Home Blog Page 586

સંભલ હિંસા મામલે પોલીસની કાર્યવાહી, સપા સાંસદ સહિત 800 તોફાનીઓ સામે FIR

0

ઉત્તરપ્રદેશના સંભલમાં કોર્ટના નિર્દેશ બાદ રવિવારે જામા મસ્જિદના સ્થળે સર્વેક્ષણની કાર્યવાહી માટે ટીમ પહોંચી હતી. આ દરમિયાન કટ્ટરવાદી ટોળાએ ભારે પથ્થરમારો, આગજની અને હિંસા કરતા પોલીસ એક્શનમાં આવી છે. સંભલમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ બહારના લોકોને પ્રવેશવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરમિયાન પોલીસે અખિલેશ યાદવના પક્ષ સમાજવાદી પાર્ટીના સાંસદ જિયા ઉર રહેમાન તેમજ સપાના ધારાસભ્ય ઇકબાલ મસુદના પુત્ર સુહેલ ઇકબાલ ઉપર હિંસાના કાવતરાનો કેસ દાખલ કર્યો છે.

સંભલ પોલીસે સપાના સ્થાનિક આગેવાનો વિરુદ્ધ કેસ દાખલ કરવા ઉપરાંત હિંસા ભડકાવવા માટેના પોસ્ટર કોણે લગાવ્યા હતા તેની તપાસ પણ શરૂ કરી છે. સંભલના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમારા એક સબ-ઈન્સ્પેક્ટર દીપક રાઠી ગઈકાલની હિંસામાં ઘાયલ થયા હતા, તેમણે તેમના સહિત પોલીસ અને સર્પેક્ષણની ટીમ ઉપર હુમલો કરનારા 800 જણા ઉપર એફઆઈઆર દાખલ કરાવી છે.

કોર્ટના આદેશ બાદ એસડીએમ, ઈઓ અને સીઓની એક કમિટી બનાવવામાં આવી હતી, જેના પર મસ્જિદનો સરવે કરાવવાની જવાબદારી હતી. કમિટીએ કહ્યું કે, સંભલમાં હાલ કલમ 163 લાગુ છે. જોકે, હવે પરિસ્થિતી નિયંત્રણમાં છે. દુકાનો પણ ધીમે-ધીમે ખુલી રહી છે. જોકે, મંગળવારે પણ ઈન્ટરનેટ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

હિંસા બાદ સંભલમાં જિલ્લા પ્રશાસને બહારના લોકોના પ્રવેશ પર પહેલી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, ભીમ આર્મી ચીફ અને નગીનાથી સાંસદ ચંદ્રશેખર આઝાદે એલાન કર્યું છે કે, તે આજે સંભલ જશે અને મૃતકોના પરિવારજનોને મળશે. આઝાદે કહ્યું, દર વખતે સરકારના ઈશારે પોલીસે નિઃશસ્ત્ર આંદોલનકારીઓ પર સીધો ગોળીબાર કરી તેમનો જીવ લઈ લે છે. હું જલ્દી જ ઘાયલ પોલીસકર્મીઓને પણ મળીને આ હિંસાની હકીકત દેશ સામે લાવવાનો પ્રયાસ કરીશ.

આ પણ વાંચો :-

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ધરપકડ

0

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક નકલી આઈએએસ અધિકારીની ધરપકડ કરી છે. આ નકલી આઈએએસ ઓફિસર લોકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા એંઠતો હતો. તે પોતાના વરિષ્ઠ સરકારી અધિકારી ગણાવતો હતો. જ્યારે આ નકલી આઈએએસ વિરૂદ્ધ લોકોએ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસ એક્શનમાં આવી અને આ ઠગને ઝડપી પાડ્યો. આ ઠગનું નામ મેહુલ શાહ (29) છે. જે ખરેખરમાં એન્જીનિયર છે અને મોરબીના વાંકાનેરમાં બે શાળાઓનું પ્રબંધન જુએ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક પોલીસ અધિકારી અનુસાર, ઠગ મેહુલ શાહ વિરૂદ્ધ એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના માલિકે ફરિયાદ કરી હતી. જેમણે જણાવ્યું હતું કે, આરોપી મેહુલ શાહે તેમની પાસે કાર ભાડા પર લેવા માટે સંપર્ક કર્યો હતો. તેણે પોતાના મહેસૂલ વિભાગના નિયામક અને IAS અધિકારી ગણાવ્યો હતો. જેના પછી મેહુલ શાહે ફરિયાદી પાસે કારમાં સાયરન અને પડદા લગાવરાવ્યા હતા અને ગૃહ મંત્રાલય, વિજ્ઞાન અને અનુસંધાન વિભાગનો નકલી લેટર પણ આપ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપીએ નકલી લેટર દેખાડી અને ખોટા વાયદાઓ કરી લોકોને ઠગ્યા હતા. એક ફરિયાદીના પુત્રને તેણે સરકારી કાર્યાલયમાં નોકરી અપાવવાના નામે તેની પાસેથી લાખો રૂપિયા લીધા હતા. તેણે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો નકલી ઓફર લેટર તૈયાર કર્યો હતો અને તેણે ફરિયાદીના પુત્રને આપી દીધો હતો. જ્યારે યુવક નોકરી માટે પહોંચ્યો તો હકીકત જાણીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ પણ વાંચો :-

બંધારણમાંથી નહી હટે ‘સમાજવાદ’ અને ‘સેક્યુલર’ શબ્દ, સુપ્રીમ કોર્ટે તમામ PIL ફગાવી

0

સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદ” અને “સેક્યુલર” શબ્દોને સામેલ કરવાને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. આવતીકાલે 26 નવેમ્બરે બંધારણ દિવસ છે અને આજે આ અંગેનો ચુકાદો આપતા કોર્ટે આ શબ્દો દૂર કરવા ઇનકાર કરી દીધો છે.

ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન 1976માં બંધારણનો 42મો સુધારો દાખલ કરીને આમુખમાં “સમાજવાદ” અને “સેક્યુલર” શબ્દો ઉમેરી દેવામાં આવ્યા હતા. આ શબ્દો હટાવી દેવા જોઇએ કેમ કે તે મૂળ બંધારણનો ભાગ નહોતા તેવી દાદ માગતી જાહેર હિતની અરજીઓ કરવામાં આવી હતી જેને આજે સોમવારે મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ પીવી સંજય કુમારની બેન્ચ ફગાવી દીધી હતી.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે કહ્યું કે સંસદની સંશોધન શક્તિ પ્રસ્તાવના સુધી પણ ફેલાયેલી છે. પ્રસ્તાવના અપનાવવાની તારીખ પ્રસ્તાવનામાં સુધારો કરવાની સંસદની સત્તાને મર્યાદિત કરતી નથી. જેના આધારે અરજદારની દલીલ ફગાવી દેવામાં આવી હતી. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું, “લગભગ આટલા વર્ષો થઈ ગયા, હવે આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ તેમની અરજીમાં કહ્યું હતું કે, બંધારણ જે દિવસે અપનાવવામાં આવ્યું હતું તે દિવસે જે પ્રસ્તાવના હતી તેમાં પછીથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં દલીલ કરી હતી કે, તેમને સમાજવાદી અને સેક્યુલર શબ્દો સામે વાંધો નથી, પરંતુ એ શબ્દો જે રીતે સામેલ કરી દેવામાં આવ્યા હતા તેની સામે વાંધો છે.

આ પણ વાંચો :-

પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી

0

સોમવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. ઓસ્ટ્રેલિયાના પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમત પૂરી થતાં બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4.2 ઓવરમાં 3 વિકેટે 12 રન હતો. ઉસ્માન ખ્વાજા 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે ત્રીજા દિવસે 134.3 ઓવરમાં 6 વિકેટે 487 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો.

ભારતે પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ 238 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી અને 533 રનની લીડ મેળવી લીધી હતી. સીરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી.

ઓસ્ટ્રેલિયામાં ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત –

  • 295 રનથી, પર્થ, 2024
  • 222 રનથી, મેલબૉર્ન, 1977
  • 137 રનથી, મેલબૉર્ન, 2018
  • 72 રનથી, WACA, 2008
  • 59 રનથી, મેલબૉર્ન, 1981

ઓસ્ટ્રેલિયાને પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પ્રથમ વખત ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર ચાર મેચ રમી હતી, જેમાં તેણે જીત મેળવી હતી. 19 જાન્યુઆરી, 2021ના રોજ, ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 31 વર્ષ બાદ તે મેદાન પર ટેસ્ટ મેચ હારી ગયું હતું. હવે ભારતીય ટીમે પણ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં કાંગારૂઓના ઘમંડને ચકનાચૂર કરી દીધું છે.

આ પણ વાંચો :-

જાણો કોણ બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી? ફડણવીસ કે એકનાથ શિંદે

0

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિનો વિજય થયો છે અને ભાજપ અપેક્ષા કરતા પણ વધુ મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. હવે રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા ચાલે છે ત્યારે તેમાં દેવેન્દ્ર ફડનવીસનું નામ મોખરે છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા ભાજપ તૈયાર નહીં થાય તેવી શક્યતા છે.

એકનાથ શિંદેની શિવસેનાને આ કદાચ નહીં ગમે કારણ કે ચૂંટણીનું કેમ્પેઈન તેમની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. પરંતુ ભાજપના ટોચના નેતાઓ ફેરફાર લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ સ્વીકારે છે કે શિંદેના નેતૃત્વ, લાડકી બહેન યોજના અને તેમની છબીના કારણે ચૂંટણીમાં તેમને ફાયદો થયો છે. પરંતુ ભાજપ એવું પણ માને છે કે આ વિજયમાં હિંદુત્વના પરિબળે પણ ભૂમિકા ભજવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભાષણોએ પણ મતદારોને ભાજપ તરફ ખેંચી લાવવામાં ભૂમિકા ભજવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના મુખ્ય વ્યૂહરચનાકાર અમિત શાહ આ અંગે નિર્ણય લઇ શકે છે. માનવામાં આવે છે કે આ બંને ટોચના નેતાઓની સહમતિથી સોમવારે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે.

14મી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. સરકારની રચનાની પ્રક્રિયા શરૂ કરીને ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ રવિવારે માલાબાર હિલમાં રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમને 15મી મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના નામો ધરાવતી ગેઝેટ અને ભારતના ચૂંટણી પંચની સૂચનાની નકલો રજૂ કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે ગત સરકારની જેમ આ વખતે પણ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી સરકારનો હવાલો સંભાળશે. પરંતુ હજુ સુધી તેમના નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યાં સુધી મંત્રાલયોનો સંબંધ છે, મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ સહિત મહત્તમ 43 મંત્રીઓ હોઈ શકે છે.

 

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, અદાણી- મણિપુર હિંસા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

0

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની સત્તામાં વાપસી અને ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સની જીત બાદ સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે. વકફ એક્ટ સહિત 16 બિલ આ સત્ર દરમિયાન રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષી દળો મણિપુર, વકફ બિલ અને અદાણીમાં હિંસાનો મુદ્દો ઉઠાવી શકે છે, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ ભાજપ અને એનડીએનો ઉત્સાહ હાઇ છે.

પીએમ મોદીએ સંસદ સત્ર પહેલા કહ્યું કે, ‘આ શિયાળુ સત્ર છે. 2024નો છેલ્લો સમયગાળો ચાલી રહ્યો છે. દેશ 2025 માટે ઉમંગ સાથે તૈયારી કરી રહ્યો છે. સંસદનું સત્ર ખાસ હોય છે. બંધારણ તેના 75માં વર્ષમાં પ્રવેશ્યું છે તે પોતાનામાં વિશેષ છે. આવતીકાલે આપણે બંધારણ ગૃહમાં સાથે મળીને 75મા વર્ષની ઉજવણી કરીશું. બંધારણના ઘડવૈયાઓએ દરેક મુદ્દા પર ચર્ચા કરી. સંસદ અને સાંસદ તેના મહત્વના એકમો છે. સંસદમાં વધુ ચર્ચા થવી જોઈએ. કમનસીબે, પોતાના સ્વાર્થી કારણોસર, મુઠ્ઠીભર લોકો, જેમને જનતા દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે તેઓ હોબાળો કરીને તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જનતા તેની ગણતરી કરે છે અને સમય આવે ત્યારે તેને સજા પણ કરે છે.

વડાપ્રધાને વિપક્ષ પર વધુ પ્રહાર કરતાં કહ્યું કે, લોકતાંત્રિક પરંપરામાં દરેક પેઢીનું કામ આગામી પેઢીને તૈયાર કરવાનું હોય છે, પરંતુ જે લોકોને 80-90 વખત જનતા દ્વારા સતત નકારવામાં આવ્યા છે, તેઓ ન તો સંસદમાં ચર્ચા થવા દે છે અને ન તો લોકશાહીની ભાવનાનું સન્માન કરે છે. તેઓ લોકોની આકાંક્ષાઓને સમજી શકતા નથી. પરિણામ એ છે કે તેઓ ક્યારેય જાહેર જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી. આ કારણે જનતાએ તેમને વારંવાર નકારી દે છે.

આ પણ વાંચો :-

૨૪ નવેમ્બર, ૨૦૨૪/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને રવિવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ-શોખ, આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

‌મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઈક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધ.ે દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્રવર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગે ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યનાં કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઈસ્ક્રીમ, ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઈ-બહેનોનાં વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલક્તનાં વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે રોબર્ટ વાડ્રાએ આપ્યું મોટું નિવેદન

0

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ કમાલ કર્યો છે અને 288 વિધાનસભા બેઠકમાંથી 220 બેઠકો પર પોતાનો પરચમ લહેરાયો છે. અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો પરથી તે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રાજ્યમાં મહાયુતિની સરકાર બની શકે છે અને મહાવિકાસ આઘાડી (એમવીએ) ભારે ફટકાર લાગી છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ મોટું નિવેદન આપ્યું છે.

રોબર્ટ વાડ્રાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ ચૂંટણીના પરિણામોથી અમારે શિખામણ લેવી પડશે અને મહારાષ્ટ્રની જનતાએ જે નિર્ણય લીધો છે, તેનું અમારે સન્માન કરવું જોઈએ. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રની જનતા માટે મહેનત કરવાની જરૂર છે.

ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન 57 સીટો જીતવા તરફ અગ્રેસર છે. બીજી તરફ ભાજપ અને ગઠબંધન 23 બેઠકો પર આગળ છે. એટલે કે ફરી એક વખત હેમંત સોરેનની આગેવાની હેઠળ સરકાર બનશે. ઝારખંડની 81માંથી 50 બેઠકો પર લીડ મેળવી રહી છે. 10 બેઠક પર લીડનું માર્જિન 10 હજાર કરતા વધારે વોટની છે.

ઝારખંડના ચૂંટણી પરિણામોને લઈને ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ની આગેવાની હેઠળ ઇન્ડિ ગઠબંધન 41થી વધુ બેઠક પર આગળ છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન આ આંકડામાં ઘણું પાછળ છે. આવી સ્થિતિમાં ભાજપને આ રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :-

ઝારખંડમાં હેમંત સોરેન 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો!

0

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થઇ ગયા છે. ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન 57 સીટો જીતવા તરફ અગ્રેસર છે. બીજી તરફ ભાજપ અને ગઠબંધન 23 બેઠકો પર આગળ છે. એટલે કે ફરી એક વખત હેમંત સોરેનની આગેવાની હેઠળ સરકાર બનશે. ઝારખંડની 81માંથી 50 બેઠકો પર લીડ મેળવી રહી છે. 10 બેઠક પર લીડનું માર્જિન 10 હજાર કરતા વધારે વોટની છે. ત્યારે સવાલ એ થાય કે ઝારખંડમાં પ્રચંડ રીતે પ્રચાર પ્રસાર કરવા છતાં બીજેપી સત્તામાં આવી શકી નથી. ત્યારે આવો જાણીએ શું હોઇ શકે.

ઝારખંડની જે બેઠકો પર સમગ્ર દેશની નજર છે તેમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની બારહેત, તેમની પત્ની કલ્પના સોરેનની ગાંડેય, ભાજપ નેતા અમર કુમાર બૌરી (ભાજપ)ની ચંદનકિયારી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય અગ્રણી ઉમેદવારોમાં ધનવરમાં બાબુલાલ મરાંડી અને નાલામાં JMMના રવિન્દ્ર નાથ મહતોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. એક તરફ, JMM હેઠળના ગઠબંધનને 50 થી વધુ બેઠકો પાર લીડ મળતી દેખાઈ રહી છે, જયારે BJP ગઠબંધન 30 થી ઓછી બેઠકો પાર જતું જોવા મળી રહ્યું છે. જો કે BJP+ નો જાદુ મહારાષ્ટ્રમાં પૂરજોશમાં કામ કરી રહ્યો છે અને આ ગઠબંધન 220 થી વધુ બેઠકો જીતી રહ્યું હોય તેવું લાગે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, 150 થી ઓછી બેઠકો પાર ચૂંટણી લડનાર ભાજપ અહીં લગભગ 125 બેઠકો જીતતી જોવા મળી રહી છે. આ રીતે જોવામાં આવે તો એક તરફ ભાજપને ઝારખંડની નિરાશા મળી છે તો બીજી તરફ મહારાષ્ટ્રે પણ ખુશ થવાનું કારણ આપ્યું છે.

આ પણ વાંચો :-

વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત, યુપીમાં 7 બેઠક પર ભાજપ આગળ

0

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકા ગાંધી 4 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. અહીં CPIના ઉમેદવાર સત્યન મોકેરી બીજા નંબરે અને ભાજપના નવ્યા હરિદાસ ત્રીજા ક્રમે છે.

મધ્યપ્રદેશની વિજયપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વન મંત્રી રામનિવાસ રાવત હારી ગયા છે. બુધની વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમાકાંત ભાર્ગવ 1800થી વધુ મતથી આગળ છે. શિવરાજ સિંહ ચૌહાણ બુધની સીટથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ સાંસદ બન્યા ત્યારે આ બેઠક ખાલી પડી હતી.

યુપીની 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના વલણોમાં, ભાજપ ગઠબંધનને 7 બેઠકો પર અને સપાને 2 બેઠકો પર લીડ મળી છે. અખિલેશના ગઢ ગણાતી મૈનપુરીની કરહલ સીટ પર સપાને લીડ મળી છે. ભાજપે અહીં અખિલેશના પિતરાઈ ભાઈ અનુજેશ યાદવને મેદાનમાં ઉતાર્યા હતા.

આ પણ વાંચો :-