન્યથા બિહારના તમામ ટોલ પ્લાઝા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જો પકડાઈ જશે, તો ઓટોમેટિક ચલણ કાપીને તમારા મોબાઈલ પર મોકલવામાં આવશે અને રજિસ્ટર્ડ નંબર પર મેસેજ પણ પહોંચી જશે.

બિહારમાં આ નવી વ્યવસ્થા શરૂ થતાની સાથે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ હાજીપુરથી ચંપારણ જતી વખતે ફસાઈ ગયા હતા અને નેશનલ હાઈવે પર ઓવર સ્પીડીંગ કરતા પકડાઈ ગયા હતા અને ડિપાર્ટમેન્ટે ચિરાગ પાસવાનને તેના મોબાઈલ પર ઓવરસ્પીડનું ચલણ મોકલી આપ્યું હતું. જેથી તેમને બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો :-

AAP MLA અમાનતુલ્લા ખાનના ઘરે EDના દરોડા, ભારે પોલીસ ફોર્સ તૈનાત

0

દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી ગઈ છે. વહેલી સવારે તેમના નિવાસે ઈડીએ ત્રાટક્યાં બાદ આખરે તેમની ધરપકડ કરી લીધી છે. દિલ્હી વક્ફ બોર્ડમાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ તેમના ઘરે પહોંચી હતી. જો કે, અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નહોતી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી.

Politics: ED's major action in waqf scam, arrest of AAP MLA Amanatullah Khan

અમાનતુલ્લા ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, ‘EDના લોકો મારી ધરપકડ કરવા મારા ઘરે પહોંચ્યા છે. તાનાશાહના આદેશ પર વહેલી સવારે તેની કઠપૂતળી ED મારા ઘરે પહોંચી ગઈ છે. સરમુખત્યાર મને અને AAPના નેતાઓને હેરાન કરવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. ઈમાનદારીથી લોકોની સેવા કરવી એ ગુનો છે? આખરે આ તાનાશાહી ક્યાં સુધી ચાલશે?”

AAP નેતા મનીષ સિસોદિયાએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે અને ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ED માટે આ જ કામ બાકી છે. ભાજપ વિરૂદ્ધ ઉઠેલા દરેક અવાજને દબાવી દો. તેને તોડી નાખો. જેઓ ભાંગી પડયા નથી અને દબાયેલા નથી, તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દો.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, ‘EDની ક્રૂરતા તો જુઓ. અમાનતુલ્લા ખાન પહેલા EDની તપાસમાં જોડાયા, તેમણે વધુ સમય માંગ્યો, કારણ કે તેમની સાસુને કેન્સર છે, તેમણે ઓપરેશન કરાવ્યું, અને હવે દરોડો પાડવા માટે વહેલી સવારે ઘરે પહોંચ્યા. અમાનતુલ્લા વિરુદ્ધ કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની તાનાશાહી અને EDની ગુંડાગીરી બંને યથાવત છે.

આ પણ વાંચો :-

૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમીં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ શાેખ આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતું જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય. અેનંુ ધ્યાન રાખવું. પડવા વાગવાથી તથા વાહન અકસ્માત થી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા ‍વધે . દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું માથાનો દુખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. ણાતાની સાથે વાદ વિવાદ સંભવે. ધંધા નોકરી માં શાંત મગજ રાખવું, જીવન સાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય. અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાનાભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુંઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુઘારો થતો જણાય. પરંતું થોડી માનસિક અશાંતિ રહે. મોડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ- ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મ વિશ્વાસ જળવાય. આ‍વકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાન ની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે, શરદી ખાંસી રહે. આઇસક્રીમ ઠંડા પીણાથી દૂર રહેવું ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાનાભાઇ બહેનોના વ્યવહાર થી દુઃખ થાય. કાર્યમાં મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારો માં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જ‍ળવાય. વિદ્યાર્થીમિત્રોને સફ‍ળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ / આ રાશિ માટે રવિવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ

આધાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ

બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસાન્નતા નો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ

નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ

આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રાતે બચતનું આયોજન કરવું યાત્રા- મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ

કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્ગાન વ્યકિતનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ રૂશવત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ

ક્ષાનતંતુ તથા સ્નાયુુ ની બિમારી વધુ કષ્ટદાયક બનતી જ્ણાય. પોતાનો અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનો નો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવન સાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ

માનસિક પરેશાની માંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ

જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતા માથી મુકિત મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નહેનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ધટતું જણાય. ભાઇ- બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો યોગ્ય રાતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વઘતી જણાય.

મીનઃ

શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિ ઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

ગૌમાંસ ખાવાની શંકામાં પરપ્રાંતિય શ્રમિકની હત્યા, પાંચ લોકોની ધરપકડ

0

હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. જ્યાં ગૌમાંસ ખાવાની શંકામાં પરપ્રાંતિય શ્રમિકને ઢોર માર મારી હત્યાના કેસમાં પોલીસે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા બે કિશોરોની પણ ધરપકડ કરાઈ છે. અહેવાલો અનુસાર, શ્રમિકની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિક તરીકે થઈ છે.

મારી પત્ની સામે જુએ છે, કહીને યુવાન પર પાઇપ વડે હુમલો કર્યો | Attacked the young man with a pipe saying "My wife looks on " - Gujarat Samachar

અહેવાલો અનુસાર, હરિયાણાના ચરખી-દાદરી જિલ્લામાં 27મી ઓગસ્ટે ગૌમાંસ ખાવાની શંકામાં બે શ્રમિકને ટોળાએ નિર્દયતાથી ઢોર માર મારવામાં આવ્યા હતો. જેમાં પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય શ્રમિકનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ મામલે ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલે પીડિત સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યા હતા અને બાદમાં તેને ઢોર માર માર્યો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું કે સાબીર મલિકના બીફ ખાવાની શંકા હતી. આ અંગે ગૌ રક્ષક જૂથના સભ્યો સક્રિય બન્યા હતા. આરોપી અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલે છેતરપિંડીથી સાબીર મલિકને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યા હતા. આ પછી આરોપીઓએ તેને ખૂબ માર માર્યો હતો.

તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્લાસ્ટિકના કચરો અને ભંગારનો વ્યવહાર કરતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બે સગીરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશ હૉસ્પિટલોમાં સુરક્ષા વધારવા માટે નાયબ મુખ્યમંત્રીએ માર્ગદર્શિકા જારી

0

ઉત્તર પ્રદેશમાં આરોગ્ય વિભાગ કોલકાતામાં મહિલા ડૉક્ટરની સાથે બનેલી અમાનવીય ઘટનાને પગલે એલર્ટ મોડ પર છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, વિભાગે રાજ્યની હોસ્પિટલોને તાત્કાલિક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ, નાયબ મુખ્યમંત્રીએ રાજયના હોસ્પિટલોના મેનેજમેન્ટને ચોકસાઈથી સૂચનાઓ આપી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, “હૉસ્પિટલ સ્ટાફની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

Image

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કેટલાક લોકો જેમના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી, તેઓ માત્ર રાત્રે આરામ કરવા માટે હોસ્પિટલમાં રહેતા હોય છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. જો હોસ્પિટલ પરિસરમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સામે હિંસા થાય છે, તો હોસ્પિટલના ઈન્ચાર્જ અને તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા FIR દાખલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોલકતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં એક ડૉક્ટર સાથે થયેલી અમાનવીય ઘટનાને લઇને સમગ્ર દેશમાં ડૉક્ટર્સ અને ખાસ કરીને સામાન્ય લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ ઘટનામાં પ્રિન્સિપલના વ્યવહારથી સૌ કોઇ ચોંકી ગયા છે. કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક સંજય રોયની આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં પીજી ટ્રેઇની ડૉક્ટરનો મૃતદેહ મળ્યાના એક દિવસ પછી 9 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રોયને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે, 14 ઓગસ્ટના રોજ કલકત્તા હાઈકોર્ટે CBIને આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી લેવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-