વાવમાં ભાજપનો ભગવો લહેરાયો, સ્વરુપજી ઠાકોરની થઈ જીત

Share this story

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં આ વખતે સત્તાનો ઉલટફેર થયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપના સ્વરુપજી ઠાકોર 1300 મતથી જીત મેળવી છે. આશરે સાત વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગલો લહેરાયો છે. સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ હતી. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિકોણીયા જંગમાં ભજપની જીત થઇ છે.

આ બેઠક પર 23 રાઉન્ડની હાથ ધરાયેલ મતગણતરીમાં 21 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ મતગણતરીના 22 અને 23માં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે, કોંગ્રેસના ગુલાબસિહની લીડ કાપી હતી અને જીત મેળવી હતી. કોંગ્રેસના ગુલાબસિંહનો પરાજય થયો છે.

વાવ વિધાનસભા બેઠકનું દરેક રાઉન્ડના આંકડા

મતગણતરીના રાઉન્ડ
ગુલાબસિહ રાજપૂત (કોંગ્રેસ) સ્વરૂપજી ઠાકોર (ભાજપ) માવજી પટેલ (અપક્ષ) લીડ
1 4190 3939 2119 કોંગ્રેસ 251
2 7795 7498 4800 કોંગ્રેસ 270
3 5458 3689 1710 કોંગ્રેસ 1,173
4 16,673 15,266 7,110 કોગ્રેસ 1,402
5 22,298 19,677 7,452 કોગ્રેસ 2,621
6 29,679 21972 7518 કોંગ્રેસ 7,760
7 37079 24609 કોંગ્રેસ 11,531
8 41610 27919 કોંગ્રેસ 12752
9 41297 31597 9961 કોંગ્રેસ 13,292
10 48253 35886 કોંગ્રેસ 12,367
11 51724 38950 12156 કોંગ્રેસ 12,774
12 55,451 42,677 14,749 કોંગ્રેસ 12,767
13 60,362 46,617 14,749 કોંગ્રેસ 13,938
14 64,093 49,624 16,950 કોંગ્રેસ 14,062
15 67,467 53,545 18,583 કોંગ્રેસ 13516
16 71,025 58,121 18,992 કોંગ્રેસ 12497
17 74,010 63,239 19,392 કોંગ્રેસ 10,404
18 76,745 68,205 20,392 કોંગ્રેસ 8,179
19 78,981 72,754 20,645 કોંગ્રેસ 5,810
20 81,529 77,395 21,638 કોંગ્રેસ 3,525
21 83,685 83,135 21,638 કોંગ્રેસ 3,526

બનાસકાંઠાના સુઈગામ તાલુકાના અસારવા ગામના વતની છે. પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. પ્રથમ વખત વર્ષ 2019માં પેટા ચૂંટણીમાં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત યુથ કોંગ્રેસ, NSUIના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ મહત્વની ભૂમિકા છે. વર્ષ 2022માં થરાદથી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પણ પ્રજા વચ્ચે સક્રિય છે.

વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017 અને 2022ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર જીત મેળવી હતી. 2017માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા. 2017ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. 2022માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. જોકે ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી.

આ પણ વાંચો :-