Home Blog Page 587

પૂર્વા મંત્રી ફરી એકવાર સુરતમાં કરશે ધમાકેદાર પરફોર્મન્સ

સુરત ભારતનું એક એવું શહેર છે જ્યાં દેશના તમામ રાજ્યના લોકો વસે છે. 2024 નું વર્ષ જોતાજોતામાં પુર્ણાહુતી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર ની ઉજવણી કરવા અને નવા વર્ષની વધામણી કરવા જે બી આર એન્ટરટેનમેન્ટ, બોલીવુડના ખ્યાતનામ સિંગર પૂર્વા મંત્રી અને તેમની ટીમ સુરતના આંગણે સ્ટેરી નાઈટનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે.

સુરત એરપોર્ટ ની સામે આવેલા વાય પી ડી એસી ડોમ ખાતે 31 ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન, ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ, લાઈટ અને ઈન્ડોર ફાયર શો સાથે નવા વર્ષને વધાવવા સુરતીજનો ઉમટી પડશે.

ઈવેન્ટ સ્થળની વાત કરતા આયોજક ટીમના જેનીલ ગોયાણી એ જણાવ્યું હતું કે, 72,000 સ્ક્વેર ફૂટ થી વધુ ના એરિયામાં 15,000 થી વધુ ની કેપેસિટી ધરાવતા આ હોલમાં 2500 થી વધુ ફોરવીલર 3000થી વધુ ટુવ્હીલર બાઈક પાર્કિંગ ક્ષમતા ધરાવે છે. 100% ટકા ફાયર સેફ્ટી, ઈમર્જન્સી સર્વિસ, બાઉન્સર સિક્યુરિટી સાથે સાથે પોલીસ ટીમ અને મેડિકલ ટીમ સાથેના આ ઈવેન્ટમાં સુરતીઓ 100% ટકા સુરક્ષિત વાતાવરણ અનુભવશે.

આયોજક ટીમએ જણાવ્યું હતું કે, બોલીવુડ કલાકાર પૂર્વા મંત્રીની વાત કરીએ તો બોલીવુડની અનેક ફિલ્મોમાં સિંગર તરીકે પોતાની કલાકારી પ્રદર્શિત કરી છે. સુરતમાં સૌપ્રથમવાર કોઈ બોલીવુડ સિંગર દ્વારા નવા વર્ષની ઉજવણી કરવા માટે હાજરીથી સુરતીઓમાં ઉત્સાહ છે. અમે આપ સૌને પરિવાર સાથે વર્ષના અંતિમ દિવસને ઉજવવા અને નવા વર્ષના આવકારવા અમારી સાથે જોડાવા આમંત્રિત કરીએ છીએ.

આ પણ વાંચો :-

જમ્મુ અને કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણોદેવી મંદિર સુધી જનારા રોપવેનો વિરોધ

0

જમ્મુ અને કાશ્મીરના કટરામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિર સુધી પહોંચવા માટે 300 કરોડ રૂપિયાના ખર્ચે રોપવે બાંધવાની યોજનાના વિરોધમાં ગઈ કાલથી પિઠ્ઠુ, ટટ્ટુ અને પાલખીમાલિકોએ ત્રણ દિવસની હડતાળ શરૂ કરી છે. ગઈ કાલે તેમણે કટરામાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને માગણી કરી હતી કે આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે.

આ રોપ-વેના નિર્માણ બાદ 6 થી 7 કલાકની મુસાફરી ઘટીને એક કલાક થઈ જશે. હાલ વૈષ્ણોદેવી જનારા પગપાળા ચાલે તો પણ 6 થી 7 કલાક જેટલો સમય લાગે છે. તેમજ જો કોઈ ખચ્ચર દ્વારા જાય તો 4 કલાકમાં માતા ભવન સુધીની યાત્રા પૂર્ણ થાય છે. આ ઉપરાંત હેલિકોપ્ટરથી ગયા પછી પણ પગપાળા 2.5 કિલોમીટરનો ટ્રેક છે.

વૈષ્ણોદેવી એક એવું ધાર્મિક સ્થળ છે, જ્યાં દર વર્ષે હજારો-લાખો ભક્તો માતાના દરબારમાં દર્શન કરવા આવે છે. જેમાં સાંજીછટ પર હેલિકોપ્ટરની સુવિધા આપવામાં આવી છે. જેની મદદથી 15 મિનિટમાં તમે મંદિર સુધી પહોંચી શકે છે. તેમજ ભૈરો મંદિર સુધી પહોંચવા માટે હવે કેબલ રાઈડ શરૂ કરવામાં આવી છે. જે તમને બેથી ત્રણ મિનિટમાં ત્યાં લઈ જશે.

પોર્ટરોની રોજીરોટીના મુદ્દે એક પિઠ્ઠુમાલિકે કહ્યું હતું કે ‘યાત્રામાં ભાવિકોનો સામાન પકડીને લઈ જતા પોર્ટરોની રોજીરોટી આ યાત્રા-માર્ગ સાથે સંકળાયેલી છે અને રોપવે બનતાં તેઓ શું કરશે એ સવાલ છે. તેઓ અમારી સાથે આ શું કરી રહ્યા છે? તેઓ રોપવે માટે પહાડોને તોડશે? રોપવે બનતાં આશરે ૫૦૦૦ દુકાનદારોના ધંધાને અસર પડશે, કારણ કે તેમની રોજીરોટી આવનારા ભાવિકો પર નભે છે. જો કોઈ રાજકીય નેતા અમને ટેકો આપશે તો અમે ચૂંટણીમાં તેને સપોર્ટ કરીશું. જે લોકોને ગરીબ લોકોની પડી નથી એવા લોકોને અમે આગામી ચૂંટણીમાં હરાવીને જ રહીશું.

આ પણ વાંચો :-

વાવમાં ભાજપનો ભગવો લહેરાયો, સ્વરુપજી ઠાકોરની થઈ જીત

0

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં આ વખતે સત્તાનો ઉલટફેર થયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપના સ્વરુપજી ઠાકોર 1300 મતથી જીત મેળવી છે. આશરે સાત વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગલો લહેરાયો છે. સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ હતી. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિકોણીયા જંગમાં ભજપની જીત થઇ છે.

આ બેઠક પર 23 રાઉન્ડની હાથ ધરાયેલ મતગણતરીમાં 21 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ મતગણતરીના 22 અને 23માં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે, કોંગ્રેસના ગુલાબસિહની લીડ કાપી હતી અને જીત મેળવી હતી. કોંગ્રેસના ગુલાબસિંહનો પરાજય થયો છે.

વાવ વિધાનસભા બેઠકનું દરેક રાઉન્ડના આંકડા

મતગણતરીના રાઉન્ડ
ગુલાબસિહ રાજપૂત (કોંગ્રેસ) સ્વરૂપજી ઠાકોર (ભાજપ) માવજી પટેલ (અપક્ષ) લીડ
1 4190 3939 2119 કોંગ્રેસ 251
2 7795 7498 4800 કોંગ્રેસ 270
3 5458 3689 1710 કોંગ્રેસ 1,173
4 16,673 15,266 7,110 કોગ્રેસ 1,402
5 22,298 19,677 7,452 કોગ્રેસ 2,621
6 29,679 21972 7518 કોંગ્રેસ 7,760
7 37079 24609 – કોંગ્રેસ 11,531
8 41610 27919 – કોંગ્રેસ 12752
9 41297 31597 9961 કોંગ્રેસ 13,292
10 48253 35886 કોંગ્રેસ 12,367
11 51724 38950 12156 કોંગ્રેસ 12,774
12 55,451 42,677 14,749 કોંગ્રેસ 12,767
13 60,362 46,617 14,749 કોંગ્રેસ 13,938
14 64,093 49,624 16,950 કોંગ્રેસ 14,062
15 67,467 53,545 18,583 કોંગ્રેસ 13516
16 71,025 58,121 18,992 કોંગ્રેસ 12497
17 74,010 63,239 19,392 કોંગ્રેસ 10,404
18 76,745 68,205 20,392 કોંગ્રેસ 8,179
19 78,981 72,754 20,645 કોંગ્રેસ 5,810
20 81,529 77,395 21,638 કોંગ્રેસ 3,525
21 83,685 83,135 21,638 કોંગ્રેસ 3,526

બનાસકાંઠાના સુઈગામ તાલુકાના અસારવા ગામના વતની છે. પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. પ્રથમ વખત વર્ષ 2019માં પેટા ચૂંટણીમાં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત યુથ કોંગ્રેસ, NSUIના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ મહત્વની ભૂમિકા છે. વર્ષ 2022માં થરાદથી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પણ પ્રજા વચ્ચે સક્રિય છે.

વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017 અને 2022ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર જીત મેળવી હતી. 2017માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા. 2017ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. 2022માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. જોકે ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી.

આ પણ વાંચો :-

પૂર્ણ બહુમત મળી પછી સીએમ એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી, જાણો શું કહ્યું ?

0

મહારાષ્ટ્રમાં મહાયુતિને ટ્રેન્ડમાં પૂર્ણ બહુમત મળી રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. શિંદેએ કહ્યું કે અમે મહારાષ્ટ્રના લોકોનો આ લીડ માટે આભાર માનીએ છીએ. અમે મહાયુતિના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જ કારણ છે કે મહાયુતિ વલણોમાં આટલા બધા માર્જિનથી આગળ છે.

ભાજપે રાજ્યની 148 બેઠકો પર ચૂંટણી લડી હતી અને અત્યાર સુધી આવેલા રૂઝાનોમાં તે 127 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ રૂઝાન પરિણામોમાં બદલાય છે તો ભાજપની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત હશે. ભાજપનો સ્ટ્રાઈક રેટ 84 ટકાનો રહ્યો છે, જે રાજકીય પંડિતોને પણ ચોંકાવી રહ્યો છે. મહારાષ્ટ્રના ચૂંટણી ઈતિહાસમાં ભાજપને પહેલી વખત આટલી વધુ બેઠકો મળશે. આનાથી પાર્ટી રાજ્યના રાજકારણમાં મજબૂત થવાની સાથે જ ગઠબંધનમાં પણ ખૂબ શક્તિશાળી થઈને ઉભરશે અને પોતાના જ સીએમ બનાવવામાં તેને સફળતા મળી શકે છે.

ભાજપ માટે 127 બેઠકો પર જીત મેળવવાની સાથે જ સ્ટ્રાઈક રેટ પણ મહત્ત્વ રાખે છે. ભાજપે 2014ની વિધાનસભા ચૂંટણીમાં 260 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ 122 બેઠકો પર જ જીત મળી હતી. તે બાદ 2019માં તેનો શિવસેના સાથે ગઠબંધન થયુ હતુ અને 150 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. તે બાદ પણ તેને 105 બેઠકો પર જ જીત મળી હતી. આ રીતે જોઈએ તો ભાજપને મહારાષ્ટ્રના પોતાના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત મળી છે. આ પહેલા ભાજપને 2009માં 46 અને 2004માં 54 બેઠકો પર જીત મળી હતી.

શિવસેનાના નેતા નરેશ મ્હાસ્કેએ પણ પોતાનું સમર્થન આપતા કહ્યું હતું કે લોકોએ મહાયુતિમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકારી કાઢી છે અને એકનાથ શિંદેને નેતૃત્વ માટે ચૂંટી કાઢ્યા છે, કારણ કે બાળાસાહેબ ઠાકરેની શિવસેના સલામત હાથોમાં છે. તેમણે કહ્યું કે લોકોએ સંજય રાઉતને પોતાના મતોથી મોટો તમાચો માર્યો છે. શિવસેનાના કાર્યકર તરીકે હું માનું છું કે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી બનવું જોઈએ.

આ પણ વાંચો :-

ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન આગળ, જાણો કોની બનશે સરકાર?

0

ઝારખંડમાં ભારતીય જનતા પક્ષ અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં રચાયેલાં ગઠબંધનો વચ્ચે આરપારનું ચૂંટણી યુદ્ધ થયું છે. ભાજપે રાજ્યની મોટાભાગની બેઠકો પરથી ચૂંટણી લડી અને 10 બેઠકો તેના સાથીપક્ષ ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનને ફાળવી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સભ્ય પક્ષો જેએમએમ અને કૉંગ્રેસ ઝારખંડમાં ચૂંટણી લડી રહ્યા છે.

ઝારખંડમાં 24 વર્ષ જૂની પરંપરા તૂટી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. હેમંત સોરેન ટ્રેન્ડમાં વાપસી કરી રહ્યા છે. હકીકતમાં ઝારખંડના 24 વર્ષના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ પાર્ટીએ સતત બીજી વખત સરકાર બનાવી હોય. પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે જેએમએમની સરકાર બની શકે.

ઝારખંડમાં ભારે રસાકસી બાદ ફરીથી INDIA બ્લોક ભાજપથી આગળ નીકળી ગયું છે. એક સમયે ભાજપને વધારે બેઠકો પર લીડ હોય એવું લાગી રહ્યું હતું પરંતુ થોડા જ વખતમાં ચિત્ર ફરીથી સ્પષ્ટ થતાં હવે 50 જેટલી બેઠકો પર JMM અને કોંગ્રેસનું ગઠબંધન આગળ છે તો ભાજપ 30 જેટલી બેઠકો પર સરસાઈ ધરાવે છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સવારથી મતગણતરી ચાલી રહી છે અને ચૂંટણી પંચે પણ ટ્રેન્ડ અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે અત્યાર સુધી જોવા મળી રહેલા ટ્રેન્ડ મુજબ ઝારખંડના પ્રારંભિક વલણોમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી હતી. એનડીએને 45 અને ઈન્ડિયા એલાયન્સને 33 સીટો મળી રહી હતી. જો કે હવે આંકડામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. .

આ પણ વાંચો :-

ભાજપે મહારાષ્ટ્ર-ઝારખંડમાં ઈતિહાસ રચ્યો, મહાયુતિએ બહુમતીનો આંકડો પાર કર્યો

0

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં અત્યાર સુધી જે નથી થયું તે બન્યું છે. ભાજપે મહારાષ્ટ્રમાં ઈતિહાસ રચ્યો છે, તો હેમંત સોરેને ઝારખંડમાં 24 વર્ષની પરંપરા તોડી છે. પહેલા મહારાષ્ટ્રની વાત કરીએ. અહીં ભાજપે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટ્રેન્ડ મુજબ તેને 126 સીટો મળી રહી છે. અગાઉ 2014માં તેણે 122 બેઠકો જીતી હતી. 24 વર્ષની પરંપરા તોડીને હેમંત સોરેન ઝારખંડમાં ફરી સરકાર બનાવી રહ્યા છે. ઝારખંડમાં હજુ સુધી અહીં સરકારનું પુનરાવર્તન થયું નથી.

23 નવેમ્બરની ચૂંટણીમાં શનિવારની સવારે મતગણતરી શરૂ થતાં રાજ્યની 288 બેઠકોમાંથી 146 બેઠકો પર સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન અને મહા વિકાસ અઘાડી 132 બેઠકો પર આગળ હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતોની ગણતરી શનિવારે સવારે શરૂ થઈ હતી, જેમાં સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન અને મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન વચ્ચેની લડાઈના પરિણામ પર તમામની નજર છે

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. અહીં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે છે. મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે જ્યારે મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ અને શિવસેના યુબીટીનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલમાં મહાયુતિની સરકાર છે, જેનું નેતૃત્વ શિવસેના નેતા એકનાથ શિંદે કરી રહ્યા છે. તેમની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ડેપ્યુટી સીએમની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ પણ વાંચો :-

વાવ બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ગુલાબસિંહ આગળ

0

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની આજે 23 નવેમ્બર 2024, સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થઈ ગઈ છે. જોકે, બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં વાવની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત રસાકસી છે.

વાવ વિધાનસભા બેઠક જીતવી કોંગ્રેસ અને ભાજપ બહુ જરૂરી છે. 1998 થી 2022 દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 4 વખત કોંગ્રેસ અને 2 વખત ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ 1998, 2002, 2017 અને 2022માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી. તો ભાજપે 2007 અને 2012માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી.

સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, 5 હજારથી ઉપર અને 10 હજારની અંદરના કોંગ્રેસ પાર્ટી વિજય બનશે. આ સાથે તેમણે પોતાના પ્રચારની પણ વાત કરી હતી. આ સાથે પોતાના ગઢ એટલે કે વાવમાં ગુલાબસિંહની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, અત્યારે ગુલાબસિંહ રાજપૂત ચાર રાઉન્ડને અંતે આગળ ચાલી રહ્યાં છે. જો કે, હજી અન્ય રાઉન્ડ બાકી છે. જેથી પરિણામ આવ્યા બાદ જાણવા મળશે કે આખરે વાવના લોકોએ કોને પસંદ કર્યા છે?

ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, ‘અમે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ રીતે ચૂંટણી લડ્યાં છીએ. અત્યારે જ્યારે લોકોનો આશીર્વાદ મળવાનો છે, ત્યારે અમને વિશ્વાસ છે કે વાવના લોકોએ અમને મત આપ્યાં હશે.’ નોંધનીય છે કે, ગુલાબસિંહ લોકોએ આશીર્વાદ આપ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુલાબસિંહ રાજપૂતે એવું પણ કહ્યું કે, જીત બાદ અમે ઢીમા દર્શન કરવા માટે જઈશું અને ત્યાંર બાદ લોકોનો આભર પણ વ્યક્ત કરીશું. એટલું જ નહીં પરંતુ ત્રણ રાઉન્ડ પછી કોંગ્રેસ આગળ જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, અમે જીતનો શ્રેય કોંગ્રેસ આગેવાનોને આપ્યો છે.

આ પણ વાંચો :-

૨૩ નવેમ્બર, ૨૦૨૪/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને શનિવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

 

મેષઃ

સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઇ બહેનોના સ્‍વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ

આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકત થી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ

સ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટંુબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદભવે. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભયા દિવસ. આવકનું પ્રમાણ વઘે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદન વધતા જણાય. દગા ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ

પૂર્વ જ‌ન્મોના કર્મ અનુસાર કલ્યાણકરી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથેસાથે રંગની તત્વ અને શારિકિ કલા નો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક અેક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ

વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્તાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ

પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વઘારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ

દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણો માંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂં રહે.

ધનઃ

આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શકય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂં રહેશે.

મકરઃ

આવકમાં ધટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગ ને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી ધંધામાં માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ

આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેર બજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્ગવ રહે. આરોગ્ય સારૂં રહેશે. સામાન્ય શરદી કફ રહેતા જણાય.

મીનઃ

સેવા દ્ગારા સાચા આનંદનો અનુભવ કરી શરશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિધા પ્રાપ્ત કરવાના યોગ બને છે. વિધાર્થમિત્રો માટે ખૂબ સરસ દિવસ જમણા હાથની કાળજી રાખવી. નોકરી ધંધામાં મિશ્રફળ નો અનુભવ થશે.

સુરતમાં ગુનાખોરી અટકાવવા 100 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન

સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ-અલગ 7 ટીમો બનાવીને આ સર્ચ ઓપરેશન કરાયું હતું. આ દરમિયાન પોલીસ પોતાની સાથે બુટલેગરો સહિતના હિસ્ટ્રીશીટરોની યાદી લઈને પહોંચી હતી, જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. આ યાદીમાં હતા તેવા 50થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં, પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ પણ કર્યું હતું.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ભેસ્તાન આવાસ જે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારના એરિયાના વ્યૂ અને એરિયા ચેકિંગ માટે નાઈટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કરાયો હતો. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા ભેસ્તાન વિસ્તારને ઘેરી લીધો હતો. અમે કેટલાકની અટકાયત પણ કરી છે, જેમની પૂછપરછ શરૂ કરાઈ છે. જે લોકો નથી મળ્યા, તેમને ત્યાં અમે આગામી દિવસોમાં ફરી ચેકિંગ કરીશું. આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા, તે અંગેની પૂછપરછ પણ કરીશું.

હથિયારધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 5 શખ્સ વિરુદ્ધ જી.પી.એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી. કોમ્બિંગની દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરે તેવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં BNSS 126,170 મુજબ 6 કેસ કરી અટકાયતી પગલાંની કામગીરી કરાઈ. ભેસ્તાન આવાસની બહાર નીકળવાના 6 રસ્તા (ગેટ) ઉપર અલગ-અલગ 6 ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી, નંબર પ્લેટ વગરના, ફોલ્ટી નંબર પ્લેટ વાળા, વાહનના દસ્તાવેજ વગરના કુલ 50 વાહન ચેક કરાયા. કોમ્બિંગ દરમિયાન MCR-H.S.-237, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બુટલેગર 7, NDPS નાસતા ફરતા તથા શકમંદ ચેક 11, સક્રિય ગુનેગાર 37 શખ્સો ચેક કરવામાં આવ્યાં. કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ MCR,H.S., ટપોરી, શકમંદ, સક્રિય ગુનેગાર 50 શખ્સોની પૂછપરછ કરવામાં આવી. કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા એક શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો.

આ પણ વાંચો :-

ભાજપ નેતાએ ‘કેશ ફોર વોટ’ કેસમાં કોંગ્રેસના ત્રણ નેતાઓને મોકલી નોટિસ

0

ભાજપના નેતા વિનોદ તાવડેએ કથિત કેશ ફોર વોટ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રિયા શ્રીનેતને માનહાનિની ​​નોટિસ મોકલી છે. વાસ્તવમાં, ત્રણેય નેતાઓએ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેના આધારે ભાજપના નેતાએ ત્રણેયને તેમની માફી માંગવાની અપીલ કરી છે.

આ લીગલ નોટિસની જાણકારી ખુદ બીજેપી નેતાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આપી હતી. નોટિસની કોપી શેર કરતા તેમણે લખ્યું કે કોંગ્રેસનું કામ માત્ર જુઠ્ઠાણું ફેલાવવાનું છે. તેણે આગળ લખ્યું કે નાલાસોપારાના ખોટા કેસમાં મેં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને માનહાનિની ​​નોટિસ મોકલી છે.

ભાજપના નેતાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓએ આ મામલે જુઠ્ઠાણું ફેલાવીને મારી અને ભારતીય જનતા પાર્ટીની છબીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. ચૂંટણી પંચ અને પોલીસની તપાસમાં 5 કરોડ રૂપિયાની કથિત રકમ વસૂલ કરવામાં આવી નથી એ સત્ય સૌની સામે છે. આ બાબત કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિનો પુરાવો છે.

ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે તેઓ માત્ર મને અને મારી પાર્ટીને બદનામ કરવા માગે છે. હું એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું, હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં છું પણ મેં આવું ક્યારેય કર્યું નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મને, પક્ષને અને મારા નેતાઓને બદનામ કરવા માગે છે, તેથી તેઓએ જાણીજોઈને મીડિયા અને લોકોને આ જૂઠ્ઠું કહ્યું, તેથી મેં તેમને જાહેરમાં માફી માંગવા અથવા કાર્યવાહીનો સામનો કરવા માટે કોર્ટની નોટિસ પાઠવી છે .

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા બુધવારે મતદાનના દિવસે જવાબ આપશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા પૂછ્યું કે આ 5 કરોડ રૂપિયા કોની ‘સેફ’માંથી બહાર આવ્યા અને જનતાના પૈસા કોણે લૂંટીને ટેમ્પોમાં મોકલ્યા? કોંગ્રેસ અને વિપક્ષી દળોનો આરોપ છે કે તાવડે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ મતદારોને પૈસા વહેંચી રહ્યા હતા અને તેમનું કૃત્ય વીડિયોમાં કેદ થયું હતું.

આ પણ વાંચો :-