Home Blog Page 599

યુવતી પર દુષ્કર્મ મામલે BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીની ધરપકડ

0

ઉમરેઠના BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી દ્વારા સ્થાનિક યુવતી પર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવવાના કેસમાં ઉમરેઠ પોલીસ દ્વારા પીડિતાનું નિવેદન લીધા બાદ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કાંતિ વાઘેલાની ઉમરેઠ પોલીસે ધરપકડ કરી છે. ઉમરેઠ પોલીસ દ્વારા આરોપીના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. પીડિતા પર બળાત્કાર ગુજારવાને કારણે પીડિતા સગર્ભા થઇ હતી. બે દિવસ પહેલા જ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. મૃત બાળકના DNA સાથે આરોપીના DNA મેચ કરવામાં આવશે.

BAPS India - All Centers

આણંદના ઉમરેઠમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિરૂદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરનારા પૂજારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસમાં પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ પૂજારીએ દુષ્કર્મ ગુજાર્યાનું નિવેદન આપ્યુ હતુ, જ બાદ મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે ધરપકડ બાદ આરોપી પૂજારીનો DNA ટેસ્ટ કરાશે.

ઘટનાની વિગતો એવી છે કે, ઉમરેઠના રામ તલાવ પાસેથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યુ હતુ, પોલીસે આ મૃતદેહનું પૉસ્ટ મોર્ટમ કરાવી જે પછી સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. ખરેખરમાં, ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરની પાસે રહેતી મનોદિવ્યાંગની યુવતીએ મૃત બાળકને જન્મ આપી ત્યજી દીધું હોવાનું ખુલ્યું હતું. જો કે યુવતીના પિતાએ તેમની દીકરી પર સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ધાક ધમકીઓ આંપી હોવાનો આરોપ લગાવ્યો હતો. જયારે બીજીતરફ મંદિરના પૂજારી કાંતિભાઈ વાઘેલાએ દુષ્કર્મના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અને યુવતી મંદિરમાં ભોજન લેવા આવતા નહી આપ્યું હોવાથી ખોટો આક્ષેપ લગાવ્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસના જણાવ્યા અનુસાર એકજીક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં પીડિત યુવતીનું નિવેદન લેતા યુવતીએ સમગ્ર ઘટના અંગે મૌન તોડ્યુ હતુ. હવે પોલીસે કાર્યવાહી કરતાં મંદિરના પૂજારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો :-

IOCL રિફાયનરીમાં લાગેલી આગ 15 કલાકે કાબૂમાં આવી, બેના મોત

0

વડોદરાનાં કોયલી ગામ ખાતે આવેલી IOCL રિફાઇનરીમાં ગઈકાલે એક બાદ એક ભયંકર બ્લાસ્ટની ઘટનાઓ બની હતી. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત નીપજ્યા હતા અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરી જિલ્લા-શહેરમાંથી ફાયરની અલગ-અલગ ટીમો બોલાવાઈ હતી. આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ આજે વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ કાબૂમાં આવી જતાં રિફાઇનરીનાં અધિકારીઓ, ફાયર જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરામાં ગઈકાલે એક ભયાવહ ઘટના બની હતી. કોયલી ગામ નજીક આવેલી IOCL રિફાઇનરી અચાનક એક બાદ એક ભયંકર બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટનો 5 કિમી દૂર સુધી લોકોએ અનુભવ કર્યો હતો. માહિતી અનુસાર, આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કેટલાક ઘરનાં કાચ પણ તૂટ્યા હતા. આગનાં કારણે દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાયા હતા. લોકોએ ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ કરતા દોડીને ઘરની બહાર આવી ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગતરોજ (11 નવેમ્બર, 2024) બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે. GSFCની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી રહી છે. જેમાં અમદાવાદા, આણંદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગોડી ગઈ હતી. IOCL રિફાઇનરીમાં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર એ ફાયર ઓફિસરો સાથે મીટિંગ પણ કરી હતી. આખરે ફાયર બ્રિગેડે એક્યુએસ ફિલ્મ ફોર્મિંગ ફોમ (AFFF) સિસ્ટમથી 15 કલાકથી વધુની જહેમત બાદ ફાયર વિભાગે આજે સવારે 7 વાગ્યાની આસપાસ સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં હોવાની માહિતી આપી છે.

આ પણ વાંચો :-

દેહરાદૂનમાં કન્ટેનર સાથે ટક્કર બાદ ઝાડ સાથે અથડાઈ કાર, 6 લોકોના મોત

0

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. ઈનોવા કાર કન્ટેનર સાથે ટકરાયા બાદ ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 7 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરાયેલ છે, જેની હાલત નાજુક હોવાનું તબીબોનું કહેવું છે.

Another an accident in Ahmedabad | અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો: થલતેજમાં એક સગીરે તથ્ય પટેલવાળી કરી, ફોર્ચ્યુંનરની ટક્કરે લેતા 16 વર્ષીય ...

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 2 વાગે દેહરાદૂનના ONGC ચારરસ્તા પાસે થઈ હતી. અહીં સાત છોકરા-છોકરીઓ એકસાથે કારમાં બેસીને નીકળ્યા હતા, જેમાંથી ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓના મોત થયા હતા. કારમાં સવાર તમામ લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલી છોકરીઓમાં ગુનીત તેજ પ્રકાશ સિંહ (19), નવ્યા ગોયલ પલ્લવ ગોયલ (23) અને કામાક્ષી તુષાર સિંઘલ (20)નો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવતીઓ દેહરાદૂન શહેરના અલગ-અલગ વિસ્તારની રહેવાસી હતી. આ સિવાય મૃત્યુ પામેલા છોકરાઓની ઓળખ કુણાલ કુકરેજા S/O જસવીર કુકરેજા (23), અતુલ અગ્રવાલ S/O સુનિલ અગ્રવાલ (24) અને રિષભ જૈન S/O તરુણ જૈન (24) તરીકે થઈ છે. તેમાંથી કુણાલ કુકરેજા હિમાચલના ચંબાના રહેવાસી હતા, જ્યારે બાકીના લોકો દેહરાદૂનના રહેવાસી હતા.

આ પણ વાંચો :-

૧૨ નવેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે મંગળવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

મિત્રોને સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમ્યાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શકય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભ

આવક અને ખર્ચ બન્ને માં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતુ જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું, આરોગ્ય જળવાશે.

મિથુનઃ

જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવગ ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પ્ત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા પ્રવાસનું આયોજન શકય બને.

કર્ક

દિવસ દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેર બજાર સ્ત્રીશણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુખાવો સંભવે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહ

આત્મબળ મજબૂત બને. માન સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણા ના વેપારી માટે વધુ સફળતા. જીવન સાથી સાથે આનંદ. શરદી કફનો પ્રકોપ રહે.

કન્યા

નોકરી ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ કન્સલટન્ટ એકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતો સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. સ્વાર્થ વૃતિ વધે. પ્રતિષ્ઠા-યશ ઘટે.

તુલા

મહેનત વધારે કરવી પડશે. વારે વારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુટુંબના સભ્ચો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થય સારૂ રહેશે.

વૃશ્ચિક

આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર જંગમ ક્ષેત્રે કરેલુ રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષ થી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલ. બિલ્ડીંગ મટીરીટલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધન

નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમા રૂ્ચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઇન જવાય. એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકર

આવકની દૃષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ માથાની દુખાવાની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભ

માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધૂરતા વધે. સાહિત્ય, સંશોધન ફાઇનાન્સના કામ માં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીન

સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધ‌ુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી ધંધામાં અસંતોષ નો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આન્ંદ વર્તાય. કરોડરજૂજ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

ખાલિસ્તાની પન્નુએ રામ મંદિરને ઉડાવી દેવાની આપી ધમકી, કહ્યું, ‘અયોધ્યાનો પાયો હચમચાવી નાંખીશ’

0

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પન્નુએ અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. વીડિયોમાં તે રામ મંદિરને નિશાન બનાવવાની વાત કરી રહ્યો છે.

What Khalistani separatist Pannun's failed murder bid means for India-US ties? | Today News

પન્નુએ એક વીડિયો જારી કરીને કહ્યું કે, અયોધ્યાના રામ મંદિરમાં 16 અને 17 નવેમ્બરના રોજ હિંસા થશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે. આ વીડિયોમાં રામ મંદિરની સાથે-સાથે અનેક બીજા હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા ભડકાવવાની પણ ધમકી આપવામાં આવી છે.

વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું કે, ‘અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.’ પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક (રામ મંદિર) માટે મોટા જોખમ તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વીડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાની તસવીરો પણ દેખાડવામાં આવી છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પર થઈ રહેલા ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની પણ ધમકી આપી છે.

પન્નુએ ભારતને પહલીવાર જ ધમકી નથી આપી. તે અગાઉ પણ અનેક વખત ભારતને ધમકી આપી ચૂક્યો છે. તેણે ભારતને ધમકી આપતા વિમાનને ઉડાવી દેવાની વાત કરી હતી. પન્નુએ કહ્યું હતું કે, શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને 1 થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરવાની ચેતવણી આપી હતી.

આ પણ વાંચો :-

બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય શૂટર શિવકુમાર સહિત 5ની ધરપકડ

0

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શૂટર શિવકુમાર અને તેને આશરો આપનારાઓની રવિવારે (10 નવેમ્બર) ધરપકડ કરવામાં આવી હતી. STF ઉત્તર પ્રદેશ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે આ શૂટરને પકડ્યો છે. પોલીસે તેને નાનપરા બહરાઈચમાંથી પકડી પાડ્યો હતો.

ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી રવિવારની સાંજે શિવકુમાર ગૌતમ, અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેન્દ્ર પ્રતાપ સિંહને પકડી પાડ્યા હતા. અનુરાગ કશ્યપ આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા શૂટર ધર્મરાજ રાધે કશ્યપનો ભાઈ છે. પાંચેય આરોપીને મુંબઈ લાવવામાં આવી રહ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

બાન્દ્રા પૂર્વમાં 12 ઑક્ટોબરની રાતે ગોળી મારી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. હત્યામાં સંડોવાયેલા બે શૂટર ગુરમેલ બલજિત સિંહ અને ધર્મરાજ કશ્યપ ઘટનાની રાતે જ ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય શૂટર શિવકુમાર ફરાર થઈ ગયો હતો. શિવકુમાર ઉત્તર પ્રદેશના બહરાઈચનો વતની હોવાથી મુંબઈ પોલીસે તેની માહિતી મેળવવા અંગે યુપી એસટીએફની મદદ માગી હતી. 23 ઑક્ટોબરે આ અંગેનો પત્ર પણ યુપી પોલીસને આપવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં શિવકુમાર ગૌતમે પોલીસને જણાવ્યું હતું કે સિદ્દીકીની હત્યા માટે તેને 10 લાખ રૂપિયા મળવાના હતા. એ સિવાય દર મહિને મહેનતાણું આપવાનો વાયદો તેને કરવામાં આવ્યો હતો. પૂનામાં ભંગારના કામ દરમિયાન તેની ઓળખાણ શુભમ લોણકર સાથે થઈ હતી. ફરાર શુભમ લોણકર ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ માટે કામ કરતો હોવાનું તેણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના સંદર્ભમાં સતત તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા ગુરુવારે (7 નવેમ્બર) મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી વધુ બે લોકોની ધરપકડ કરી હતી. આ પહેલા બુધવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પૂણેથી ગૌરવ અપુને (23)ની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ગૌરવ બાબા સિદ્દીકીની હત્યાની યોજના બનાવવા માટે અન્ય આરોપીઓને ઘણી વખત મળ્યો હતો. તમને જણાવી દઈએ કે NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રામાં તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.

આ પણ વાંચો :-

વડતાલ મંદિરની વર્ષગાંઠ પર પીએમ મોદીએ વર્ચ્યુઅલ જોડાઈને કરી સંબોધન

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની દ્વિશતાબ્દી અર્થાત 200મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થયા હતા. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણની કૃપાથી જ 200મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વભરના તમામ શિષ્યોને આવકારતા PM મોદીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિરની પરંપરામાં સેવા સૌથી આગળ છે અને શિષ્યો આજે સેવામાં લીન થયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં મીડિયામાં આ ઉજવણી જોઈને તેમને આનંદ થયો છે.

વડતાલ ધામમાં 200મા વર્ષની ઉજવણી માત્ર ઇતિહાસ જ ન હોવાનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વડતાલ ધામમાં અત્યંત શ્રદ્ધા સાથે ઉછરેલા તેમના સહિત અનેક શિષ્યો માટે આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રસંગ ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહનો પુરાવો છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ દ્વારા વડતાલ ધામની સ્થાપના કર્યાને 200 વર્ષ પછી પણ આધ્યાત્મિક ચેતનાને જીવંત રાખવામાં આવી છે અને શ્રી સ્વામિનારાયણના ઉપદેશો અને ઊર્જાનો અનુભવ આજદિન સુધી થઈ શકે છે. શ્રી મોદીએ તમામ સંતો અને શિષ્યોને આ મંદિરના 200માં વર્ષની ઉજવણી બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીને એ વાતની ખુશી હતી કે, ભારત સરકારે રૂ. 200 (200)નો ચાંદીનો સિક્કો અને સ્મારકની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રતીકો આ મહાન પ્રસંગની યાદોને આવનારી પેઢીઓનાં મનમાં જીવંત રાખશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમાજને જાતિ, ધર્મ, ભાષા, ઉંચી-નીચ, સ્ત્રી-પુરુષ, ગામ-શહેરના આધારે વહેંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એ મહત્વનું છે કે આપણે રાષ્ટ્રીય દુશ્મનોના આ પ્રયાસની ગંભીરતાને સમજીએ, આ સંકટને ઓળખીએ અને સાથે મળીને આવી કાર્યવાહીને હરાવીએ. આપણે સાથે મળીને કામ કરવાનું છે. આપણે મજબૂત, સક્ષમ અને શિક્ષિત યુવાનો તૈયાર કરવાના છે. વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવું પડશે. કુશળ યુવાનો આપણી સૌથી મોટી તાકાત બનશે. આપણા યુવાનોની વૈશ્વિક માંગ વધુ વધવાની છે. આજે હું જે વિશ્વના મોટા ભાગના નેતાઓને મળું છું તેમની એક જ અપેક્ષા છે કે ભારતના યુવાનો, ભારતના કુશળ માનવબળ, ભારતના આઈટી ક્ષેત્રના યુવાનો તેમના દેશમાં જઈને તેમના દેશમાં કામ કરે. સમગ્ર વિશ્વ ભારતના યુવાનોની ક્ષમતાથી આકર્ષાય છે.

તેમણે કહ્યું કે હવે અયોધ્યાનું ઉદાહરણ આપણા બધાની સામે છે. 500 વર્ષ પછી એક સપનું પૂરું થયું છે. કાશી અને કેદારનું પરિવર્તન આપણી સામે છે. એક નવી ચેતના, નવી ક્રાંતિ બધે દેખાય છે. આટલું જ નહીં, આપણા દેશમાંથી ચોરાયેલી સેંકડો વર્ષ જૂની મૂર્તિઓને શોધવા માટે કોઈ નહોતું, આજે દુનિયામાંથી ચોરાયેલી આપણી મૂર્તિઓ શોધીને શોધીએ છીએ, આપણા દેવી-દેવતાઓના ચોરાયેલા સ્વરૂપો પાછા આવી રહ્યા છે, આપણા મંદિરોમાં પાછા ફરી રહ્યા છે.

આ પણ વાંચો :-

સુરતમાં 20 વર્ષીય યુવતીની લાશ મળતાં પરિવાર અર્થી લઈ પોલીસ મથકે પહોંચ્યો

સુરતમાં 20 વર્ષીય યુવતી ઘરેથી લાપતા થઈ હતી. ત્યારપછી તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ યુવતી સાથે કશું અજુગતું બન્યું હોવાની આશંકા સાથે હંગામો મચાવ્યો હતો. યુવતીની અર્થી લઈને પરિવારના લોકો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ન્યાયની માગ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં 20 વર્ષીય યુવતી લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. સમગ્ર ઘટનામાં યુવતી સાથે કઈક અજૂગતું થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આ મામલે મોટી સંખ્યામાં લોક એકઠા થયા હતા અને યુવતીના મૃતદેહને લઈને ન્યાય મેળવવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેમાં પરિવારજનો સહિતના લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, યુવતી સાથે કઈ અઘટીત બનાવ થયો છે, જેમાં યુવતીની હત્યા કરીને તાપી નદીમાં તેને ફેંકી દેવામાં આવી.

સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી.જોકે, સમાજના હંગામાને કારણે પોલીસ દ્વારા યુવતીનું તબીબોની પેનલ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં તબીબોએ યુવતીનું મોત પાણીમાં ડૂબવાને કારણે થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ તારણ બાદ યુવતીના પરિવારજનોને સમાજના લોકોનો રોષ થાળે પડ્યો હતો.

આ પણ વાંચો :-

એર ઈન્ડિયા ફ્લાઈટમાં હિન્દુઓ અને શીખોને ‘હલાલ’ ભોજન નહીં પીરસે

0

એર ઈન્ડિયાએ ફૂડ વિવાદને લઈને મોટો નિર્ણય લીધો છે. ટાટા ગ્રૂપની માલિકીની કંપનીએ કહ્યું કે તે હવે ફ્લાઈટ્સ દરમિયાન હિન્દુઓ અને શીખોને ‘હલાલ’ ફૂડ પીરસશે નહીં. મુસ્લિમ ભોજનને હવે વિશેષ ભોજન કહેવામાં આવશે. વિશેષ ભોજનનો અર્થ હલાલ પ્રમાણિત ભોજન હશે. થોડા સમય પહેલા ભોજનનું નામ મુસ્લિમ ભોજન હોવાથી વિવાદ થયો હતો.એરલાઈન અનુસાર, MOML મુસ્લિમ મીલ સ્ટીકર સાથે લેબલ થયેલ પ્રીબુક કરેલ ભોજનને સ્પેશિયલ મીલ (SPML) તરીકે ગણવામાં આવશે.

With Vistara merging, Air India is now the only full-service Indian carrier | Company News - Business Standard

સાઉદી સેક્ટરમાં તમામ ખાદ્યપદાર્થો હલાલ હશે. જેદ્દાહ, દમ્મામ, રિયાધ, મદીના સેક્ટર સહિતની હજ ફ્લાઈટ્સ પર હલાલ પ્રમાણપત્ર આપવામાં આવશે.છેલ્લા ઘણા દિવસોથી એર ઈન્ડિયા ફ્લાઇટમાં ફૂડને લઈને વિવાદોમાં ફસાયેલી હતી. આ દરમિયાન એર ઈન્ડિયાએ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. 17 જૂને કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ધર્મના આધારે એર ઈન્ડિયા દ્વારા ખોરાકનું લેબલ લગાવવા પર ચિંતા વ્યક્ત કરી હતી. ટાગોરે કહ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હિન્દુ ફૂડ અને મુસ્લિમ ફૂડ? હિન્દુ ખોરાક શું છે અને અથવા મુસ્લિમ ખોરાક શું છે? શું સંઘીઓએ એર ઈન્ડિયાનો કબજો લઈ લીધો છે? આશા છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ અંગે પગલાં લેશે.

ઇસ્લામિક પરંપરા અનુસાર, લોકો હલાલ માંસનું સેવન કરે છે, આ તે માંસ છે જેમાં પ્રાણીની કતલ કરવા માટે એક અલગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રાણીને સીધું કતલ કરવામાં આવતું નથી પરંતુ તેને કસાઈ કરવામાં આવે છે (ધીમે ધીમે કાપવામાં આવે છે). તે જ સમયે, બીજી પ્રક્રિયા છે, તેને આંચકો કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રાણીને એક જ વારમાં સીધું કતલ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

શક્તિમાન રિટર્ન્સ : ‘શક્તિમાન’ બનીને મુકેશ ખન્ના ફરી ધમાલ મચાવશે

0

90ના દાયકામાં ધૂમ મચાવીને ‘શક્તિમાન’ તમામ સુપરહીરોમાંથી સુપર શિક્ષક બની ગયા. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને મુકેશ ખન્નાનું પાત્ર એટલું પસંદ આવ્યું કે આજે પણ લોકો તેમની સીરિયલ વિશે વાત કરતા રહે છે. 1997 થી 2005 સુધી ટીવી પર રાજ કરનાર આ શાનદાર શો રવિવારે બપોરે 12 વાગ્યે પ્રસારિત થતો હતો. આ કારણોસર તેને દૂરદર્શનનો સૌથી કલ્ટ શો માનવામાં આવે છે. હવે ફરી એકવાર ‘શક્તિમાન’ લોકોમાં ચર્ચામાં આવી ગયું છે. દેશના પ્રિય સુપરહીરો મુકેશ ખન્ના આ પ્રખ્યાત શો સાથે વાપસી કરવા માટે તૈયાર છે. મુકેશ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર અને યુટ્યુબ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં તેઓ શક્તિમાનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

Image

મુકેશ ખન્નાએ પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સને એક ખુશખબર આપી છે અને તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ભીષ્મા ઈન્ટરનેશનલ પર એક ટીઝર પણ શેર કર્યું છે. ટીઝરની સાથે તેમણે લખ્યું છે કે, ‘તેમના(સુપરહીરો) વાપસીનો સમય આવી ગયો છે. આપણા પ્રથમ ભારતીય સુપર શિક્ષક-સુપર હીરોનો. હા! જેમ જેમ અંધકાર અને અનિષ્ટ આજના બાળકો પર હાવી થઈ રહ્યું છે… તેમના(સુપરહીરો) પાછા ફરવાનો સમય આવી ગયો છે.તેઓ એક સંદેશો લઈને પાછા ફર્યા છે.

આયર મેન, સ્પાઈડર મેન અને બેટમેન જેવા સુપરહિરો ભારતમાં છવાયા બાદ એક એવો સુપરહિરો ચર્ચામાં હતો, જેને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. તેનું નામ શક્તિમાન છે. આ હીરો સ્ક્રિન પર ફરી એક વખત રોમાંચ સાથે વાપસી કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્લિપમાં મુકેશને શક્તિમાનના રુપમાં દેખાડવામાં આવ્યો છે. તે એક સ્કુલમાં ઉતરતો જોવા મળી રહ્યો છે. ગીત ગાવાનું શરુ કરે છે. આઝાદી માટે જંગ લડી તેનો જીવ ગુમાવ્યો. અંગ કપાય ગયા પરંતુ દેશ પર કોઈ મુશ્કેલી આવવા દીધી નહિ. તે ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ અને સુભાષ ચંદ્ર બોસ જેવા નાયકોનો ફોટો જોઈ ગીત ગાય છે.

શક્તિમાન એક ટીવી સીરીઝ હતી. જે 1997માં દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવતી હતી. મુકેશ ખન્ના દ્વારા અભિનીત આ શો કિટ્ટુ ગિડવાની વૈષ્ણવી , સુરેન્દ્ર પાલ અને ટોમ ઓલ્ટર જેવા કલાકારો હતો. આ 90ના દશકનો સૌથી પોપ્યુલર શો રહ્યો છે અને અંદાજે 8 વર્ષમાં 450 એપિસોડ પ્રસારિત પણ થઈ ચૂક્યા છે. શક્તિમાનનું પાત્ર એક સુપરહ્યુમન છે. જેમાં રહસ્યમયી અને અલૈકિક શક્તિ છે.જેમને સંતોના એક રહસ્યમય સંપ્રદાય દ્વારા વિશ્વમાં ખોટા લોકો સામે લડવાનું કામ સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-