ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની આજે 23 નવેમ્બર 2024, સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થઈ ગઈ છે. જોકે, બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં વાવની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત રસાકસી છે.
વાવ વિધાનસભા બેઠક જીતવી કોંગ્રેસ અને ભાજપ બહુ જરૂરી છે. 1998 થી 2022 દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 4 વખત કોંગ્રેસ અને 2 વખત ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ 1998, 2002, 2017 અને 2022માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી. તો ભાજપે 2007 અને 2012માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી.
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, 5 હજારથી ઉપર અને 10 હજારની અંદરના કોંગ્રેસ પાર્ટી વિજય બનશે. આ સાથે તેમણે પોતાના પ્રચારની પણ વાત કરી હતી. આ સાથે પોતાના ગઢ એટલે કે વાવમાં ગુલાબસિંહની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, અત્યારે ગુલાબસિંહ રાજપૂત ચાર રાઉન્ડને અંતે આગળ ચાલી રહ્યાં છે. જો કે, હજી અન્ય રાઉન્ડ બાકી છે. જેથી પરિણામ આવ્યા બાદ જાણવા મળશે કે આખરે વાવના લોકોએ કોને પસંદ કર્યા છે?
ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, ‘અમે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ રીતે ચૂંટણી લડ્યાં છીએ. અત્યારે જ્યારે લોકોનો આશીર્વાદ મળવાનો છે, ત્યારે અમને વિશ્વાસ છે કે વાવના લોકોએ અમને મત આપ્યાં હશે.’ નોંધનીય છે કે, ગુલાબસિંહ લોકોએ આશીર્વાદ આપ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુલાબસિંહ રાજપૂતે એવું પણ કહ્યું કે, જીત બાદ અમે ઢીમા દર્શન કરવા માટે જઈશું અને ત્યાંર બાદ લોકોનો આભર પણ વ્યક્ત કરીશું. એટલું જ નહીં પરંતુ ત્રણ રાઉન્ડ પછી કોંગ્રેસ આગળ જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, અમે જીતનો શ્રેય કોંગ્રેસ આગેવાનોને આપ્યો છે.
આ પણ વાંચો :-