Sunday, Apr 20, 2025

સુરતમાં 20 વર્ષીય યુવતીની લાશ મળતાં પરિવાર અર્થી લઈ પોલીસ મથકે પહોંચ્યો

1 Min Read

સુરતમાં 20 વર્ષીય યુવતી ઘરેથી લાપતા થઈ હતી. ત્યારપછી તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ યુવતી સાથે કશું અજુગતું બન્યું હોવાની આશંકા સાથે હંગામો મચાવ્યો હતો. યુવતીની અર્થી લઈને પરિવારના લોકો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ન્યાયની માગ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં 20 વર્ષીય યુવતી લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. સમગ્ર ઘટનામાં યુવતી સાથે કઈક અજૂગતું થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આ મામલે મોટી સંખ્યામાં લોક એકઠા થયા હતા અને યુવતીના મૃતદેહને લઈને ન્યાય મેળવવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેમાં પરિવારજનો સહિતના લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, યુવતી સાથે કઈ અઘટીત બનાવ થયો છે, જેમાં યુવતીની હત્યા કરીને તાપી નદીમાં તેને ફેંકી દેવામાં આવી.

સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી.જોકે, સમાજના હંગામાને કારણે પોલીસ દ્વારા યુવતીનું તબીબોની પેનલ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં તબીબોએ યુવતીનું મોત પાણીમાં ડૂબવાને કારણે થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ તારણ બાદ યુવતીના પરિવારજનોને સમાજના લોકોનો રોષ થાળે પડ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article